Daily Archives: સપ્ટેમ્બર 17, 2021

સાત્વિક શુધ્ધ ભોજન

સાત્વિક ભોજન અને હું…

– પરેશ વ્યાસ

– સ્વાયત્ત એટલે સ્વાધીન, સ્વવશ. પોતાનું ધારેલું કરવાની એક અજબ મઝા છે. વળી એવું પણ છે કે હવે નવી વાનગી બનાવવા ઉપર હથોટી આવતી જાય છે

હવે હવે હવે આ આ જામ ઉકાળા ને કાઢાથી તું ભર સાકી 

ને સાત્વિક શુદ્ધ ભોજન ખુદ પકાવી બન સ્વયંપાકી 

-યામિની વ્યાસ 

ગ યે અઠવાડિયે મેરઠની અરોમા હોટલમાં એક લગ્ન સમારંભમાં તંદૂર ઉપર રોટી બનાવનારો રોટી બનાવતા બનાવતા લોટનાં લૂઆ પર થૂંકતો જતો હતો. લૂઆ પર લુઆબ (થૂંક) કર્યે જતો હતો. અ રે રે..! અને પછી એનો વીડિયો વાઇરલ થયો, રસોઈઆને માર પડયો અને પોલિસે એને પકડીને જેલ ભેગો કર્યો. કેવું લાગે જો કોઈનું થૂંકેલું આપણે ખાવું પડે? થોડા મહિના પહેલાં જાણીતી બીયર બનાવતી કંપનીનો કર્મચારી બીયરનાં પીપમાં પેશાબ કરતો હોવાનાં સમાચાર આવ્યા હતા. ફેક્ટરી ફ્લોરસે પેશાબઘર દૂર હી સહી, ચલો બીયરકે પીપડેમેં પેશાબ કિયા જાયે! લો બોલો! કોઈ પણ માણસ આવું શીદને કરતો હશે? કારણ કે એને ગુસ્સો છે, જલા દો  ઉસે ફૂંક ડાલો યે દુનિયા…વગેરે વગેરે. પણ તેઓને એટલી તો સમજ છે કે આગ લગાડવા કરતાં ખાણીપીણીમાં થૂંક પેશાબની મિલાવટ પ્રમાણમાં ઓછાં સજાપાત્ર ગુના છે. 

સાત્વિક ભોજન એ જ હોય જે પોતે બનાવેલું હોય કારણ કે અન્ય કોઈએ બનાવેલાં ભોજનથી એ રસોઈયાનાં વિચારો પણ ખાનારાં ઉપર હાવી થઈ જાય છે. જેવું અન્ન તેવું મન. કહે છે કે જાતે બનાવવું તન માટે તો સારું છે જ પણ મન  માટે પણ એ એટલું જ સારું છે. કારણ કે સ્વયંપાકિતા સ્વાયત્તતાનો સબક શીખવાડે છે. સ્વાયત્ત એટલે સ્વાધીન, સ્વવશ. પોતાનું ધારેલું કરવાની એક અજબ મઝા છે. પછી નવી વાનગી બનાવવા ઉપર હથોટી આવતી જાય છે. ઓહો! યે  તો મેરે દાયેં  હાથકા ખેલ હૈ! અને એક અજબ સકૂન મળે છે, શાંતિનો અનુભવ થાય છે. બજારમાં ખાણીપીણીનાં અનેક પ્લાસ્ટિકનાં પડીકાં  મળે છે. કુદરતી અન્ન કેટકેટલી પ્રોસેસમાંથી પસાર થાય છે. એમાં બધા સત્ત્વો તો ઘસાઈ ચૂક્યા હોય છે. પડીકાં પર ભલે લખ્યું હોય કે લોહતત્ત્વ આટલું અને આટલાં વિટામીન પણ…એવું સઘળું એમાં ક્યાં હોય જ છે?  

બહાર ખાવાની કે બહારનું ખાવાની ટેવ પડી હોય એને માટે ૅજાતે બનાવીને ખાવાનું અઘરું છે. ફૂડી  લોક  ફૂવડ હોય છે. આમ ફૂવડ એટલે ગંદી અને ઢંગધડા વગરની ી. આ વિશેષણ ી માટે વપરાય છે પણ  ફૂવડતા અહીં ફૂડી પુરુષો માટે વધારે લાગુ પડે છે. ઘણાં એવાં સંદેશ પણ વાઇરલ થાય છે કે આવું બધું  કરવા છતાં પણ લોકો વહેલાં ગુજરી જાય છે. એમ કે આવું સેલ્ફ-કૂકિંગ તો નાટક છે નાટક. એમ કે આ નોર્મલ માણસની નિશાની નથી. પણ આપણે આપણી જીદ પર કાયમ છીએ. ખાવું એવું જ કે જે આપણે બનાવેલું હોય. એમાં શું ગયું છે એ  ખબર હોય. અને એમાં ભેળસેળ નથી એની ખાત્રી છે. આપણો ઉલ્લાસ, ખુશી  આપણાં  ભોજનમાં અવતરે છે.  

 અમેરિકન કૂકિંગ ટીચર જુલિયા કેરોલીન ચાઇલ્ડ કહે છે કે તમારે ફેન્સી કે કોમ્પલિકેટેડ માસ્ટરપીસ રાંધવું  જરૂરી નથી. ફ્રેશ ઇન્ગ્રીડિઅન્ટ્સ ઇસ્તેમાલ કરીને ગૂડ ફૂડ રાંધો, એ જ શ્રે છે. સ્વયંપાકી ભોજનમાં એક ઘટક (ઇન્ગ્રીડિઅન્ટ) અચૂક હોય છે અને એ છે પ્રેમ. પરપાકી ભોજનમાં એક ઘટક અચૂક હોય છે અને એ છે નફો. હવે નફા અને પ્રેમ વચ્ચે તો અનબન રહેવાની જ.  હેં ને? 

1 ટીકા

Filed under Uncategorized