Daily Archives: ઓક્ટોબર 2, 2021

મહાત્મા ગાંધીજીનો ૧૫૩મી જયંતિ


કરું કોટિ કોટિ પ્રણામ

બાપુના વંશવૃક્ષ વિશે.
ગાંધીજી અને કસ્તુરબાને ચાર પુત્ર હતા. હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ.તેમને કોઈ પુત્રી નહોતી. હવે આ બાળકોની આગળ પરિવારને જાણો.
હરિલાલ ગાંધી
ગાંધીનો મોટો દીકરો. 1888 માં જન્મ અને 1948 માં અવસાન થયું. હરિલાલનાં લગ્ન ગુલાબબેન સાથે થયાં હતાં, તેમને પાંચ પુત્રો હતાં, જેમાં બે પુત્રી, રાની અને મનુ અને ત્રણ પુત્રો કાંતિલાલ, રસિકલાલ અને શાંતિલાલ હતાં. રસિકલાલ અને શાંતિલાલનું નાની ઉંમરે અવસાન થયું. હરિલાલને 4 પૌત્રો છે. અનુશ્રેય, પ્રબોધ, નીલમ અને નવમલિકા.
મણીલાલ ગાંધી
ગાંધીનો બીજો પુત્ર. સુશીલાબેન સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સીતા, ઇલા અને અરૂણ.
રામદાસ ગાંધી
ત્રીજો પુત્ર રામદાસ, જેના લગ્ન નિર્મલા સાથે થયા. ત્રણ બાળકો સુમિત્રા ગાંધી, કનુ ગાંધી અને ઉષા ગાંધી.
દેવદાસ ગાંઠી
સૌથી નાનો પુત્ર દેવદાસ ગાંધી. સી. રાજગોપાલાચારી પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા. બંનેને 4 બાળકો રાજહન, ગોપાલ કૃષ્ણ, રામચંદ્ર અને તારા હતાં.
પૌત્ર-પૌત્રીઓએ
વિદેશમાં નામ કમાવ્યા
રામચંદ્રની પુત્રી લીલા ગાંધી બ્રાઉન યુનિવર્સિટી, શિકાગો યુનિવર્સિટી અને લા ટ્રોબ યુનિવર્સિટીમાં ભણાવી ચુકી છે. મનીલાલ ગાંધીની પુત્રી ઇલા શાંતિ દક્ષિણ આફ્રિકામાં સાંસદ રહી ચૂકી છે. હરિલાલના પુત્ર શાંતિ ગાંધીએ અમેરિકામાં કાર્ડિયોવાસ્કુલના રૂપમાં કામ કરી ચુક્યા છે. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધી. નિવૃત્ત આઈ.એસ. ઓફિસર.

Leave a comment

Filed under Uncategorized

ગાંધીજયંતિએ બાપુને પોસ્ટ નહીં કરેલો પત્ર

ગાંધીજયંતિએ બાપુને પોસ્ટ નહીં કરેલો પત્રપઠન:એશા દાદાવાળાપ્રિય બાપુ, જત જણાવવાનું કે, આપે રોપેલ અહિંસાના વૃક્ષની ડાળ રોજ કપાય છે. ને હવે તો એ વૃક્ષને સાવ ઠૂંઠુ કરી અહિંસામાંથી ‘અ’ને જ ઉડાડી દીધો છે,એ ઉડાડનાર ફક્ત વિકૃત, દારૂડિયા કે અભણ નહીં પરંતુ ઘરનાં જ સગાંઓ, ગુરુજનો કે સુરક્ષા કરનારા પણ હોય શકે! વર્તમાનપત્રો વાંચવાને બદલે નીચોવી જોજો…સંભાળશે ચીસ, ટપકશે આંસુઓ ને ખરી પડશે ઢગલાબંધ ‘અ’… બાપુ,આપે અંધારામાં ડરવાની ના કહી હતી , પણ હવે તો અજવાળાની ય બીક લાગે છે.ભૂત પ્રેતની નહીં, માણસની બીક લાગે છે. સહમત ના હોઈએ ત્યાં સવિનય અસહકાર,આપે જ શીખવ્યું હતું. પણ એવું વિચારવાનો ચાન્સ જ ક્યાં? ‘અ’ની ગેરહાજરીમાં ઉઠાવી જવું, પીંખી નાખવું…વધુ કહી શકતી નથી…પણ હરણ, હનન ને હત્યા.. અરે મૃત્યુ પછી પણ અસલામતી..! ‘અ’ના અભાવમાં આવી તો કેટલીયે દેખીતી ઘટના, બીજી તો કેટલીય ઘરની ચાર દિવાલમાં બંધ ! આજે આપના જન્મદિને ગીફ્ટ આપવાને બદલે માંગીએ છીએ કે એ ‘અ’ને શોધીને તાત્કાલિક મોકલી આપો બાપુ જેથી હિંસા આગળ કવચ રૂપે લગાડી શકાય …નહીં તો કદી નહીં સાંભળી શકશો એજ વૃક્ષ પર ઝૂલતા અમારા નિર્દોષ ટહૂકાઓ !લિ. આપની દીકરીઓઉંમર ૧૪મહિના, ૧૪વર્ષ, ૪૪વર્ષ, ૬૪વર્ષ કે કોઈ પણ.યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized