રકસ:પરેશ વ્યાસ

રકસ: સમજણ સભર કોલાહલ

May be an image of 1 person, sitting and standing

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,

सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।- दुष्यन्त कुमार જ્યારે જ્યારે સંસદ ચાલુ હોય ત્યારે ત્યારે એ બંધ હોય છે. ભારે હોહા, બુમાટ, બુમરાણ, ધાંધલધમાલ, ધમાચકડી, શોરગુલ, હોબાળો કે હંગામો થાય છે. વિરોધ પક્ષને સંસદ ચાલુ રાખવી નથી. શાસક પક્ષ નમતું જોખવા તૈયાર નથી. લોકશાહીમાં સમય બગડે છે, મારો, તમારો અને બધાનો. પ્રધાનમંત્રી કહે છે કે આ લોકશાહીનું અપમાન છે. એ વાત જુદી છે ભાજપ જ્યાં વિરોધ પક્ષમાં છે એ મહારાષ્ટ્રમાં ૧૨ બીજેપી ધારાસભ્યોને હજી મહિના પહેલાં જ વિધાનસભામાં તોફાન કરવા બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. છત્તીસગઢમાં બીજેપી ધારાસભ્યોએ હજી બે અઠવાડિયા પહેલાં જ ધાંધલધમાલ કરી. વાત જાણે એમ છે કે સમાચાર તો જ બને જો હંગામો થાય. શાંત વિરોધની કોઈ ન્યૂઝ વેલ્યૂ હોતી નથી. વાત જાણે એમ છે કે હજી ય કોઈનાં માથાં ફૂટે તો જ હેડલાઇન બને છે. અને પાછું કેવું છે કે આ ખાઈબદેલાં રાજકારણીઓનાં માથામાં કાંઈ ઉતરતું નથી. એ તો એવા જ રહેવાના. હે મારા પ્રિય રાજકારણીઓ, આમ ‘ખાઈબદેલાં’ વિશેષણથી ઉશ્કેરવાની જરૂર નથી. સાર્થ જોડણીકોશ અનુસાર ‘ખાઈબદેલું’ એટલે પહોંચેલ,પાકું, યુક્તિપ્રયુક્તિ વગેરે પામી ગયેલું. રાજકારણી માટે આ તો ઉત્તમ લઘુત્તમ લાયકાત કહેવાય. આમ પણ આ શબ્દ અમે કોઈ પણ પક્ષાપક્ષીનાં ભેદ વિના દરેક રાજકારણીઓ માટે પ્રયોજ્યો છે- એમાં રાજકારણીઓએ પૈસા ‘ખાધા’ હોય અને/અથવા કોઈ ‘બદ’કામ કર્યું હોય, એવો કોઈ અર્થ અમે કરવા કે કહેવા માંગતા નથી. પણ એ વાત જ જવા દો . આપણે તો સાંપ્રત સમાચારમાં આવેલા કોઈ એક ઇંગ્લિશ શબ્દની વાત કરીએ છીએ. હવે સંસદમાં ધમાલ થાય એ માટે એક ઇંગ્લિશ શબ્દ કાયમ સમાચારમાં આવે છે અને એ છે રકસ. (Ruckus). સંસદમાં રકસ થાય છે અને આમજનતાનો રકાસ થાય છે. અગાઉ કહ્યું એમ ઇંગ્લિશ શબ્દ ‘રકસ’ એટલે ધાંધલ ધમાલ, શોરબકોર, હંગામો. ગુજરાતી લેક્સિકોન ડિક્સનરી આ જાણીતા ઇંગ્લિશ શબ્દનો ગુજરાતી અનુવાદ શામેલ કરવાનું ભૂલી ગઈ છે. હા, એમાં ઉર્દૂ મૂળનો એક ગુજરાતી શબ્દ ‘રક્સ’ જરૂર છે, ભગવદ્ગોમંડલ અનુસાર જેનો અર્થ થાય છે નૃત્ય, નાચ. જ્યારે જ્યારે ઇંગ્લિશ છાપાઓ ‘રકસ ઇન પાર્લામેન્ટ’ એવા સમાચાર છાપે ત્યારે આપણે એવું સમજવું કે સાંસદો સંસદમાં નૃત્ય કરી રહ્યા છે. તઈં શું? મનને થોડું સારું તો લાગે. સને ૧૮૯૦થી ચલણમાં આવેલા રકસ શબ્દનું મૂળ અજાણ્યું છે પણ એવું કહેવાય છે કે એ ‘રક્શન’ અને ‘રમ્પસ’ એમ બે શબ્દોનાં જોડાણથી બન્યો છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર રક્શન એટલે ઝઘડો, તકરાર, દંગલ. અને રમ્પસ એટલે ધાંધલ, ગડબડ, બૂમરાણ, કજિયો, કોલાહલ, શોરબકોર, ઉત્પાત. આમ અર્થ તો એક જેવો જ થાય. બંને શબ્દો જોડાય જાય ત્યારે આ કોલાહલ કે કજિયો, આ દંગલ કે તકરાર બેવડાય.. અને એને કહેવાય રકસ! હવે આટલી વ્યાખ્યા અને સમજણ પછી કોઈ એમ કહે કે જીવનમાં રકસ જરૂરી છે તો..? અમેરિકન લેખક સેઠ ગોડિન એવું કહે છે. બિઝનેસ અંગેનાં ૧૯ જેટલાં બેસ્ટ સેલર પુસ્તકો તેઓ લખી ચૂક્યા છે. તેઓ કહે છે એક શાંત સ્થિતિ બહુ સારી બાબત નથી. ડિસ્ટર્બન્સ (અશાંતિ), રેકેટ (બુમરાણ) કે કોમોશન (પ્રક્ષોભ) નહીં, પણ રકસ (કોલાહલ) કરવો જરૂરી છે. યથાવત સ્થિતિ જાળવી રાખવી એ મનુષ્યનો સ્વભાવ છે. આપણે કહીએ છીએ કે ભાઈ, જેમ છે એમ જાળવી રાખો. એ ઘણીવાર સારી વાત પણ હોઈ શકે. સ્થિરતા આમેય જરૂરી છે. પાયો મજબૂત થાય, એ જરૂરી છે. મારી આજ સારી ગઈ. આવતીકાલ પણ આજ જેવી જ વીતે તો સારું તો છે. પણ ઘણી વાર એવું બને છે કે યથાવત સ્થિતિ ત્યાં જ ચોંટીને રહી જાય છે. અન્યાય ઘેરો બને છે. અનુચિત અને અપર્યાપ્ત અભિગમ અપનાવવા તરફ આપણે પ્રેરાઈએ છીએ. બસ, એ જ સમય છે અવાજ કરવો, અવાજ ઊઠાવવો. વી નીડ રકસ. સારી વસ્તુનું સર્જન રકસ છે. સ્થિતિ તો જ સુધરે. આપણને શીખવાડવામાં આવે છે કે આમ કરવું. આખી જિંદગી એ પૂર્તતા કરવામાં જ નીકળી જાય છે. ચોપડીમાં લખ્યું હોય એ જ કરવું. આપણે સાચો જવાબ શોધીએ છે, સારો જવાબ શોધતા નથી. માટે રકસ કરો. કોલાહલ હશે તો કોઈ બદલાવ આવશે. પ્રિય કવિ દુષ્યંત કુમાર પણ એમ જ કહે છે. હંગામો ખડો કરવો નથી પણ આ હાલત બદલવી હોય તો કોલાહલ તો કરવો પડશે. એ જ હેતુ છે. પણ હા.. આ કોલાહલ અભણ ન હોવો જોઈએ. સમજણ હોય તો જ આ કોલાહલનો કોઈ અર્થ સરે. રકસ એ સમજણ સભર કોલાહલ છે. બાકી વ્યર્થ બુમરાણને રકસ કહેવું અર્થહીન છે. યથાવત સ્થિતિ ઠીક નથી અને એમાં બદલાવ લાવવો સરળ નથી. જો સરળ હોત તો સ્થિતિ આપોઆપ બદલાઈ જાત. હા, એટલે જ અવાજ ઊઠાવો. હે મારા પ્રિય સાંસદો અવાજ ઊઠાવો. પણ થોડી અક્કલ તો વાપરો.. અક્કલમંદ અને અક્કલમઠો એ બે શબ્દો વચ્ચેનો ભેદ પારખો. કોશિશ કરો કે અત્યારની સ્થિતિ બદલાય. લોકોને કામ મળે. બે ટંક રોટીનો ઇંતઝામ થાય. બળાત્કાર અટકે. શિક્ષણ સુધરે. જીવન સ્તર બહેતર બને. અને આ માટે.. સમજણ સભર કોલાહલ જરૂરી છે. બાકી મિરઝા ગાલિબ લખી ગયા હતા કે એક બ્રાહ્મણે કહ્યું છે કે આ વર્ષ સારું છે. જોઈએ શું થાય છે? શબ્દ શેષ:“રકસ કરો અને બદલાવ લાવો. તમે કદાચ પૉપ્યૂલર ન બનો પણ તમે કોઈ મહાન સ્થિતિનાં નિર્માણમાં ભાગીદાર જરૂર બનશો.” –અમેરિકન એક્ટર પ્રોડ્યુસર સેમ્યુઅલ એલ. જેક્શન

