Daily Archives: ઓક્ટોબર 7, 2021

“રમે માત માઝમરાત”યામિની

ગરબાનિષ્ણાત આદરણીય શ્રીમતી નયનાક્ષીબહેન વૈદ્યજેમની પ્રસ્તાવના અને આશીર્વાદ આ પુસ્તક અને આલ્બમ”રમે માત માઝમરાત”ને મળ્યાં છે.રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી એમના દિગ્દર્શનમાં મેં ઘણા ગરબાઓ કર્યા અનેક સ્પર્ધાઓમાં રાજયકક્ષા સુધી વિજેતા થયા, અન્ય શહેરોમાં કે દૂરદર્શન પર પણ અનેક વખત રજૂઆત કરી. જેમની અર્વાચીન ગરબાની ગૂંથણી અદ્ભૂત અને નયનરમ્ય છે એવા મારા ગરબાગુરુ શ્રીમતી નયનાક્ષી બહેનને સાદર પ્રણામ💐ગરબો શ્રેષ્ઠ શબ્દાંજલી નૈનાક્ષી વૈદ્ય”રમે માત માઝમરાત’ યામિનીબેનનું નવસર્જન ગરબા પ્રકાશન એ એમનું એક નવા ક્ષેત્રમાં પદાર્પણ છે. એક નવલો તે ગરબો જાતે કોરિયો રે લોલમાંહે શ્રદ્ધાનો દીવડો પ્રગટાવિયો રે લોલ અત્યાર સુધી યામિનીબહેન એક કવયિત્રી, એક નાટ્યલેખિકા, વિશેષમાં કહીએ તો સાહિત્યની કોઈપણ વિધામાં પારંગત લેખિકા તરીકે ઓળખાતાં રહ્યાં છે. એમના આ ગરબા પુસ્તક દ્વારા હવે એમના વ્યક્તિત્વના અન્ય એક પાસાનો પરિચય મળે છે. ગરબાલેખિકા તરીકે સમાજને એમનું એક વિશિષ્ટ પ્રદાન કહી શકાય.આજે જ્યારે રંગમંચના ગરબા ખૂબ ખર્ચાળ થઈ ગયા છે, ત્યારે શેરીગરબાનું પ્રચલન વધી રહ્યું છે. શેરીગરબા એ આપણી અત્યંત પ્રાચીન ગરબાકળા છે અને એ ગરબાનો સંગ્રહ આજે પ્રાપ્ય નથી. બહેનો માત્ર ગાઈને આ ગરબાની જાળવણી કરતી રહી છે પરંતુ ધીરેધીરે એમાં એકવિધતા આવે એ સ્વાભાવિક છે એટલે ગરબા ગવડાવનાર અને જોનાર બંનેને તેમાં રસ ઓછો થતો જાય છે. ભલે આજનો શેરીગરબો આધુનિક થતો ગયો હોય પરંતુ હવે નવા ગરબા લખવાની પ્રથા શરૂ થઈ છે. યામિનીબહેને એવા જ કોઈક વિચારથી નવા ગરબાની રચના કરી છે જે માત્ર શેરી ગરબામાં નહીં, પરંતુ રંગમંચના અર્વાચીન ગરબામાં પણ ગરબા રસિક બહેનોને ઉપયોગી થશે એની મને ચોક્કસ ખાતરી છે. આ ગરબા પુસ્તકની વિશિષ્ટતા એ છે કે એમાં વિવિધ પ્રકારના ગરબાઓનું લેખન કરવામાં આવ્યું. યામિનીબહેનના હૃદયના ઉમળકાએ જ એમને આ લેખન કાર્યમાં સહાય કરી છે. તેઓ પોતે પણ એક જ સારા ગરબા કલાકાર છે, તેથી ગરબાકળા એમના જીવનમાં વણાઈ ગઈ છે. આવનજાવનમાં ગુંજે અનહદનો નાદપગ નર્તન કરે જ્યાં પડે એક સાદરગરગમાં માંડ્યો સહુએ અખિલ નૌતમ રાસઆખું બ્રહ્માંડ આવીને નીરખે ગરબાની આસપાસસકળ વિશ્વનો ગરબો ગવડાવિયો રે લોલઆ ગરબાલેખનમાં એમના હૃદયના ઉમળકાને અને અનુભૂતિને શબ્દોમાં કંડારી લેવાની તાલાવેલી સહાયભૂત થતી રહી છે, તેથી જ એમની આ ગરબા રચનાઓમાં વિષય વૈવિધ્ય જોવા મળે છે. એમણે સૌથી વધુ માતાજીની ભક્તિરચનાઓ આપી છે, સાથેસાથે સામાજિક સંબંધોના ગરબા, પ્રકૃતિવર્ણનના ગરબા, ઋતુઓના ગરબા, તહેવારના ગરબાનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. વળી, એમના શબ્દોમાં એક આંતરિક લય છે જે સ્વરકારોને સ્વરાંકિત કરવામાં મદદરૂપ થશે. આ પુસ્તકમાં એકાવન જેટલા ગરબા અને પાંચ ગોરમાના એમ છપ્પન ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને માટે એમને એમના કુટુંબમાંથી મળેલો સાહિત્ય અને કળાનો વારસો સહાય કરે છે. યામિનીબહેનના નાની ખૂબ સુંદર ગરબો ગાતાં અને ગવડાવતાં. એમની પાસે આવા ગરબા અનેક હતાં જે બાળપણથી જ યામિનીબહેનના વ્યક્તિત્વમાં વણાઈ ગયા. માતાપિતા બંને સાહિત્ય અને સંગીતના શોખીન, જેમણે યામિનીબહેનની કળાને સતત પ્રોત્સાહિત કરી, તેથી યામિનીબહેને નાટ્યલેખન, કાવ્યલેખન, સાહિત્ય, અભિનય, ગરબાલેખન પ્રત્યેક ક્ષેત્રમાં પોતાની યોગ્યતા દર્શાવી. પતિશ્રી ગૌરાંગભાઈએ એમની દરેક પ્રવૃત્તિમાં સાથસહકાર આપ્યો. વિશેષ નોંધનીય બાબત તો એ છે કે, તેઓ વિજ્ઞાનના વિદ્યાર્થી રહ્યાં. બી.એસસી. માઈક્રોબાયોલોજી સાથે કરીને વિવિધ સેન્ટરોમાં તેવીસ વર્ષ સુધી લેબ ટેકનિશિયન તરીકે કાર્યરત રહ્યાં. આમ, વિજ્ઞાન અને સાહિત્ય તથા કળાનો વિશિષ્ટ સમન્વય તેમના વ્યક્તિત્વમાં જોઈ શકાય છે. તેમને વિવિધ ક્ષેત્રોમાં મળેલા એવોર્ડ અગણિત છે. તેમણે લખેલ નાટકોને પણ અનેક પારિતોષિકો મળ્યાં છે. ‘જરા થોભો’ નાટકના તો ૩૫૦થી પણ વધુ શો થઈ ચૂક્યા છે. આ બધા જ લેખનકાર્યની વિશિષ્ટતા એ એમની મૌલિકતાનો ગુણ છે. માત્ર ઘટનાને આધારે એમણે અનેક નાટકો લખ્યાં છે, જે ખૂબ સફળ પણ થયાં છે. મને આશા છે કે, એમનું આ એક જુદા જ ક્ષેત્રમાં પદાર્પણ સફળતાને વરશે. ગરબા પ્રિય બહેનો અને કલાકાર દીકરીઓને આ સંગ્રહ અત્યંત ઉપયોગી થઈ પડશે એની મને ચોક્કસ ખાતરી છે. સ્વરકારો અને ગરબા મંડળીઓને આ પુસ્તકના કેટલાંક ગરબાનું સ્વરાંકન પણ ઉપલબ્ધ કરાવવાની તેમની નેમ છે. આમ, ગરબો એના સંપૂર્ણ સ્વરૂપમાં સમાજને ઉપલબ્ધ થશે અને આપણી પ્રાચીન ગરબા સંસ્કૃતિ અને સંસ્કાર જીવંત રહેશે.સૌન્દર્યમંડિત મન સર્જનાત્મકતાનો પાયો છે. સર્જનાત્મકતા વિચારોને નાટક, વાર્તા, કવિતા, ચિત્ર કે કાવ્યના સ્વરૂપમાં બદલી નાખે છે. યામિનીબહેનની આ સર્જનાત્મકતા સદાય જીવંત રહે અને અનેક ક્ષેત્રોમાં તેમની મૌલિકતાનો લાભ વાચકોને મળતો રહે એવી શુભેચ્છા અને એમની આ ગરબા રચનાઓને-ડુંગરથી ઊતરી મા આશિષો આપેમાડીનાં ચરણોમાં આ ઉત્સવ ગાજે…

May be an image of 1 person

Leave a comment

Filed under ગીત