Daily Archives: એપ્રિલ 12, 2021

સિલ્વર ફોક્સ/ પરેશ વ્યાસ

May be an image of 1 person and beard

સિલ્વર ફોક્સ : સોને જૈસા રંગ હૈ તેરા, ચાંદી જૈસે બાલ.. તારા વાળ સફેદ થાય તોભલે થાયસફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે. – કિરણસિંહ ચૌહાણમેરિયમ વેબ્સટર ડિક્સનરીમાં જે નવીન ૫૨૦ શબ્દો ઉમેરાયા એ પૈકી @ શબ્દની વાત આપણે ગયા અઠવાડિયે કરી. આ નવનિર્વાચિત શબ્દો પૈકી કેટલાંક એવાં શબ્દો હતા, જે માણસની ઓળખાણ આપે એવા હતા. એવા શબ્દો જે કહીએ તો ખ્યાલ આવી જાય કે એ કેવા પ્રકારનો માણસ છે. જેમ કે બાયપોક (BIPOC). આ સંક્ષેપાક્ષર છે. બી-બ્લેક એટલે કાળાં, આઈ-.ઇન્ડિજિનસ્ એટલે દેશી, મૂળ નિવાસી અને પી.ઓ.સી.-પીપલ ઓફ કલર એટલે એવા લોકો કે જે કાળાં નથી પણ ધોળાં તો નથી જ. આપણે ભારતવાસીઓ ઘઉંવર્ણા હોઈએ એટલે અમેરિકામાં આપણે ‘પીપલ ઓફ કલર’ ગણાઈએ. એવો બીજો શબ્દ ઉમેરાયો એ છે ફોક્ષ (Folx) અથવા ફોક્સ (Folks). ફોકસ એટલે લોકો. પણ જ્યારે ફોક્ષ કહીએ ત્યારે દેખીતી રીતે એવા લોકો જે આમ તો હાંસિયામાં ધકેલાઇ ગયા હતા પણ હવે મુખ્ય ધારામાં શામેલ કરાયા છે. આ ઉપરાંત એક એવો જ માણસની ઓળખાણ આપતો શબ્દ છે સેપિઓસેક્સ્યુઅલ (Sapiosexual), જે વિષે અમે અગાઉ લખી ગયા છીએ. એવો તે કિયો પુરુષ હોય જે કોઈ પણ સ્ત્રીને રોમેન્ટિકલી અને/અથવા સેક્સ્યુઅલી આકર્ષિત કરે?- એવો સવાલ આપણે પૂછીએ તો જવાબ મળે કે ઊંચો, શરીર સૌષ્ઠવ ધરાવતો, ગોરોચીકટો પુરુષ સ્ત્રીઓને ગમે. અને એ પુરુષ જો પૈસાવાળો હોય તો તો સોનેપે સુહાગા. પણ સેપિયોસેક્સ્યુઅલ એવા પુરુષ છે, જે અત્યંત બુદ્ધિશાળી છે. એ દેખાતો હોય સાવ સામાન્ય, પૈસા ય ખાસ ન હોય પણ તો ય સ્ત્રીઓને એનું રોમેન્ટિક કે સેક્સ્યુઅલ આકર્ષણ થાય. સેપિયન એટલે બુદ્ધિશાળી અને સેક્યુઅલનો અર્થ તો આપ જાણો છો. આવી જ માણસની ઓળખાણ આપતા શબ્દો પૈકીનો એક શબ્દ છે ‘સિલ્વર ફોક્સ’ (Silver Fox ), જે તાજેતરમાં ડિક્સનરીમાં ઉમેરાયો છે. કેટલાંક પ્રાણીજન્ય શબ્દો છે. જેમ કે કોઈને ગધેડો કહીએ એટલે એ અક્કલ વગરનો છે. શિયાળ કહીએ તો એ લુચ્ચો છે. ઉંદર કહીએ તો એ તુચ્છ છે. સિંહ કહીએ તો એ વિશાળ હૃદય ધરાવે છે. બકરી એટલે સ્વભાવે ભીરું છે અને ઘેટું એટલે એક જ પ્રવાહમાં વિચાર્યા વગર ચાલ્યા કરે તે; જેને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ એવું. આજનો શબ્દ સિલ્વર ફોક્સ-માં ફોક્સ એટલે શિયાળ. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ફોક્સ’ એટલે શિયાળ, કોલું, લુચ્ચો માણસ, છેતરવું, મૂંઝવવું, તપખીરિયા ડાઘા પાડવા તે અને ‘સિલ્વર ફોક્સ’ એટલે સફેદ છેડાવાળી કાળી રુંવાટીવાળું શિયાળ. પણ ગુજરાતી લેક્સિકોનમાં આ શબ્દનો નવો અર્થ શામેલ નથી. અહીં ‘સિલ્વર ફોક્સ’ પુરુષની (ક્યારેક સ્ત્રીની પણ) પોઝિટિવ ક્વોલિટી દર્શાવે છે. કોઈને સિલ્વર ફોક્સ કહેવું, એ સારી વાત છે. લુચ્ચું શિયાળ ખરાબ પણ કોઈને રૂપેરી શિયાળ કહો તો એનાં વખાણ કહેવાય! કહે છે કે શિયાળ હોંશિયાર હોય છે. આમ જુઓ તો લુચ્ચાઈ અને હોંશિયારીમાં ઝાઝો ફરક હોતો નથી! આ ઉપરાંત શિયાળ આકર્ષક પણ હોય છે. સિલ્વર ફોક્સ એટલે એવો આધેડ વયનો પુરુષ જેનાં દાઢી, મૂછ કે માથાનાં વાળ ગ્રે અથવા વ્હાઇટ છે, ચાંદી જેવા અથવા રૂપેરી છે; પણ એનું શરીર, એનો શારીરિક નોક નકશો ભારે આકર્ષક છે. એ હોંશિયાર છે. એ આકર્ષક છે. સ્ત્રીઓને આવો પુરુષ ગમતો હોય છે. સોને જૈસા રંગ હૈ તેરા, ચાંદી જૈસે બાલ, એક તૂ હી ધનવાન ઓ ભાયડે, બાકી સબ કંગાલ !