Daily Archives: એપ્રિલ 17, 2021

હવે નથી રીષભજી+

વૈશ્વિક કોરોના મહામારીમાં ઘણાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જેમાં અદભુત કવિ, મજાના સંગીતકાર, બેનમૂન ગાયક અને સહુથી વધીને મુઠ્ઠી ઊંચેરા માણસ એવા  રિષભ મહેતા જીવનના દરેક ક્ષેત્રમાં અજાતશત્રુ અને સર્વામિત્ર રહ્યા… પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થનાજિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !– ——————કોણ છે જે આંખને નીંદર તો દે, સુવા ન દે,
રોજ સુરજ લઈને આવે ને છતાં ઉષા ન દે.કમ-સે-કમ લાલાશ તો દઈ દે તું ઢળતા સૂર્યની,
હું નથી કહેતો કે મારે આંગણે સંધ્યા ન દે.ચાલતા રહેવાની હિંમત આપતા તો હોય છે,
લોક કિન્તુ મંઝિલે પહોંચી જવા રસ્તા ન દે.એક તરફ આંખ કે જેને જગત નાનું પડે,
એક તરફ આંખનો અહેસાસ જે જોવા ન દે.એટલું અંતર રહે તદબીર ને તકદીરમાં,
એક પ્યાલો છલછલાવે ને બીજું પીવા ન દે.દર્દને નિસ્બત ફક્ત અશ્રુથી ક્યાં ‘બેતાબ’ છે ?
કંઈક એવા પણ મળ્યા છે દર્દ જે રોવા ન દે.– —-તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકેઅત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકેજીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકેમારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકેનાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકેગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે…………….ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image.jpeg છે

માડી તારા મંદિરીએ શત દીવડા ઝગે

ઝાંઝર ઝીણા રણઝણે કે વરસે મેહ નભે


ઓરસિયે રૂડું ચંદન ઘસીને પૂજાથાળ મહેકાઉં

વિવિધ ફૂલડાં ચૂંટી લાવીને હરખે હાર પહેરાઉ

જાણે આજે અવની ઉપર અત્તરદાની ઢળે…માડી તારા…


પ્રેમને પગથારે આવી માડી આશિષો વરસાવે

નવલી રાતે ઊર્મિ છાંટીને એમાં ખૂબ ભીંજાવે

જાણે માડીનાં હૈયામાંથી હેતનું ઝરણું વહેમાડી તારા…


ભાવ ધરીને ભક્તિ કરવાની શક્તિ અંબે આપો

ચરણકમળમાં શીશ નમે માડી સૌના દુઃખડા કાપો

અખંડ દીવો જલતો રહે મા હર કોઈ શગેમાડી તારા…

યામિની વ્યાસ

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized