શૂન્યનો વિસ્તાર છું
શૂન્યનું ઊંડાણ છું
ખીણમાં વિસ્તરું
શિખર પર પ્રાણ છું.
શૂન્યની વાત છું
શૂન્યનું ગીત છું
શૂન્યનું ભાવિ છું
શૂન્યનો અતીત છું
શૂન્યની જીભ છું
શૂન્યની જબાન છું,
કોઈ અદ્વૈત છું
શૂન્ય પુરાણ છું.