Daily Archives: એપ્રિલ 11, 2021

ટૅન્ટ્રમ્:પરેશ વ્યાસ

ટૅન્ટ્રમ્: લાગણીનો સ્ફોટ, ક્રોધાવેશ, ખીજનો ઉભરોમાદરબખત મન, જો તારે હોત તનઅંગે અંગે કાપત તને, ઘાએ ઘાએમીઠું ભરત; અરે, ઉગાડત ગૂમડાંઅને પાકવા દઈ પરુ કરત, દદડતાપરુ પર માખીઓનાં કટક ઉતારતઅને…પણ, તું તો ઈશ્વર જેવું અદેહી છે.. –ચિનુ મોદી ગુસ્સો આવે એ તો આપણો પોતાનો જ હોય છે. પોતીકો. અને આપણું મન એ તો મહામાયા છે. ટૅન્ટ્રમ્ (Tantrum) શબ્દ અમને ગમે છે. આખો શબ્દ તો છે ટેમ્પર ટૅન્ટ્રમ્. ટેમ્પર એટલે મિજાજ, મનનું વલણ, ગુસ્સો, ચીડ. બાળકને જે જોઈએ એ એને ન મળે એટલે એ પગ પછાડે, ધમપછાડા કરે, રડે, ગુસ્સો કરે. સામાન્ય રીતે બે વર્ષનાં બાળકને આવું થાય. જે અવસ્થાને ‘ટેરિબલ ટૂ’ પણ કહે છે. પણ ઘણાં મોટેરાઓને પણ આવું થાય. ધાર્યું ન મળે તો તેઓ રીસાઈ જાય અથવા તો પછી એવું એવું બોલે કે વાતનું વતેસર થઈ જાય. તેઓ ઝઘડો કરી બેસે. ધારો કે તમને કકડીને ભૂખ લાગી છે અને તમે રેસ્ટોરાંમાં ઓનલાઈન ઓર્ડર આપ્યો. હવે તમે રાહ જોઈ રહ્યા છો. મોબાઈલ એપ બતાવે છે કે ડીલિવરી બોય પાર્સલ લઈને નીકળી ગયો છે. પણ ડીલિવરી બોયને ભૂખ લાગી હોય અને એ રસ્તામાં બેસીને તમારું ખાણું પોતે ખાઈ જાય અને પછી ઉપરથી તમને મેસેજ કરે કે તમારું ખાવાનું તો હું ખાઈ ગિયો…. તો તમે શું કરો? ગુસ્સો તો આવે જ. ભૂખ્યો માણસ તો ગુસ્સો કરે જ કરે. હવે ફરીથી ઓર્ડર આપવાનો. પેલાનું રીફંડ લેવાનું. ઝઘડો કરવાનો. પછી તો ટૅન્ટ્રમ્ ઉર્ફે લાગણીનો સ્ફોટ, ક્રોધાવેશ, ખીજનો ઉભરો આવે તો એ જાયજ જ છે. પણ એક તાજા સમાચાર અનુસાર ઈસ્ટ લંડનમાં જ્યારે આવું જ થયું કે ઉબરઇટ્સનો એક ડીલિવરી બોય એક ઈલી ઇલ્યાસ નામની વિદ્યાર્થિનીએ ઓર્ડર આપેલાં બે બર્ગર્સ, ચિપ્સ અને ચિકન રેપ પોતે જ ખાઈ ગયો અને પછી ઉપરથી એવો મેસેજ કર્યો કે ‘સોરી, લવ..હું તમારું ખાણું ખાઈ ગયો’.. અને ત્યારે નવાઈની વાત બની. એ છોકરીએ કોઈ પ્રતિક્રિયા જ આપી નહીં. ન તો એનો રીપોર્ટ કર્યો. ન એણે ગુસ્સો કર્યો. એણે ફરીથી બીજો ઓર્ડર આપ્યો. અને પછી એ ફૂડ જ્યારે ડીલિવર થયું ત્યારે એણે એનું ખાણું ખાધું. અમને આ સમાચાર વાંચીને નવાઈ લાગી. આવી વાતમાં ગુસ્સો ન આવે એ આમ તો અસ્વાભાવિક ગણાય. સિવાય કે એ વ્યક્તિ ઉદાસીની બીમારી (ડીપ્રેશન)થી પીડાતી હોય અને ત્યારે ગુસ્સો ન આવે. પણ અહીં તો આવું ય નહોતું. પછી અમે વિચાર્યું કે કોઈ પણ પ્રતિક્રિયા ન આપવી એ જ સાચી અને સારી બાબત છે. એટલે એમ કે કદાચ એ ડીલિવરી બોયને ભૂખ લાગે હશે. એટલે એમ કે સારું થયું, એણે ફૂડ પાર્સલ ખાઈ લીધું. ભૂખ્યાને ખવડાવવું એ તો આપણો ધર્મ છે. પણ સાચું કહું તો આવું થાય તો મને તો ગુસ્સો જ આવે. મારા માટે આવેલું ખાવાનું કોઈ બીજો ખાઈ ગયો તો મને તો લાગણીનો ઊભરો ઉર્ફે ક્રોધનો આવેશ આવી જ જાય અને હું તો ધમપછાડા કરું જ કરું. મને જે થાય તે જુદી વાત છે પણ પેલાં પોથીમાંનાં રીંગણની માફક મારે સુજ્ઞ વાંચકોને તો સારી અને સુફિયાણી સલાહ જ આપવી રહી. હા, એટલું જરૂર છે કે હું પણ હવેથી આવી સ્થિતિમાં ટૅન્ટ્રમ્ ઠોકવાની ટ્રાય નહીં કરું. પ્રોમિસ…ટૅન્ટ્રમ્ શબ્દનાં મૂળ વિષે અલગ અલગ માન્યતાઓ છે. અઢારમી સદીથી આ શબ્દ આ ટૅન્ટ્રમ્ લેખાતો વંચાતો આવે છે. ત્યારે એ મોટે ભાગે બહુવચનમાં વપરાતો એટલે એમ કે ટૅન્ટ્રમ્સ, ટૅન્ટારમ્સ કે પછી ટૅન્ટેરમ્સ. ઇંગ્લિશ ભાષામાં એવો જ એક શબ્દ છે એન્ટારિમ્સ જેનો અર્થ થાય છે ગુસ્સા સાથેનું વિચાર કે આચરણનું વિચિત્ર, ઊટપટાંગ કે બેજવાબદારીભર્યું પરિવર્તન. કહે છે કે એનાં પરથી આજનો શબ્દ ટૅન્ટ્રમ્ બોલચાલનાં શબ્દ તરીકે ચલણમાં આવ્યો છે. સેન્ચુરી ડિક્સનરી (૧૯૦૪) અનુસાર બ્રિટનનાં વેલ્સ પ્રદેશમાં બોલાતો શબ્દ ટૅન્ટ (Tant) છે જેનો અર્થ થાય છે લાગણીનો આવેશ, ઓચિંતો હડસેલો, ધક્કો કે પછી હદથી વધારે ખેંચવું તે. મૂળ લેટિન શબ્દ ‘ટેનિઅસ’ એટલે તાણ, ખેંચાણ. એ સોળમી સદીનો શબ્દ છે ટૅન્ટ્રા જેનો અર્થ થાય છે બ્યૂગલ વગાડવું, જેનાં પરથી સામાન્ય બોલચાલનાં શબ્દ તરીકે ટૅન્ટ્રમ્ એટલે કોલાહલ, બૂમરાણ કે પોકાર (કશાકનાં વિરોધમાં) પ્રચલિત થયો હોવાનું મનાય છે. ટૅન્ટ્રમ્ એટલે કારણ વગરનો અથવા તો જરૂર હોય એ કરતાં વધારે પડતો ગુસ્સો કે ધમપછાડા એવો અર્થ થાય. અમે જો કે માનીએ છીએ કે આ શબ્દ સંસ્કૃત શબ્દ ‘તંત્રમ્’ પરથી આવ્યો છે. તંત્રમ્ શબ્દનો એક અર્થ થાય છે વીંટવું કે લપેટવું. કોઈ એવું બને કે ગુસ્સો તમને લપેટી લિયે અને પછી તમે પગ ઠોકો, હાથ ઊંચકો અને વાણીવિલાસ કરો; જે કરવા યોગ્ય ન હોય પણ તમારો એની ઉપર કોઈ કંટ્રોલ જ ન હોય. ટૅન્ટ્રમ્ આવે તો શું? થવા દેવું. મનની ભડાશ નીકળી જાય એ સારી વાત. અથવા તો… એવું કેમ થાય?