ચૌદમા વર્ષમાં પ્રવેશે…

બરાબર જુલાઇ ૨૮ , ૨૦૦૮ થી શરુ થયેલી ‘નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક’ , આજે તેર વર્ષ પૂરાં કરી,‘ચૌદમા’ વર્ષમાં પ્રવેશે છે. એક-એક કરતાં તેર વર્ષ આપ સહુના સ્નેહ અને સાથના પ્રતાપે વીતી ગયાં. શ્રદ્ધા સાથે આ યાત્રા આજ સુધી ચાલુ રાખી છે અને શક્ય બનશે ત્યાં સુધી ચાલુ જ રાખવાનું નિર્ધાર્યું છે.સમય ફાળવીને આપ સહુ રચનાઓ વાંચવા જે રીતે અહીં પધારો છો એ જ રીતે થોડી પળ વધુ કાઢીને આપનો બહુમૂલ્ય પ્રતિભાવ પણ આપશો તો એ આ યાત્રામાં પ્રાણવાયુનું કામ કરશે…
પડતા આખડતાં ભૂલો કરતા, સુધારતા, શીખતા તેર વર્ષ પુરા થયા તેનો સંતોષ છે.અમે, સૌ સર્જકોના, સંપાદન કાર્યમાં સદાયના સહાયક સ્વજનોના અને દેશ વિદેશે પથરાયેલા સૌ ગુજરાતી રસીયા વાચકોના ઋણી છીએ.. આપનો સ્નેહ સાંપડતો રહેશે તેવી અભ્યર્થના ધન્યવાદ

અફસોસ કે  કોરોના પ્રકોપે  ઘણા મિત્રો  આપણી વચ્ચે નથી..

 

Happy 14th Birthday Images, Stock Photos & Vectors | Shutterstock

 ચૌદ માં વર્ષ પ્રવેશે ગુંજે ચૌદ ભવન –  ચૌદ સ્વપ્નો

માડી તારાં નવનવ ખંડે થાણાં
કે ખંડ ખંડ અભરે ભર્યા રે લોલ,
માડી તારી જ્યોતે ઝળકયાં વાણાં
કે વાણલાં મંગળ કર્યા રે લોલ–

સૂરજના સાત સાત રંગોથી રંગેલી
ચૂંદડી તે ઓઢી નિરાળી,
ચંદરની ચૌદ ચૌદ ભવનો ઉજાળતી
ટીલડી તેં ચોડી રૂપાળી,
માડી તારાં નીલમ નમણાં નેણાં
કે નેણલે અમી ઝર્યા રે લોલ

ઘૂઘવતા દરિયાના સૂર સમી ગાજતી
ચેતનવંતી તારી તાળી,
આખું બ્રહ્માંડ એવી તાળીઓના તાલે
તે નાચંતું કીધું નેહ ઢાળી,
માડી તારા કંઠે સૂરની હેલી
કે હેલીએ હૈયાં હર્યા રે લોલ

પાંચ પાંચ તત્ત્વોની માંડવડી લઈ તું
આભ અને ધરતીને ઘેરે,
ત્રણ ત્રણ લોકનાં એક એક કણમાં
તું કીરપાનાં કણકણ વેરે,
માડી તારાં કુમકુમ પગલાં જોયાં
ને જોઈને નયણાં ઠર્યાં રે લોલ

-ભાસ્કર વોરા

*****

(ચૌદ ભવન-ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, સત્યલોક વા બ્રહ્મલોક, અતલ,વિતલ, સતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ )

(માનવનું મન બે પ્રકારનું છે. એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. રાતના નિદ્રામાં સ્થૂલ મન સુષુપ્ત રહે છે અને સૂક્ષ્મ મન જાગૃત હોય છે, તેથી સ્વપ્નો આવે છે. સ્વપ્ન શાસ્ત્ર માં ચૌદ સ્વપ્નો સૌથી શ્રેષ્ઠ બતાવ્યાં છે. તેના નામ ગજ , વૃષભ કેસરી .લક્ષ્મી  પુષ્પની માળા  ચંદ્ર,  સૂર્ય, ધ્વજ , કુંભ , પદ્મ સરોવર,  સમુદ્ર,  વિમાન  રત્નનો ઢગલો અને  પ્રજ્વલિત અગ્નિ.)

May be an image of 2 people
20+ "Suresh Jani" profiles | LinkedIn

34 ટિપ્પણીઓ

Filed under Uncategorized

34 responses to “ચૌદમા વર્ષમાં પ્રવેશે…

 1. કેટલું બધું લાભ્યા , આપની વિચાર શ્રીમંતાઈથી – ઘેર બેઠે પાવન ગંગા- આપના પરિવારના મનનીય લેખો જાણે મનગમતા ખજાના.
  ખૂબ ખૂબ શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • pragnaju

   આપની જીવન સરિતામાં શ્રી હરિની કૃપા,વડીલોનાં આશીર્વાદ તથા એ દરેક સ્નેહીજનોની લાગણીનો સમન્વય થયેલો છે તેવા તમારી શુભેચ્છાઓ સવારે 3:06 એ એમ – બ્રહ્મ મુહૂર્તમા મળી તેનો આનંદ
   આપની વાત ‘મનનીય લેખો જાણે મનગમતા ખજાના.’ ને લાયક સામગ્રી પીરસવા પ્રયત્ન કરશુ.
   આપ આ રીતે પધારી આપના પ્રતિભાવો આપતા રહેશોજી

   • આપની બહુમુખી સાહિત્યિક પ્રતિભા , ડોક્ટરેટ જેવી પણ આત્મીય .
    હું તોપોષ્ટની સાથે તમારા પ્રતિભાવોને માણવા ને કઈંક સારું ને હિતકારી મળ્યાનો, અનુભવધારી શિષ્ય.

 2. આપનો બહુમૂલ્ય પ્રતિભાવ પણ આપશો તો એ આ યાત્રામાં પ્રાણવાયુનું કામ કરશે…
  ——
  ચોક્કસ. લો, તમને પ્રાણવાયુ આ આપ્યો ! સિલિન્ડર ભરી લેજો
  ————
  જોક્સ એપાર્ટ …..
  આટલાં વર્ષોનો સાથ એ એક અદભૂત ઘટના છે.

  • pragnaju

   ‘ચોક્કસ. લો, તમને પ્રાણવાયુ આ આપ્યો ! સિલિન્ડર ભરી લેજો’
   આવી અનોખી રમુજ સાથે પ્રતિભાવ આપવાની તમારી પધ્ધતિ અનન્ય છે !
   ‘આટલાં વર્ષોનો સાથ એ એક અદભૂત ઘટના છે’
   વાતે વિચાર વમળે ખૂબ લખાય પણ અમારી વાતે ભરી ભીડ માં એકલતા સાલે છે ત્યારે એ ભીડમાં મૂંઝવણ અનુભવાય છે અને બ્લોગીંગ એકલતા દૂર કરે છે અને પ્રેરણા મળે છે કે એકાંત સ્થળે બેસી ખૂદ સાથે સંવાદ સાધી ભીતર નો અવાજ સાંભળવા પ્રયત્ન કરીએ . આત્મા.. મન તરફ આપણું ધ્યાન જાય – એની ઉપર કંઈ કેટલાયે ઉજરડા, વેદના, પીડા, કંઈ કેટલાય ની અવહેલના, દુઃખ ભરેલા છે.જેને કોમળતા થી હાથ ફેરવતાં માવજત પ્રેમ, હૂંફ ની જરુર છે. ભીતર થી આનંદિત હોઈશું તો જ સાચા આનંદ, સુખ નો અનુભવ કરી શકીશું.. આપણો સાચો મિત્ર કોઈ નહીં ખુદ આપણે પોતે જ છીએ. સ્વ ને ઓળખીશું તો જ જગ ને પીછાણી શકીશું– ભીતર ના “હું” ને સમજી પરમ તત્વ ની ખોજ તરફ ડગલું ભરીએ. ટેવ પ્રમાણે ગાડી આડે પાટે ચઢે .અસ્તુ
   સુજ્ઞસ્ય કિં બહુના ?

  • pragnaju

   સુ શ્રી રેખાજી
   ઘણો આભાર.તમને યાદ કરતા તમારી મનમા જડાઇ ગયેલી પ્રેરણાત્મક વાત યાદ આવે ‘હું ખાત્રીથી કહી શકું કે નિરાશાને કારણે હીનતા અનુભવતા વિદ્યાર્થીઓ માટે ગણિત માનસિક થેરેપીનું સાધન બની શકે. તામિલ શિલ્પશાસ્ત્રે ગણિતને કલાને દરજ્જો આપ્યો છે અને લખ્યું છે કે સંગીત દ્વારા ધ્વનિ, નૃત્ય દ્વારા શરીર, કવિતા દ્વારા શબ્દો, સ્થાપત્ય દ્વારા અંતરિક્ષ, શિલ્પ દ્વારા આકૃતિ અને ગણિત દ્વારા વિચારમાં અલૌકિક અનુભવ શક્ય છે.વ્યવસાય અને કલા પરસ્પર જોડાઈને આત્મનિર્ભર થવામાં સહાયક થાય ત્યારે આનંદની અનુભૂતિ સહજ બને છે. આ આનંદ વિદ્યાર્થીઓ સાથે વહેંચી તેમને ગણિતમાં રસ લેતા કરવાની પ્રતિબદ્ધતા સદાય જળવાઈ રહેશે તે શ્રદ્ધા વ્યવસાયને ભક્તિ સાથે જોડવાની મને પ્રેરણા આપે છે અને ભક્તિ હમેંશા આપણને સંઘર્ષનો સામનો કરવાની શક્તિ આપે છે.’

 3. સાદર વંદન.
  જ્ઞાનની સમૃદ્ધિ અને પ્રતિભાવોનો ભંડાર તો આપની પાસે છે. અમારે તો હજી ઘણું ઘણું શીખવાનું છે. સતત અને અવિરત કામ કરતી આપની તેજસ્વી પ્રતિભા સદાયે ચમકતી રહે એ જ શુભેચ્છા.
  ૧૪ વર્ષ માટે એનાથી પણ વધારે અભિનંદન.
  દેવિકા રાહુલ ધ્રુવ

  • pragnaju

   સુ શ્રી દેવિકાબેનજી
   અમે ઉંમરમા વૃધ્ધ પણ તમે તો જ્ઞાનવૃધ્ધ.
   મારી તમારે માટેની લાગણી-‘જ્ઞાનની સમૃદ્ધિ અને પ્રતિભાવોનો ભંડાર તો આપની પાસે છે. અમારે તો હજી ઘણું ઘણું શીખવાનું છે. સતત અને અવિરત કામ કરતી આપની તેજસ્વી પ્રતિભા સદાયે ચમકતી રહે એ જ શુભેચ્છા.’
   એ મારે માટે તમે લખી તેથી આનંદ થયો.
   ગીત યાદ આવ્યું ‘ જુઠા હી સહી પ્યાર કા અહેસાસ તો દિલા દીયા,
   હવે અમારી પ્રાર્થના
   अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
   य: प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशय: ||કરતા તમારી આ વાત અમને બહુ ગમી
   “તું ગમે ત્યારે આવજે,તારી સાથે ચાલી નીકળવાની કોઈ આનાકાની નહિ કરૂં, માત્ર એક જ વિનંતી છે કે યાદગાર રીતે આવજે, ભવ્યતાથી આવજે, સૌને ગમે એવી રીતે આવજે અને હા, થોડી આગાહી આપજે જેથી હું સજી ધજીને તૈયાર રહું, અને જેમ જન્મનું સન્માન થાય છે તેમ તારૂં પણ સન્માન થાય.”
   તમારી રચનાઓમાં આનંદ-ઉલાસ છે, ભક્તિ છે, જીવનની સચ્ચાઇઓ છે, કુદરત છે અને સુફી તત્વજ્ઞાન પણ છે એ અમે અનુભવ્યું છે. તમારી સંસ્કૃતમા રચના કે પ્રવચનની
   યુ ટ્યુબ હોય તો જણાવશો

 4. ગોવીન્દ મારુ

  વાહ વાહ ક્યા બાત હૈ..!

  “ચૌદમા વર્ષમાં પ્રવેશે…” હાર્દીક અભીનન્દન….

  • pragnaju

   ધન્યવાદ
   આવી રીતે પધારી પ્રતિસાદ પણ આપશોજી.
   અમે અમારા મત વિરુધ્ધ શિષ્ટ ભાષામા લખાયેલ પ્રતિભાવનુ પણ સ્વાગત કરીએ છીએ.
   તમારી આ હ્રુદયસ્પર્શી વાત ‘હું જીવનભર સુધારક વીચારનો અને વીવેકબુદ્ધીવાદી રહ્યો છું. માનવ પ્રત્યે સમ્વેદનાસભર હૈયું અને માનવ સાથે તેવો વ્યવહાર એ જ ધર્મ. એવા માનવધર્મ સીવાય અન્ય કોઈ ધર્મ પરત્વે મને લગાવ નથી.’ મને ગમે છે.
   તમારા ‘સુધારક વીચારનો અને વીવેકબુદ્ધીવાદી ‘ અંગે કોકવાર મતભેદ હશે પણ મનભેદ નથી જ.

  • ગોવીન્દ મારુ

   🙏🌹🙏

 5. હાર્દીક અભિનંદન. બીજા અગણીત વર્ષો સુધી નીરવ રવે ચાલુ રહે એ જ શુભેચ્છા.

 6. pragnaju

  આ બ્લોગ પર પધાર્યા અને શુભેચ્છા આપી તે બદલ ધન્યવાદ
  આપ તબિબિ વ્યવસાયમા વ્યસ્ત રહેવા છતા સ રસ ગુજરાતીમા સર્જન કરી શકો છો તે આનંદની વાત છે.
  આપના વ્યવસાયના અનુભવોમા અપવાદરૂપ દર્દીઓની વાત મેડિકલ કાૅલેજમાં શીખવાતી નથી; આપના વ્યવસાયમાં લાંબા સમયનાં દુઃખ અને આત્મશોધ બાદ આપને એ જાણવા મળ્યું કે આપને પ્રેમ અને રૂઝ લાવવાની પ્રક્રિયા વિશે કંઈ શીખવ્યું ન હતું. એક મિકેનિકની જેમ લોકોને સારા કરવાનું અને તેમનું જીવન બચાવવાનું શીખવ્યું હતું. આ જ રીતે યાંત્રિક કાર્ય કરીને ડાૅક્ટરની સફળતાની વ્યાખ્યા કરવામાં આવી હતી. યાંત્રિક રીતે પ્રયત્ન કરવા છતાં દર્દીઓને સારા કરી શકાતા નથી અને અંતે તો બધા જ મૃત્યુને શરણે જાય છે.
  આવા વિશેષ અનુભવો અંગે ગદ્ય-પદ્ય સાહીત્ય પ્રગટ કરશો

 7. pragnaju

  E-mail
  uttamgajjar@gmail.com
  ‘નીરવ રવે’ એટલે ગમે તે વીષય પર કે ચર્ચાતી બાબતે ચપટીક વારમાં જ જરાયે ‘અવાજ’ કે ‘બડાઈ’ કર્યા વીના આધારભુત માહીતીનો ગંજ ખડકી દેનાર બ્લૉગ..સાચે જ ‘નીરવ’ શબ્દને તમે સાર્થક કર્યો.બ્લૉગ અને સંચાલીકા સવાસોનાં થાય તેવી શુભેચ્છાઓ.
  ..ઉ.મ..
  મનમાં એક પ્રશ્ન થાય : ચૌદ વરસ પર તમને (વદતોવ્યાઘાત જેવું) ‘નીરવ રવે’ નામ પાડવાનું કેમ સુઝ્યું હશે?તેની પાછળની સંકલ્પના–ભાવના સમજાવશો?
  Uttam Gajjar,
  53-Gurunagar, Varachha Road, Opp: Baroda Pristaze,
  SURAT-395006 Guj. INDIA
  Phone : 0261-255 3591
  Mobile-What’s App: +91 97268 98772

  • pragnaju

   મા. ઉત્તમ જી
   આપના ઈ મેઈલ બદલ ધન્યવાદ અને આપના આ પ્રશ્ન -‘મનમાં એક પ્રશ્ન થાય : ચૌદ વરસ પર તમને (વદતોવ્યાઘાત જેવું) ‘નીરવ રવે’ નામ પાડવાનું કેમ સુઝ્યું હશે? તેની પાછળની સંકલ્પના–ભાવના સમજાવશો?’
   વદતોવ્યાઘાત વાતે વિચાર વમળ…
   ગૌડપાદના મતે કોઈ પણ પદાર્થ ના કારણ-કાર્યભાવનો ચાર રીતે વિચાર થઈ શકે :
   ૧ કાં તો અસત્નું કારણ અસત્ હોય પણ એ અસંભવ છે, કારણ કે અસત્ એવા આકાશકુસુમનું કારણ અસત્ એવું શશ-શૃંગ હોઈ જ ન શકે.
   ૨ કાં તો સત્ નું કારણ અસત્ હોય પણ એય સંભવિત નથી, કારણ કે સત્ લાગતો ઘટ અસત્ એવા શશ-શૃંગમાંથી ઉત્પન્ન થતો નથી.
   3 સત્ મનાતા ઘટનું કારણ બીજા સત્ મનાતા ઘટ કે પટ જેવા પદાર્થમાં પણ નથી. સત્ એવી માટીમાંથી ખરેખર ઘટ નામનો ભિન્ન પદાર્થ ઉત્પન્ન થતો નથી. ઘટ એ માટીનું કાર્ય નથી પણ રૂપાંતર જ છે. એટલે સત્ નું કારણ સત્ છે. એ કહેવું પણ તર્કયુક્ત નથી.
   ૪ પદાર્થ અસત્ હોય અને તેનું કારણ સત્ હોય એ તો શક્ય જ નથી, જેમ કે અસત્ એવા આકાશકુસુમની ઉત્પત્તિ સત્ એવા ઘટ કે પટમાંથી થઈ એમ કહેવાય જ શી રીતે ? પણ આ ‘નીરવ રવે’વાતે સૌ પ્રથમ યાદ આવે ગુરુ સુ શ્રી સોનલબેન વૈદ્યનો સંદેશ આવ્યો કે મારો બ્લોગ શરુ કરી આપશે ! અમને બીક લાગી કે આ ખર્ચામા ઉતારવાની વાત હશે તેથી પુછ્યું કે કેટલો ખર્ચો આવે? તો કહે મફત ! સાથે પરીચયમા ખબર પડી કે અમારા ભાણેજ જેમ વૉલ સ્ટ્રીટ ધ્રુજાવે તેવી આ પોરી છે તેથી વાત આગળ ચાલી કહે બ્લોગનું નામ આપો બાકીનુ તે સંભાળી લેશે.ત્યારે અમે ગુરુવંદનાનુ ભજન ગાતા હતા-ગુરુતત્વ વંદના
   અભિરામ હજો મુજ જીવનસાર ;
   અભિરામ રહો જીવન આધાર ;
   મુજ રોમ-રોમ રટજો અભિરામ ;
   મુજ અંગે અંગ તપો , અભિરામ !
   અભિરામ જીવનનું ગુંજન હો ,
   અભિરામ જીવન અવલંબન હો ,
   નિ:સાર સર્વ બિન શ્રી અભિરામ ;
   સંસાર-સાર એક જ અભિરામ .
   હો અમૃતત ત્વ અજર અભિરામ ,
   મૃત્યુંજય મંત્ર અમર અભિરામ ,
   મમ હો દુઃખભંજન , શ્રી અભિરામ !
   બસ હો મનરંજન શ્રી અભિરામ !
   મુજ મોહથકી રંજિત લોચનનું
   હો નેત્રાંજન શ્રી અભિરામ ;
   આ માયાઘેર્યાં અંતરતમનું
   હો ઉર-મર્દન શ્રી અભિરામ .
   મુજ મનમંદિરમાં નિત્ય નિવસજો ,
   મધુર મંત્ર જય શ્રી અભિરામ !
   મુજ જીવનતત્વ બની ઉર તપજો ,
   અમર સંત જય શ્રી અભિરામ !
   નિરવ રવે રટજો રજની-દિન
   એક મંત્ર ઉર , શ્રી અભિરામ !
   બસ એક કામ , મમ એક ધામ ,
   ઉર એક નામ : જય શ્રી અભિરામ !
   અને બધાને ‘નિરવ રવે’ યોગ્ય લાગ્યું અને તેમણે ૨૦૦૮ જુલાઇ ૨૮ મી એ નિરવ રવે ની પહેલી પોસ્ટ મૂકી .ત્યારબાદ ગુજરાતી ભાષાના વિદ્વાન મા જુગલકીશોર વ્યાસજીએ જોડણીમા નીરવનો સુધારો સુચવ્યો …છતા થોડો વખત જુની જોડણી ચાલી પછી અમારા શ્રી સુરેશ જાની વહારે ધાયા અને નીરવ રવે થયું પણ મૂળ વાત તો શ્વાસે શ્વાસે સર્વશક્તિમાનના નામનું રટણ કરવું હોય તો નીરવ રવે જ કરવું.મોટેથી નામ લો તો માનવ સાંભળે અને નીરવરવે જો જપો તો પ્રભુ સાંભળે.પ્રજ્ઞા જુ નામ ‘મેરી રાધેજુ-‘ભજન ગાતા અમારા ગ્રાંડસને મને
   મેરી આજી પ્રજ્ઞાજુ કહેતા અમારા કુટુંબ અને સ્નેહીઓમા આજી નામે ઓળખે અને બ્લોગની દુનિયા
   પ્રજ્ઞાજુ–છેલ્લી એક વિનતીઃ અહીં અમેથી નું ઉદ્બોધન થયું છે જે પોતાને ઉદ્દેશીને કરેલ હોઈ એમાં ગેરસમજને સ્થાન ન આપવું કારણ કે પ્રજ્ઞાજુ = હું + મારા પતિ ,અહીંના સર્વે.વડીલો મારા પાંચ દિકરા-દિકરીઓ અને તેનો પરિવાર અને કુટુંબીજનો ,સ્નેહીજનો,મિત્રો છે જ.વધુ જાણવુ હોય તો About પર ક્લીક કરશોજી

 8. pragnaju

  uttamgajjar@gmail.com
  3:44 AM (14 hours ago)
  to me
  આદરણીય બહેનજી,
  તમારો મઝેનો ખુલાસો મળ્યો.મને શીર્ષક પરસ્પરવીરોધી જણાયું, તેથી કુતુહલવશ પુછ્યું..
  હું કંઈ વીદ્વાન નથી; પણ ભાષામાં રસ.પહેલાં તો મેં વાપરેલો શબ્દ જ મેં ચકાસ્યો કે મારી કશી ભુલ તો નથી ને!
  વદતોવ્યાઘાત
  વ્યાકરણ :પું○વ્યુત્પત્તિ :અર્થ :
  પોતે જ બોલીને પોતે જ એનું ખંડન કરે એવી સ્થિતિ, એક તર્કદોષ, ‘કોન્ટ્રાડિક્શન ઇન ટર્મ્સ’ (મ○ન○) (તર્ક.)લેક્સિકન આવો અર્થ આપે છે તેનો :
  હવે ‘નીરવ’ અને ‘રવે’ જોઈએ..
  નીરવ
  વ્યાકરણ :વિ○વ્યુત્પત્તિ :અર્થ :
  અવાજ કે ઘોંઘાટ વિનાનું, શાંત અને રવ
  વ્યાકરણ :પું○વ્યુત્પત્તિ :અર્થ :
  અવાજ, ધ્વનિ, નાદ. (૨) (લા.) તાન, ઉમંગ
  હવે જે ‘નીરવ’ છે; તે ‘રવ’વાળું કેવી રીતે હોઈ શકે ?
  બસ, આટલી જ વાત !
  તમારા સ્પષ્ટીકરણથી મને સંતોષ છે.. ધન્યવાદ..
  મારી યાદશક્તી હવે ક્ષીણ થતી જાય છે તેથી.
  ઉમ્મરનો પ્રભાવ.. બીજું શું?
  તમારા પરીચય માટે મેં આટલી નોંધ કરી જ હતી–છે..
  પ્રજ્ઞા. પ્રફુલચંદ્ર .વ્યાસ જન્મ-સૂરત હાલ અમેરિકા.
  શોખ-વાંચન,રાસ-ગરબા,સંગીત,નાટકો અને રખડવું,
  NIRAVRAVE BLOG (niravrave@gmail.com)
  અને તેરના આંકડાના વહેમમા ‘ઈ–ઉ’ અને સન્ડે ઇ મહેફીલવાળા ગજ્જર ને બારમો સાથી ગણ્યો;પણ તેમા મધુ અને ઉત્તમ બે આવે ! તેઓ મારા બાના મોસાળ કડોદનાં !
  ત્યાં મારા આજા બાપા ગામોટું કરતા સાથે વૈદકની સારવાર મફત આપતા
  .મારા જન્મ પહેલા હું ત્યાં હતી અને મારા માસાજી ઇશ્વરલાલ ઇચ્છારામ દેસાઇ તેમને ત્યા લઇ ગયા હતા…
  ગાડી આડે પાટે હાં તેઓ તોડવામા નથી પણ જોડણીમા છે. અહીં આવ્યા પણ ડાયાસ્પોરા ન થયા.મને તેમની સૌથી ગમતી વાત-‘નીસર્ગોપચાર અવલંબીત અને શ્રમયુક્ત જીવનશૈલી, તેથી ઘડપણે વળગતા લાડીલા રોગોની મૈત્રી કે દવા વીના સાદા શ્રમયુક્ત વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયમથી નીજાનંદે મસ્ત અને સ્વસ્થ..’ બાકીનું …………….
  ’નીરવ રવે’
  આ પણ ભજનની પંક્તીઓમાંથી લીધું છે-અને બરોબર લાગે છે
  નીરવ રવે રટજો રજની-દિન
  એક મંત્ર ઉર, શ્રી અભિરામ !
  બસ એક કામ, મમ એક ધામ …
  ભક્તી કે આધ્યાત્મીક માર્ગમાં ‘નીરવ રવે’
  જરુર વપરાય છે..
  ‘દુનીયાને ના સંભળાય’ કે તમે ભગવાનને ભજો છો; પણ ‘જેને ભજો છો તેને સંભળાય’ તેવું..
  એટલે કે એમાં દેખાડો ન હોય. ઢોલ, મંજીરાં ના હોય..ચુપચાપ થતું નામસ્મરણ..
  આવું કંઈક; પણ એ મારું ક્ષેત્ર નથી..
  સોરી,
  બહેન,
  એક પ્રશ્નથી પુછી, તમારો સમય વાપર્યા બદલ..મળતા રહીશું..
  ..ઉ.મ..
  Uttam Gajjar,
  53-Gurunagar, Varachha Road, Opp: Baroda Pristaze,
  SURAT-395006 Guj. INDIA
  Phone : 0261-255 3591
  Mobile-What’s App: +91 97268 98772

