
ભારતની લોખંડી મહિલા ઇન્દિરા ગાંધી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ૧૯ નવેમ્બર, ૧૯૧૭ના રોજ અલ્હાબાદમાં જન્મ થયો હતો. તેઓ ભારતના પહેલા મહિલા વડાપ્રધાન હતાં તો દુનિયામાં સૌથી લાંબો સમય સેવા આપનારા મહિલા વડાપ્રધાન પણ છે. ચૂંટણીમાં ગરબડ માટે દોષિત ઠરેલા ઇન્દિરાને છ વર્ષ માટે રાજકારણમાંથી બરતરફ કરાયા હતાં, તો તેમણે ૧૯૭૫માં દેશમાં આંતરિક કટોકટી લાદી હતી. ૧૯૭૪માં ભારતને પોખરણ-૧ દ્વારા અણુશક્તિ ધરાવતો દેશ બનાવ્યો હતો. વડાપ્રધાન બનીને પ્રથમ સત્રમાં તેમણે ૧૪ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. તેમનું વડાપ્રધાન રૂપે બીજું સત્ર ૧૯૮૦-૮૪ હતું. ઇન્દિરાજી એ કહેલું, ‘આઝાદ બનવા માટે, નારીએ પહેલાં જાતે આઝાદી અપનાવવી જોઈએ. તેય પુરુષ પ્રત્યેની હરીફાઈથી નહીં, પણ પોતાના વ્યક્તિત્વ અને ક્ષમતાને આધારે આઝાદ બનવું જોઈએ.’ પ્રસ્તુતિ સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા