કલાગુરુ વી શાંતારામ

May be an image of 1 person

મહાન ફિલ્મકાર અને કલાગુરુ વી શાંતારામકલાગુરુ વી. શાંતારામનો ૧૧૮મો જન્મ દિવસ. ૧૮ નવેમ્બર, ૧૯૦૧ના રોજ કોલ્હાપુરમાં મરાઠી જૈન પરિવારમાં તેમનો જન્મ. તેમની ફિલ્મો સાહિત્ય, સંગીત અને નૃત્ય કલાથી એવી સરભર રહેતી કે શાંતારામને લોકો કલાગુરુ રૂપે જોતાં હતાં. ફિલ્મોના નિર્માણ, નિર્દેશન અને અભિનય સાથે તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયા હતા. તેમની ઘણી ફિલ્મો ભારતીય ક્લાસિક રૂપે ગણાય છે. જેમાં દુનિયા ના માને (૧૯૩૭), ડૉ. કોટનીસ કી અમર કહાની (૧૯૪૬), ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારહ હાથ, નવરંગ, ગીત ગાયા પથ્થરોને, બુંદ જો બન ગઈ મોતી કે પિંજરા ને યાદ કરી શકાય. તેમણે નિર્દેશિત કરેલી પહેલી મૂંગી ફિલ્મ ‘નેતાજી પાલકર’ (૧૯૨૭) હતી. ૧૯૨૯માં તેમણે અન્યો સાથે પ્રભાત ફિલ્મ કંપની સ્થાપી હતી. જેમાં શાંતારામ નિર્દેશિત મરાઠી ભાષાની પહેલી ફિલ્મ ‘અયોધ્યાચા રાજા’ બની. ૧૯૪૨માં પ્રભાતથી જુદા થઈને તેમણે રાજકમલ કલામદિરની સ્થાપના મુંબઈમાં કરી. સમય જતાં રાજકમલ એ દેશના આધુનિક સ્ટુડીઓમાંનો એક બન્યો, જ્યાં આપણે જોયેલી સેંકડો ફિલ્મો બની. શાંતારામને સંગીતમાં ઊંડો રસ હતો. પોતાના અનેક ગીતોને માન્ય રાખતા પહેલાં તેઓ વારંવાર રીયાઝ કરાવતા.શાંતારામે બાબુરાવ પેઈન્ટરના કોલ્હાપુરની મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીમાં નાના મોટા કામ કરીને શરૂઆત કરી હતી. ‘સુરેખા હરણ’ નામની ૧૯૨૧ની મૂંગી ફિલ્મમાં શાંતારામે પહેલીવાર અભિનય કર્યો હતો. અન્નાસાહેબ તરીકે જાણીતા શાંતારામે છ દાયકાઓ સુધી ફિલ્મો બનાવી. કુરિવાજો, જુનવાણી વિચારો દૂર કરી ન્યાયપ્રિયતા અને માનવતાની મહેક પ્રસરાવવામાં શાંતારામે સિનેમાના માધ્યમનો સુપેરે સફળતાથી ઉપયોગ કર્યો હતો. શાંતારામને ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ ૧૯૮૫માં અપાયું હતું. ૧૯૯૨માં તેમને ‘પદ્મવિભૂષણ’થી નવાજાયા હતા. તેમની આત્મકથા ‘શાંતારામા’ હિન્દી અને મરાઠીમાં પ્રકાશિત થઇ છે. શાંતારામે ત્રણ વખત લગ્ન કર્યા હતાં. પહેલાં પત્ની વિમલા દ્વારા તેમને ત્રણ સંતાનો હતાં. દીકરા પ્રભાત કુમાર અને દીકરીઓ સરોજ અને ચારુશીલા તેમના સંતાનો. ત્યાર બાદ બીજા પત્ની અને અભિનેત્રી જયશ્રી (કામુલકર) દ્વારા તેમને ત્રણ સંતાન થયા, જે મરાઠી ફિલ્મ નિર્માતા કિરણ, અભિનેત્રી રાજશ્રી અને તેજશ્રી બન્યા. શાંતારામના ત્રીજા પત્ની અભિનેત્રી સંધ્યા (વિજયા દેશમુખ) તેમના ‘દો આંખે બારહ હાથ’માં સહઅભિનેત્રી હતાં. તે ઉપરાંત તેમની ફિલ્મો ‘ઝનક ઝનક..’, ‘નવરંગ’, ‘જલ બિન મછલી..’ અને ‘સેહરા’ના તેઓ નાયિકા હતાં. શાંતારામના દીકરી સરોજે તેમનું ઘર સાચવ્યું છે અને તેને ‘વેલી વ્યુ’ હોટેલમાં ફેરવ્યું છે. શાંતારામે ‘ગીત ગાયા પથ્થરોને’માં રાજેશ્રી અને જીતેન્દ્રને પહેલીવાર રજૂ કર્યા હતાં. તો ‘જલ બિન મછલી..’ના લક્ષ્મીકાંત પ્યારેલાલે સ્વરબદ્ધ કરેલાં ગીતો ભારતીય ફિલ્મોની પહેલી સ્ટીરીઓ રેકોર્ડ પર રજુ થયાં હતાં. કમનસીબે તકનીકી સગવડને અભાવે એ ગીતો ફિલ્મમાં તો મોનો રેકોર્ડીંગ રૂપે જ સામેલ કરાયાં હતાં. ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના રોજ મુંબઈમાં ૮૯ વર્ષની વયે વ્હી. શાંતારામનું નિધન થયું હતું. તેમની યાદમાં ૧૯૯૩માં બનેલી વી. શાંતારામ મોશન પિક્ચર સાયન્ટીફીક રીસર્ચ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ફિલ્મકારોને ૧૮ નવેમ્બરે વિવિધ એવોર્ડસ આપવામાં આવે છે. ૨૦૦૧માં તેમની યાદમાં ભારતીય ટપાલ ટિકિટ બહાર પડાઈ હતી. વી. શાંતારામના યાદગાર ગીતો: અય માલિક તેરે બંદે હમ, ઉમડ ઉમડ કર આઈ રે ઘટા, સૈયા જુઠો કા બડા સરતાજ નિકલા – દો આંખે બારહ હાથ, નૈન સો નૈન નાહી મિલાઓ, મેરે એ દિલ બતા અને ઝનક ઝનક પાયલ બાજે (એજ શીર્ષક), આધા હૈ ચંદ્રમાં, અરે જારે હટ નટખટ, શ્યામલ શ્યામલ વરન, યે માટી સભી કી કહાની કહેગી, તુ છુપી હૈ કહાં (નવરંગ), સાંસો કે તાર પર, આઈયે પધારિયે, તેરે ખયાલો મેં હમ (ગીત ગાયા પથ્થરોને), તકદીર કા ફસાના, પંખ હોતે તો ઉડ આતી રે, તુમ તો પ્યાર હો સજના (સેહરા), હાં મૈને ભી પ્યાર કિયા, યે કૌન ચિત્રકાર હૈ (બુંદ જો બન ગઈ મોતી), તારોં મેં સજકે, કજરા લગા કે, જો મૈ ચલી, ઓ મિતવા, મન કી પ્યાસ મેરે મન સે (જલ બિન મછલી)

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.