કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ:

કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ: જો અને તો ‘જો’ અને ‘તો’ – ‘પણ’ અને ‘બણ’ કે પછીકોણ? – કોઈ – કઈ – કશું – નિષ્ફ્ળ વગેરે… -ભગવતીકુમાર શર્માનીરજ ચોપરાએ સોનેરી ભાલો ફેંક્યો અને દેશવાસીઓ પુલકિત થયા. રવિકુમાર દહિયાએ રૂપેરી કુસ્તી કરી. મીરાબાઈ ચાનુએ પણ રજત તંબૂર ઊઠાવીને દેશને ચાનક ચઢાવી. બજરંગ પુનિયાની કુસ્તી, લવલીના બોરગોહેનની મુક્કાબાજી, પીવી સિંધુનું બેડમિન્ટન અને મનપ્રીત સિંઘની પુરુષ ટીમ હોકીનાં કાંસ્ય પદકો પણ આનંદનો અહેસાસ કરાવી ગયા. રાની રામપાલની મહિલા હોકી ટીમ ભલે ચોથે ક્રમે આવી પણ અમને તો સ્વર્ણપદક મળ્યા જેવડો આનંદ થયો. ટોકિયો ઓલમ્પિક્સની પૂર્ણાહૂતિ થઈ અને અમે સમાચારમાં શબ્દો શોધી રહ્યા હતા. રાનીની ટીમ અન્ડરડોગ (Underdog) હતી, લવલીનાએ સફળ પોડિયમ ફિનિશ (Podium Finish) કર્યું. પણ શબ્દસંહિતાની આ ઓલમ્પિક્સમાં વિજયી શબ્દ બન્યો રવિકુમાર દહિયાનાં સમાચારમાં આવેલો શબ્દ કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ (Counterfactual Thinking). ‘ફર્સ્ટપોસ્ટ’નાં અહેવાલ મુજબ સિલ્વર મેડલ જીત્યા બાદ રવિકુમારે કહ્યું કે ‘હું ખુશ છું પણ હું એ માટે ઓલમ્પિક્સમાં આવ્યો નહોતો. કદાચ હું એને જ લાયક હતો. ચલો, ઠીક હૈ.’ સ્વાભાવિક છે કે રવિકુમાર ખુશ નથી. એને ગોલ્ડ મેડલ ન મળ્યાનો અફસોસ છે. બીજા ક્રમે આવનારા કોઈ પણ સિલ્વર મેડાલિસ્ટ ખુશ હોતા નથી. પણ હા, ત્રીજા ક્રમે આવનારા બ્રોન્ઝ મેડાલિસ્ટ હંમેશા ખુશ હોય છે. એનું કારણ છે કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ.. એવું ય છે કે સિલ્વર મેડલ જીતનાર એની આખરી રમતમાં હાર્યો હોય છે, જ્યારે બ્રોન્ઝ મેડલ જીતનાર એની આખરી રમતમાં જીત્યો હોય છે. હેં ને? જો કે વિજેતા શબ્દ ઉપર પિસ્ટપેષણ કરીએ તે પહેલાં અન્ય બે શબ્દોની ટૂંકમાં વાત કરી લઈએ. ‘અન્ડરડોગ’નો શાબ્દિક અર્થ નબળો કૂતરો એવો થાય પણ એ અપમાનજનક શબ્દ જરા પણ નથી. એ વાત જુદી છે કે આ શબ્દ આવ્યો છે કૂતરાઓની લડાઈમાંથી. સને ૧૫૦૦ની આસપાસ કૂતરાઓની લડાઈનું આયોજન થતું. કોણ જીતશે એની બોલી લાગતી. જે નબળો દેખાતો હોય એ અન્ડરડોગ. સ્વાભાવિક છે કે એ હારે. પણ ક્યારેક જીતી ય જાય. અન્ડરડોગ એવી વ્યક્તિ માટે વપરાય છે જેમાં પ્રતિભા છૂપાયેલી હોય છે પણ નામના નથી. અન્ડરડોગ એ અપમાનજનક શબ્દ નથી. આમ અચાનક સરસ દેખાવ થયો, આપણી મહિલા હોકી ટીમ અન્ડરડોગ હતી પણ ગ્રેટ બ્રિટનને જે રીતે હરાવી, એ જોઈને મઝા આવી ગઈ. ‘પોડિયમ ફિનિશ’ શબ્દ એટલે એવું કાર્ય, એવો દેખાવ જે ખેલાડીને ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ અપાવે. પોડિયમ એટલે મંચ, ચબૂતરો, લાંબો ઓટલો. ફિનિશ એટલે સમાપન, નિર્ણયાક પરિણામ. એમ શબ્દ બન્યો પોડિયમ ફિનિશ. હવે આજનો મુખ્ય શબ્દ કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ. ‘કાઉન્ટર’ એટલે સામો ફટકો, સામી ચાલ, વિરુદ્ધ, વિરોધી, ઊલટી દિશામાં, વિરોધ કરવો, રદિયો આપવો. આમ તો ‘કાઉન્ટરએટેક’ શબ્દ જાણીતો છે, જેનો અર્થ થાય છે શત્રુના હુમલાના જવાબમાં સામો હુમલો (કરવો). પણ અહીં ‘કાઉન્ટર’ પછીનો શબ્દ ‘ફેક્ટ્ચ્યુઅલ’ છે, જેનો અર્થ થાય છે હકીકત સાથે સંબંધી, વાસ્તવિક, ખરેખરું. કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ. એટલે હકીકત કરતાં વિપરીત વિચારવું તે. એટલે એમ કે કશું થઈ ગયું છે. પણ જો એવું ન થાત અને કશું બીજું થાત, કશું જુદું થાત તો.. એટલે એમ કે પ્રથમ ક્રમ માટેનાં મુકાબલામાં જરા માટે રહી જવાય, ગોલ્ડ મેડલ મળે નહીં, સિલ્વર મેડલથી સંતોષ કરવો પડે. અહીં ન મળ્યાનું દુ:ખ છે. કાશ, થોડો સારો દેખાવ કર્યો હોત તો.. જો આમ કર્યું હોય તો પરિમાણ જુદું જ આવત. માત્ર ખેલાડીઓ પૂરતો આ શબ્દ મર્યાદિત નથી. હું મોટરસાયકલ ચલાઉં છું, એક્સિડન્ટ થયો, કાશ, મેં હેલમેટ પહેરી હોત. કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગનાં બે પ્રકાર છે. એક છે અપવર્ડ અને બીજો ડાઉનવર્ડ. સિલ્વર મેડાલિસ્ટને ગોલ્ડમેડલ ન મળવાનું દુ:ખ થાય છે, એનું કારણ અપવર્ડ કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ છે. બ્રોન્ઝ મેડાલિસ્ટ ખુશ છે કારણ કે એ ડાઉનવર્ડ કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ કરે છે. જો મિલા સો ગનીમત. ન મામા કરતાં કહેણો મામો સારો.. એટલે એમ કે જેના ૩૫% માર્કે પાસ થઈ ગયો એ ઠોઠ નિશાળિયો ખુશ છે પણ ૯૦% માર્કસ આવી ગયા, એ હોંશિયાર વિદ્યાર્થી દુ:ખી છે કારણ કે એને ૯૯%ની અપેક્ષા હતી. જો ઠોઠ નિશાળિયો કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ નહીં કરે તો એ ઠોઠ છે અને ઠોઠ જ રહેશે. જ્યારે અત્યારે દુ:ખી છે એ હોંશિયાર વિદ્યાર્થી અપવર્ડ કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ કરીને હજી વધારે મહેનત કરે તો હજી આગળ વધી શકે. જે હોય તે પણ માનસિક રીતે હતાશ ન થાય તો આવો હકીકતથી વિપરીત ઉપર તરફનો વિચાર સારું પરિણામ લાવે છે. રીસર્ચ એવું પણ કહે છે કે સામાન્ય રીતે સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં ડાઉનવર્ડ કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ વધારે કરે છે. તેઓને સંતોષ છે. જે મળ્યું તેમાં સંતોષ છે. સ્ત્રીઓ એટલે જ વધારે સુખી હોય છે. માનસિક રીતે વધારે સ્વસ્થ હોય છે. કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ નોર્મલ છે, નેચરલ છે. આપણે એમાંથી શીખીએ અને બીજી વાર વધારે સારો દેખાવ કરીએ તો બંને પ્રકારનાં કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ ખરેખર ભવિષ્યને સુધારે છે. હા, એટલું છે કે અપવર્ડ પ્રકારે ઝાઝું વિચાર્યા જ કરીએ તો ડીપ્રેશન આવી જાય. જો ચલા ગયા ઉસે ભૂલ જા. હવે એ નથી. ‘સિલસિલા’ ફિલ્મ યાદ છે? રેખા તો બીજે પરણી ગઈ છે પણ અમિતાભ એને યાદ કર્યા કરે, એ કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ છે. તુમ હોતી તો ઐસા હોતા, તુમ હોતી તો વૈસા હોતા, તુમ ઇસ બાતપે હૈરાં હોતી, તુમ ઇસ બાતપે કીતની હંસતી-નાં ટાયલાં કર્યા કરે છે. મને ‘ટાયલું’ શબ્દ ગમે છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે- લંબાણથી કરાતી નિરર્થક વાતચીત. ચાલો ત્યારે, આ લંબાણથી કરેલી સઅર્થક વાતચીત અહીં જ બંધ કરીએ. કાશ, મેં હજી ટૂંકાણમાં લખ્યું હોત..! શબ્દ શેષ:‘લેખકો આ કહેવાતું કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ હંમેશા કરતા હોય છે. કાયમ કરે છે. મોટા ભાગનાં લોકો માટે કાઉન્ટરફેક્ટ્ચ્યુઅલ થિંકિંગ એક આદત હશે પણ લેખકો માટે એ અનિવાર્ય આવશ્યકતા છે.’ -ઇન્ડોનેશિયન લેખિકા ઈકા નતાશા

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.