-એનું કારણ જાણીએ તો બીજી વખત ટૅન્ટ્રમ્ ટાળી શકાય. અથવા એવે ટાણે કોઈ અલગ જ કામ કરો. જેમ કે છોડને પાણી પીવડાવવું, જેમ કે બહાર ચાલીને જવું. અથવા ઘરનું કામ કરી શકાય. વાસીદું વાળી શકાય કે વાસણ ઉટકી શકાય. હા, આપણાં પ્રોબ્લેમ માટે દુનિયાને દોષ દેવાનું ટાળીએ એ સારી વાત છે. અને આપણે પહેલેથી જ નક્કી કરી લેવું કે ગુસ્સો આવે તો એવી કઈ જગ્યા છે જ્યાં તમે જાઓ તો મનને શાંતિ મળે. બસ, ત્યાં પહોંચી જવું. હળવું સંગીત કે પછી હાસ્યજનક ટીવી શૉ કે ફિલ્મ જોઈ શકાય. એનાથી વધારે એ કે આવો ઉભરો વારે વારે આવે, વારે તહેવારે આવે તો મનને વારવું અને માનવું કે આ તો એક તક છે આપણાં જીવનમાં કોઈ હકારાત્મક બદલાવ લાવવા માટે. અને કાંઇ ન થાય તો ઊંડા ઊંડા શ્વાસ લો! કોઈની કોઈ વાત પર કે વર્તન પર ગુસ્સો આવે તો પ્રતિક્રિયા શા માટે? અમને તો ઈસ્ટ લંડનનાં ઈલી ઈલ્યાસબેનની પ્રતિક્રિયા ગમી. ડીલવરી બોય બર્ગર ખાઈ ગયો તો ખાઈ ગયો. કદાચ એની ભૂખ મારી ભૂખથી વધારે હશે. ક્રોધાવેશ શા માટે? વ્હાય ધીસ કોલાવરી ડી?શબ્દશેષ:“કોઈ પણ ટૅન્ટ્રમ્ (ક્રોધાવેશ) કે પાવર સ્ટ્રગલ (સત્તા માટેની ખેંચતાણ)નાં મૂળમાં, જે હજી મળી નથી એવી જરૂરિયાતો હોય છે.” –અમેરિકન સાયકોલોજિસ્ટ લેખક માર્શલ રોઝનબર્ગTantrum: Explosion of emotion, rage, itch emergeMotherly mind, if you had bodyI will cut you on body, injury woundSalt Bharat; Oh, growing gumdaAnd let the ripe be done, beatingThe cuttack of flies on ParuAnd…But, you are like God..-Chinu ModiThe one who gets angry is our own. Granddaughters. And our mind is Mahamaya. We love the word Tantrum. The whole word is temper tantrum. Temper means mood, attitude of mind, anger, irritation. If the child does not get what he wants, then he slips, bully, cries, gets angry. Usually this happens to a two year old. The situation which is also called ‘Terribal Two’. But this happens to many big ones too. If they don’t get what they expect, they get angry or then say such that the talk gets changed. They would have been fighting. Guess you’re hungry for a cucumber and you ordered online at a restaurant. Now you are waiting. Mobile app shows that the delivery boy has left with a parcel. But if the delivery boy is hungry and he eats your food himself sitting on the road and then messages you that I have eaten your food…. So what do you do? Anger will always come. Hungry man gets angry. Now to order again. Taking a refund of that one. To have a fight. Then if the tantrum aka the explosion of emotions, anger, it is justified. Also according to a breaking news when this happened in East London that a delivery boy from Uberites ate two burgers, chips and chicken wrap ordered by a student named Eli Ilyas and then texted from above saying ‘ Sorry, love.. I’m yours Ate mine ‘.. and then it was a matter of surprise. That girl didn’t react at all. Neither did he report it. Neither did he get angry. He gave another order again. And then when that food was delivered, he ate his mine. We were surprised to read this news. It is