Monthly Archives: એપ્રિલ 2021

મિત્ર પ્રસાદ-ગોલ્ફ

Devika Dhruva <ddhruva1948@yahoo.com> wrote:
સ્પોર્ટ્સની દૂનિયામાં ગોલ્ફ એક અનોખી રમત છે.

 થી  હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં  hole કહેવામાં આવે છેદરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ ‘હોલમાં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છેકોઈના કે  એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છેજો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાયઓછામાં સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાયદરેક અંતર પ્રમાણે ગોલ્ફરબોલને મારવાની ક્લબ એટલે કે લાકડી પસંદ કરે.દરેક ક્લબના પણ જુદા જુદા નામ હોય જેવાં કેલાંબા અંતર માટે ડ્રાઇવર,આયર્નટૂંકા અંતર માટે પટર વગેરેવગેરે… ઘણીવાર બોલ,રેતીવાળાઘાસ વગરના ખરબચડા ખાડામાં પડેકોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડેતો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વકકુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડેક્યારેક હળવું ‘પટીંગ’ કરવું (સરકાવવુંપડેક્યારેક ‘ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકોકરવું પડે.  અરેખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે રીતે એક પછી એક ૧૮ ‘હોલ’ સુધીલગભગ ચારથી પાંચ કલાક રમત ચાલેઆટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાયરમતની મઝા આવેખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય.

 આટલી ભૂમિકા પછી તેને  આધારે લખેલી એક અછાંદસ રચનાઃ

 ગોલ્ફ

જીંદગી ગોલ્ફની રમત જેવી..
રમતા આવડે તો ગમ્મત જેવી.
હજારો યાર્ડની દૂરી પર
એક પછી એક
કુશળતાથી તાકવાના 
અઢાર અઢાર નિશાન !
અભિમન્યુને સાત કોઠા હતાં,
અર્જુનની સામે એક આંખ..
એક પક્ષીની..
ગોલ્ફમાં તો અઢાર નિશાન.
બોલ કદી વાડમાં અટવાય,
કદી ખાડામાં અથડાય,
ક્યારેક ઝાડીમાં ફસાય,
ક્યારેક પાણીમાં  જાય.
એક પછી એક
તાકવાના અઢાર નિશાન.
શાંત, સ્થિર મનથી,
સિફતપૂર્વક,સરળતાથી,
નાનકડા સફેદ ગોળાને
સીધા રાહ પર લઈ જઈ
ઓછામાં ઓછા ફટકાથી,
છેલ્લાં નિશાનમાં વાળી દેવાનો!
પાર થાય તો હાશ.
બોગી થાય તો વિષાદ.
બર્ડી કરો તો શાન,
ઈગલ કરો તો અભિમાન.
અને એમ,
પરિસ્થિતિની પરવા 

Leave a comment

Filed under Uncategorized

વર્ષ જે હતું જ નહીં.પરેશ વ્યાસ

વર્ષ જે હતું જ નહીં.નહીં તો કેટલા હળવા હવાના શ્વાસ? પણ ઉશનસ્બિચારે બે’ક લીધા, ના લીધા ત્યાં થાક લાગ્યા છે!– ઉશનસ્કેવું વર્ષ? વાઇરસે તો ભાઈ માઠી કરી. મહામારી માર માર આવી અને અમે હવાતિયાં માર્યા. ડરી ડરીને ચાલ્યા. દંડા ખાધા. દંડ ભર્યા. માસ્ક પહેર્યા, સેનેટાઇઝર છાંટ્યા અને સોશિયલ ડિસ્ટન્સ પાળ્યા. અને જીવ ઊકળે ત્યાં લગ ઉકાળા પીધા. ઇમ્યુનિટી વધી? માય ફૂટ… મન ઉચાટમાં રહ્યું સતત. પૈસાની કમી નડતી રહી, કનડતી રહી. ઇન્ટરનેટ હતું તો સંપર્ક રહ્યો. કેટલીય વેબસીરીઝ જોઈ પણ એની અભદ્ર ભાષા, ગંદી ગાળો અમને એઝ યુઝવલ, માનસિક સાંત્વના આપવામાં નિષ્ફળ રહી. દ્ર્શ્યશ્રાવ્ય શારીરિક સંબંધો ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનાં કર્મોથી ખદબદતી આ વેબસીરીઝમાં શું સારું હતું?- તે તો યાદ રહ્યું જ નહીં. સમય સારો ન હોય ત્યારે અમથી ય સારી વાત ક્યાં યાદ રહે છે? આખું વર્ષ અમે મોબાઈલ કે લેપટોપમાં તાગી તાગીને જોતાં રહ્યા. ટ્રોલ થતાં રહ્યા. અન્યને ટ્રોલ કરતાં રહ્યા. રોજ કોઈની ને કોઇની વર્ષગાંઠ હોય, લગ્નગાંઠ હોય. એકના એક સંદેશ રોજ અમે યંત્રવત લખતા રહ્યા. અને રોજ રોજ વેબિનાર કે વર્ચ્યુયલ મીટિંગમાં અમે કૂચે મરતા રહ્યા. સાલું, થાકી જવાય છે, હોં. આ બધી જદ્દોજિહાદ….. જદ્દોજિહાદ એટલે? ભગવદ્ગોમંડલ અનુસાર જદ્દોજિહાદ એટલે કોશિશ, પ્રયત્ન. હવે કહો, તમે જ કહો કે આ જીવવાની ય કોઈ જદ્દોજિહાદ હોય? આઈ મીન, શ્વાસ જેવા શ્વાસ જો ચાલે તો ચાલે નહીંતર એ ય ઊડન છૂ.. ઓળખીતા પાળખીતામાં કેટલાં ય જણ માંદગીમાં મર્યા. અમે ટેલિફોનિક બેસણુંમાં સહભાગી બન્યા. અથવા ૐ શાંતિનાં સ્ટીરિયોટાઈપ મેસેજ મોકલ્યા કર્યા. મરનારને જાણતા ન હોઈએ તો પણ આમ ૐ શાંતિ લખવામાં આપણું શું જાય? કોઈએ અમથું ય ક્યાં વાંચે છે? અને લાખો નિરાશામાં એક આશાનું કિરણ તો અલબત્ત હતું જ નહીં અથવા હતું તો અમે નજરઅંદાજ કીધું. અળસિયાની જેમ જીવ્યા આખું વર્ષ. કેટલાંય ધંધા પડી ભાંગ્યા. અથવા ભાંગી પડ્યા. આફત સાગમટે આવી અને હવે જવાનું નામ લેતી નથી. એ તો લાંબો વીઝા લઈને આવી છે. પરમેનન્ટ રેસિડન્સી લઈને આવી હોય એ ક્યાંથી જાય? વારે વારે ‘યા’ ‘યા’ બોલતાં યાયાવરો ય ડીસેમ્બરમાં ઈન્ડિયા આવતા હતા. હવે આવતા નથી. સારું થયું નથી આવતા. મીનરલ વોટરનો ખર્ચો બચ્યો. આપણાં કવિઓ લેખકો ગજબ કરતાં રહ્યા. તેઓ તો હકારની વાતો કરતાં રહ્યા. અરે સાહેબો! ક્યાં સુધી દુનિયાને ઊંધા ચશ્માં પહેરાવશો? પોઝિટિવ વાતો કરો, પોઝિટિવ વાતો કરો… હાલી નીકળ્યા, મોટાં. અમે તો ઓણ સાલ ‘પોઝિટિવ’ શબ્દથી જ ડરતા રહ્યા છીએ અને તમે આ વર્ષે શું સારું થયું? –એનાં સંદેશ વાઇરલ કરતાં રહો છો? સૌ સારાવાનાં થશે એવી સાંત્વના દેતા રહો છો? અરે સાહેબ, એવું ક્યાં થાય છે? એ બધી ખોખલી વાતો છે. અને ઉપરથી ચૂંટણી, આંદોલન અને રાજકારણનાં આટાપાટા. એમને સભા, સરઘસ કે મેળાવડાંનાં કોઈ બંધન નડતાં નથી. ખોટા માણસો અને એમની ખોટી વાતો. ખોરી વાતો. દોગ્લી વાતો. તળ સમજવાની ત્રેવડ નહીં. અહીં તો સઘળું ઉપરછલ્લું. કોમિક સ્ટ્રીપ પીનટ્સનું મુખ્ય પાત્ર ચાર્લી બ્રાઉન કહે છે કે આખું વર્ષ દહેશતભર્યું વીત્યું. હવે આગામી વર્ષમાં એવું કરવું નથી. આવતા વર્ષે સાગમટું ડરવું નથી. હવે એક એક દિવસને હું વારાફરતી ડરી ડરીને ગુજારીશ. નવાં વર્ષે આપને એ ગુજારિશ છે આપ પણ એવું જ કરતાં રહો. આપણે રહ્યા દુ:ખનાં દહાડી કામદાર. અને પછી તો આપણો એ જ દેશી ચિરંજીવ મુહાવરો. દુ:ખનું ઓસડ દહાડાં. પણ એટલું પાકકું કે રોજ રોજ, એક પછી એક દિવસ વ્રારફરતી દહેશતમાં ગુજારવો. હેં ને? જુઓને આ આખાય લેખમાં અમે કોઈ પણ સારી વાત લખી નહીં. માત્ર કકળાટ કાઢ્યો. હવે અમને ખરેખર સારું લાગે છે. દુ:ખનાં રોદણાં રડવાથી અમને એક્ચ્યુલી સારું લાગ્યું. જેમ દેરાણી જેઠાણી મળે અને સાસુની ખાનગીમાં નિંદા કરીને જે સુખ પામે, આ તો એવું થયું. અને પછી… ભૂલી જવું. આવું વર્ષ જે હતું જ નહીં.

47You, Yamini Vyas, Gaurang Vyas and 44 others9 CommentsLikeCommentShare

Leave a comment

Filed under Uncategorized

રોપી દે પ્રેમનુ તરુ/ અજ્ઞાત

May be an image of text

Leave a comment

by | એપ્રિલ 29, 2021 · 3:25 એ એમ (am)

પાત્ર ક્યાં સહેલુ…

May be an image of Gaurang Vyas, standing and text

Leave a comment

by | એપ્રિલ 28, 2021 · 3:45 એ એમ (am)

નિરાંત…

May be an image of Gaurang Vyas and text

Leave a comment

by | એપ્રિલ 27, 2021 · 2:38 એ એમ (am)

જા, જા હોડી, પપ્પાને લઈ આવ.

જા, જા હોડી, પપ્પાને લઈ આવ.

પૂર આવ્યું ત્યારે મિલોની અને સલોનીના ઘરે સગાંસંબંધી તથા પડોશીઓ રહેવાં આવ્યાં હતાં. સોસાયટીમાં ઊંચુ ઘર એમનું હતું.ત્રણ વર્ષની મિલોની અને પાંચ વર્ષની સલોની ચબરાક બહુ ને આખો દિવસ બોલ બોલ કર્યા કરે એટલે બધાનો સમય પસાર થઈ જતો. બંને બહેનો પૂરનું વધતું જતું પાણી કુતૂહલપૂર્વક નિહાળતી અને અનેક પ્રશ્નો પૂછતી. રહેવા આવેલા બાજુવાળા દાદાદાદીએ ‘ઉપવાસ છે’ કહીને આખો દિવસ કંઈ જ ખાધું નહીં. એનું કારણ પણ તેઓ જ જાણી લાવ્યાં હતાં એટલે બંને બહેનોએ તેમના ફ્રિજમાં રાખેલાં ઈંડાં છાનામાના એક એક કરીને બાલ્કનીમાંથી પૂરના પાણીમાં પધરાવી દીધેલાં. પછી મિલોનીએ દાદીને પૂછ્યું હતું, ‘હવે અમાલે ઘલે ખાશોને?’ પાડોશી દાદીએ આંખમાં પાણી સાથે એને ઊંચકી લીધી હતી. આવાં કંઈ કેટલાંયે તોફાનમસ્તી અને વાતોને કારણે બંને બહેનો સહુની લાડલી બની ગઈ હતી.
બધા સભ્યો વધતું પાણી જોઈને ચિંતા વ્યક્ત કરતા, જલદી ઊતરી જાય એવી પ્રાર્થના કરતા પણ બંને બહેનો આ પાણી ઘણા દિવસ રહે એવું ઈચ્છતી હતી. એનું એકમાત્ર કારણ હતું, પપ્પા. બધાના પપ્પા ઘરે હોય. મોબાઈલ, કમ્પ્યૂટર, ટીવી કે બિઝનેસમાં હંમેશાં ખૂંપેલા રહેતા પપ્પા એકદમ ફ્રી. બધાના પપ્પા ટેરેસ પર રમાડે, વાતો કરે, વાર્તા કહે, પાના રમે, અંતાક્ષરી રમે, ફક્ત પોતાના પપ્પા નહોતા. તેઓ હતા હોસ્પિટલમાં.
હા, એ વખતે સમીર હોસ્પિટલમાં હતો. લગભગ વીસેક દિવસ પહેલાં ઓફિસના કામથી પરત આવતા નડેલા ગંભીર અકસ્માતમાં ઘવાયેલા સમીર પર આઠ આઠ જેટલા નાનાંમોટાં ઓપરેશન થઈ ચૂક્યાં હતાં. જીવલેણ પરિસ્થિતિ આશ્ચર્યજનક રીતે સુધારા પર હતી. ડૉક્ટરો પણ એને મિરેકલ જ માનતા. બસ થોડા દિવસમાં જ રજા મળવાની હતી, એવામાં જ પૂર ફરી વળ્યું.
આખો વખત ખડે પગે પતિની સારવારમાં રહેલી પત્ની મિતાલી એ વખતે ઘરે આવી હતી પણ પાણીમાં પાછી જઈ ન શકી. જોકે, ત્યારે સમીરના મોટાભાઈ અને પપ્પા હોસ્પિટલમાં હતા એટલે ફિકર નહોતી. કેટલા વખત સુધી મોબાઈલથી વાતો ચાલુ રહી.એમની ટ્રીટમેન્ટ કરતા ડોકટર પાણીને કારણે ઘરે જઈ શક્યા નહોતા એટલે સતત હાજર હતા, એ સારું હતું. અને સમીરની હાલત સુધારા પર હતી એટલે ચિંતા ઓછી હતી પણ પછી તો ફોન પણ બંધ.કોઈ પણ રીતે સંપર્ક નહોતો.આવી પરિસ્થિતિમાં મિતાલીને ઘરે રોકાયેલા સહુ ક્ષોભ અનુભવતા. અને સમીર જલદી સાજો સારો થઈ ઘરે આવે એવી હૈયા ધરપત આપતાં. મિતાલી કહેતી,”આપ સહુનો તો મને સધિયારો છે ને આપ અહીં છો તો દીકરીઓના મનને પણ સાચવી લો છો.નહીં તો હું એકલી શું કરતે?” રડતી મિતાલીને દાદીએ ગળે વળગાડી.
બંને નાનકડી દીકરીઓએ તો બાવીસ દિવસથી પપ્પાને જોયા પણ નહોતા. તેઓ ઈચ્છતી કે પાણી હોય ને પપ્પા ઘરે આવી જાય તો કેવી મજા!
મમ્મીને પૂછતી તો મમ્મી કહેતી, “પાણી ઊતરે તો પપ્પા ઘરે આવેને?” પણ પાણી નહીં હોય તો તો પપ્પા ફરી બિઝિ થઈ જાય. આખો વખત અમારી સાથે થોડા રહે? બંને દિવસ મિલોની ને સલોની બાલ્કનીમાં તાકીને પપ્પાની રાહ જોતી અને કાગળની નાનીનાની હોડીઓ બનાવીને પૂરના પાણીમાં તરતી મૂકતી. “જા, જા હોડી, પપ્પાને લઈ આવ.”
કદાચ ત્રીજે દિવસે ખરેખર ભગવાને તેમની પ્રાર્થના સાંભળી. હોસ્પિટલના ગળાડૂબ પાણીમાંથી હોડી ખરેખર પપ્પાને ઘરે લઈ આવી. ફ્લેટમાં નીચે પણ છાતી સમાણું પાણી હતું તોય સમીરને આવકારવા બધા જ નીચે ગયા. નાનકડી મિલોની અને સલોનીને કોણ લઈ જાય? સલોની બાલ્કનીમાંથી તાળીઓ પાડી કૂદીને બૂમો પાડવા માંડી, “પપ્પા… તમને અમાલી હોડી મલી દઈને…જલ્દી આવો,હજુ બોવ બધું પાની છે..બોવ મજા આવશે.” સમીરને ઉપર લાવી દેવાયો હતો. “પપ્પા જુઓને, કેટલું બધું પાની! હજુ વધાલે આવે તો મજા પલે, હેંને પપ્પા?
ને ખરેખર વધારે પાણી ધસી આવ્યું, બધાની આંખોમાં.
“પપ્પા… કો’ તો ખલા!”
પણ પપ્પાને બદલે મમ્મીની એક ચીસે બંનેને ચૂપ કરી દીધી. સુધરી રહેલી સમીરની હાલત અચાનક સીરિઅસ થઈ ગઈ હતી. ઓક્સિજન સિલિન્ડરનો અભાવ અને પાણીમાં ડૂબેલી જનરેટિંગ સિસ્ટમને કારણે ડૉક્ટરોના લાખ પ્રયત્નો પણ નિષ્ફળ ગયા હતા.
કંઈ ના સમજાતાં દીકરીઓ સમીરની છાતીએ વળગી, સમીરના ખિસ્સામાંથી રિપોર્ટસના કાગળની બનાવેલી હોડી સરી પડી…

યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized

પ્રપોઝ

પ્રપોઝ
“અરે પપ્પા! લઈ લો ને, આ ગોલ્ડન ફ્રેમ જ સારી લાગે છે.”
“પણ બેટા, બહુ મોંઘી છે.”
“ના, આજ લઈ લો. હું બિલ ચૂકવી દઉં છું.”
“પણ બેટા….” અનિલભાઈને બોલતાં અટકાવી નયનાએ બિલ ચૂકવ્યું. બાપબેટી ચશ્માની દુકાનમાંથી બહાર નીકળ્યાં.
સામાન્ય પરિવારની લાડકી દીકરી નયના ભણવામાં ખૂબ હોશિયાર. ભણવા પર ફોકસ કરી એણે સારી કરિયર બનાવવી હતી. અને ઇતર પ્રવૃત્તિમાં પણ એટલી જ અવ્વલ. હમણાં જ મહિલાદિને ‘નારી તું ના હારી’ એ વિષય પર નિબંધમાં એણે પાંચ હજાર ઈનામ મેળવ્યું હતું. સાથે ટયુશન આપીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. વળી, રૂપાળી પણ એટલી જ. સખીસહેલીઓમાં પણ ખૂબ જ પ્રિય હતી. સૌને મદદ કરતી.
કોલેજના કેટલાય યુવાનો દોસ્તી માટે નયનાને પ્રપોઝ કરતા, પણ આદરપૂર્વક તે ના પાડતી કહેતી કે, ‘હમણાં મારું ધ્યાન ફક્ત ભણવામાં જ કેન્દ્રિત છે. મારે કરિઅર બનાવવી છે.’ પરંતુ એક છેલબટાઉ યુવાન તેની પાછળ જ પડી ગયો હતો. વારંવાર એની પ્રપોઝલ ઠુકરાવવાથી એનો બદલો લેવાનું વિચારવા લાગ્યો.
એક દિવસ નયના એના ઘર પાસે જ પહોંચી હતી, ત્યાં પાછળથી બાઇક પર આવી નયનના ચહેરા પર ઍસિડ છાંટી ભાગી ગયો. એના ઘરના અને આડોશીપાડોશી દોડી આવ્યા. ખૂબ પાણીનો છંટકાવ કર્યો અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. પછી તો ઘણા ઓપરેશન્સ અને ઘણી બધી ટ્રીટમેન્ટ પણ ચાલી. સાવ સામાન્ય પરિવારને પૈસાની તકલીફ હતી.હતી મૂડી એ પણ વપરાય ગઈ.
પણ ઘણા સગાસંબંધી અને એનજીઓએ મદદ કરી અને માંડ તે સાજી થઈ, પરંતુ તે તનમનથી ભાંગી પડી હતી. બધી જ ટ્રીટમેન્ટ કરાવતાં એને વર્ષો લાગ્યાં. હવે આવો કદરૂપો ચહેરો લઈને ક્યાં જવું? નોકરી માટે એપ્લાય કરતી, તેની એપ્લિકેશન પસંદ પણ પામતી પરંતુ એનો ચહેરો જોઈને સૌ કોઈ મનાઈ કરતા. ઘરમાં જ રહેતી, લખતી, વાંચતી પરંતુ મનમાં એનો એ જ ધ્યેય હતો કે મારે ઘર માટે કંઈક કરવું જ છે અને અન્યો તરફથી મળેલી મદદ પણ જેટલી અપાય એટલી આભાર સાથે પાછી આપવી છે. પરંતુ તેને નોકરી આપે તો પણ કોણ આપે?
આખરે ખબર પડી કે એક અંધજન શાળામાં રીડર અને રાઇટરની જરૂર છે. એ પણ નજીવા વેતન પર સેવા જ કરવાની હતી. એ ત્યાં ગઈ. એને ગમવા લાગ્યું. એને આ અંધ બાળકો સાથે મજા આવતી હતી. ખૂબ કામ કરતી છતાં પણ એને લાગતું કે હજુ પણ મારી પાસે સમય છે. હું પાર્ટ ટાઈમ કંઈક કરી શકું તેમ છું. ત્યાં જ એને ખબર પડી કે એક દૃષ્ટિહીન પ્રોફેસર લેખકને ત્યાં એક રાઇટરની જોબ છે. તે ત્યાં ગઈ, લેખકને મળી અને તેને નોકરી મળી ગઈ.
લેખક બોલતા અને એ લખતી. આમ ને આમ ઘણી બધી નવલકથાઓ લખાઈ ગઈ. ઘણા બધા લેખ લખાયા. એ નવલકથાઓ બેસ્ટ સેલર પણ બની. ઘણા બધા પારિતોષિકો પણ મળ્યા. બંનેને એકબીજા સાથે એટલું ફાવી ગયું હતું કે ઘણીવાર તો લેખક બોલે એ પહેલાં જ કયા શબ્દો લેખક બોલશે એ પણ એ સમજી જતી. એક દિવસ લેખક લખાવતા હતા. નાયક ને નાયિકાની ખૂબ સરસ રોમેન્ટિક વાતો હતી. એ કથામાં લેખકે લખાવ્યું,“શું તું મારી સાથે લગ્ન કરીશ?” આ મારી પ્રપોઝલ સ્વીકારીશ?”
અને નયના લખતી અટકી ગઈ. ફરીથી લેખક બોલ્યા, અને નયના ઝબકીને લખવા માંડી, લેખકે કહ્યું, “નયના, તું સમજે છે એ સાચું જ સમજે છે. હું આ કથાનો સંવાદ નથી બોલી રહ્યો. મારા મનનો સંવાદ બોલું છું. હું જ નાયક છું અને તું જ નાયિકા છે. હું તને જ આ સંબોધી રહ્યો છું, તને જ પૂછી રહ્યો છું.”
નયના એ કશો ઉત્તર નહીં આપ્યો. આમ જોઈએ તો એણે કંઈ ઉત્તર આપવાનો હતો જ નહીં. એને એ લેખક ગમતા જ હતા. એમનો સ્વભાવ, એમનું વર્તન, એમની વાણી, તેમની સાહિત્યપ્રીતિ એને ગમતાં હતાં.પણ અચાનક આવી પડેલી પ્રપોઝલથી એને સમજાયું નહીં શું કરવું? એણે શરમાઈને કહ્યું, “હું ઘરે જઈને પૂછી લઈશ, પછી વાત કરીશ.”
ઘરેથી પણ બધા સહમત જ હતાં, આવા સારા ઈજ્જતદાર પાત્ર માટે ના પાડવાને કોઈ કારણ નહોતું.આખરે ખૂબ ધામધૂમથી લગ્ન થયું અને લગ્નની પ્રથમ રાત્રિએ નયનાએ લેખકને કહ્યું, “તમે ભલે મારા ચહેરા પર હાથ ફેરવ્યો પણ તમે મારો ચહેરો જોયો નથી. મારી સાથે બનેલી ઘટના તમને ખબર છે પણ તમે જો મારો ચહેરો એકવાર પણ જોઈ લો તો…”
એની વાત અટકાવતાં લેખકે કહ્યું, “નયના, મેં તારું મન જોયું છે, મેં તારું રૂપાળું હૃદય જોયું છે. બંને ખૂબ સુંદર છે. એનાથી સુંદર કશું હોઈ જ ન શકે.”
નયના એ કહ્યું, “ઠીક, એ સારું છે પણ વાસ્તવિકતા તમે જાણતે, તમે મારો ચહેરો એકવાર પણ…”
લેખક હસ્યા અને કહ્યું, “તું જ્યારે મારે ત્યાં નોકરી માટે આવી ત્યારે મને કશું દેખાતું ન હતું. મારે દ્દષ્ટિ ન હતી. મારી બન્ને આંખોમાં સિવીયર ઇન્ફેક્શન થયું હતું. ડૉકટરે આંખો ખોલવાની સખત મનાઈ કરી હતી. એથી હું કાળા ચશ્મા પહેરતો હતો. ધીરે ધીરે દવા અને ટ્રીટમેન્ટ અને કદાચ તારા સહવાસથી એ મટી ગયું. ધીમે ધીમે હું દેખવા લાગ્યો પરંતુ મેં એ વાત તારાથી છુપાવી. તારો ચહેરો પણ ખૂબ સરસ રીતે જોયો છે.”
અને નયના અવાક્ થઈ ગઈ. લેખકે કાળા ચશ્મા કાઢતા કહ્યું, “ચાલ, જો, હું જોઈ શકું છું તને. ચાલ, આપણે ફરવા જઈએ.”
ગદગદ થયેલી નયના બોલી, “અત્યારે? અડધી રાતે?”
લેખકે કહ્યું, “હા,ચાલ તને લોન્ગ ડ્રાઇવ લઈ જાઉં” અને બંને જણા નીકળી પડ્યાં. જતાં જતાં અલકમલકની પ્રેમભરી વાતો કરતા ક્યાંય પહોંચી ગયાં હાઇવે પર.ત્યાં એ લોકોએ જોયું તો એક ટોળકી નશામાં ચૂર, બાઇકો પર ફૂલ સ્પીડમાં, જાણે રેઇસ લગાવતા હોય એ રીતે મસ્તી કરતી જતી હતી. સામે ટ્રક આવતી હતી. લેખક અને નયના સાઈડમાં કાર પાર્ક કરીને ઊભાં રહી ગયાં. એમાંનો વળી એક તો ટ્રકની બરાબર સામે ધસી ગયો, કદાચ ટ્રકની બે હેડલાઈટ્સ એને સામેથી આવતી બે બાઇક છે, એવું લાગ્યું હશે! લેખક અને નયનાએ બૂમો પણ પાડી, પરંતુ …પેલો ફુલ સ્પીડમાં ટ્રકની સાથે અથડાયો. અને ત્યાં જ… ત્યાં જ મૃત્યુ પામ્યો. જઈને જોયું તો પેલો જ… પેલો જ …! નયના લેખકને વળગી જોતી જ રહી ગઈ.
લેખિકા : યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