આજથી સો વર્ષ પહેલા અમેરિકામાં બેઝબોલનો એક ખૂબ જ કાબેલ ખેલાડી હતો. જેનું નામ હતું જેસ પેટ્ટી. જેસ ચેમ્પિયન હતો. આમ તો યુવાન પણ એનાં વાળ અકાળે કાબરચીતરાં થઈ ગયા હતા. લોકો એને પ્રેમથી સિલ્વર ફોક્સ કહેવા માંડ્યા. અહીં આકર્ષણ છે પણ સેક્સ્યુયલ આકર્ષણ હોવું જરૂરી નથી. સિલ્વર ફોક્સ શબ્દમાં એ જ અર્થ જળવાયો છે. કોઈ ધોળા વાળવાળો આધેડ વયનો પુરુષ કોઈ છોકરીને કે કોઈ સ્ત્રીને ગમે તો એ જરૂરી નથી કે એની પ્રત્યે શારીરિક આકર્ષણ હોય જ. એવું ય કહે છે કે પુરુષ પચાસનો થાય ત્યારે એની સ્ત્રીને આકર્ષવાની શક્તિ સૌથી વધારે હોય છે. પચાસની ઉંમરે એ ધન સંપદા મેળવી ચૂક્યો હોય છે. શારીરિક રીતે સક્ષમ છે. આવું વ્યક્તિત્વ સ્ત્રીઓને ગમે. સ્ત્રીની બાબતમાં એવું મનાય છે કે એની ઉંમર ત્રેવીસની હોય ત્યારે એનો આકર્ષણ સૂચકાંક સૌથી વધારે હોય છે. ત્યારે એ પ્રજનન કરવામાં સૌથી વધારે સક્ષમ હોય છે. એટલે આકર્ષક લાગે જ લાગે.આ એક ડેટિંગ સાઇટ દ્વારા કરવામાં આવેલા વિસ્તૃત સંશોધનથી પૂરવાર થયેલી હકીકત છે. પણ અમને એવું લાગે છે કે સંશોધનથી તમે ધારો એ પૂરવાર કરી શકો!સિલ્વર ફોક્સ આમ તો પુરુષ માટે જ વપરાય છે. પણ કોઈ આધેડ ઉંમરની સ્ત્રી કે જેનાં વાળ આછા આછા સફેદ થઈ ગયા હોય તો? એને માટે સિલ્વર વેક્સન શબ્દ ક્યાંક ક્યાંક પ્રયોજાયો હતો પણ પોપ્યુલર થયો નથી. વેક્સન એટલે માદા શિયાળ (ફીમેલ ફોક્સ). પણ હા, એમને માટે પણ સિલ્વર ફોક્સ શબ્દ જ વપરાય છે. હોલીવૂડની વીતેલાં વર્ષોની અભિનેત્રીનાં કસરત કરતાં ફિટનેસ વીડિયો માટે પણ લખાયું છે: હોલીવૂડ્સ ફીમેલ સિલ્વર ફોક્સિસ: વિમેન હૂ રોક્સ ગ્રે હેર! માટે હે ગુજરાતી ભાયડાઓ, તમે ધોળું કાળું કરવાનો ક્રિયાકર્મ રહેવા દો. સિલ્વર ફોક્સ બનો. તમે બધાને ગમશો. હા, પણ ફિટનેસ જરૂરી છે. મોટી ફાંદવાળા, જાડિયા અને પાડિયા અને માથે સફેદ કે ભૂખરાં વાળવાળા પુરુષો ઇચ્છનીય નથી, તેઓ નિંદનીય છે. માટે ચાલો, દોડો, તરો, સાઈકલિંગ કરો કે જીમમાં વજન ઊઠાવો, કાળા કામ નહીં કરશો તો કશું ય ખાટું મોળું નઇ થાય! શબ્દ શેષ: “મારા સફેદ વાળ એ મારા બુદ્ધિચાતુર્ય અને શાણપણની હાઇલાઇટ્સ છે.” –અજ્ઞાતMy Shabdsanhita article as published in Gujarat Samachar last WednesdaySilver Fox: Your color is like gold, hair like silver..If your hair becomes whiteNo matter what happensWhite is the symbol of holiness. – Kiransinh ChauhanOne of the new 520 words added to the Mariam Webster Dictionary @ word talk we did last week. Some of these newly elected words were words, which introduced man. If we say such words, we will realize what kind of person he is. Such as a bypoc (BIPOC). This is the abbreviation. B-black means black, i -. Indigenous means native, native and p. . C.- People of color means people who are not black but are not white. We Indians are wheat so in America we are considered ‘people of color’. Another word added is Folx or Folks. Focus is the people. But when we say Fox, apparently people who were pushed into the swan are now included in the mainstream. In addition to this, the word that identifies the same man is sepiosexual, about which we have written earlier. Which is the Kio man who attracts any woman romantically and / or sexually?- If we ask such a question, we get the answer that tall, body dignified, gorochikato men like women. And if that man is rich then he is suhaga in gold. But sepiosexual are men, who are extremely intelligent. It looks very common, money is not special but still women have romantic or sexual attraction. Sepian means intelligent and secual means you know the meaning. One of the words that identify such a man is ‘Silver Fox’ (Silver Fox), which has been recently added to