Daily Archives: સપ્ટેમ્બર 13, 2021

ગમતાંનો કરીએ ગુલાલ

0Rishabh Mehta

cMacrcmitohSpa onsuoh1red  · મિત્રો ,” ગમતાંનો કરીએ ગુલાલ ” માં આજે કંઈક અલગ , અવનવી અને આહલાદક પ્રસ્તુતિ કરવી છે .પણ તે પહેલાં એની એક વિસ્તૃત ભૂમિકા પણ જરૂરી છે . મને વિશ્વાસ છે કે જે પાંચ પંદર મિત્રો મારી આ પ્રવૃત્તિ સાથે નિરંતર પોતાને સાંકળતા રહયા છે , કમ-સે-કમ તેઓ તો મારી આ વાત નિરાંતે વાંચશે અને વિચારશે . થોડા દિવસ પૂર્વે અહીં સુરતના ખૂબ જ ખ્યાતનામ કવયિત્રી અને નાટ્યકર્મી સુ. શ્રી. યામિનીબહેન વ્યાસની ( Yamini Vyas ) એક ખૂબ જ નટખટ , નમણી ગઝલનું મેં કરેલું એવું જ સ્વરાંકન ગાયત્રીબેને ( Gayatri Bhatt ) એવા જ નટખટ અંદાઝમાં પ્રસ્તુત કર્યું હતું જે ઘણા મિત્રોને અત્યંત પસંદ પડ્યું હતું . આ રચનાની પ્રસ્તુતિ વખતે મેં એવી ઈચ્છા પ્રગટ કરી હતી કે યામિનીબહેન ઉત્તમ કવયિત્રી હોવા ઉપરાંત એટલા જ સમર્થ અને સફળ નાટ્યકર્મી છે ,નાટકો લખે પણ છે અને ભજવે પણ છે . તો અમારી ઈચ્છા છે કે ક્યારેક એઓ એમની આ ગઝલને પણ પોતાના અભિનયથી વધુ પ્રાણવાન બનાવે . ..અને આજે અમારા ખૂબ જ મોટા આશ્ચર્ય વચ્ચે આટલા ટૂંકા સમયમાં જ એમણે અમારી આ ઉત્કટ ઈચ્છા પૂર્ણ કરી . એમણે આ કામ એમના પ્રિય સાથી કલાકાર સુ. શ્રી. ધ્વનિ ઉપાધ્યાયને સોંપ્યું અને ધ્વનિબહેને પોતાના લાજવાબ અભિનયથી આ ગઝલને પૂરેપૂરી જીવંત બનાવી દીધી . એમાં એમને TECHNICAL સપોર્ટ ખૂબ જ કાબેલ VIDEO EDITOR શ્રી મિત્ર રાઠોડનો સાંપડ્યો અને આ ગઝલ એક યાદગાર પ્રસ્તુતિ બની શકી …અને એ માટે અમે પ્રિય યામિનીબહેન , સુ. શ્રી. ધ્વનિબહેન અને શ્રી મિત્ર રાઠોડનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ . અમને આશા છે અમને રોમ રોમથી પુલકિત કરનાર આ અભિનવ ઉપક્રમ આપને પણ ખુબ જ ગમશે . આ ઘટના મને પાંચેક વર્ષ પહેલાં બનેલી આવી જ એક સરસ ,રસપ્રદ ઘટનાની યાદ અપાવે છે . વડોદરાના ખૂબ જ જાણીતા યુવાન કવિ , કહાણીકાર , કોલમિસ્ટ અને અમારા પ્રિય મિત્ર શ્રી બ્રિજ પાઠકના ( Brij Rajendra Pathak ) કાવ્યસંગ્રહના લોકાર્પણ પ્રસંગે એ સંગ્રહની કેટલીક ગઝલોનું એક ઓડીઓ આલ્બમ ” શરબત શરબત ફુવારો ” પણ સંગ્રહની સાથોસાથ પ્રગટ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ગઝલો મેં સ્વરબધ્ધ કરી હતી . લોકાર્પણ અવસરે એ ગઝલોમાંથી , મને યાદ છે ત્યાં સુધી બે ગઝલોનું અમદાવાદની એક ખૂબ જ જાણીતી કલાસંસ્થાના કલાકારોએ ( જેનું નામ અને એ કલાકારોનું નામ આજે મને કમનસીબે મારી કમજોર યાદદાસ્તને કારણે યાદ નથી ! …. ભારોભાર ક્ષમા , શાયર ક્ષમા કરી દે ! ) ખૂબ જ સુંદર રીતે મંચન કર્યું હતું અને એ ગઝલોને વધુ રસપ્રદ અને રોમાંચક બનાવી હતી . ઘણા વરસો પૂર્વે , મારા પરમ મિત્ર અને સુખ્યાત કવિ ડૉ. જયેન્દ્ર શેખડીવાળાએ ( Jayendra Shekhadiwala / Jayendra Shekhadiwala ) એક અદભુત CONCEPTને પોતાની અદભુત સર્જકતાથી સાકાર કર્યો હતો . એનું નામ એમણે “સંચિકા” ( એટલે કે સંગીત , ચિત્ર અને કાવ્ય ) આપ્યું હતું. એ ઉપક્રમે વિદ્યાનગર ખાતે એક ખૂબ જ અનોખા અને અપૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં પહેલાં કવિ પોતાના કાવ્યનું પઠન કરે , ત્યાર બાદ અમે એનું ગાયન પ્રસ્તુત કરીએ અને આ દરમિયાન મંચ પર પહેલેથી જ , પોતાની સમગ્ર સામગ્રી સાથે ઉપસ્થિત ચાર પાંચ કાબેલ ચિત્રકારો એ ગઝલ અને ગઝલના ગાનનું ત્યાને ત્યાં જ ચિત્રાંકન કરે . આ એક અભિનવ પ્રયોગ હતો અને એ બેહદ સફળ થયેલો . થોડા વર્ષો પછી અમે એ પ્રયોગ અમારા નગરમાં પણ કર્યો અને શ્રોતાઓ / પ્રેક્ષકો વારી વારી ગયેલા . પઠન , ગાયન , ચિત્રાંકનની આ ત્રિવેણીને લોકો આજે ય યાદ કરે છે . આના પરથી મને વિચાર આવે છે કે આવા જ કોઈ CONCEPT સાથે ગુજરાતી ગીત – ગઝલ – ગરબા – પ્રાર્થનાઓનાં સ્વરાંકનો મંચ પરથી LIVE રજૂ થાય અને કલાકારો એને એ જ સમયે પોતાના અભિનયથી ઔર નિખાર આપે . ક્યારેક કલાકારોએ વ્યાપારિક નુકસાનના ભોગે પણ આવું સર્જનાત્મક કર્મ કરવું જોઈએ . કોઈ આવી પહેલ કરવા તૈયાર હો તો અમે એમાં અમારો સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છીએ . આવા કાર્યક્રમ માટે મથીએ તો પ્રાયોજકો મળી રહે . કવિઓ , સ્વરકારો , રંગકર્મીઓ , ચિત્રકારો જરા વિચારજો . આપણું કામ આનંદ આપવાનું છે . આપણું લક્ષ્ય શબ્દ બ્રહ્મ , નાદ બ્રહ્મથી આગળ વધીને મહાનંદ બ્રહ્મને પામવાનું હોવું ઘટે .ખેર , આ જરા વધુ લંબાઈ ગયું . આપ આના પર નિરાંતે વિચારજો . પણ હમણાં તો યામિની બહેનની આ ખૂબ જ ઉત્કૃષ્ટ ગઝલની સાંગતિક રજુઆતને અભિનય સાથે મન ભરીને માણો. હા, હેડફોન તો આ જોતાં જોતાં પણ લગાડવાનું જ હોં કે !ખૂબ ખૂબ આભાર.

1 ટીકા

Filed under Uncategorized