તમે મારા દેવના…

તમે મારા દેવના…
‘ઓહો! અહીં સૂર્યોદયના સમયે પણ પૂર્ણ ચંદ્રદર્શન થાય એ આજે જ જાણ્યું!વહેલા ઊઠવાનો આ પણ એક ફાયદો હોય શકે.’ બાલ્કનીમાં ઊભેલો અમન બોલ્યો.’ રોજ અમન આઠથી વહેલો ક્યારેય ઊઠતો નહીં પરંતુ આજે મોટીબેનને વહેલી સવારે સ્ટેશને મુકવા જવાનું હોવાથી ઊઠવું પડ્યુ હતું.
સામેના ઘરની પૂર્વ તરફ પડતી બાલ્કનીમાં અમૃતા ઊભી હતી. ફૂટું ફૂટું થતાં રવિકિરણો એના ચહેરા પર લાલાશ પાથરતાં હતાં.ગમે એટલી મોડી સૂતી હોય તો પણ વહેલી ઊઠી જ જતી એને સૂર્યોદય જોવો ખૂબ જ ગમતો.વળી આજે તો એની બર્થડે. ‘આજનો મસ્ત મજાનો સૂર્યોદય મનના કેમેરામાં મઢી લઉં’ એ બોલી.હાથની બનાવેલી ફ્રેમમાં સૂરજ નહીં પણ અમન ઝડપાયો.એ સફાળી ચોંકી ને નજર એક થતાં શરમાઈને ઘરમાં આવી.
બીજા દિવસથી એ નવા સૂર્યોદયની રાહ જોવા લાગી.બે દિવસ તો કોઈ ના દેખાયું પણ ત્રીજા દિવસે અમન દેખાયો.અમન પણ ટ્રાય કરતો પણ ટેવ ન હોવાથી ઊઠાતું નહોતું, ત્રીજે દિવસે સફળ રહ્યો.પ્રથમ સ્માઈલ,પછી હેલો,હાય અને પછી આંગળીના ઈશારાથી ફોન નમ્બર અપાયા.પછી શરૂ થઈ તો ફોન પર મુલાકાતો.પરિચય,અભ્યાસ, શોખ વિશે જાણ્યું,જણાવ્યું.પછી રૂબરૂ મુલાકાતો, ગાર્ડન, લાયબ્રેરી, રેસ્ટોરાં..
પ્રેમના રંગની લાલાશ સાથે હવે બન્ને સૂર્યોદય અને સૂર્યાસ્ત અચૂક સાથે જોતા.બીજા કોઈ વાત કરે એ પહેલાં બન્નેએ પોતપોતાને ઘરે વાત કરી.જ્ઞાતિબાધ હોવાથી થોડી ‘હા.. ના,’ ‘ના..હા,’અને પછી ‘હા..હા’ થઈ.
અમન પ્રતિષ્ઠિત કંપનીમાં જોડાયો અને અમૃતા નોકરીની શોધમાં. બંને ખુશ હતા. અમૃતા નોકરી શોધે એ પહેલા તો આખા ઘરની ખુશી બેવડાઈ. એણે માતૃત્વ ધારણ કર્યું. પુરા મહિને બે સુંદર જોડીયા પુત્રોને જન્મ આપ્યો પરંતુ થોડા જ કલાકોમાં ખબર પડી કે તેમાંથી એક અપંગ અને મંદબુદ્ધિનો હોઈ શકે બીજો એકદમ નોર્મલ છે.
અમનના માતા-પિતાને આધાત લાગ્યો કારણ અમનનો આવો જ જોડીયો ભાઈ હતો, આરવ. દસ વર્ષ જીવેલો. ‘શું એનું પુનરાવર્તન થશે?’ ‘ના, ના, હવે સાયન્સ ખૂબ આગળ છે.’ અમનનો ખભો પસવારતા એના પપ્પાજી બોલ્યા.બધા કરતાં અમૃતાનું મન મક્કમ હતું. તેણે પોતાના બંને બાળકોને પ્રેમથી સ્વીકારી લીધા.
માંડ પ્રતિક્રિયા દર્શાવતા બાળકનું નામ સાર્થક અને વધુ ચપળ એવા બાળકનું નામ સોહમ રાખ્યું. બંને મોટા થતા ગયા. અમૃતાને સાર્થકનું વધુ ધ્યાન રાખવું પડતું.સોહમ સમજણો થતા થોડી અદેખાઈ અને થોડા અણગમા સાથે સાર્થક વિશે પૂછતો. અમૃતા ખૂબ પ્રેમથી સમજાવતી કે, ‘ભગવાને બીજાને ત્યાં નહીં ને આપણે ત્યાં જ સાર્થકને કેમ મોકલ્યો? એ જાણે છે કે તારા જેવો ભાઈ મળે તો જ સાર્થક ખુશીથી જીવી શકે.તમે બન્ને મારા દેવના દીધેલ છો.’ સોહમ સમજી ગયો હોય તેમ સાર્થકને ખૂબ વહાલ કરતો.આખું પરિવાર ફરવા સાથે જતું ત્યારે પણ સોહમ સાર્થકને સાચવતો અને સામાજિક પ્રસંગે અમૃતા-અમનને જવું પડે ત્યારે પણ એ ઘરે ખૂબ ધ્યાન રાખતો.
સાર્થક ક્યાંક પણ અચાનક અવાજ આવે તો ડરીને મોટેથી ચીસ પાડતો,તોફાન કરતો.એને ગળે વળગાડી શાંત પાડવો પડતો. એ મમ્મી,પપ્પા કે શ્વાસની ગેરહાજરીથી ખૂબ ગભરાતો.સતત એ ત્રણમાંથી કોઈની હાજરી જરૂરી હતી.
આમ બન્ને મોટા થતા ગયા.સોહમે અમૃતા પાસેથી ઘણી જવાબદારી લઈ લીધી.એના કપડાં બદલાવવા,નવડાવવા કે માલિશ કરવા જેવા કામો એ મસ્તીથી કરતો અને સાર્થકને ખડખડાટ હસાવતો.સાર્થક પણ રોજ સોહમ સ્કૂલેથી ક્યારે આવે એની રાહ જોઈ બેઠો જ હોય.
અઢાર વર્ષનો સોહમ બાર સાયન્સની તૈયારી કરતો હોય ત્યારે માંડ આઠ-દસ વર્ષનો દેખાતો સાર્થક બાજુમાં જ ચૂપચાપ બેઠો હોય. સોહમ વાંચે ત્યારે ચૂપ રહેવાનું એવી સમજ અમૃતાએ એને આપી હતી. સોહમના બારમામાં 89% માર્કસ આવ્યા. રીઝલ્ટના દિવસે તે સાર્થકને વળગી પડયો એને ઊંચકી લીધો. બધાની ઈચ્છા હતી કે પપ્પાની જેમ એ એન્જિનિયર બને પરંતુ સોહમ જેનું નામ! સાર્થકને સારું કરવા એણે ફિઝિયોથેરાપીમાં જવાનું પસંદ કર્યું બીજા શહેરમાં એડમિશન મળ્યું હતું એટલે સાર્થકથી દૂર રહેવું પડતું. સાર્થક ખૂબ હિજરાતો. બે-ત્રણ દિવસની રજા પડતી તો પણ સોહમ ઘરે દોડી આવતો. એમ ને એમ ભણવાનું પૂરું થયું.આ વખતે એ ઘરે આવ્યો ત્યારે એની સાથે ભણતી અવનીને પણ સાથે લેતો આવ્યો. પહેલા જ વર્ષથી પરિચય હતો. એ સમયે અંતરે મિત્ર, પ્રિયતમા અને હવે પત્ની બનવા થનગની રહી હતી. સાર્થકના કેસથી પૂરેપૂરી વાકેફ હતી છતાં સોહમે એને કહ્યું હતું કે, ‘સાર્થક મારો જીવ છે અમે એકબીજા વગર જીવી ન શકીએ.’ અવની ખૂબ સમજદાર,ઉચ્ચ ખાનદાનની સંસ્કારી દીકરી હતી. બંનેનાં ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા.બન્નેના પરિવારો પણ ખુશ હતા.
અવની પણ સાર્થકભાઈ, સાર્થકભાઈ કહી લાગણીપૂર્વક એનું ધ્યાન રાખતી.અમૃતા -અમનને પણ હાશ હતી.સોહમ -અવનીએ પોતાનું ફિઝિઓથેરાપી ક્લિનિક ચાલુ કર્યું પણ અવની મોટે ભાગે ઘરે રહી સાર્થકને સારવાર આપતી. સાર્થક કસરત માટે આનાકાની કરતો તો સમજાવતી ને કેડબરી આપતી.’પેટપરી…પેટપરી..’બોલતો સાર્થક હરખાતો.
એક દિવસ અમૃતા- અમનને કોઇના મૃત્યુ પ્રસંગે બહારગામ જવાનું થયું. સોહમે કહ્યું,”તું આજે ક્લિનિક સંભાળ,હું સાર્થકને સંભાળીશ’ પણ અવનીએ પ્રેમથી કહ્યું,તું જા, હું સાર્થકભાઈને સાચવી લઈશ.’
સરળતાથી આખો દિવસ એ સાર્થકની સાથે રહી.થાકી હતી.સાંજે સોહમને મોડું થયું એ રાહ જોતી ઝોકે ચડી.સોહમે ડોરબેલ વગાડ્યો. બારણું નહીં ખુલતા ઉપરછાપરી વગાડ્યો. સાર્થક ગભરાયો.ચીસ પાડી પણ અવની ઊઠી નહીં. એ ઘસડાતો અવની પાસે ગયો ને એનો દુપટ્ટો ખેંચ્યો.અવની સફાળી જાગી. ગભરાઈ.એ દુપટ્ટો લેવા વાંકી વળી,તો સાર્થક વધુ ને વધુ એની પાસે ખસી એનો ડ્રેસ ખેંચી નજીક આવવાનો પ્રયત્ન કરતો.અવની એને હડસેલી બારણું ખોલવા દોડી.સાર્થક ચીસાચીસ કરવા લાગ્યો.સોહમ તો આ દ્રશ્ય જોતા જ બેબાકળો બની ગયો.સાર્થકને વળગી પડ્યો.સાર્થક શાંત થઈ ગયો.
પણ અવની હલબલી ઊઠી. એણે સાર્થકની ગેરવર્તણૂક વિશે વાત કરી. અને રડતાં રડતાં ઘણું અઘટિત થઈ શકતે એ વાત કરી.છતાં સોહમ સાર્થકનો જ પક્ષ લે છે એ જોતાં અકળાઈ ઊઠી. સોહમે સમજાવ્યું કે,’એ અબુધ બાળક જેવો છે.તને તો ખબર છે,અવાજોથી એ ડરે છે,એટલે કોઈની હૂંફ શોધે.’ પણ અવની એકની બે ન થઈ. ગુસ્સે થઈ પિયરની વાટ પકડી.
બીજે દિવસે અમૃતા-અમને આવી વાત જાણી.ખૂબ દુઃખી થયા.વેવાઈને વાત કરી,પણ અવનીની જીદથી એઓ પણ લાચાર હતા.
હસતું ખેલતું ઘર સૂનું પડી ગયું.સાર્થક પણ અવની ઘર છોડી ગઈ એ ઘટનાથી હેતબાઈ ગયો હતો. સોહમે અવનીને ફોન કરી કરી આ ગેરસમજ વિશે સમજાવી પણ એ સાર્થક સાથે રહેવા તૈયાર નહોતી. અમૃતા-અમને એને અવની સાથે અલગ રહેવા ખૂબ સમજાવ્યો.પણ એ સાર્થકને છોડી શકે એમ નહોતો.
સમય એનું કામ કર્યે જતો હતો.અચાનક અવનીના પપ્પાનો સોહમ પર ફોન આવ્યો.અવનીની પ્રેગનન્સી વિશે ખુશખબર આપી.સોહમ એના ઘરે ગયો.સોહમ આવ્યો એ ગમ્યું પણ જીદ પર અડી હતી. અવનીના મમ્મી પપ્પાએ એને ખૂબ સમજાવી.’બસ એક જ વાર આ ઘરે જઈ આવ.પછી અલગ રહેવા અમે વાત કરીશું.. બસ.’
એ શરત પર એ આવી.સાવ સૂનમૂન થઈ ગયેલા સાર્થકને એણે જોયો. અવનીને જોતા જ એ અમૃતા પાસે વધુ સરકયો.સોહમ અવનીને સાર્થકની વધુ નજીક લઈ ગયો,’જો અવની તું પણ જાણે છે,કે આવા બાળકોનું આયુષ્ય આમ પણ ટૂંકું હોય છે. એક વાર મળી લે.પછી નિર્ણય કરી.એના ભોળા નિર્દોષ ચહેરાને જોતા જ અવનીને એની ભૂલ સમજાઈ.’ના.સો વર્ષના થાય સાર્થકભાઈ’ એણે પર્સમાંથી કેડબરી કાઢી. ‘પેટપરી…’ બોલતો એ પહેલાની માફક હસવા લાગ્યો.દિવસો પછી એનો ચહેરો મલકાયો.
અવનીએ માફી માગી અહીં જ રહેવાનો ને ફરી કદી ન જવાનો નિર્ણય જણાવ્યો.ફરી ઘર હસતું થયું.
ચેકઅપ બાદ અવનીને ગર્ભમાં જોડિયા બાળકો છે જણાતાં સર્વે એ ડરે ચિંતિત હતાં કે ફરી પેઢી દર પેઢી થતું પુનરાવર્તન ન થાય!પણ એ બાબત અવનીએ મક્કમતાથી કહ્યું,’એક શું,મારા બન્ને બાળકો સાર્થકભાઈ જેવા હશે તો પણ હું સ્વીકારીશ.’
ફરીથી સાર્થકની તમામ જવાબદારીઓ એણે લઈ લીધી.એના દરેક પ્રશ્નોનોનો ખૂબ શાંતિથી જવાબ આપતી . તેથી સાર્થકમાં પણ વધુ સુધારો થયો ગયો.થોડું બોલતા શીખ્યો, થોડું જાતે ખાતા પીતા શીખ્યો. અવની ધીરજપૂર્વક કામ લેતી.એના આ પરિવર્તનથી બધા જ અને ખાસ અમૃતા ખુશ હતી.
એ સાર્થકને સમજાવતી, ‘સાર્થકભાઈ તમે, હું કહું એમ બધું કરશો તો એકદમ ઓકે થઈ જશો પછી કોને લાવીશું?’ ‘દુલ્લનન..’ સાર્થક તાળી પાડી તરત જ બોલતો. સાર્થકને સાજો કરી પરણાવવા સુધીની વાતો કરતી. ‘સાર્થક સારો થાય કે નહીં એ ખબર નહોતી પણ સપના જોવા શું ખોટા છ?’એવું એ બધાને સમજાવતી
અવનીની ટ્રેઈનિંગથી સાર્થક બધાના નામ બોલતા શીખી ગયો હતો.સોહમને ફોન કરતા પણ આવડી ગયું હતું.અવનીએ સોહમ માટે વન ડાયલ કરવું એવું શીખવ્યું હતું.
સાર્થકે એક દિવસ અવનીનો અર્થ પૂછ્યો, અવની સ્ટડીરૂમમાં મુકેલો પૃથ્વીનો ગોળો લઈ આવી અને એને ફેરવતા ફેરવતા બોલી અવની એટલે પૃથ્વી. સાર્થકને તો ગોળો ફેરવવાની મજા પડી. એના પર દોરેલી લાઈન વિશે એ અવનીને પૂછવા લાગ્યો. અવની કહે અક્ષાંશ-રેખાંશ. સાર્થકભાઈને તો આ બે નામ ગમી ગયા અકસા.. રેકઅસા. સતત રટણ કરતો. ખાતા-પીતા, હરતા-ફરતા, કસરત કરતા કરતા આ નામ મોઢે રહી ગયા. અમૃતા ઢીંગલો ઢીંગલી બતાવી સમજાવતી, તારા ભત્રીજા કે ભત્રીજી આવશે એને કહેજે.નાનકડાં ભત્રીજા ભત્રીજીનું ઘરે આગમન થશે એવી સમજ પડતા સાર્થક પાગલ થઇ ગયો. ઇશારાથી ઢીંગલા ઢીંગલી બતાવી જુઓ તો ‘અક્સા. રેક્સઆ..’ રટણ ચાલુ જ હતું.
એક દિવસ બપોરે અચાનક અવનીને દુખાવો ઉપડ્યો. ઘરે ફક્ત સાર્થક જ હતો. અવનીની પીડાથી પરેશાન હતો. સાર્થકને શું કરવું સમજાયું નહીં.એણે વન ડાયલ કરી સોહમને બોલાવ્યો.સોહમે આવીને કહ્યું,તારા અકસા રેક્સઆને લેવા જઈએ છીએ.ગભરાતો નહીં. મમ્મી પપ્પા આવે જ છે.
એ પણ ડાહ્યો થઈ શાંત રહ્યો.ને અકસા રેક્સઆની રાહ જોવા માંડ્યો.ઘરે એકલોજ છે સમાચાર મળતા અમૃતા-અમન દોડતા ઘરે આવ્યા.સાર્થક અકસા.. રેક્સઆ બોલતો બોલતો ખુશીથી રાહ જોતો હતો. ત્યાં જ અચાનક એને ખૂબ જોરથી ખેંચ આવી. મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યું.અમૃતા-અમને એને પકડી સુવડાવ્યો.અને અમન ડોક્ટરને ફોન કરવા ગયો ત્યાંજ અમૃતાએ ચીસ પાડી.જુઓતો એ હાલતો નથી જલ્દી ડોક્ટરને બોલાવો.પણ અમને જોયું, સાર્થકના શ્વાસ ચાલતાં નહોતા.ફોન ડાયલ કરવા ઉપાડે ને સોહમનો અવાજ સંભળાયો, ‘હેલો પપ્પા, મમ્મી સાર્થકની બે ભત્રીજીઓ જન્મી છે.કોઈમાં ખોડ નથી.બન્ને એકદમ તંદુરસ્ત.જલદી સાર્થકને ફોન આપો, એના અકસા રેક્સઆ આવી ગયા છે..હેલો સાર્થક..સાર્થક….મારા ભઈલા…કેમ બોલતો નથી???

યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized

ડેલીશન : જલા દો, ઇસે ફૂંક ડાલો યે સોશિયલ મીડિયા

શબ્દસંહિતા – પરેશ વ્યાસ

ડેલીશન : જલા દો, ઇસે ફૂંક ડાલો યે સોશિયલ મીડિયા

આજનો શબ્દ ‘ડેલીશન’ (Deletion) તો આપણે જાણીએ છીએ.

એ કાંઈ નવો શબ્દ નથી. પણ બીબીસી જ્યારે આજની સ્થિતિ, સાંપ્રત પરિસ્થિતિને બયાન કરતા ૧૪ શબ્દોની યાદી બનાવે છે ત્યારે એ યાદીમાં ‘ડેલીશન’ એટલે કે છેકવું, ભૂંસવું કે મિટાવવું પણ શામેલ છે.

આપણે આઝાદ નથી. એક આઈડેન્ટીટીથી બંધાયા છે આપણે. આપણી પ્રોફાઈલ છે. આપણા નંબર છે. આપણી ઈમેજ છે. એકધારું કશુંક અપલોડ કરવાની આપણી નીતિ છે, રીતિ છે.

આ આપણી વર્ચ્યુઅલ દુનિયા વરદાન નથી. એ તો બંધન છે. લખેલું ભૂંસી નાખવું, એ થૂંકેલું ચાટવા જેવી નામોશીભરેલું કૃત્ય કદાચ લાગે. પણ સાહેબ, ભૂંસતા રહો. આજે જ સઘળું ડીલીટ કરી નાંખો. પછી જુઓ કેવા હળવાફૂલ જેવા થઇ જાઓ છો તમે…

પ્રાચીન ગ્રીક કથા છે. સ્પાર્ટાની રાણી હેલનની ખૂબસૂરતી અનન્ય છે.

ટ્રોયનો રાજકુમાર પારિસ હેલનને ભગાડી જાય છે.  ગ્રીક સૈન્ય પોતાની રાણીને મુક્ત કરવા યુદ્ધે ચઢે છે. ટ્રોજન વોર તરીકે ઓળખાતું આ યુદ્ધ દસ વર્ષ ચાલે છે અને ગ્રીક સૈન્ય આખરે જીતે છે. એ યુદ્ધ પછીની એક કથા છે.

એ વિષય લઈને ઈસા પૂર્વ આઠમી શતાબ્દીમાં કવિ હોમર પોતાનાં મહાકાવ્ય ‘ઓડિસી’ની રચના કરે છે, જેમાં નાયક આડિસ્યુસ ટ્રોજન યુદ્ધ બાદ મહાસાગર પાર  કરીને પોતાનાં વતન પાછો ફરે છે.

એની આ રીટર્ન જર્નીનો સમયગાળો પણ દસ વર્ષ છે. ઘણાં અનુભવો એને થાય છે.

ઘણી તકલીફો પડે છે. એમાં એક ટાપુની વાત છે, જ્યાં સુંદરીઓ કાંઠે ઊભી રહીને પોતાનાં મધુર અવાજમાં ગીતો ગાઈને ખલાસીઓને આકર્ષે છે. ખલાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય. જહાજનું ધ્યાન ન રહે.

જહાજ ખડક સાથે અથડાઈને તૂટી જાય. ખલાસીઓ માર્યા જાય. આડિસ્યુસને આ ખબર છે. પણ એ ઉત્સુક છે. એણે એ સુંદરી ઓનું ગીત સાંભળવું છે. આડિસ્યુસ એક યુક્તિ કરે છે. પોતાનાં ખલાસીઓને પોતપોતાનાં કાનમાં મીણ ભરી દેવા આદેશ કરે છે.

એટલું જ નહીં પણ એમને એમ પણ કહે છે કે મને તૂતક સાથે કસીને બાંધી દો અને હું ગમે એટલું કહું, આજીજી કરું, ગુસ્સો કરું પણ મારું આ બંધન છોડશો નહીં. જહાજ ટાપુ પાસે જાય છે.

સુંદરી ઓનાં ગીત સંભળાય છે. આ ગીત સંગીત માદક છે.  એ ીઓ આડિસ્યુસને તેમની તરફ આવવા ખેંચે છે. એનાથી આકર્ષાઈને આડિસ્યુસ પણ બંધનમુક્ત થવા ઘણાં ધમપછાડા કરે છે પણ એણે પહેલાં આપેલાં આદેશને અનુસરીને, એનાં ખલાસીઓને એને બંધનમુક્ત કરતાં નથી.

આખરે એનું જહાજ ટાપુને પાર કરી આગળ વધી જાય છે. આડિસ્યુસ અને એનાં ખલાસીઓ આ રીતે એક જાનલેવા આકર્ષણથી બચી જાય છે. આ સુંદરીઓ સાયરન (Siren) કહેવાય છે.

ગુજરાતી લેક્સિકોન અનુસાર સાયરનનો અર્થ થાય છે: (ગ્રીક પૌરાણિક કથાની) વહાણવટીઓને મધુર સંગીત વડે લલચાવીને ખડક પર અથડાવીને તેમનો નાશ કરનારી અથવા પાંખવાળું પ્રાણી, ભયંકર  મોહકી , મોહિની, ભય ઇ.ની સૂચના આપવાનું ભૂંગળું કે બ્યૂગલ.

આ તો અલબત્ત પૌરાણિક કથા છે. આજે પણ આ સાયરન મૌજુદ છે. આજે શેની મોહિની છે? કોના ગીત સાંભળવા આપણા કાન આતુર છે? કોણ છે જેનાં સૌંદર્યથી અંજાઈને આપણે આપણા જીવનનાં જહાજને ખડક સાથે અથડાવીને છિન્નભિન્ન કરી નાંખવા તત્પર છીએ? યસ, એ છે સોશિયલ મીડિયા. આ ફેસબૂક, વોટ્સએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગરે… ડિજિટલ ક્રાંતિ થઇ ચૂકી છે. એમાં મોખરાનું સ્થાન ધરાવે છે એ અન્વેષક જેરોન લેનિયર પોતાની જ શોધ સામે ચેતવણી આપે છે. એનું પુસ્તક ‘ટેન આર્ગ્યુમેન્ટ્સ ફોર ડીલિટિંગ યોર સોશિયલ મીડિયા એકાઉન્ટસ રાઈટ નાઉ’ વાંચવા જેવું પુસ્તક છે.

ડિજિટલ ક્રાંતિમાં જેની મુખ્ય ભૂમિકા છે એ જ માણસ એને છોડી દેવા, આજે જ છોડી દેવા માટે ટિપ આપે છે. કારણ કે સોશિયલ મીડિયા તટસ્થ નથી. એની ઉપર કરવામાં આવતો વ્યવહાર નિષ્પક્ષ રહેતો નથી. આ એવું ચીકણું કાગળ છે જ્યાં આપણા અંગત ડેટા કાયમ માટે ચોંટી જાય છે.

આ વેબસાઈટ્સ હાથે કરીને એવી બનાવી છે કે આપણને એની લત પડી જાય છે. પછી ધીમે ધીમે એ આપણી વિચારવાની શક્તિને ચાલાકીથી હસ્તગત કરી લે છે. અજબનું વશીકરણ યંત્ર છે આ સોશિયલ મીડિયા વેબસાઈટ્સ. પછી તો એ કહે તે આપણે માનીએ, એ કહે તેમ આપણે ચાલીએ. આ બધી વેબસાઇટ્સ સાયરન છે, મોહિની છે, ભયંકર છે.

જેરોન લેનિયર કહે છે કે એમનું બીઝનેસ મોડેલ ક્લાઈન્ટ સર્વર (ગ્રાહક સહાયક) નથી.

આ બીઝનેસ મોડેલ ‘સાયરન સર્વર’ છે. 

આજે જ છોડો. આ ગુલામી છે. આપણે આઝાદ થયા છીએ એ વાત ભ્રામક છે. સોશિયલ મીડિયાની નાગચૂડમાંથી છટકો. સોશિયલ મીડિયાને મિટાવી દો, ભૂંસી કાઢો, છેકી નાંખો. આજે જ. 

શબ્દશેષ :

‘એક તો તમે તમારા રોજના બધા નાટકો ફેસબુક પર અપલોડ કરો… પછી તમે અપસેટ થઇ જાઓ જો કોઈ પોતાનો અભિપ્રાય આપે… તમે કોઈ સ્પશ્યલ પ્રકારનાં સ્ટુપિડ છો?’ 

                                                                              -પ્રખ્યાત કોમેડિયન બિલ કોસ્બી

Leave a comment

Filed under Uncategorized

એટ ટુ :પરેશ વ્યાસ

એટ ટુ : દોસ્ત બન બનકે મિલે, મુઝકો મિટાનેવાલે

મિત્રતામાં કાંઈ કિંતુ પરંતુ થોડું હોય ? મિત્ર ગમે તેવો નાલાયક હોય એને તો નિભાવવો જ પડે

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.
– હેમેન શાહ

વાત જાણે એમ છે કે આમ તો એ મારો મિત્ર, ખાસ જિગરી, મારો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. હવે હું સફળ હોઉં એટલે સ્વાભાવિક રીતે મારા દુશ્મનો તો હોય જ. મને પાડી દેવા માટે, મારી સત્તા છીનવી લેવા માટે તત્પર લોકો તો હોય જ. હું એનાથી ચેતીને ચાલુ. પણ છતાં એક ગાફેલ ક્ષણે તેઓ એક સોચી સમજી સાજીશ તહદ મને મારી નાંખે, મારું ખૂન કરી નાખે. હા, એ તો સમજી શકાય કારણ કે તેઓ તો મારા વિરોધીઓ હતા. પણ મને ખબર પડે કે મને ખંજર હૂલાવી દેનારાં કાતિલોની ટોળીમાં મારો ખાસ મિત્ર પણ શામેલ છે તો મરતા મરતા મને આશ્ચર્યની સાથે ખેદ થાય, ઉદ્વેગ થાય, મન ખિન્ન થઈ જાય અને મારા મુખમાંથી શબ્દો સરી પડે, ‘એટ ટુ’ (Et Tu…) જેનો ગુજરાતીમાં અર્થ થાય, ‘તું પણ…’

હમણાં જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે આ શબ્દો કર્ણાટકને ઉદ્દેશીને ટ્વીટ કર્યા. હવે ક્યાં જમ્મુ એન્ડ કાશ્મીર અને ક્યાં કર્ણાટક ? લિટરલી, ઉત્તર અને દક્ષિણનો ભેદ. પણ ગયા અઠવાડિયે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણના ચાલી રહી હતી, ભાજપ પૂર્ણ બહુમત પ્રાપ્ત કરે એવી એક શક્યતા જણાતી હતી ત્યારે ઓમર અબ્દુલ્લાહે ટ્વીટયુ કે એટ ટૂ, કર્ણાટકા… વાત જાણે એમ છે કે ભારત હવે કમળ છાપ થતું જાય છે. એક પછી એક, દરેક રાજ્યમાં કેસરિયો લહેરાતો જાય છે. એમાં વિરોધ પક્ષોને વાંધો હોય એ સમજી શકાય. કર્ણાટકમાં કોંગ્રેસનું પૂર્ણ બહુમત રાજ હતું. લોકોએ હવે અધકચરો તો અધકચરો પણ ભાજપને આવકાર્યો. ઓમર અબ્દુલ્લાહને લાગ્યું કે કર્ણાટકે કોંગ્રેસ જેવા સેક્યુલર પક્ષ સાથે દગો કર્યો છે. કર્ણાટકે કોંગ્રેસના પેટમાં ખંજર હૂલાવ્યું છે. હે કર્ણાટકની જનતા, તમે પણ… એટ ટુ, કર્ણાટકા… !

આમ તો આ ખૂબ જાણીતો જુમલો છે. મહાન નાટયકાર વિલિયમ શેક્સપિયર ઈંગ્લિશ ભાષાનાં અનેક શબ્દો અને મુહાવરાનાં જન્મદાતા છે. ગ્રીક શબ્દો ‘એટ ટુ’ પછીનો શબ્દ છે ‘બુ્રટ.’ ઈંગ્લિશમાં આ મુહાવરો ‘યૂ ટૂ, બુ્રટસ’ કહેવાય છે. રોમનો રાજકારણી અને લશ્કરી સેનાધિપતિ જુલિયસ સીઝર ઘણાં યુદ્ધોમાં ફતેહ કરે છે. રોમ તો પ્રજાસત્તાક દેશ હતો. પણ સીઝરની વધતા પ્રભાવ નીચે એ રાજાશાહીમાં તબદીલ થઈ રહ્યો હતો.

ઘણાને આ ગમ્યું નહોતું. એને મારવા માટે અન્ય રાજકારણીઓ કાવતરું રચે છે. બુ્રટસ તો સીઝરનો મિત્ર છે. એ આ કાવતરામાં જોડાવા માટે અસમંજસમાં હતો. પણ લોકોનાં હિતમાં આમ કરવું જરૃરી છે એવી પટ્ટી પઢાવીને એને તૈયાર કરવામાં આવ્યો. ભર્યા દરબારમાં સીઝરને એનાં જ દરબારીઓએ ખંજર હૂલાવ્યા. બુ્રટસને પણ ખંજર હૂલવતા જોઈને સીઝરને નવાઈ લાગી. એનાં મુખમાંથી શબ્દો સરી પડયાં, ‘તું પણ, બુ્રટસ…’ કોઈ મિત્ર સોચી સમજી સાજીસ હેઠળ દગો કરે તો એને ‘એટ ટુ, બુ્રટ’ કહેવાય. પણ આ તો સીઝરનાં પોઈન્ટ ઓફ વ્યૂથી વાત થઈ.

શેક્સપિયરનાં નાટકનું નામ ભલે જુલિયસ સીઝર હોય પણ એમાં બુ્રટસનાં સંવાદ સીઝરનાં સંવાદ કરતાં ચાર ગણા વધારે છે. દર અસલ આખું નાટક બુ્રટસનાં મનમાં ચાલી રહેલા દંગલનું નિરૃપણ છે. સીઝરને મારી નાંખવા માટેનાં કાવતરામાં શામેલ થવું કે નહીં ? એ નિર્ણય બુ્રટસ માટે સરળ નથી.

એનું આત્મગૌરવ કહે છે કે આમ છળકપટથી કોઈને મારી નંખાય નહીં. પણ એને લાગે છે કે સીઝરની સરમુખત્યારશાહી જતે દહાડે રોમને નુકસાન કરી રહી છે. સીઝર એક આંતરવિગ્રહમાં એનાં જ એક સમયનાં સાથી પોમ્પીને મારીને આવ્યો હોય છે. સીઝર સત્તાનો ભૂખ્યો છે એવું બુ્રટસને લાગ્યા કરે છે. એની દેશભક્તિ કહે છે સીઝરની વધતી એકહથ્થુ સત્તા યોગ્ય નથી. પણ સીઝર તો મિત્ર છે. કંઈ કેટલાં યુદ્ધ તેઓ સાથે લડયાં છે.

મિત્રતામાં કાંઈ કિંતુ પરંતુ થોડું હોય ? મિત્ર ગમે તેવો નાલાયક હોય એને તો નિભાવવો જ પડે. કાવતરાખોરો બુ્રટસને પોતાની તરફ લઈ લેવા દલીલ કરે છે. કહે છે કે સીઝર ભગવાન થઈ ગયો હોય એમ વર્તી રહ્યો છે. આ મનોમંથનની ઘડીમાં, લોકો સીઝર વિરુદ્ધ છે, એવો ખોટો કાગળ બુ્રટસને મળે એવો ખેલ કાવતરાખોરો ખેલે છે. અને અંતે બુ્રટસ એનાં જ મિત્રને સામી છાતીએ ખંજર હૂલવવા તૈયાર થઈ જાય છે. સીઝરની હત્યા ભરી સભામાં થાય છે. સીઝરને નવાઈ લાગે છે જ્યારે એ બુ્રટસને ખંજર સાથે જુએ છે.

સીઝરને દો દોસ્તી પર વિશ્વાસ હતો. પણ એ પણ કાતિલ નીકળ્યો, એનું એને આશ્ચર્ય છે. ઘરનો જ ઘાતકી નીકળે, એમ પણ બને, સાહેબ… તે પછી બુ્રટસ સભામાં હાજર લોકોને સમજાવે છે કે સીઝરને કેમ મારી નાખવામાં આવ્યો ? એ કહે છે કે હું સીઝરને ચાહું છું. પણ રોમને એનાથી વધારે ચાહું છું. બુ્રટસ સીઝરને સાપનું ઈંડુંની ઉપમા આપે છે. સર્પદંશ જેનો સ્વભાવ છે એવી વ્યક્તિ લોકો માટે હિતકારી નથી.

કર્ણાટકનાં લોકો કોંગ્રેસને અલબત્ત જાકારો આપે છે. પણ અધૂરા મને ભાજપને આવકારે છે. ઓમર અબ્દુલ્લા જ્યારે ‘એટ ટુ, કર્ણાટકા…’ ટ્વીટે છે, એ સંદર્ભ સદંતર ખોટો છે. એ કર્ણાટકનાં લોકોનું અપમાન છે. શું કર્ણાટક બુ્રટસ છે જેણે કોંગ્રેસની છાતીમાં ખંજર હૂલાવ્યું છે ? એ જ તર્ક લંબાવીએ તો શું કોંગ્રેસ જુલિયસ સીઝર છે જેને બુ્રટસ સાપનું ઈંડું તરીકે નવાજે છે ? શું કોંગ્રેસ જુલિયસ સીઝર જેવી આપખુદ થઈ ચૂકી છે ? અને શું કોંગ્રેસ લોકોની દોસ્તી ઉર્ફે લોકોનાં મત ટેઇકન ફોર ગ્રાન્ટેડ માને છે ?

શું કોંગ્રેસને નવાઈ લાગે છે કે લોકો બુ્રટસવાળી કેમ કરી ? હે શ્રી શ્રી ઓમર અબ્દુલ્લા, આપ શાણા અને સમજુ છો. આપ કોઈ શબ્દ કે શબ્દસમૂહ સાથે ટ્વીટરી ટિપ્પણી કરો ત્યારે સંદર્ભ સમજીને કરો તો ઠીક લાગે. અત્યારે તો અમને લાગી રહ્યું છે કે એટ ટુ, ઓમર અબ્દુલ્લાહ… ! અને લોકો તો બિચારા બાપડાં છે. એ શું કોઈ રાજકારણીની છાતીમાં ખંજર હૂલાવવાના હતા ? ઈ કરીને, આ રાજકારણીઓ તો ખંજર પણ ખરીદી લેવામાં માહેર છે સાહેબ… રાજકારણ સૌથી મોટો ખરીદ વેચાણ સંઘ છે સાહેબ… હેં ને ?

શબ્દ શેષ:

દુ:ખની વાત એ છે કે દુશ્મન ક્યારે પણ દગો કરતો નથી. – અજ્ઞાાત (શીર્ષક પંક્તિ: સઈદ રાહી)

Leave a comment

Filed under Uncategorized