considered unreal to not get angry in such a thing. Except that person is suffering from sadness (depression) and does not get angry. But here it wasn’t like this. Then we thought that not reacting was the only true and good thing. So maybe that delivery boy is hungry. So it was good that he ate the food parcel. Feeding the hungry is our religion. But if I tell the truth, if this happens then I get angry. If someone else eats the food that came for me, then I will feel the fullness of feelings aka anger and I will always do the bullying. Whatever happens to me is a different thing, but like the ringan in the first book, I have to give good and Sufiyani advice to the wise readers. Yes, there is a need that I won’t even try to throw a tantrum in such a situation anymore. Promise…There are different beliefs about the origin of the word tantrum. From the eighteenth century, this word has been reading these tantrum writings. Then it was often used in polytheism means tantrums, tantrums or tantrums. Antarims is the only word in the English language which means the idea with anger or the weird, outstanding or irresponsible change of behavior. It is said that today’s word tantrum has been currenced as a word of speech. According to the Century Dictionary (1904) the word spoken in the Wales region of Britain is tant which means the arrow of emotion, the strangers hustle, the push or the stretch beyond the limit. The original Latin word ‘tennius’ means stress, stretch. Tantra is the word of the sixteenth century which means playing bugle, from which tantrum as the word of common speaking means chaos, boomran or shout (in opposition to kashak) is believed to have been prevalent. Tantrum means excessive anger or bullying without reason or even need. We however believe that this word came from the Sanskrit word ‘Tantram’. The word tantram means to wrap or wrap. Be someone that anger wraps you up and then you step, raise your hand and speak; which is not worth doing but you have no control over it.What if a tantrum comes? Letting it happen. It is a good thing that the anger of the mind goes away. Or… Why does it happen?- If we know the reason for this, then the tantrum can be avoided for the second time. Or do something different at the same time. Like watering a plant, like walking outside. Or housework can be done. Vasidu can be wore or utensils can be removed. Yes, it’s a good thing to avoid blaming the world for our problems. And we have already decided that if you get angry, which is the place where you get peace of mind. Just gonna get there. Light music or a funny tv show or movie to watch. More than that it comes up again and again, if the festival comes again and again, it is a chance to make a positive change in our lives. And if nothing happens take a deep breath! If you get angry on someone’s talk or behavior, then why react? We liked the reaction of Eli Ilyasben from East London. Delivery boy ate the burger so he ate it. Maybe his hunger will be more than my hunger. Why the rage? Who is this calavary d?Vocabulary:′′ At the root of any tantrum (rage) or power struggle, there are needs that have not yet been met.”-American psychologist writer Marshall Rosenberg  · Hide original  · 

Leave a comment

Filed under Uncategorized