 9. pragnaju

  ‘મા ઉતમજી
  ‘એક પ્રશ્નથી પુછી, તમારો સમય વાપર્યા બદલ..મળતા રહીશું..
  વાતે જણાવવાનું કે આવા પ્રશ્નોથી અમારી પણ કોઇ ભુલ થતી હોય તો સુધારાય.
  આપ જરુર પધારતા રહેશો અને માર્ગદર્શન કરતા રહેશોજી.
  ઘન્યવાદ

 10. સુશ્રી વિદુષી પ્રગ્નાબેન તેમજ મા. પ્રફુલભાઈ: “નિરવને રવે”ના ૧૪મા જન્મ દિવસે અનેક શુભેચ્છાઓ. તેની પ્રગતિ (દિશા અને ગતિ) ઉત્તરોત્તર ઉરધ્વરેસત બની રહે.
  સસ્નેહ -કનકભાઈ રાવળ

 11. pragnaju

  jjugalkishor Vyas
  અભીનંદન અને શુભેચ્છાઓ !

  • pragnaju

   સ્નેહી જુ’ભાઇ
   બ્લોગ પ્રવૃતિમાથી આપ નિવૃત થયા છતા પણ આટલા પ્રેમપૂર્વક મળેલ શુભેચ્છાઓથી આનંદ થાય છે સાથે આપની કુશળતા વિષે જાણી વધુ આનંદ થાય છે.અવાર નવાર જરુર પધારશોજી

 12. pragnaju

  mahendra thaker
  Wed, Jul 28, 3:16 AM (5 days ago)
  Many Happy Returns On 14th Birthday entering NIRAVRAVE
  Its Our Pleasure to Spend Sweet 13 Years with you and enjoyed all varieties…continue till eternity 👍

 13. pragnaju

  Rajendra Trivedi
  Wed, Jul 28, 12:03 PM (5 days ago)
  to me

  🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷
  Our Best Wishes to you and नीरव रव 🕉
  Hasyadarbar – Dhavalrajgeera

 14. pragnaju

  Respected Dr Rajendrabhai
  Hope you find time to look back on all your sweet memories together.
  Always knew you two had something special…

 15. pragnaju

  banuma vijapura
  Wed, Jul 28, 12:29 PM (5 days ago)
  to me

  અભિનંદન અને શુભેચ્છા

 16. pragnaju

  સુ શ્રી બનુમાજી
  શુભેચ્છા આપી બદલ ધન્યવાદ

 17. pragnaju

  dinesh shah Professor Emeritus and the First Charles Stokes Professor of Chemical Engineering and Anesthesiology, University of Florida, Gainesville, FL 32611 USA
  Email: dineshoshah@yahoo.com Cell Phone: 352-871-4993
  Citation Index: https://scholar.google.com/citations?user=j-8lAu0AAAAJ&hl=en
  Website: http://www.dineshoshah.com Publications: https://www.che.ufl.edu/shah/publications/
  “Judge each day not by the harvest you reap but by the seeds you plant ”

  Thank you.

 18. pragnaju

  Kalpana Desai
  To:
  Pragna Vyas

  આદરણીય પ્રજ્ઞાબહેન,
  કુશળ હશો. આપના બ્લૉગને 14મા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વસ્થ જીવનની શુભકામનાઓ સાથે કલ્પના દેસાઈનાં વંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.