રુપલી/યામિની વ્યાસ

રૂપલી ને સવલી બન્ને બહેનપણી ને બન્નેના ઝુંપડા પણ બાજુબાજુમાં જ.બન્નેના વર સાગરખેડુ.વહાણમાં જ્યારે કામ મળે ત્યારે જાય.દિવસો સુધી દરિયામાં જ તનતોડ મહેનત. રૂપાળી રૂપલીનો વર માધવ ને સવલીનો વર અમરત. મા બાપ વગરની રૂપલીના તો વર્ષ પહેલાજ લગ્ન થયા હતા.માધવ સાથે ખૂબ પ્રેમથી એ રહેતી. સવલી થોડી મોટી.અમરત સાથે એનો ચાર વર્ષનો સંસાર.એક નાનું બાળક. એકવાર માધવ અને અમરત સાથે જ દરિયે કામે ગયા.અમરત દોઢ મહિને પાછો આવ્યો ને માધવને દરિયો ગળી ગયો એવી દુઃખદ ખબર લઈ એ આવ્યો.રૂપલી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.પણ રડે પણ કેટલું?ઘરે અપંગ સસરા સાસુ. એમનું ધ્યાન રાખવાનું અને કમાવવાનું રૂપલીને માથે આવ્યું. રૂપલી સવારે પરવારી સવલી સાથે જ લોકોને ત્યાં ઘરકામ કરવા નીકળી પડતી.”અલી રૂપલી,આપળે આખ્ખો દહાળો વૈતરું કળીએ તંઇ બે રોટલા ભેગાં થતા છીએ.”સવલી નિસાસો નાખતી બોલી.”તો હો અલી, મૂઆ દુઃખને પીગાળીને જ જીવતા છીએ, કેહવા હો કોને જીયે? ભાયગમાં જીવતર હો કેવું ! જાણે ધૂળ પર લીંપણ કરતા છીએ. એક પૈહો બચતો ની મલે.રૂપલીએ છેડાથી આંખ લૂછતાં બળાપો ઠાલવ્યો. સવલીએ વાત બદલતા કહ્યું, “અલી તારી હેઠાણીના પડોહમાં રેતા પોઇરાને આપળી જાતની રાધુડી હાથે પેમ થેઈ ગેયલો તે કેય કે બેઉ નાહી ગેયલા!” “ઓવ્વે,તે પોયરો હેઠાણીનો હગો થતો છે કેની તે હેની બોલે?””ને અવે તો રાધુડી આપળને પાવલીમાં હો ની ગણહે””અવે તો સીમંત પરસંગે કામે બોલાવહેને તો તને હો લેઇ જવા.”બન્ને એકબીજાને તાળી આપતી મસ્તી કરતી હતી. કામ પતાવી બંને સહેલીઓ ઘરે આવીને આરામ કરતી ઝૂપડાની સફાઈ કરતી અને રાત પડે કે મટકા દોરીયા લઈ દારૂ વેચવા નીકળી પડતી.રૂપલીને સવલીએ જ દારૂ વેચવાનું શીખવ્યું હતું.એમાં કમાણી થતી.આજુબાજુના ગામ કે શહેરવાળા પણ ખરીદી જતા.બન્ને જણી છેડાથી મોઢું ઢાંકી રાખતી એટલે કોઈ ઓળખે નહીં ને કોઈ નજર નહીં બગાડે.વારે તહેવારે કે શનિ-રવિ બહુ નફો થતો. દારૂ વેચતી બન્ને વાતે વળગી”અલી, દારૂના દોરીયા મટકા થોડા હારા વેઇચા તે દીનો જન્મમારો પૂરો બાકી તો રોજની બો અલામણ. મારા એક જીવને કેટલું જુએ? પણ હાહુ હહરા તો માયબાપ, એને હારું બધું કરવું પડતું છેજો.” રુપલી બોલી.”હેં તે રુપલી કેની અવે તું હાચ્ચે ની પેણવાની?અલી કાં હુધી માધિઓ માધિઓ કરશે,તે તો મધદરિયે ભરતીમાં ડૂબી ગીયો.દુઃખી થઈને રુપલીએ જવાબ આપ્યો,” અવે સવલી હું કરું,લે તને પેટછૂટી વાત કરતી છું, અજી હો મારી આંખમાં એના ઓળા પઇડા કરે હજુ હાંજના છેડે એનું અહતું મોઢું આવતું દેખાતું છે. હું કળું? જૂઠું ની બોલું, હાહુ હહરા તો બચાળા કેય પૈયણવાનું.પણ એ લોકનું વાંહે કોણ? હું કળીએ પયણે તે હો દખ ને ની પયણે તે હો.પેલ્લો મુઓ નાથિયો ડોહો,એક હો દાઢ ની મલે તે,પેલ્લો હરપંચનો વચલો પોઇરો મુઓ કાણિયો નજર બગાડળતો છે જો.ને એની હામ્મે બારણે રેતો મુઓ સામલો દેરા પછાળી હંતાઈ હંતાઈને ડોકિયાં કરતો છે.ને પેલ્લો નાકે દુકાને દાણા લેવા જીયે તાં ધોળા ડાઘવાળો ગધેળો નાનકો.” સાવલીએ એને હાથ ફેરવતા કહ્યું, “અવે તારી બધી વાત સાચી પણ જો ઉપાધિનું કારણ તો તારું રૂપ જ.” રુપલી મોઢા પર છેડો વધુ ખેંચતા બોલી,” મને તો ઉતું કે દરિયો ખૂંદી માધિયો પરદેહથી આવહે ને ફક્કડ ભાયગ આથમાં આવહે.મેં તો સેરમાં જવા ને ઝમઝમ લેમન પીવા ને તપકીરિયા કુલ્ફી ખાવા, પેલ્લુ હું કેતા છે વેલીટીનમાં કે કે બેચાર ટોકીસ હાથે છે, એમાં પિક્ચર જોવા. ઇસ્ટીલના ને રંગીન કાચના વાહણ લાવા.વળી પોયરું આવહે તો ઘરમાં લાપસીને દાળ રાંધા. પંગત હો જમાળા. બોલતા સહેજ શરમાઈ પણ તરતજ દુઃખના ભાવ સાથે ફરી બોલી,પણ દળીયા પીર ની માનતા અજુ પૂરી ની થાય તાં તો દળીયોજ માધિયાને ગળી ગ્યો.”રૂપલીના રૂપાળાં ગાલ પર આંસુ ધસી આવ્યા. સવલી એને હાથ ફેરવીને એના આંસુ લુછવા માંડી.એ બોલી,”કેતી ઓય તો રૂખલીના દીયેર આથે વાત મૂકું?” રુપલી ફરી બોલી,”બેન મારી, અવે તો જન્મારો કાઢી લાખવાનો.એક ભવમાં બે ભવ ની કરવા. ને જો લોક મુવા નજર બગાડે એટલું જ બાકી કોની માએ હવાહેર હુંઠ ખાધી કે મને આથ તો અડાડે. જો ઉં ભલી ને મારો દારૂનો ધંધો ભલો એક મૂઆ ફોજદારનું ધિયાન રાખવું પડતું છે, ગમ્મે તિયારે આવી રે તે દારૂ ઢોળી મેલવો પડે ને બો બો તો પૈહા ધરી દીયે તો સુટ્ટા.”સવલી બોલી,” જા જા રુપલી અમણાંનો ફોજદાર પૈસાથી ની માને જાત ધરવી પડે.” રૂપલી ગુસ્સો કરી ઊભી થઈ,”આવવા તો દે મુવાને ઢીકે ઢીકે ધીબી નાખા.પાણીથી પાતળો કરી મેલા.ગાલ રાતા કરી મેલા.હમજે હું એની જાતને..” ને સાવલીએ દૂર જોઈને ચીસ પાડી,” જોજો રુપલી બોલતા જ વાર,જો આયવો…ઢોળી મેલ,ઢોળી મેલ…”બોલતા સવલીએ એનો અને રૂપલીનો દારૂ ઢોળી દીધો.”લે દારૂ મળે ની મળે ની…”એટલામાં જ પેલાએ રૂપલીનો હાથ પકડયો. રૂપલીએ બને એટલી તાકાતથી એનો હાથ છોડાવતાં ચીસ પાડી,”છોડ મુવા”એના હાથ પર બચકું ભરતાં બોલી,”ઈંમત હોય તો આગળ વધ.તને મારી લાખા. જીવતો રીયો તો હળિયા પાછળ ધકેલી દેવા.મારા માધિયાની તાકાત અજુ મારી હાથે છે.તું હમજે છે હું તારી જાતને” કહી જેટલી તાકાત હતી એટલી ભેગી કરી મારવા માંડી. “રૂપલી છોડ, મોઢું તો જો.”એણે કેપ ઉતારી.બન્ને જોતા જ રહી ગયા.”માધિયા તું કે તારું ભૂત?”રૂપલી વળગી પડી.”આ વરહાદના પાણીમાં વરહાદનો કોટ પેરીને આયવો તે નકર્યો ફોજદાર જ લાગતો છે.”સવલી બોલી.રૂપલી રડતાં એટલું જ બોલી શકી,”કાં ઉતો તું આજ લગ?”

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.