Daily Archives: માર્ચ 4, 2021

સની દેઓલ

સફળ બાપનો સફળ દીકરો સની દેઓલહિન્દી ફિલ્મોના અભિનેતા, નિર્માતા, નિર્દેશક સની દેઓલ ૬૪ વર્ષના થશે. ૧૯ ઓક્ટોબર, ૧૯૫૬ના રોજ સાહનેવાલ, લુધિયાણામાં તેમનો જન્મ પીઢ અભિનેતા ધર્મેન્દ્રને ત્યાં થયો હતો. તેઓ બોબી અને એષા દેઓલના મોટા ભાઈ છે. પચ્ચીસ વર્ષની તેમની કારકિર્દીમાં સની નેશનલ અને ફિલ્મફેર એવોર્ડ્સ જીતી ચુક્યા છે.શીખ જાટ રૂપે ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને ત્યાં અજય દેઓલ રૂપે સનીનો જન્મ થયો હતો. તેમનો નાનો ભાઈ બોબી દેઓલ અને બે બહેનો વિજયેતા અને અજીતા કેલીફોર્નીયામા સ્થાયી થયા છે. હેમા માલિની તેમના સાવકા માતા છે અને પિતરાઈ ભાઈ અભય દેઓલ પણ અભિનેતા છે. સનીએ પૂજા દેઓલ સાથે લગ્ન કર્યા છે અને તેમને કરણ અને રાજવીર દીકરા છે. કરણ ‘યમલા પગલા દીવાના ૨’ના સહાયક નિર્દેશક હતા. પોતાની પહેલી જ ફિલ્મ ‘બેતાબ’ (૧૯૮૩)ના અભિનય માટે સનીને ફિલ્મફેર એવોર્ડનું નામાંકન મળ્યું હતું. ત્યાર બાદ તેમણે સંખ્યાબંધ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં ‘ત્રિદેવ’, ‘અર્જુન’, ‘ક્રોધ’, ‘ઘાયલ’, ‘વિશ્વાત્મા’, ‘લૂટેરે’, ‘ડર’, ‘દામિની’, ‘જીત’, ‘ઘાતક’, ‘બોર્ડર’, ‘ઝીદ્દી’, ‘અર્જુન પંડિત’ કે ‘ઇન્ડિયન’નો સમાવેશ થાય. તેમણે નિર્માતા-નિર્દેશક રૂપે ‘દિલ્લગી’ રજૂ કરી, જેમાં ભાઈ બોબી સાથે તેમણે અભિનય પણ કર્યો હતો. તેમના પોતાના વિજયતા ફિલ્મ્સના બેનર હેઠળ રાજકુમાર સંતોષીની ‘ઘાયલ’ (૧૯૯૦)માં તે એવા બોક્સર હતા, જેના પર તેના ભાઈની હત્યાનો ખોટો આરોપ હોય છે, તેમાં તેમણે જબરજસ્ત એક્શન દ્રશ્યો કર્યા હતા. ફિલ્મ સુપર હીટ થઇ હતી. ‘ઘાયલ’ને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો અને સનીને શ્રેષ્ઠ અભિનેતાનો એવા બે નેશનલ એવોર્ડ મળ્યાં હતાં. એ ફિલ્મને સાત ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યાં હતાં. ૧૯૯૧માં તેમની પાંચ ફિલ્મો આવી, જેમાંથી ‘નરસિમ્હા’ સફળ થઇ હતી. પછી દિવ્યા ભારતી સામે ‘વિશ્વાત્મા’ આવી અને ૧૯૯૩ની ‘દામિની – લાઈટનિંગ’ને માટે ફરી તેમને ઘણાં એવોર્ડ્સ મળ્યાં. જેમાં સહાયક અભિનેતાના નેશનલ અને ફિલ્મફેર એવોર્ડ્સ પણ સામેલ છે. તે જ વર્ષે યશ ચોપ્રાની બ્લોકબસ્ટર ‘ડર’માં જુહી ચાવલા અને શાહરુખ ખાન સાથે વધુ એક સફળતા સનીને મળી હતી. નેવુંના દાયકાની મધ્યમાં ‘જીત’, ‘ઘાતક’, ‘જીદ્દી’ અને ‘બોર્ડર’ જેવી ચાર મોટી સફળતા સની દેઓલે જોઈ. સનીના નિર્માણ-નિર્દેશન અને ભાઈ બોબી દેઓલ અને ઉર્મિલા સાથેના અભિનયવાળી ‘દિલ્લગી’ને સમીક્ષકોએ વખાણી હતી. ૨૦૦૧માં પ્રીતિ ઝીંટા સામે ‘ફર્ઝ’ કરી. તો અમીષા પટેલ સામેની તારા સિંઘ નામના ડ્રાઈવરની દેશના ભાગલા વેળા મુસ્લિમ કન્યા સાથેની પ્રેમ કહાણીવાળી ‘ગદર: એક પ્રેમ કથા’ દેશની ત્યાં સુધીની સૌથી સફળ ફિલ્મોમાંની એક બની ગઈ હતી. દેશના ભાગલાની આ કથા ખુબ સફળ થઇને રૂ. ૯૭૩ મિલિયનની કમાણી કરી ગઈ હતી. તે માટે સનીને ફરી એક વાર બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અને સ્ક્રીન એવોર્ડ મળ્યાં હતાં. તેજ વર્ષની ‘ઇન્ડિયન’માં પણ સનીના અભિનયના વખાણ થયા હતાં. એ તમિલ ફિલ્મ ‘વલ્લારાસુ’ની રી-મેક હતી, જેમાં સનીએ પ્રમાણિક પોલીસ અધિકારની ભૂમિકા કરી હતી. સનીની ત્યાર પછીની ફિલ્મો દેશભક્તિ સભર હતી. જેને દેશભરમાં આવકાર મળ્યો. ભારતીય સેના અધિકારીની ભૂમિકાવાળી ‘મા તુઝે સલામ’ અને સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદની ભૂમિકાવાળી ’૨૩ માર્ચ, ૧૯૩૧: શહીદ’ પણ સફળ થઇ હતી. સની દેઓલના ગીતો: જબ હમ જવા હોંગે – બેતાબ, સંદેશે આતે હૈ – બોર્ડર, મૈ નિકલા ગડ્ડી લે કર, ઉડ જા કાલે કૌવા – ગદર, બંધન તૂટે ના – પાપ કી દુનિયા, ધૂમ ધૂમ લક લક – દિલ્લગી, યારા ઓ યારા – જીત, ઇન મસ્ત નિગાહ સે – ધ હીરો, મહિયા તેરી કસમ – ઘાયલલેખકના પુસ્તક: ‘ઓક્ટોબરના સિતારા’માંથી

Leave a comment

Filed under Uncategorized