![કચ્છના સંત કબીર શ્રી મેકરણ દાદા જીવન ચરિત્ર [Mekrandadajivan charitra]](https://niravrave.files.wordpress.com/2021/04/4bd2f-25e025aa25ad25e025aa25be25e025aa25b025e025aa25be25e025aa25aa25e025aa25b02b25e025ab25a7.jpeg)
અમી ઝરંતી માની આંખડીને
કાંઈ હૈયે છલકતું વહાલ રે
કે માડી તમે પગલાં પાડો
અંબરથી ઉતરી મા આવીયાને
સૌના હૈયે હરખ ના માય રે
કે માડી તમે પગલાં પાડો
કુમકુમ પગલાં પાડો
કેસર ચંદનથી મહેકે આંગણુંને
ભેગા આવે છે રમવા ત્રિલોક રે
..કે માડી તમે પગલાં પાડો
સકલસૃષ્ટિમાં ચમકે દીવડાને
ઢોલ ગબ્બરમાં સંભળાય રે
..કે માડી તમે પગલાં પાડો
કાનના કુંડળે ઝૂલે ચંદ્ર સૂર્યને
માને હૈયે હરખનો હાર રે
..કે માડી તમે પગલાં પાડો
ચૂડલામાં તારલીયા ઓપતાને
લીલા કંકણનો રણકાર રે
..કે માડી તમે પગલાં પાડો
રાતી સોનેરી માની ચૂંદડી ઊડેને
એમાં વરસે છે આશિષ અપાર રે
..કે માડી તમે પગલાં પાડો
નવલી છે રાત માડી ગરબે ઘૂમોને
સહુ ઘેલાં થયાં નર ને નાર રે
..કે માડી તમે પગલાં પાડો
માના ચરણકમળમાં માથું નમેને
ચૌદ લોકમાં જયજયકાર રે
..કે માડી તમે પગલાં પાડો
યામિની વ્યાસ