યામિનીની ૬૧મી વર્ષગાંઠના અભિનંદન

યામિનીની ૬૧મી વર્ષગાંઠના અભિનંદન

Happy Birthday Yamini Image Wishes✓ - YouTube
Pin on E Greetings


May be a black-and-white image of 1 person

આજે વરસાદમાં ભીંજાવાની એક ઓર તક મળી ! કોણ જાણે કેમ પણ વરસાદમાં એકલાં પલળવાની મજા તો ન જ આવે અને એકલતા અનુભવાય. પછી તો બસ…. વરસાદનાં એક-એક ફોરાંમાં એક પછી એક પાણીનાં ટીપાંને બદલે યાદ જ ટપકતી જાય. ભીની ભીની માટીની મ્હેંક અને તાવડી પર શેકાતાં રોટલાની મીઠી સોડમ આપણને સ્મૃતિનિદ્રામાંથી જાગૃત કરી, ઘરનાં દડતાં નેવાંનું સંગીત સાંભળવા મજબૂર પણ કરી દે છે.અને યાદ આવ્યો ૬૧ વર્ષો પહેલાનો સમય….
હેલી પહેલાના ગોરંભાયલા વાતાવરણમાં,૧૦મી જુન ૧૯૬૦ને દિને હું ઉનાઈથી મરોલીઆ હો.નવસારીં ચેક અપ માટે ગઈ હતી. ડો.બામજીએ તરત તપાસનાં ટેબલ પર જ કહ્યું કે પુરેપુરું ડાયલેટેશન થઈ ગયું છે, તરત લેબર રુમમાં લઈ ગયાં.
ગઇ સાંજે જ પર્જન્ય વિદ્યા જાણકાર લાલ મખમલ ઓઢેલા ઇન્દ્ર્ગોપ અને જાદુઇ ટોર્ચ રાખનાર આગિયાએ વરસાદનો સંદેશ આપ્યો હતો.આકાશમા પ્રકૃતિના આનંદ દરબારનો વૈભવ વ્યક્ત કરતો વાદળોનો આનંદપુંજ હતો..આકાશના ઉદરમાં વાદળોનો ગર્ભ ધીરે ધીરે વિકસવા માંડ્યો. આકાશે કાલિમાનું વસ્ત્ર ઓઢી વાતાવરણના રહસ્યને અકબંધ રાખ્યું.ત્યાં જ વાદળોનો ગડગડાટ્ અને વિજળીના ચમકારે કાંઈ વિચારીએ તે પહેલા જ…
ડો એમની પારસી બોલીમા કહે કેવું મજેનું બેબી છે! મન વિચારે –
વર્ષાશૃંગાર
આભ-ધરા મિલન
પ્રેમ ઓધાન.
….. 
ભીંજાયે ગર્ભ
ફળે પ્રેમામૃતથી
જન્મે છે કાવ્યો.
ઈંદ્રધનુ ખીલ્યું,આકાશનેને ભેદતો હર્ષધ્વનિ વાતાવરણમાં ગુંજી રહ્યો.
દીકરીને દૈવત દેખાડીશ, દીનતા નહીં !
મા ! તું પારુબેન નથી, પારુમાઈ છે !

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “યામિનીની ૬૧મી વર્ષગાંઠના અભિનંદન

 1. ગોવીન્દ મારુ

  🌹 🎂 યામિની બહેનને જન્મ દીવસે વ્હાલપભરી શુભકામનાઓ અને અઢળક અભીનન્દન… 🎂 🌹

 2. pragnaju

  Ramesh Patel
  સુશ્રી યામિની બહેન,
  એક આગવી બહુમુખી પ્રતિભાથી, સમાજને સંસ્કૃતિના શ્રેય માટેના તેમના યોગદાન માટે , ખૂબ ખૂબ અભિનંદન.નવી પેઢીના રાહબર, આપના કુટુમ્બનું ગૌરવ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. pragnaju

  Rajul Kaushik

  અભિનંદન અને શુભેચ્છા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.