the dictionary.There are some animal words. Just like calling someone a donkey means he is brainless. If we say fox, he is a scoundrel. If we call it a rat, it is a pity. He has a huge heart to say lion. Goat means wet by nature and sheep means walking in the same stream without thinking; which we call Gadriyo stream. Word of the day Silver Fox-in Fox means Fox. According to Gujarati Lexicon ‘ Fox ‘ means fox, crusher, scoundrel man, cheating, confusing, staining and ‘ Silver Fox ‘ means white-shaved black hairy fox. But Gujarati lexicon does not include new meaning of this word. Positive quality of ‘Silver Fox’ men (sometimes women too) hereShowing up. Calling someone Silver Fox, is a good thing. Rascal fox is bad but if you call someone silver fox then it is called praise! Says foxes are clever. If you see like this, there is no difference between bastardness and cleverness! Besides this, foxes are attractive too. Silver Fox is a middle-aged male whose beard, mustache or hair is grey or white, like silver or silver; but his body, his body nose map is very attractive. This is a clever one. This is so attractive. Women like this kind of man. Your color is like gold, hair like silver, only you are rich, rest all are poor!Hundred years ago today, America had a very capable baseball player. Whose name was Jess Petty. Jess was the champion. Thus even the young man had his hair prematurely become graveyard. People started calling it Silver Fox with love. There’s attraction here but it doesn’t have to be sexual attraction. The word Silver Fox has the same meaning. If a middle aged man with gray hair likes a girl or a woman, it is not necessary that he has physical attraction. It is also said that when a man becomes fifty, his power to attract a woman is the most. At the age of fifty, he has earned wealth. Is physically capable. Women like this kind of personality. In the case of a woman, it is believed that when she is of years, her attraction indicator is the highest. Then they are most capable of reproducing. So it seems attractive. This is a fact supplied by extensive research done by a dating site. But we think research can supplement what you guess!Silver fox is usually used for men only. But what if any middle aged woman whose hair has turned light white? The word Silver Vaxon was used somewhere for him but it has not become popular. Vaxon means female fox (female fox). But yes, the word Silver Fox is used for them too. Also written for fitness videos of Hollywood actress exercising over the past years: Hollywood’s Female Silver Foxis: Women Who Rocks Gray Hair!Hey Gujarati brothers, let the process of blackening the dust remain. Be a silver fox. Y ‘ all will like it. Yes, but fitness is necessary. Men with big traps, thick and pedals and white or gray hair on their heads are not desirable, they are deplorable. So walk, run, swim, cycling or lift weights in the gym, if you don’t work black then nothing is sour!The word last:′′ My white hair is the highlights of my intelligence and wisdom.”-Unknown

Leave a comment

Filed under Uncategorized

કલાગુરુ વી શાંતારામ

May be an image of 1 person

મહાન ફિલ્મકાર અને કલાગુરુ વી શાંતારામકલાગુરુ વી. શાંતારામનો ૧૧૮મો જન્મ દિવસ. ૧૮ નવેમ્બર, ૧૯૦૧ના રોજ કોલ્હાપુરમાં મરાઠી જૈન પરિવારમાં તેમનો જન્મ. તેમની ફિલ્મો સાહિત્ય, સંગીત અને નૃત્ય કલાથી એવી સરભર રહેતી કે શાંતારામને લોકો કલાગુરુ રૂપે જોતાં હતાં. ફિલ્મોના નિર્માણ, નિર્દેશન અને અભિનય સાથે તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયા હતા. તેમની ઘણી ફિલ્મો ભારતીય ક્લાસિક રૂપે ગણાય છે. જેમાં દુનિયા ના માને (૧૯૩૭), ડૉ. કોટનીસ કી અમર કહાની (૧૯૪૬), ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારહ હાથ, નવરંગ, ગીત ગાયા પથ્થરોને, બુંદ જો બન ગઈ મોતી કે પિંજરા ને યાદ કરી શકાય. તેમણે નિર્દેશિત કરેલી પહેલી મૂંગી ફિલ્મ ‘નેતાજી પાલકર’ (૧૯૨૭) હતી. ૧૯૨૯માં તેમણે અન્યો સાથે પ્રભાત ફિલ્મ કંપની સ્થાપી હતી. જેમાં શાંતારામ નિર્દેશિત મરાઠી ભાષાની પહેલી ફિલ્મ ‘અયોધ્યાચા રાજા’ બની. ૧૯૪૨માં પ્રભાતથી જુદા થઈને તેમણે રાજકમલ કલામદિરની સ્થાપના મુંબઈમાં કરી. સમય જતાં રાજકમલ એ દેશના આધુનિક સ્ટુડીઓમાંનો એક બન્યો, જ્યાં આપણે જોયેલી સેંકડો ફિલ્મો બની. શાંતારામને સંગીતમાં ઊંડો રસ હતો. પોતાના અનેક ગીતોને માન્ય રાખતા પહેલાં તેઓ વારંવાર રીયાઝ કરાવતા.શાંતારામે બાબુરાવ પેઈન્ટરના કોલ્હાપુરની મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીમાં નાના મોટા કામ કરીને શરૂઆત કરી હતી. ‘સુરેખા હરણ’ નામની ૧૯૨૧ની મૂંગી ફિલ્મમાં શાંતારામે પહેલીવાર અભિનય કર્યો હતો. અન્નાસાહેબ તરીકે જાણીતા શાંતારામે છ દાયકાઓ સુધી ફિલ્મો બનાવી. કુરિવાજો, જુનવાણી વિચારો દૂર કરી ન્યાયપ્રિયતા અને માનવતાની મહેક પ્રસરાવવામાં શાંતારામે સિનેમાના માધ્યમનો સુપેરે સફળતાથી ઉપયોગ કર્યો હતો. શાંતારામને ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ ૧૯૮૫માં અપાયું હતું. ૧૯૯૨માં તેમને ‘પદ્મવિભૂષણ’થી નવાજાયા હતા. તેમની આત્મકથા ‘શાંતારામા’ હિન્દી અને મરાઠીમાં પ્રકાશિત થઇ છે. શાંતારામે ત્રણ વખત લગ્ન કર્યા હતાં. પહેલાં પત્ની વિમલા