Daily Archives: જુલાઇ 3, 2021

ડિસએપીયરિંગ.પરેશ વ્યાસ

*ડિસએપીયરિંગ મેસેજીસ ફીચર આપણાં જીવનમાં પણ જરૂરી.વોટ્સ એપ સંદેશનો કચરો રોજ રોજ એકઠો થાય છે. આ તે મોબાઈલ ફોન છે કે કચરાપેટી? પણ હવે સાત દિવસનો સમય અને સંદેશ આપોઆપ ભૂંસાઈ જાય- એવું ફીચર આવી ગયું છે? સંદેશે આતે હૈ, હમે તડપાતે હૈ પણ પછી…. આપોઆપ ભૂંસાઈ પણ જાતે હૈ! લો બોલો! અને આમ કોઈ પણ નવાજૂની સાત દિવસમાં જૂની થઈને મરી જાય છે. કેવું સરસ! ડિસએપીયરિંગ મેસેજીસ એનું નામ છે. આપણે કોઈ ચિંતા જ નથી. કોઈએ કોઈને ગાળ દીધી, ક્યાંક જૂઠમૂઠ વખાણ કર્યા. સઘળું ગાયબ થઇ જાય. ફક્ત લખાણ જ નહીં, વોટ્સ એપ તો આપણને સંભળાવી ય દેય અને દેખાડી ય દેય. પણ હવે એ બધા પૈગામ-એ-ઓડિયોવિડીયો એક અઠવાડિયામાં ભૂંસાઈ જાય છે. એ વાત અલગ છે કે આપણાં મગજમાં જે ભૂંસું ભરાયું હોય છે એ સાત દિવસ, મહિના કે વર્ષોમાં ભૂંસાતું નથી. સાલું, આવું ફીચર આપણાં જીવનમાં કેમ નથી?ઉંમર થાય એટલે આપણે ભૂલી જઈએ. હૈયે હોય એ વાત હોંઠે આવતા આવતા ગોટે ચઢે છે. મોબાઈલ ફોનનાં પ્રતાપે આજકાલ જુવાનિયાઓ પણ ભૂલવાની બીમારી થઇ જાય છે. આજે કઈ તારીખ? મોબાઇલમાં જુઓ. માસીનાં દીકરાનું નામ? મોબાઇલમાં જુઓ. પત્નીની બર્થડે? મોબાઈલ તમને યાદ કરાવે. અરે ભાઈ, મારું પોતાનું ઘરનું સરનામું પણ મોબાઈલ યાદ દેવડાવે. આ તે મોબાઈલ ફોન છે કે અલ્લાઉદ્દીનનાં જાદૂઈ ચિરાગનો જીન. પણ કોઇ સાથે ક્યાંક નજીવી બાબતે વાંધો પડી ગયો હોય એ કેમ ભૂલાતો નથી? મનમાં પૂર્વગ્રહ બંધાયો હોય એ તનની ઉત્તરક્રિયા સુધી કેમ બળતો રહે છે? વાંધો, રોષ, ખીજ, વેરભાવ કે અણબનાવનું જૂનું કારણ- કેમ ડિસએપીયર થતાં નથી? એ કચરો જે સાત દિવસ તો શું સાત જનમ સુધી મનમાં ગંધાતો રહે છે, એનું શું કરવું? પહેલાં તો એ સમજી લેવું જોઈએ કે આ કચરો એવો છે જેનું રી-સાયકલ કરવું ખતરનાક છે. એને તો પ્રદૂષણ ન થાય એ રીત સળગાવી દેવો જ હિતાવહ છે. પણ કેટલાંક એવા છે જે આ કચરો છે, એવું માનતા જ નથી. પહેલાં સ્વીકારી તો લો કે કોઈએ તમને ભૂતકાળમાં ન કહેવાનું કહ્યું હોય તો એ કચરો છે અને એને સાફ કરવો જોઈએ. પણ એ ભેગો થતો રહે છે અને દુર્ગંધ તેજ થતી જાય છે. એક વાર સ્વીકારી લો કે પ્રોબ્લેમ છે તો પછી પ્રો-એક્ટિવ રીતે એનો હલ શોધી શકાય. કોઈ આવીને આપનો પ્રોબ્લેમ સોલ્વ કરે, એવું થતું નથી. કોઈ એવું કરે તો આપણને એ ગમતું નથી. હેં ને? હવે આગળ. આમ તો એ માણસ સારો પણ.. ચોક્કસ કોઈ મજબૂરી હશે? કોઈ ટેન્સન? તમે એનાં સ્થાને હો તો? એનાં પેંગડામાં પગ નાંખીને વિચારો તો તમારો રોષ ગાયબ થઇ જશે. અને કોઈએ તમારી સાથે ખોટું કર્યું તો છતાં તમે એમના માટે સારું કરો તો તમારે ખીજ સાત દિવસ નહીં સાત સેકન્ડસમાં ગાયબ થઇ જશે. અને આમ ન કરવું હોય તો ત્યાં જવું જ નહીં જ્યાં તમારો અણબનાવ બન્યો. તેરી ગલીઓમે ના રખ્ખેંગે કદમ.. યૂ સી! એ જગ્યા જાણે તમારા નકશામાં છે જ નહીં. મગજનું જીપીએસ બંધ કરી દેવું. દેખવું નહીં, દાઝવું નહીં. અને હા, માફ કરી દેવાની ટેવ પાડો. આમ તો અઘરું છે પણ…. માફ કરી દેવું અને આગળ વધી જવું. જેને કારણે તમે હેરાન થયા એ વ્યક્તિ, એ વાત ભૂલીને ત્યાંથી જતા રહેવું. સ્વસ્થ મનની જેમ સ્વચ્છ મન પણ જરૂરી છે. સરકારી સ્વચ્છ ભારત મિશનની માફક ખાનગી સ્વચ્છ અંત:કરણ મિશન પણ હોવું જોઈએ. સાત દિવસમાં ભૂતકાળનો સઘળો ઉકરડો સાફ. ભવિષ્યમાં વોટ્સ એપ એવું ય ફીચર લઈને જરૂર આવશે. કેમ કે માર્ક ઝુકરબર્ગ સઘળું વિચારે છે. આપણું મગજનું પ્રોગ્રામિંગ પણ એ જ તો કરે છે. પણ એ ફીચર આવે નહીં ત્યાં સુધી અમે કહેલી ભૂલી જવાની વાત ભૂલતા નહીં. હોં ને?

*ડિસએપીયરિંગ મેસેજીસ ફીચર આપણાં જીવનમાં પણ જરૂરી*My Arvachintnam article as published in Gujarat Samachar today.વોટ્સ એપ સંદેશનો કચરો રોજ રોજ એકઠો થાય છે. આ તે મોબાઈલ ફોન છે કે કચરાપેટી? પણ હવે સાત દિવસનો સમય અને સંદેશ આપોઆપ ભૂંસાઈ જાય- એવું ફીચર આવી ગયું છે? સંદેશે આતે હૈ, હમે તડપાતે હૈ પણ પછી…. આપોઆપ ભૂંસાઈ પણ જાતે હૈ! લો બોલો! અને આમ કોઈ પણ નવાજૂની સાત દિવસમાં જૂની થઈને મરી જાય છે. કેવું સરસ! ડિસએપીયરિંગ મેસેજીસ એનું નામ છે. આપણે કોઈ ચિંતા જ નથી. કોઈએ કોઈને ગાળ દીધી, ક્યાંક જૂઠમૂઠ વખાણ કર્યા. સઘળું ગાયબ થઇ જાય. ફક્ત લખાણ જ નહીં, વોટ્સ એપ તો આપણને સંભળાવી ય દેય અને દેખાડી ય દેય. પણ હવે એ બધા પૈગામ-એ-ઓડિયોવિડીયો એક અઠવાડિયામાં ભૂંસાઈ જાય છે. એ વાત અલગ છે કે આપણાં મગજમાં જે ભૂંસું ભરાયું હોય છે એ સાત દિવસ, મહિના કે વર્ષોમાં ભૂંસાતું નથી. સાલું, આવું ફીચર આપણાં જીવનમાં કેમ નથી?ઉંમર થાય એટલે આપણે ભૂલી જઈએ. હૈયે હોય એ વાત હોંઠે આવતા આવતા ગોટે ચઢે છે. મોબાઈલ ફોનનાં પ્રતાપે આજકાલ જુવાનિયાઓ પણ ભૂલવાની બીમારી થઇ જાય છે. આજે કઈ તારીખ? મોબાઇલમાં જુઓ. માસીનાં દીકરાનું નામ? મોબાઇલમાં જુઓ. પત્નીની બર્થડે? મોબાઈલ તમને યાદ કરાવે. અરે ભાઈ, મારું પોતાનું ઘરનું સરનામું પણ મોબાઈલ યાદ દેવડાવે. આ તે મોબાઈલ ફોન છે કે અલ્લાઉદ્દીનનાં જાદૂઈ ચિરાગનો જીન. પણ કોઇ સાથે ક્યાંક નજીવી બાબતે વાંધો પડી ગયો હોય એ કેમ ભૂલાતો નથી? મનમાં પૂર્વગ્રહ બંધાયો હોય એ તનની ઉત્તરક્રિયા સુધી કેમ બળતો રહે છે? વાંધો, રોષ, ખીજ, વેરભાવ કે અણબનાવનું જૂનું કારણ- કેમ ડિસએપીયર થતાં નથી? એ કચરો જે સાત દિવસ તો શું સાત જનમ સુધી મનમાં ગંધાતો રહે છે, એનું શું કરવું? પહેલાં તો એ સમજી લેવું જોઈએ કે આ કચરો એવો છે જેનું રી-સાયકલ કરવું ખતરનાક છે. એને તો પ્રદૂષણ ન થાય એ રીત સળગાવી દેવો જ હિતાવહ છે. પણ કેટલાંક એવા છે જે આ કચરો છે, એવું માનતા જ નથી. પહેલાં સ્વીકારી તો લો કે કોઈએ તમને ભૂતકાળમાં ન કહેવાનું કહ્યું હોય તો એ કચરો છે અને એને સાફ કરવો જોઈએ. પણ એ ભેગો થતો રહે છે અને દુર્ગંધ તેજ થતી જાય છે. એક વાર સ્વીકારી લો કે પ્રોબ્લેમ છે તો પછી પ્રો-એક્ટિવ રીતે એનો હલ શોધી શકાય. કોઈ આવીને આપનો પ્રોબ્લેમ સોલ્વ કરે, એવું થતું નથી. કોઈ એવું કરે તો આપણને એ ગમતું નથી. હેં ને? હવે આગળ. આમ તો એ માણસ સારો પણ.. ચોક્કસ કોઈ મજબૂરી હશે? કોઈ ટેન્સન? તમે એનાં સ્થાને હો તો? એનાં પેંગડામાં પગ નાંખીને વિચારો તો તમારો રોષ ગાયબ થઇ જશે. અને કોઈએ તમારી સાથે ખોટું કર્યું તો છતાં તમે એમના માટે સારું કરો તો તમારે ખીજ સાત દિવસ નહીં સાત સેકન્ડસમાં ગાયબ થઇ જશે. અને આમ ન કરવું હોય તો ત્યાં જવું જ નહીં જ્યાં તમારો અણબનાવ બન્યો. તેરી ગલીઓમે ના રખ્ખેંગે કદમ.. યૂ સી! એ જગ્યા જાણે તમારા નકશામાં છે જ નહીં. મગજનું જીપીએસ બંધ કરી દેવું. દેખવું નહીં, દાઝવું નહીં. અને હા, માફ કરી દેવાની ટેવ પાડો. આમ તો અઘરું છે પણ…. માફ કરી દેવું અને આગળ વધી જવું. જેને કારણે તમે હેરાન થયા એ વ્યક્તિ, એ વાત ભૂલીને ત્યાંથી જતા રહેવું. સ્વસ્થ મનની જેમ સ્વચ્છ મન પણ જરૂરી છે. સરકારી સ્વચ્છ ભારત મિશનની માફક ખાનગી સ્વચ્છ અંત:કરણ મિશન પણ હોવું જોઈએ. સાત દિવસમાં ભૂતકાળનો સઘળો ઉકરડો સાફ. ભવિષ્યમાં વોટ્સ એપ એવું ય ફીચર લઈને જરૂર આવશે. કેમ કે માર્ક ઝુકરબર્ગ સઘળું વિચારે છે. આપણું મગજનું પ્રોગ્રામિંગ પણ એ જ તો કરે છે. પણ એ ફીચર આવે નહીં ત્યાં સુધી અમે કહેલી ભૂલી જવાની વાત ભૂલતા નહીં. હોં ને?

37You, Yamini Vyas, Gaurang Vyas and 34 others5 Comments2 SharesLikeCommentShare

Leave a comment

Filed under Uncategorized