પ્રફુલભાઇના ૯0મા વર્ષમા પ્રવેશે-

૯0મા વર્ષમા પ્રવેશે વૃધાવસ્થા- મૃત્યુ અંગે ચિંતન વૃદ્ધ અવસ્થાની કરુણતા એ છે કે તેઓ સ્વીકારી શકતા નથી કે ગઈ કાલનો પશ્ચાતાપ અર્થહીન છે, હવે આવતી કાલની ચિંતા અપ્રસ્તુત છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે.  આલ્બર્ટ આઈન્સ્ટાઈનને અંતિમ ઓપરેશન કરવાનું હતું. એમણે કહ્યું: બનાવટી રીતે જિંદગી લંબાવ્યે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે. હવે વિદાયનો સમય થઈ ગયો છે! મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતાં આવડવું એક વાત છે. મરતાં આવડવું બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે, જેમને શોખથી જીવતાં આવડે છે, અને શાનથી મરતાં આવડે છે. જિંદગીના છેલ્લા કલાકો કે દિવસો સુધી ખુશદિલ હોય છે. મૃત્યુની મજા એ છે કે ચિતા ઉપર નિશ્ચેતન દેહની સાથે બધાં જ વિશેષણો સળગી જાય છે. પ્રશ્ન એક જ છે: જિંદગી, જન્મની ક્ષણથી મૃત્યુનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે! દરેક જિવાતી ક્ષણ માણસને મૃત્યુ તરફ ધકેલતી રહેતી હોય છે. આશના સાથે સુખી થવા કરતાં સાથે દુ:ખી થવામાં વધારે આત્મીયતા છે. બે દુ:ખોનો સરવાળો સુખ બની જાય છે. કેટલાના તકદીરમાં સાથે દુ:ખી થનાર મળે છે? સાથે સાથે દુ:ખો જીવવાની ઉષ્મા કેટલાના ભાગ્યમાં હોય છે? આશના ખુશીથી રડી લે! ખૂબ ખુશીથી રડી લે! આંસુઓ ભીંજવી શકે એવી છાતી મળતી નથી અને એક દિવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે!   જીવન વહેતું પાણી છે.પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે.
 જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી પણ ઊંઘ એ મૃત્યુની રિહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે ‘ચિરનિદ્રા’ જેવો શબ્દ અપાયો છે.આ.વિનોબાજીનુ ચિંતન-મૃત્યુનું સ્વરૂપ કેવું છે ?
વિનોબા : પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે મૃત્યુ એટલે શું ? જેવી રીતે આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ તો તે થાક મટાડવા રાત્રે સૂઈ જઈએ છીએ. બીજે દિવસે પાછા તાજા થઈને ઊઠીએ છીએ. તો ઊંઘ એ મૃત્યુનું નાનકડું રૂપ છે. હવે રાત્રે ઊંઘમાં બધાં અવયવોને પૂરો આરામ મળી જાય તેવી યોજના હોત તો મૃત્યુની જરૂર જ ન રહેત. સ્વપ્ન ન આવે તો મનને પણ વિશ્રામ મળી જાય છે. પણ રાત્રે ઊંઘમાં પણ પ્રાણનું કામ સતત ચાલે છે. એ બિચારો સતત કામ કર્યા કરે છે એટલે એનો થાક તો મૃત્યુથી જ ઊતરી શકે છે. એટલે મૃત્યુનો અર્થ છે – પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા. મૃત્યુનું આ સ્વરૂપ આપણા ધ્યાનમાં આવી જાય તો મૃત્યુનું દુ:ખ કે ડર ન રહે, બલ્કે કોઈનું મૃત્યુ થાય તો આપણને આનંદ થાય.
પ્રશ્ન : શું મરણની ઘડી નિશ્ચિત છે ?
વિનોબા : હા, હું એમ માનું છું કે મરણની ક્ષણ પ્રારબ્ધથી નક્કી થયેલી જ હોય છે. સાધારણતયા સંયમ, પ્રાણાયામ વગેરે આયુર્વર્ધક બતાવ્યાં છે, પણ બહુધા વ્યક્તિનું આયુષ્ય તો એના પ્રારબ્ધથી જ નક્કી થાય છે. દેહ કર્મવેગથી ટકે છે. અસંખ્ય પૂર્વ કર્મોમાંથી એક વિશિષ્ટ અંશ ઉપભોગવા દેહરૂપે જન્મ લીધો. એ જ છે ‘પ્રારબ્ધ કર્મ’ એ ભોગવી લીધા પછી દેહ પડી જાય છે. સંયમથી માણસનું દીર્ઘાયુ થાય છે, તેવું નથી. સમાજનું સરેરાશ આયુષ્ય સંયમથી વધે.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લ‍ઈ જા.
તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દ‍ઈ જા.
પિતા! પેલો આઘે, જગત વીંટાતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇં‍દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદૃષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી! ઘરું. ~ ન્હાનાલાલ

પ્રાર્થના અંગે હજારો સંશોધનમાંથી તારવેલા અમુક ફાયદાઓ નીચે પ્રમાણે છે.
લાંબું જીવન : ૧૯૮૭થી ૧૯૯૫ વચ્ચે અમેરિકામાં રાષ્ટ્ર- વ્યાપી સંશોધન થયું. એમાં ૨૧,૦૦૦ વ્યક્તિઓની મુલાકાત લેવામાં આવી. તેમાં એવું જાણવા મળ્યું કે જે વ્યક્તિ અઠવાડિયામાં એક કરતાં વધુ વખત સેવામાં જાય છે તેનું આયુષ્ય બિનધાર્મિક વ્યક્તિ કરતાં સાત વર્ષ વધુ હોય છે.
સંપૂર્ણ સ્વાસ્થ્ય : જેફ લેવિન (‘ભગવાન, વિશ્વાસ અને સ્વાસ્થ્ય’ પુસ્તકના લેખક અને) એેપિડેમિઓલોજિસ્ટ જણાવે છે કે અધાર્મિક વૃદ્ધો કરતાં ધાર્મિક વૃદ્ધોને ઓછા શારીરિક પ્રશ્નો હોય છે અને શરીર પણ સારી રીતે કાર્ય કરે છે.
ઝડપી પુનઃસ્વાસ્થ્ય : ૧૯૯૫માં ડર્ટમાઉથ મૅડિકલ સ્કૂલનું સંશોધન જણાવે છે કે ભગવાનમાં શ્રદ્ધાવાળા આૅપન હાર્ટ સર્જરીના દર્દીઓને અધાર્મિક દર્દીઓની સરખામણીએ સર્જરી થયા બાદ જીવવાની તકો ત્રણ ગણી વધારે છે.
મજબૂત હૃદય : ૧૯૯૭માં ભારતના એક સર્વેક્ષણ મુજબ જે ભારતીયો (મુખ્યત્વે હિંદુ) નિયમિત રીતે પ્રાર્થના કરે છે તેને હૃદયરોગની ૭૦„ ઓછી શક્યતા છે.
લો-બ્લડપ્રેશર : જ્યોર્જિયા, અમેરિકામાં એક સંશોધનમાં એવું જાણવા મળ્યું કે જેઓ ધર્મને મહત્ત્વનો ગણી નિયમિતપણે મંદિરે જાય છે અને સાધના કરે છે, તેને હાઈ-બ્લડપ્રેશરના રોગ સામે સંરક્ષણાત્મક દૃષ્ટિએ મહત્ત્વનો ફાયદો થાય છે.
માનસિક સ્વસ્થતા : મંદિરોમાં જવાથી ડિપ્રેશન અને ઉદ્વેગ ઓછો થાય છે એવું ૧૯૯૯માં ડ્યૂક યુનિવર્સિટીએ હાથ ધરેલા ૪૦૦૦ વ્યક્તિઓના અભ્યાસ પરથી જણાવ્યું છે.
સ્ટ્રેસનો ઘટાડો : ‘ધી રિલેક્સેશન રિસ્પોન્સ’ના લેખક ડૉ. હર્બટ બેન્સન કહે છે કે સ્ટ્રેસથી બ્લડપ્રેશર, હૃદયરોગ તથા શ્વાસોચ્છ્‌વાસની ઝડપ વધે છે. જે શરીર માટે વિનાશક છે. ડૉ. હર્બટ આના નિરાકરણ માટે બે ઉપાયો સૂચવે છે : (૧) નિયમિત પ્રાર્થના, ભગવાનનું ધ્યાન (૨) યોગાસન.

Happy 90th Birthday Images, Stock Photos & Vectors | Shutterstock

14 ટિપ્પણીઓ

Filed under Uncategorized

14 responses to “પ્રફુલભાઇના ૯0મા વર્ષમા પ્રવેશે-

  • pragnaju

   સુ શ્રી રેખાજી
   ધન્યવાદ સૌ પ્રથમ પ્રતિભાવ બદલ
   આપના બ્લોગ પર પ્રેરણાદાયી લેખો હોય છે આપના પરીચયમા–‘Now that the flow of energy is coming down, the support of the pen and paper is needed and in this endeavor, the journey will be much more enjoyable if I can share my joy with many friends. It has been thirty years (in 2019) since I left the country. I am currently living in the state of Tennessee, USA. I was born in the town name Veraval near Somanath Temple in India on the first of March 1956 and I wish death in the United States as I have now made this land my home.મા I wish deathની વાતના વિચારવમળમા આ પોસ્ટ લખાઇ આ રીતે બ્લોગ પર પધારતા રહેશોજી

 1. આણું શરુ થવા માટે અભિનંદન

 2. જન્મદિને આપને અંતરથી સ્વસ્થતા ભરી ખુશી મળે , એવી પ્રભુ પ્રાર્થના.
  ચીંતન સભર જીંદગી અને આપણેની વાત, ખૂબ જ મંથનભરી.

  આશિષ ઇચ્છુ
  રમેશ પટેલ(આકાશદીપ)

 3. બ્લોગ જગતમાં હજારો પ્રતિભાવો થકી સર્જકોને ચાનક ચઢાવનાર આપ વિદુષી પ્રજ્ઞાબેને પ્રફુલ્લભાઈને તેમના ૯૦મા જન્મદિને નેપથ્યમાંથી બહાર લાવીને અમને તેમનાં દર્શન કરાવ્યાં તે બદલ આભાર. તેઓશ્રી તંદુરસ્તમય દીર્ધાયુ ભોગવે તેવી અમારી શુભ કામનાઓ છે. વયોવૃદ્ધ યુગલમાં કોણ કોનો સહારો એ તો અન્યોન્ય જ જાણો, પણ અમે તો ઈશ્વરને પ્રાર્થીએ કે આપ બેઉનું દ્વિપાખીય ઉડ્ડયન દીર્ઘ કાળ સુધી ચાલુ રહે. અસ્તુ.

  • pragnaju

   ધન્યવાદ
   આપની શુભેચ્છાઓથી ઘણુ સારું લાગ્યુ
   યાદ આવે આ ઝવેરચંદ મેઘાણીની

   કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે ..
   પ્રયત્નના અંતે તો ધોધ નીચે ના પત્થર માં પણ ખાડા પડે …

   બસ નક્કી કર કે તું કોઈ ના સહારે ના રહે ..
   પછી તું જ આગળ વધે ને ઘડિયાળ ના કાંટા પણ પાછા પડે ..

 4. જન્મદિન નિમિત્તે મુ. પ્રફુલભાઈને અભિનંદન, વંદન, શુભેચ્છા અને પ્રણામ.
  આપના આ ઉપરોક્ત લખાણની ત્રણેક વાતો વધારે ગમી ગઈ.
  ૧. બે દુ:ખોનો સરવાળો સુખ બની જાય છે.
  ૨. ઊંઘ એ મૃત્યુનું રિહર્સલ છે.
  ૩. પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા એટલે મૃત્યુ

  નાનાં નાનાં વાક્યોમાં કેટલી ઊંડી વાત.! વિચારતાં કરી મૂકે છે.
  બિલકુલ સાચી વાત છે કે, મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે.
  વળી એલેક્સીલ કેરલે કહ્યું છે તેમ જીવનમાં વરસ ઉમેરવાની વાત મોટી નથી,પણ વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. તમે બંને તો ક્ષણેક્ષણને જીવાડી છે એ હકીકત કેટલી ઉજ્જવળ છે! આપણે કેવું જીવ્યાં, કેટલો પ્રેમ કર્યો અને કેટલો ત્યાગ કરી શક્યાં તે મહત્ત્વનું છે અને તમે તેનો એક આદર્શ દાખલો છો.
  આદરણીય પ્રજ્ઞાબહેન અને શ્રી પ્રફુલભાઈ, આવા સુંદર અવસરે બંનેને હૃદયપૂર્વક અભિનંદન અને પ્રણામ. આપના જ્ઞાનને શત શત વંદન. મુ. વલીભાઈએ કહ્યું તેમ ઈશ્વરને પ્રાર્થીએ કે આપ બેઉનું દ્વિપાખીય ઉડ્ડયન દીર્ઘ કાળ સુધી ચાલુ રહે.

  स्वस्त्यस्तु ते कुशलमस्तु चिरायुरस्तु ॥

  —દેવિકા ધ્રુવ

 5. મુરબી શ્રી પ્રવિણ્ભાઈ,
  આપના જન્મદિને આપને ખુબ ખુશી મળે અને આપ બન્નેનું જીવન ધાર્મિક ચિંતન મનનમાં વ્યસ્ત રહે તેવી શુભેચ્છા,આપ બન્નેના જ્ઞાનને પ્રણામ,
  जन्म्दिन्मदिनमिदं अयि प्रिय् सखे
  शन्तनोतु ते सर्वदा मुदम्॥
  प्रार्थनामहे भव् शतायुषी
  ईश्वर सदा त्वां च रक्षतु॥
  पुण्य कर्मणा कीर्तिमर्जय
  जीवन् तव् भवतु सार्थकम्॥

 6. ગોવીન્દ મારુ

  🌹 🎂 મુરબ્બી પ્રફુલભાઈનેજન્મ દીવસે અઢળક અભીનન્દન… અને શુભકામનાઓ… 🎂 🌹

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.