Daily Archives: માર્ચ 13, 2021

રોફલ:પરેશ વ્યાસ

રોફલ: હસી હસીને ઊબડા વળી જવું તે…. ઉદાસી સઘળી છોડીને ખુશીમાં ઓતપ્રોત થા, ઓ જિંદગી હસી હસીને આજ લોટપોટ થા. –યામિની વ્યાસ ક્યારેક એવું ય થાય કે આપણે હસી હસીને ઊબડા થઈ જઈએ. લોટપોટ થઈ જઈએ. આ હાસ્ય અટ્ટ (મોટા અવાજવાળું)+હાસ્ય ન પણ હોય પણ લાગે કે કોઈએ કશું એવું કીધું,લખ્યું અથવા તો કર્યું કે આપણે હસી હસીને ભોંય પર પર પડીને આળોટવા લાગ્યા. આવા હસવાને એક શબ્દમાં કહેવું હોય તો? આપણાં સ્પિન બોલર આર. અશ્વિને ટ્વીટર પર લખ્યું: રોફલમેક્સ (ROFLMAX). ઓસ્ટ્રેલિયા-ઈંડિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ. આખરી દિવસે બેટિંગ અઘરી જ હોય. બેટ્સમેન હનુમા વિહારી પોતે ઇજાગ્રસ્ત અને સામે છેડે આર. અશ્વિન ઉપર બોડીલાઇન બોલિંગ દે માર. રવિન્દ્ર જાડેજા અલબત્ત બેટિંગમાં બાકી પણ એની દશા એકલવ્ય જેવી હતી. હાથનો અંગૂઠો સાંધામાંથી ઉતરી ગયો હતો. એટલે એની પાસે અપેક્ષા રાખવી નકામી હતી. આ સંજોગોમાં છઠ્ઠી વિકેટ માટે હનુમા-અશ્વિનની જોડીએ ઓસ્ટ્રેલિયન્સને કોઈ મચક ન આપી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ આપણાં બેટધરોને શારીરિક અને માનસિક ઇજા કરવાના ઘણાં કારસા કર્યા પણ ફાવ્યા નહીં. અંતિમ દિવસ અને નવો બોલ હોય તો વિકેટ તો પડે જ. પણ ૪૨ ઓવર્સ સુધી આ જોડી ખંડિત ન થઈ. ભારતની કોઈ પણ ટીમ ભૂતકાળમાં ચોથી ઇનિંગ્સમાં ૧૩૧ ઓવર્સ રમી હોય એવું તો છેક ઇ.સ. ૧૯૭૯માં બન્યું હતું. ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ એશિયન ટીમ આટલું લાંબુ રમીને મેચને ડ્રોમાં ખેંચી શકી નથી. પાકિસ્તાન,શ્રીલંકા વધારે ઓવર્સ રમ્યાના દાખલા છે પણ તેઓ હારી ગયા હતા. બીજી ઇનિંગનો આખરી સ્કોર ૩૩૪/૫ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પરનો બીજો સૌથી વધારે સ્કોર હતો. ટૂંકમાં ટચૂક ટચૂક રમીને ભારતે ઓસ્ટ્રેલિયાને હતાશ કરી દીધા હતા. મેચ ડ્રો થઈ પણ કોઈ પણ જીત કરતાં ટીમ ઇન્ડિયાની આ અ-જીત મહાન હતી. અમિતાભ બચ્ચને લખ્યું: વેલડન ઈન્ડિયા! રંગભેદી અપમાન અને અનેકને ઇજા છતાં તમે વિજયી થયા. પણ તો ય ટીકાકાર તો હોય જ. કેન્દ્રિય મંત્રી અને ગાયક બાબુલ સુપ્રિયો ટ્વીટયા કે ૧૦૯ બોલ અને ૭ રન. આ મહાઘાતકી કૃત્ય હતું. ભલે શક્યતા ઓછી હોય તો પણ જીતવાની કોશિશ તો કરવી જ જોઈએ. પછી માનનીય મંત્રી મહોદયે લખ્યું કે હનુમા બિહારી,તમે ઐતિહાસિક જીતની તક જ નહીં ગુમાવી પણ તમે ક્રિકેટનું મર્ડર કરી નાંખ્યું. ( અરે ભગવાન,આમણે તો ૩૦૨ લગાડી દીધી!) પાછું તા.ક.માં નોંધ્યું કે તેઓ જાણે છે કે ક્રિકેટ વિષે તેઓ કાંઇ જાણતા નથી. (આ સાચી વાત!) હવે આમને શું કહેવું?હનુમા વિહારીએ મંત્રીશ્રીનાં ટ્વીટ બકવાસનો જવાબ માત્ર બે શબ્દોમાં દીધો. ‘હનુમા વિહારી.’એટલે એમ કે હે માનનીય મંત્રી મહોદય,તમારી બાકીની વાત તો મારી પ્રતિક્રિયાને પણ લાયક નથી પણ તમે મારું નામ હનુમા બિહારી લખ્યું,એ ખોટું લખ્યું. માય નેમ ઈઝ વિહારી,હનુમા વિહારી! અને હનુમા-ની હનુમાની સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરતા આર. અશ્વિને લખ્યું: રોફલમેક્સ. રોફલ (આર. ઓ. એફ. એલ.) એક સંક્ષેપાક્ષર (અબ્રીવિએશન) છે. જેમ ‘બાય ફોર નાઉ’ માટે બીએફએન, ‘બાય ધ વે’માટે બીટીવ્હાય, એમ ‘રોલિંગ ઓન ફ્લોર લાફિંગ’માટે આરઓએફએલ (રોફલ). અને ‘મેક્સ’એટલે મેક્સિમમ. અગાઉ લખ્યું એમ,રોફલનો અર્થ થાય હસતાં હસતાં લોટપોટ થઈ જવું તે. હસી હસીને ઊબડા વળી જવું તે. ઇન્ટરનેટ જ્યારે નવું નવું હતું ત્યારે શબ્દ સમૂહોને સંક્ષેપાક્ષર કરીને ઓનલાઈન ટેક્સ્ટ બનાવી લખવાની જરૂર પડી. લાંબુ લાંબુ કયાં લખવું? અને પછી કોઈ એવું લખે કે સામાવાળો હસવું ન રોકી શકે. પણ ઓનલાઈન હોઈએ એટલે સામેવાળો હસ્યો, એવું દેખાય તો નહીં. એટલે એ લખે લોલ. એલ.ઓ.એલ. એટલે લોટ્સ ઓફ લાફ્સ. પછી તો ‘લોલ’એ શબ્દ બની જાય. ઘણું હસવું આવે તો લોલ અને એનાથી ય વધારે હસવું આવે અને હસતા હસતા ઊબડા વળીને ભોંય ઉપર આળોટો તો લખાય રોફલ. રોલિંગ ઓન ફ્લોર લાફિંગ. એટલે એમ કે એવું ખરેખરું કરવું જરૂરી નથી. પણ કોઇકે જબરી સેન્સ ઓફ હ્યુમર દેખાડી અને અમે હસી પડ્યા. જોરદાર હસી પડ્યા. નીચે પડ્યા અને હસતાં હસતાં આળોટી પડ્યા- એ રોફલ. રોફલ એક સંક્ષેપાક્ષર શબ્દ તરીકે પહેલી વાર ૧૯૮૯માં યુઝનેટ પર યુઝ થયો. યુઝનેટ એ આધુનિક ઇન્ટરનેટનું શરૂઆતનું સ્વરૂપ હતું. ચેટિંગ દ્વારા જે વાતચીત થઇ એમાં ‘ચક’નામનાં એક યુઝરને જ્યારે ખબર પડી કે સામેવાળો આરટીએફએમ-નો મતલબ જાણતો નથી. આરટીએફએમ એટલે ‘રીડ ધ ફકિંગ મેન્યુઅલ’. અને ત્યારે ચકે લખ્યું: ‘રોફલ’. એટલે એમ કે આને આટલું ય ખબર નથી. અને એ જાણીને હું હસી હસીને ગોટો વળી ગયો છું. પછી લોલ-થી ય વધારે માત્રાનું હાસ્ય રોફલ થઈ ગયું. ભાષા બદલાઈ રહી છે. આજની ઝૂમર પેઢી સાવ નવા શબ્દો લઈને આવી રહી છે. જૂનવાણી વ્યાકરણવિદો અને દકિયાનૂસી ભાષાશાસ્ત્રીઓને આ કઠે છે. દકિયાનૂસી એટલે અપરિવર્તનવાદી. પણ નવવાણી ઝૂમર્સ તો માત્ર હસે છે અને કહે છે કે રોફલ. અમે તો લોટપોટ હસીશું. આ ભાષા અમારી છે, અમે સર્જી છે. આ શબ્દો જેને ઈન્ટરનેટ સ્લેન્ગ (ઈન્ટરનેટ ઉપર બોલચાલની ભાષા) કહે છે એ શબ્દો હવે કોઈ સાક્ષાત સામે મળે તો ય બોલતા શબ્દો બની ચૂક્યા છે. ઓનલાઈન ઓક્સફોર્ડ ડિક્સનરી, મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી કે અર્બન ડિક્સનરી આવા શબ્દોને પોંખી રહી છે. વૈશ્વિક સ્તરે આજની પેઢી વચ્ચે સંદેશા વ્યવહાર વધારવો હોય તો આ જરૂરી છે. જો આપણે એ ન જાણીએ તો આપણે અભણ છીએ અને આપણી અભણતા જાણીને નવી પેઢી રોફલ થઈ જાય તો શી નવાઈ? શબ્દ શેષ: “કદાચ આપણે એવું કહીએ કે આપણું મગજ પણ એક ‘એપ’ છે તો શક્ય છે કે તેઓ એનો ઉપયોગ કરવા માંડે.” –અજ્ઞાત”. Paresh wrote: “My shabdsanhita article as published in Gujarat Samachar today રોફલ: હસી હસીને ઊબડા વળી જવું તે…. ઉદાસી સઘળી છોડીને ખુશીમાં ઓતપ્રોત થા, ઓ જિંદગી હસી હસીને આજ લોટપોટ થા. –યામિની વ્યાસ ક્યારેક એવું ય થાય કે આપણે હસી હસીને ઊબડા થઈ જઈએ. લોટપોટ થઈ જઈએ. આ હાસ્ય અટ્ટ (મોટા અવાજવાળું)+હાસ્ય ન પણ હોય પણ લાગે કે કોઈએ કશું એવું કીધું,લખ્યું અથવા તો કર્યું કે આપણે હસી હસીને ભોંય પર પર પડીને આળોટવા લાગ્યા. આવા હસવાને એક શબ્દમાં કહેવું હોય તો? આપણાં સ્પિન બોલર આર. અશ્વિને ટ્વીટર પર લખ્યું: રોફલમેક્સ (ROFLMAX). ઓસ્ટ્રેલિયા-ઈંડિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ. આખરી દિવસે બેટિંગ અઘરી જ હોય. બેટ્સમેન હનુમા વિહારી પોતે ઇજાગ્રસ્ત અને સામે છેડે આર. અશ્વિન ઉપર બોડીલાઇન બોલિંગ દે માર. રવિન્દ્ર જાડેજા અલબત્ત બેટિંગમાં બાકી પણ એની દશા એકલવ્ય જેવી હતી. હાથનો અંગૂઠો સાંધામાંથી ઉતરી ગયો હતો. એટલે એની પાસે અપેક્ષા રાખવી નકામી હતી. આ સંજોગોમાં છઠ્ઠી વિકેટ માટે હનુમા-અશ્વિનની જોડીએ ઓસ્ટ્રેલિયન્સને કોઈ મચક ન આપી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ આપણાં બેટધરોને શારીરિક અને માનસિક ઇજા કરવાના ઘણાં કારસા કર્યા પણ ફાવ્યા નહીં. અંતિમ દિવસ અને નવો બોલ હોય તો વિકેટ તો પડે જ. પણ ૪૨ ઓવર્સ સુધી આ જોડી ખંડિત ન થઈ. ભારતની કોઈ પણ ટીમ ભૂતકાળમાં ચોથી ઇનિંગ્સમાં ૧૩૧ ઓવર્સ રમી હોય એવું તો છેક ઇ.