અભિનેત્રી જુહી ચાવલા

May be a closeup of 1 person, hair, standing and outerwear

સંપૂર્ણ અભિનેત્રી જુહી ચાવલાખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રી, મોડેલ, નિર્માત્રી જુહી ચાવલાનો ૫૩મો જન્મ દિન. ૧૩ નવેમ્બર, ૧૯૬૭ના રોજ અંબાલામાં તેમનો જન્મ થયો હતો. ૧૯૮૪ની મીસ ઇન્ડિયા સ્પર્ધાના તેઓ વિજેતા હતાં. તેમને બે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. મુખ્યત્વે તેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે ઉપરાંત પંજાબી, મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ કે બંગાળી ભાષાની ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. એંશીના દાયકાથી પચ્ચીસેક વર્ષ સુધી તેઓ હિન્દી ફિલ્મોની મુખ્ય અભિનેત્રીઓમાંના એક હતાં. તેમના કોમિક ટાઈમિંગ અને ચંચલ પ્રકારની ભૂમિકાઓથી તેઓ આકર્ષક રહ્યાં હતાં. ‘સલ્તનત’ (૧૯૮૬)થી તેમણે ફિલ્મોમાં દેખાવું શરૂ કર્યું હતું. ‘કયામત સે કયામત તક’ના ટ્રેજિક રોમાંસની ફિલ્મમાં તેઓ ખુબ સફળ થયાં હતાં. તે ભૂમિકા માટે તેમને ન્યુ ફેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તેમની ફેમિલી ડ્રામા ‘સ્વર્ગ’ અને થ્રીલર ‘પ્રતિબંધ’ પણ તે વર્ષની સફળ ફિલ્મ બની હતી. પછી ‘બોલ રાધા બોલ’ અને રોમાન્ટિક કોમેડી ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ સુપર હીટ થઇ પછી તેઓ સતત સફળ રહ્યાં હતાં. એક્શન થ્રીલર ‘લૂટેરે’ના બાર ડાન્સર, પ્રેમમાં બલિદાન આપતી મહિલા રૂપે ‘આઈના’, રોમાન્ટિક કોમેડી ‘હમ હૈ રાહી પ્યાર કે’ની દક્ષિણ ભારતીય યુવતી રૂપે પણ જબરી સફળતા શ્રેષ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યાં. રોમાન્ટિક થ્રીલર ‘ડર’ની પીડિત મહિલા રૂપે પણ સફળતા મળી. પછી પણ તેઓ સબળ નારી પાત્રો ધરાવતી સફળ ફિલ્મોમાં કામ કરતાં રહ્યાં. ‘દીવાના મસ્તાના’, ‘યેસ બોસ’ કે ‘ઈશ્ક’ આવી. બે હજારના વર્ષના દાયકામાં જુહી ચાવલા સ્વતંત્ર ફિલ્મકાર રૂપે આર્ટ-હાઉસ પ્રોજેક્ટ સમાન કામ કરીને પ્રશંશા પામતાં રહ્યાં. જેમાં ‘ઝંકાર બીટ્સ’, ૩ દીવારેં’, ‘માય બ્રધર નિખીલ’, ‘બસ એક પલ’, ‘આઈ એમ’, ‘ગુલાબ ગેંગ’ અને ‘ચોક એન્ડ ડસ્ટર’ જેવી ફિલ્મો આપી. એક અભિનેત્રી ઉપરાંત જુહી એક ટીવી પર્સનાલીટી, એક માનવતાવાદી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની કોલકાતા નાઈટ રાઈડર ટીમના સહ-માલિક રૂપે પણ ઉભરી આવ્યાં છે. ઉદ્યોગપતિ જય મેહતા સાથે ૧૯૯૫માં તેમણે લગ્ન કર્યાં અને બે સંતાનોના માતા પણ બન્યાં છે. હરિયાણાના અંબાલામાં ઇન્ડિયન રેવેન્યુ સર્વિસના અધિકારી એવા પિતાને ત્યાં ૧૩ નવેમ્બર, ૧૯૬૭ના રોજ તેમનો જન્મ થયો હતો. મુંબઈની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલમાં ભણીને મુંબઈની સીડનહામ કોલેજમાં હ્યુમન રિસોર્સ વિષયનું સ્પેશીયલાઈઝેશન તેમણે કર્યું છે. ૧૯૮૪માં જુહી ચાવલા મીસ ઇન્ડિયાનું ટાઈટલ જીત્યાં અને તેજ વર્ષે મીસ યુનિવર્સ સ્પર્ધામાં બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ પણ તેમને મળ્યો હતો. તેઓ એક સિદ્ધહસ્ત નર્તકી પણ છે. નર્તકીઓ અને અભિનેત્રીઓના ઇન્ટરવ્યુ આધારિત ફિલ્મ ‘બાજે પાયલ’માં