Saddened' over ruckus in House, Lok Sabha Speaker warns of strict action | Latest News India - Hindustan Times

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “રકસ:પરેશ વ્યાસ

  • pragnaju

   Thanks
   the less said, the better
   It is best to say as little about a difficult or unfortunate topic or situation as possible (to avoid making it worse or dwelling on it for too long). Can also be structured as “the less said about (something), the better.”
   Talk Less When Discussing Your Dreams This is most important when you are still discovering what your dreams are. This is the time to think about what you want and where you are going in life. Dreams should be big, impossible and scary, but they should not be shared. I have heard some teachers of success say that you should tell others your dreams so that you can be held accountable. I disagree. For one, if you are ever going to achieve the impossible, you have got to be grown up enough to hold yourself accountable. Second, the bigger and more impossible your dream the more others will do their best to talk you out of it. Not because they want to hurt you or hold you back (however, that can happen too), but because they love you and are worried that you may get hurt, disappointed or fail. The fact is, you will get hurt, disappointed and fail – perhaps many times – but that is all part of the achievement of success. Do not allow other, even out of love, to rob you of your dream out of their fears.

 1. pragnaju

  mahendra thaker
  To:
  Pragna Vyas
  Thu, Aug 12 at 8:48 AM
  ” વ લાવવો સરળ નથી. જો સરળ હોત તો સ્થિતિ આપોઆપ બદલાઈ જાત. હા, એટલે જ અવાજ ઊઠાવો. હે મારા પ્રિય સાંસદો અવાજ ઊઠાવો. પણ થોડી અક્કલ તો વાપરો.. અક્કલમંદ અને અક્કલમઠો એ બે શબ્દો વચ્ચેનો ભેદ પારખો. કોશિશ કરો કે અત્યારની સ્થિતિ બદલાય. લોકોને કામ મળે. બે ટંક રોટીનો ઇંતઝામ થાય. બળાત્કાર અટકે. શિક્ષણ સુધરે. જીવન સ્તર બહેતર બને. અને આ માટે.. સમજણ સભર કોલાહલ જરૂરી છે. બાકી મિરઝા ગાલિબ લખી ગયા હતા કે એક બ્રાહ્મણે કહ્યું છે કે આ વર્ષ સારું છે. જોઈએ શું થાય છે? શબ્દ શેષ:“રકસ કરો અને બદલાવ લાવો. તમે કદાચ પૉપ્યૂલર ન બનો પણ તમે કોઈ મહાન સ્થિતિનાં નિર્માણમાં ભાગીદાર જરૂર બનશો.” –અમેરિકન એક્ટર પ્રોડ્યુસર સેમ્યુઅલ એલ. જેક્શન”
  best circulating
  mhthaker

 2. pragnaju

  Indu Shah
  To:
  Pragna Vyas
  Thu, Aug 12 at 4:40 PM
  રક્શન, રમ્પસ ,અને રક્સ ત્રણ શબ્દોની સરસ સમજણ આપી

 3. pragnaju

  પ્રતિસાદ બદલ ધન્યવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.