Daily Archives: સપ્ટેમ્બર 8, 2021

પર્લ્સ ઓફ વિસડમ:

પર્લ્સ ઓફ વિસડમ: ડહાપણનો મોતીચારો
રે અંતર દૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું –બ્રહ્માનંદ
રોજ સવારે સૂરજ ઊગે છે. આપણે જાગીએ છીએ. કામ કરીએ છીએ. વખત અને વારો આવે ત્યારે બાવડાં ઉપર પહેલી રસી લઈએ છીએ, પહેલી લીધી હોય તો બીજી લઈએ છીએ, પછી ત્રીજી લહેરની રાહ જોઈએ છીએ. એ આવશે તો પડશે એવા દેવાશે, એવું માનીને બેરોકટોક બહાર જઈએ છીએ. ઘરમાં રહી રહીને કંટાળી ગયા છીએ આપણે. હવે તો બહારઝુરાપો મનને ઘેરી વળે છે. ‘હોમસિકનેસ’ જેવા ઇંગ્લિશ શબ્દનો વિરોધાર્થી ઇંગ્લિશ શબ્દ ‘વૉન્ડરલસ્ટ’ છે. અર્થ થાય છે પ્રવાસ કરવાની કે ભટકવાની અદમ્ય ઇચ્છા. અમે એનો ગુજરાતી તરજુમો ‘બહારઝુરાપો’ કરીએ છીએ. આજકાલ કઈ કેટલું ય પ્રત્યક્ષ નથી થઈ શકતું. અને આ ઓનલાઈન ગતિવિધિથી હવે ઓચાઇ જવાય છે. હવે તો ઓફલાઇન થવાની ઈચ્છા મનમાં ઘર કરી ગઈ છે. આઉટલાઇન ઉર્ફે વંઠી જવાની ઈચ્છા પણ મનને ઘેરી વળે છે. સૌ કોઈ જ્ઞાનીઓ ગૂગલ જરૂખે બેસીને જ્ઞાનનું વિતરણ કરે છે, જેમ કોઈ દુકાનદાર સસ્તા અનાજનું વિતરણ કરે છે. અજ્ઞાનીઓ એને ફોરવર્ડ કરે છે. કાંઈ વાંચ્યું ન વાંચ્યું ત્યાં તો ફોરવર્ડ કર્યું. પછી કોઈ આપણાં ફોરવર્ડને વખાણે એની બેકવર્ડમાં આપણે રાહ જોઈએ છીએ. આપણે નર્યા બેકવર્ડ છીએ. કોક અંગૂઠો દેખાડે કે હસતું મોઢું ઉર્ફે થમ્સ અપ કે સ્માઇલી ફેસ દેખાડે એટલે પત્યું. આપણાં ફોરવર્ડિયા જ્ઞાનની ક્યાંક તો નોંધ લેવાવી જોઈએ ને? હેં ને? હેં ને?
મહામારી ઉપર રાજકીય નિવેદન આવે એ વાત સામાન્ય છે. વાઇરસ કાંકરીચાળો કરે અને કોવિડની લહેર આવે એ પણ હવે નવું સામાન્ય છે. ઇંગ્લિશમાં એને ન્યૂ નોર્મલ કહે છે. શાસક પક્ષ કોવિડ રૂપી કાળી નાગને કેવી રીતે નાથિયો-નાં સ્તુતિગાન પ્રસ્તુત કરે છે. વિરોધ પક્ષ કોવિડનાં સરકારી મિસમેનેજમેન્ટની વાતો કર કર કરીને વિરોધની કોઈ તક મિસ કરવા માંગતા નથી. રાહુલ ગાંધી શ્વેતપત્ર ઉર્ફે ખાસ માહિતી કે ખુલાસો આપનારો સરકારી દસ્તાવેજ રજૂ કરે છે. એમાં કહ્યું છે કે ત્રીજો વેવ આવે તો સરકારે આવું આવું કરવું જોઈએ. એમની વાત સાચી છે. સ્મૃતિ ઈરાની કહે છે કે રાહુલ જ્ઞાની બાબા છે પણ તેઓ જ્ઞાન દેવાનું બંધ કરે કારણ કે કોવિડને નાથવામાં નિષ્ફળ ગયેલાં રાજ્યોમાં કોંગ્રેસ શાસિત રાજ્યો અગ્રેસર છે. એમની વાત પણ સાચી છે. તમે કહેશો કે બંનેની વાત કેવી રીતે સાચી હોઈ શકે? તમારી વાત પણ સાચી છે! સાચી વ

Leave a comment

Filed under Uncategorized