જુહીએ જણાવ્યું છે કે તેમણે ત્રણ વર્ષ કથક નૃત્યની તાલીમ લીધી છે, પછી તે છોડવી પડી તેનો જુહીને રંજ છે કારણ કે નૃત્ય કૌશલ્ય તેમની અભિનેત્રીની કરિયરમાં ખુબ ઉપયોગી સાબિત થઇ શક્યું હોત. હવે તેઓ એક સિદ્ધહસ્ત શાસ્ત્રીય ગાયિકા પણ છે અને તે માટે છેલ્લા છ વર્ષ તાલીમ લીધી છે. ૨૦૧૧માં જુહીએ કરેલી ફિલ્મ ‘આઈ એમ’માં અનેક પ્રકરણોમાં વાત કહેવાય છે. આ ફિલ્મમાં જુહી ચાવલા અને મનીષા કોઈરાલાનો એપિસોડ ‘આઈ એમ મેઘા’ છે. જેમાં જુહી શીર્ષક ભૂમિકા કરે છે. તે બંને અભિનેત્રીઓના અભિનયના વખાણ થયાં હતાં. જુહીને આ પાત્ર માટે લંડન એશિયન ફિલ્મ ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. અને એશિયાવિઝન મુવી એવોર્ડ્સમાં એકસેલન્સ ઇન હિન્દી સિનેમાનો એવોર્ડ પણ મળ્યો હતો. આ જ પાત્ર માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડનું નામાંકન પણ મળ્યું હતું. ‘ધ ટેસ્ટ કેસ’ વેબ સીરીઝમાં ૨૦૧૭માં જુહી ચાવલાએ ભારતીય ડીફેન્સ મીનીસ્ટરની ભૂમિકા ‘અલ્ટ બાલાજી’માં ભજવી છે. જુહી ચાવલાએ શાહરુખ ખાન સાથે ૧૮ ફિલ્મો કરી છે! જેમાં ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ (૧૯૯૨), ‘ડર’, ‘પરમાત્મા’, ‘કભી હા કભી ના’, ‘રામ જાને’, ‘યેસ બોસ’, ‘ડુપ્લીકેટ’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘વન ટુ કા ફોર’, ‘અશોકા’નું નિર્માણ, ‘ચલતે ચલતે’નું નિર્માણ, ‘પહેલી’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘ક્રેઝી ૪’, ‘ભૂતનાથ’, ‘કિસ્મત કનેક્શન’માં શાહરુખ ઉદઘોષક, ‘લક બાય ચાન્સ’ કે ‘ભૂતનાથ’ (૨૦૧૩)ને યાદ કરી શકાય. નેવુંના દાયકામાં જુહી ચાવલા એક માત્ર એવાં ટોચના અભિનેત્રી હતાં જેમણે સલમાન ખાન સાથે પૂર્ણ નાયિકાની ભૂમિકા નહોતી કરી. જોકે તેમની ‘દીવાના મસ્તાના’માં સલમાન ખાન જુહીના પાત્રના પતિની ફ્રેન્ડલી ભૂમિકામાં સાથે દેખાયા હતા. વર્ષ બે હજારના દાયકામાં જુહી અનેક ટીવી શોના પ્રેઝન્ટર રૂપે જોવા મળ્યાં હતા, જેમાં ફિલ્મફેર એવોર્ડ્સ, ઝી સિને એવોર્ડ્સ યાદ કરાય. ‘ઝલક દિખલા જા’ની ત્રીજી સીઝનમાં તેઓ જજ રૂપે દેખાયા હતાં. શાહરુખ ખાન અને નિર્દેશક અઝીઝ મિર્ઝા સાથે જુહી ચાવલા ‘ડ્રીમ્ઝ અનલીમીટેડ’ ફિલ્મ નિર્માણ કંપનીના સહ-માલિક અને નિર્માત્રી બન્યાં છે. આ કંપનીની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ અને ‘અસોકા’ હતી, જયારે ત્રીજી ફિલ્મ ‘ચલતે ચલતે’ સફળ થઇ હતી. જુહી ભારતમાં અને વિદેશોમાં અનેક ધર્માદા અને સામાજિક કાર્યો સાથે સંકળાયા છે. થેલેસેમિયા રોગ સામેની લડત માટે ફાળો એકઠો કરવાના કાર્યક્રમોના આયોજન તેમણે કર્યાં છે. મોબાઈલ ફોનના ટાવરના રેડિયેશન અંગે ફોન વપરાશકારોને જાગૃત કરવાનું અભિયાન પણ હાથ ધર્યું હતું. જેને માટે ૨૦૧૫માં જુહીને ઇન્દીરા ગાંધી મેમોરીયલ એવોર્ડ અપાયો હતો. તેઓ શાળાઓની મુલાકાત લે છે, સેમિનારોમાં બોલે છે, નાગરિકોના જૂથમાં કાર્યરત હોય છે, પોતાના મુદ્દાઓ માટે મંત્રીઓ અને અધિકારીઓ સાથે ફોન પર રજુઆતો કરતાં હોય છે. તેઓ ચક્ષુદાતા પણ છે અને રક્તદાતા પણ છે. નવેમ્બરના સિતારા: નરેશ કાપડીઆ – પુસ્તકનો અંશ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.