દ્વારા તેમને ત્રણ સંતાનો હતાં. દીકરા પ્રભાત કુમાર અને દીકરીઓ સરોજ અને ચારુશીલા તેમના સંતાનો. ત્યાર બાદ બીજા પત્ની અને અભિનેત્રી જયશ્રી (કામુલકર) દ્વારા તેમને ત્રણ સંતાન થયા, જે મરાઠી ફિલ્મ નિર્માતા કિરણ, અભિનેત્રી રાજશ્રી અને તેજશ્રી બન્યા. શાંતારામના ત્રીજા પત્ની અભિનેત્રી સંધ્યા (વિજયા દેશમુખ) તેમના ‘દો આંખે બારહ હાથ’માં સહઅભિનેત્રી હતાં. તે ઉપરાંત તેમની ફિલ્મો ‘ઝનક ઝનક..’, ‘નવરંગ’, ‘જલ બિન મછલી..’ અને ‘સેહરા’ના તેઓ નાયિકા હતાં. શાંતારામના દીકરી સરોજે તેમનું ઘર સાચવ્યું છે અને તેને ‘વેલી વ્યુ’ હોટેલમાં ફેરવ્યું છે. શાંતારામે ‘ગીત ગાયા પથ્થરોને’માં રાજેશ્રી અને જીતેન્દ્રને પહેલીવાર રજૂ કર્યા હતાં. તો ‘જલ બિન મછલી..’ના લક્ષ્મીકાંત પ્યારેલાલે સ્વરબદ્ધ કરેલાં ગીતો ભારતીય ફિલ્મોની પહેલી સ્ટીરીઓ રેકોર્ડ પર રજુ થયાં હતાં. કમનસીબે તકનીકી સગવડને અભાવે એ ગીતો ફિલ્મમાં તો મોનો રેકોર્ડીંગ રૂપે જ સામેલ કરાયાં હતાં. ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના રોજ મુંબઈમાં ૮૯ વર્ષની વયે વ્હી. શાંતારામનું નિધન થયું હતું. તેમની યાદમાં ૧૯૯૩માં બનેલી વી. શાંતારામ મોશન પિક્ચર સાયન્ટીફીક રીસર્ચ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ફિલ્મકારોને ૧૮ નવેમ્બરે વિવિધ એવોર્ડસ આપવામાં આવે છે. ૨૦૦૧માં તેમની યાદમાં ભારતીય ટપાલ ટિકિટ બહાર પડાઈ હતી. વી. શાંતારામના યાદગાર ગીતો: અય માલિક તેરે બંદે હમ, ઉમડ ઉમડ કર આઈ રે ઘટા, સૈયા જુઠો કા બડા સરતાજ નિકલા – દો આંખે બારહ હાથ, નૈન સો નૈન નાહી મિલાઓ, મેરે એ દિલ બતા અને ઝનક ઝનક પાયલ બાજે (એજ શીર્ષક), આધા હૈ ચંદ્રમાં, અરે જારે હટ નટખટ, શ્યામલ શ્યામલ વરન, યે માટી સભી કી કહાની કહેગી, તુ છુપી હૈ કહાં (નવરંગ), સાંસો કે તાર પર, આઈયે પધારિયે, તેરે ખયાલો મેં હમ (ગીત ગાયા પથ્થરોને), તકદીર કા ફસાના, પંખ હોતે તો ઉડ આતી રે, તુમ તો પ્યાર હો સજના (સેહરા), હાં મૈને ભી પ્યાર કિયા, યે કૌન ચિત્રકાર હૈ (બુંદ જો બન ગઈ મોતી), તારોં મેં સજકે, કજરા લગા કે, જો મૈ ચલી, ઓ મિતવા, મન કી પ્યાસ મેરે મન સે (જલ બિન મછલી)

Leave a comment

Filed under Uncategorized