બોલીએ ભૂંડી બોલિયાં

એફ-વર્ડ: બોલીએ ભૂંડી બોલિયાં.. A B C D पढली बहुतठंडी आहें भर ली बहुतअछी बातें कर ली बहुतअब करूंगा तेरे साथगंदी बात.. -अनुपम अमोद; र…राजकुमारગાળ, અપશબ્દ, અશ્લીલ, બીભત્સ શબ્દો ન બોલવા જોઈએ પણ આપણે બોલીએ છીએ. શિષ્ટ સાહિત્યમાં ગંદા શબ્દો વર્જિત છે. ઘણી વાર લેખમાં કે વાર્તામાં કે કવિતામાં ઓરિજિનલ ગાળની જગ્યાએ ખાલી જગ્યા રખાય છે અથવા તો ત્યાં ‘ગાળ’ એવું લખાય છે. આપણને છૂટ છે, આપણે ઇચ્છીએ એવી ગાળ આપણે મનમાં ને મનમાં ધારી લેવાની. દરેક માણસ ગાળને ધારવામાં ઘણો પ્રગતિશીલ હોય છે. ધારવાનું જ તો છે, બોલવાનું ક્યાં છે? હેં ને? ઘણાં વર્ષો પહેલાં ઇંગ્લિશ ભાષામાં બ્લડી (Bloody) શબ્દ વપરાતો. વોટ ધ બ્લડી હેલ? આ ગુસ્સા સૂચક શબ્દ છે. હેરાન થઈ ગયા હોઈએ, ત્રાસ થઈ ગયો હોય ત્યારે એમ કહેવાય. એટલે એમ કે આ શું માંડ્યું છે? બ્લડી એટલે આમ તો લોહિયાળ. હેલ એટલે નર્ક. આ બોલચાલની ભાષાની ગાળ સૂચવતો શબ્દ છે. આ શબ્દ અપશબ્દ તરીકે ગ્રેટ બ્રિટનનો નંબર વન શબ્દ હતો પણ હમણાં પબ્લિશ થયેલાં એક વિસ્તૃત સંશોધન અહેવાલ અનુસાર ‘બ્લડી’ શબ્દ એક નંબર પરથી નીચે ઊતરીને ત્રણ નંબર પર આવી ગયો છે. હવે અંગ્રેજ લોકોનો મનપસંદ નંબર વન અપશબ્દ એફ-વર્ડ (F_Word) છે અને નંબર ટૂ અપશબ્દ શિટ (Shit) છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘શિટ’ એટલે (ગ્રામ્ય) હગવું, હગીને બહાર કાઢી નાખવું, ગૂ, વિષ્ટા, હગવું તે. આ સમાચાર જેમાં છપાયા એ ૨૦૦ વર્ષ જૂના અખબાર ‘ધ ગાર્ડીયન’-એ પણ આખો શબ્દ ‘ફક’ લખવાનું ટાળ્યું છે પણ આપણી લોકપ્રિય કોઈ પણ હિંદી વેબસીરીઝનો કોઈ પણ એપિસોડ જુઓ. આ એફ-વર્ડ બધે બેરોકટોક બોલાય છે. છોકરીઓ પણ બોલે છે. ના, છોકરીઓએ આ શબ્દ ન બોલવો જોઈએ, એવી સુફિયાણી સલાહ આપવી અમારું કામ નથી. પણ આ રીસર્ચ એવું કહે છે કે પુરુષની સરખામણીમાં સ્ત્રી ઓછી ભૂંડાબોલી હોય છે. ચંદ્રકાંત બક્ષી ‘ગાળ’ને પુરુષનો માસિક રજસ્રાવ કહેતા. એવું પણ પૂરવાર થયું છે કે ગાળો બોલવાની ક્ષમતા વીસ વર્ષેની ઉંમરે ઉચ્ચતમ હોય છે. પછી ઘટતી જાય છે. એટલે એમ કે વીસ વર્ષનો છોકરો દર દસ લાખ શબ્દોએ સરેરાશ ૧૮૨૨ અપશબ્દો બોલે છે પણ પછી જેમ ઉંમર વધે એમ એ ક્ષમતા ઘટીને ૧૩૨૨ શબ્દો થઈ જાય છે. આજે નંબર વન અપશબ્દ બની ગયેલા એફ-વર્ડની શબ્દસંહિતા કરીએ. કારણ કે જાણવું તો જરૂરી છે. અપશબ્દ પણ આખરે તો શબ્દ છે. અમે તો શબ્દની અપડાઉનનાં મુસાફર છીએ. શ્લીલ અશ્લીલનાં ભેદભરમ અમે ન જાણીએ. શારીરિક સંભોગનાં અર્થમાં એફ-વર્ડ ઠેઠ સોળમી સદીથી ઇંગ્લિશ ભાષામાં છે. ત્યારે પહેલી વાર એક કવિતામાં કૃત્રિમ લેટિન ભાષાનો હોય એવો એક શબ્દ ‘ફકન્ટ’નો ઉપયોગ થયો હતો. પંક્તિનો અર્થ એવો થતો હતો કે એ બધા સાધુઓ સ્વર્ગમાં નહીં જાય કારણ કે તેઓએ નગરવધૂઓ સાથે ‘ફકન્ટ’ કર્યું છે. આ શબ્દ સ્કેન્ડીનેવીયન મૂળનો છે. નોર્વેજિયન બોલીમાં ‘ફક્કા’ એટલે મૈથુન, સ્વીડિશ બોલીમાં ‘ફોકા’ એટલે સંભોગ અથવા ધક્કો મારવો. ‘ફોક’ એટલે શિશ્ન. આજે જો કે એફ-વર્ડ અપશબ્દ તરીકે બોલાય ત્યારે એનો શાબ્દિક અર્થ બાજુ ઉપર રહી જાય છે. એટલે એમ કે એફ-વર્ડ બોલવામાં આવે ત્યારે કોઈ છોકરો અને કોઈ છોકરી સંભોગ કરે છે, એવો અર્થ નથી. જેમ કોઈ છોકરો કહે કે મારી માને ખબર પડશે તો એ મને મારી નાંખશે- એમાં એવું ન જ હોય કે મા એનાં છોકરાને ખરેખર મારી નાંખે. પણ એવું કહેવાય. બસ એ જ રીતે કોઈ એફ-વર્ડ બોલે ત્યારે એ ખરેખર સંભોગનું આંગિક છે, એવું માનવું નહીં. કોઈ પણ કહેવાઇ રહેલી વાતનાં ‘ઇન્ટેન્સિફાયર’ શબ્દ તરીકે એફ-વર્ડ ઉપયોગમાં આવે છે. ‘ઇન્ટેન્સિફાયર’ એટલે તીવ્ર કે ઉત્કટ કરનાર. કોઈ સાદી વાતમાં તીવ્રતા લાવવી હોય તો આગળ કે પાછળ બોલાય એવી ગાળ છે આ એફ-વર્ડ. હકીકતમાં સને ૧૭૯૫થી ૧૯૬૫ સુધી આ એફ-વર્ડ એક અપવિત્ર શબ્દ ગણીને સઘળી પ્રતિષ્ઠિત ડિક્સનરીમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. પછી ધીરે ધીરે બધી ડિક્સનરીઝમાં આ શબ્દ શામેલ થયો. હવે તો આપણી ગુજરાતી લેક્સિકોન ડિક્સનરીમાં પણ એફ-વર્ડ છે. એફ-શબ્દ ‘ઇક્સપ્લીટિવ’ તરીકે વધારે વપરાય છે. ઇક્સપ્લીટિવ એટલે વાક્યપૂરક, શપથ, ઉદ્ગાર, ખાલી જગ્યા પૂરનારું, નિરર્થક. એફ-વર્ડ ફિલર તરીકે વધારે વપરાય છે. ઓહ ફ*! સને ૧૯૭૧ માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ‘એફ-વર્ડ’નો ઉપયોગ એ ગુનાઇત કૃત્ય નથી. ના, આપણે ઇન્ડિયામાં એવું કરવું નહીં. ભારતીય ગુના સંહિતાની કલમ ૨૯૨ -૨૯૩ અંતર્ગત પોલીસવાળા આપણને જેલભેગા કરી શકે. ઓણ સાલ જાન્યુઆરીમાં નેટફ્લિક્સ ઉપર ‘હિસ્ટ્રી ઓફ સ્વેર વર્ડ્સ’ નામની છ એપિસોડની કોમિક ડોક્યુમેન્ટરી વેબ સીરીઝ રીલીઝ થઈ છે. જાણીતા અભિનેતા નિકોલસ કેજ એનાં હોસ્ટ છે. સ્વાભાવિક છે કે પહેલો એપિસોડ આપણાં આજનાં શબ્દ એફ-વર્ડને સમર્પિત છે. અન્ય એપિસોડનાં શબ્દો છે: શિટ (વિષ્ટા), બિચ (કૂતરી), ડિક (શિશ્ન), પુસી (યોનિ) અને ડૅમ (શાપોક્તિ). મોટા ભાગનાં અપશબ્દો આમ શરૂઆતથી ગાળ નહોતા. પણ પછી ગાળમાં તબદીલ થઈ ગયા. કહે છે કે ગાળ બોલવાનો પણ મહિમા છે. પીડાને સહન કરવાની આપણી શક્તિ ૫૦ % જેટલી વધી જાય છે, જ્યારે આપણે ગાળ બોલીએ છીએ. આપણું ફ્રસ્ટ્રેશન રીલીઝ થાય છે. આપણી હતાશા સહિષ્ણુતા વધી જાય છે. નિકોલસ કેજ એપિસોડની શરૂઆતમાં જ આપણો આજનો એફ-શબ્દ મિનિટો સુધી એક શ્વાસે મોટે અવાજે ચિલ્લાઈને બોલે છે. ફ********* ! અપશબ્દો શા માટે? એક તો અગાઉ કહ્યું એમ પીડા કે દુર્ભાગ્યની પ્રતિક્રિયા રૂપે એ બોલાય છે. અથવા કોઇની લાગણીને જાણી જોઈને ઠેસ પહોંચાડવા કે માનસિક રીતે નુકસાન કરવા પણ વપરાય છે. સામેવાળાને ડારો દેવાનો હેતુ હોઈ શકે. અથવા એવું કહેવાનો હેતુ હોઈ શકે જેની ચર્ચા થઈ રહી છે એ બાબત, વિષય કે પાત્ર વિષે મારો અભિપ્રાય નેગેટિવ છે અને તમારે પણ એમ જ માનવું જોઈએ. ગાળો એટલે પણ બોલાય છે કે જેથી સાંભળનાર તમારી વાતને વધારે ધ્યાનથી સાંભળે. અને છેલ્લે, ગાળ સાવ અકારણ બોલાતી હોય એમ પણ બને. એમ કે બે જણ ખાસ ભાઈબંધ છે અને એમનાં સંબંધો શિષ્ટાચારનાં નિયમોથી મુક્ત છે. ગાળ એ મુક્તિનો અહેસાસ છે. શબ્દ શેષ:“જિંદગી શાપિત રીતે ટૂંકી છે. એફ-વર્ડ ખાતર એ જ કરો જે તમને ખુશી આપે.” –અમેરિકન કોમેડિયન, એક્ટર, રાઇટર બિલ મરે

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.