સ. ૧૯૭૯માં બન્યું હતું. ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ એશિયન ટીમ આટલું લાંબુ રમીને મેચને ડ્રોમાં ખેંચી શકી નથી. પાકિસ્તાન,શ્રીલંકા વધારે ઓવર્સ રમ્યાના દાખલા છે પણ તેઓ હારી ગયા હતા. બીજી ઇનિંગનો આખરી સ્કોર ૩૩૪/૫ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પરનો બીજો સૌથી વધારે સ્કોર હતો. ટૂંકમાં ટચૂક ટચૂક રમીને ભારતે ઓસ્ટ્રેલિયાને હતાશ કરી દીધા હતા. મેચ ડ્રો થઈ પણ કોઈ પણ જીત કરતાં ટીમ ઇન્ડિયાની આ અ-જીત મહાન હતી. અમિતાભ બચ્ચને લખ્યું: વેલડન ઈન્ડિયા! રંગભેદી અપમાન અને અનેકને ઇજા છતાં તમે વિજયી થયા. પણ તો ય ટીકાકાર તો હોય જ. કેન્દ્રિય મંત્રી અને ગાયક બાબુલ સુપ્રિયો ટ્વીટયા કે ૧૦૯ બોલ અને ૭ રન. આ મહાઘાતકી કૃત્ય હતું. ભલે શક્યતા ઓછી હોય તો પણ જીતવાની કોશિશ તો કરવી જ જોઈએ. પછી માનનીય મંત્રી મહોદયે લખ્યું કે હનુમા બિહારી,તમે ઐતિહાસિક જીતની તક જ નહીં ગુમાવી પણ તમે ક્રિકેટનું મર્ડર કરી નાંખ્યું. ( અરે ભગવાન,આમણે તો ૩૦૨ લગાડી દીધી!) પાછું તા.ક.માં નોંધ્યું કે તેઓ જાણે છે કે ક્રિકેટ વિષે તેઓ કાંઇ જાણતા નથી. (આ સાચી વાત!) હવે આમને શું કહેવું?હનુમા વિહારીએ મંત્રીશ્રીનાં ટ્વીટ બકવાસનો જવાબ માત્ર બે શબ્દોમાં દીધો. ‘હનુમા વિહારી.’એટલે એમ કે હે માનનીય મંત્રી મહોદય,તમારી બાકીની વાત તો મારી પ્રતિક્રિયાને પણ લાયક નથી પણ તમે મારું નામ હનુમા બિહારી લખ્યું,એ ખોટું લખ્યું. માય નેમ ઈઝ વિહારી,હનુમા વિહારી! અને હનુમા-ની હનુમાની સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરતા આર. અશ્વિને લખ્યું: રોફલમેક્સ. રોફલ (આર. ઓ. એફ. એલ.) એક સંક્ષેપાક્ષર (અબ્રીવિએશન) છે. જેમ ‘બાય ફોર નાઉ’ માટે બીએફએન, ‘બાય ધ વે’માટે બીટીવ્હાય, એમ ‘રોલિંગ ઓન ફ્લોર લાફિંગ’માટે આરઓએફએલ (રોફલ). અને ‘મેક્સ’એટલે મેક્સિમમ. અગાઉ લખ્યું એમ,રોફલનો અર્થ થાય હસતાં હસતાં લોટપોટ થઈ જવું તે. હસી હસીને ઊબડા વળી જવું તે. ઇન્ટરનેટ જ્યારે નવું નવું હતું ત્યારે શબ્દ સમૂહોને સંક્ષેપાક્ષર કરીને ઓનલાઈન ટેક્સ્ટ બનાવી લખવાની જરૂર પડી. લાંબુ લાંબુ કયાં લખવું? અને પછી કોઈ એવું લખે કે સામાવાળો હસવું ન રોકી શકે. પણ ઓનલાઈન હોઈએ એટલે સામેવાળો હસ્યો, એવું દેખાય તો નહીં. એટલે એ લખે લોલ. એલ.