
આજકાલ ભૂતકાળ વાગોળીએ છીએ: ‘હું સરોજ પાઠક’ ની ‘રંગહોત્ર ૨’માં રજૂઆતની પૂર્વ તૈયારીમાં સરોજ બેન, રમણ પાઠક સાહેબ, ચંદ્રકાંત પુરોહિત અંકલ, ડૉ. માલતીબેન, ગનીચાચાની વાતો નીકળે છે. એ સૌના સાથી એવા નયનાક્ષીબેન વૈદ્ય અને સૌથી વડીલ અભિનેતા વસંતભાઈ ઘાસવાલા અમારી ટીમમાં છે. તેમાંય નયાનાક્ષીબેનનો જન્મ દિવસ આવ્યો અને અમે ‘વડીલ દિન’ મનાવ્યો. કેક કટિંગમાં ખાસ મહેમાન રૂપે યામિનીબેન વ્યાસના મંમી અને પપ્પા અમેરિકાથી આવી જોડાયાં.. આ નાટકમાં સરોજબેનની ત્રણ વાર્તાઓની ભજવણીમાં ત્રણ પેઢીની બહેનો મંચ પર એક સાથે આવશે… નયનાક્ષીબેન, યામિનીબેન, જહાનવી મહેતા અને સિદ્ધિ ઉપાધ્યાય.. કિન્નરીબેન ભટ્ટ બને છે સરોજ પાઠક.. મન તૃપ્ત થઇ ગયું!