ઓ.એલ. એટલે લોટ્સ ઓફ લાફ્સ. પછી તો ‘લોલ’એ શબ્દ બની જાય. ઘણું હસવું આવે તો લોલ અને એનાથી ય વધારે હસવું આવે અને હસતા હસતા ઊબડા વળીને ભોંય ઉપર આળોટો તો લખાય રોફલ. રોલિંગ ઓન ફ્લોર લાફિંગ. એટલે એમ કે એવું ખરેખરું કરવું જરૂરી નથી. પણ કોઇકે જબરી સેન્સ ઓફ હ્યુમર દેખાડી અને અમે હસી પડ્યા. જોરદાર હસી પડ્યા. નીચે પડ્યા અને હસતાં હસતાં આળોટી પડ્યા- એ રોફલ. રોફલ એક સંક્ષેપાક્ષર શબ્દ તરીકે પહેલી વાર ૧૯૮૯માં યુઝનેટ પર યુઝ થયો. યુઝનેટ એ આધુનિક ઇન્ટરનેટનું શરૂઆતનું સ્વરૂપ હતું. ચેટિંગ દ્વારા જે વાતચીત થઇ એમાં ‘ચક’નામનાં એક યુઝરને જ્યારે ખબર પડી કે સામેવાળો આરટીએફએમ-નો મતલબ જાણતો નથી. આરટીએફએમ એટલે ‘રીડ ધ ફકિંગ મેન્યુઅલ’. અને ત્યારે ચકે લખ્યું: ‘રોફલ’. એટલે એમ કે આને આટલું ય ખબર નથી. અને એ જાણીને હું હસી હસીને ગોટો વળી ગયો છું. પછી લોલ-થી ય વધારે માત્રાનું હાસ્ય રોફલ થઈ ગયું. ભાષા બદલાઈ રહી છે. આજની ઝૂમર પેઢી સાવ નવા શબ્દો લઈને આવી રહી છે. જૂનવાણી વ્યાકરણવિદો અને દકિયાનૂસી ભાષાશાસ્ત્રીઓને આ કઠે છે. દકિયાનૂસી એટલે અપરિવર્તનવાદી. પણ નવવાણી ઝૂમર્સ તો માત્ર હસે છે અને કહે છે કે રોફલ. અમે તો લોટપોટ હસીશું. આ ભાષા અમારી છે, અમે સર્જી છે. આ શબ્દો જેને ઈન્ટરનેટ સ્લેન્ગ (ઈન્ટરનેટ ઉપર બોલચાલની ભાષા) કહે છે એ શબ્દો હવે કોઈ સાક્ષાત સામે મળે તો ય બોલતા શબ્દો બની ચૂક્યા છે. ઓનલાઈન ઓક્સફોર્ડ ડિક્સનરી, મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી કે અર્બન ડિક્સનરી આવા શબ્દોને પોંખી રહી છે. વૈશ્વિક સ્તરે આજની પેઢી વચ્ચે સંદેશા વ્યવહાર વધારવો હોય તો આ જરૂરી છે. જો આપણે એ ન જાણીએ તો આપણે અભણ છીએ અને આપણી અભણતા જાણીને નવી પેઢી રોફલ થઈ જાય તો શી નવાઈ? શબ્દ શેષ: “કદાચ આપણે એવું કહીએ કે આપણું મગજ પણ એક ‘એપ’ છે તો શક્ય છે કે તેઓ એનો ઉપયોગ કરવા માંડે.” –અજ્ઞાત”

Leave a comment

Filed under Uncategorized