Daily Archives: ડિસેમ્બર 8, 2021

રસદર્શન: ૨૧ઃ કવિતાઃ યામિની વ્યાસ

શબ્દોને પાલવડે

કવિતાઃ યામિનીબહેન વ્યાસ

શિર્ષકઃ મમ્મી પાછી આવ.

જાળાં ઉપર લટકી રહેલાં આપણા જૂના કૅલેન્ડરનું પાનું તો પલટાવ,

મમ્મી, પાછી આવ!

કહ્યાં વગર તું ક્યાં ગઈ છે એ તો કહી દે, જા, આવું કરવાનું સાવ?

મમ્મી, પાછી આવ!

ઘરની ઈંટેઈંટો બધ્ધી તારે કાજ કરગરતી થઈ ગઈ,

ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ,

લે, કીકીની મોકલું નાવ, મમ્મી, પાછી આવ!

સ્વેટર મારું ગુંથી દેતી, હૂંફ જરી પરોવી દેતી,

ફ્રોક ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી,

હવે વીત્યા દિવસો ઉલટાવ, મમ્મી, પાછી આવ!

ખાવાની એ સહુ વરણાગી કોરાણે મૂકાઈ ગઈ છે,

પાણિયારે દીવો ક્યાં છે? તુલસી પણ સૂકાઈ ગઈ છે,

આવી થોડું અજવાળું ફેલાવ, મમ્મી, પાછી આવ!

છત્રી થાતો તારો પાલવ, અમે વહાલથી નીતરતા’તા,

ભોળી મા, તને સાચ્ચું કહી દઉં? અમે તને બહુ છેતરતા’તા,

ફરી આવીને ધમકાવ, મમ્મી, પાછી આવ!

— યામિની વ્યાસ

રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ

સુરતનિવાસી યામિનીબહેન વ્યાસનું નામ કવિતા ક્ષેત્રે તો જાણીતું છે જ. પરંતુ તેઓ એક સરસ…

View original post 613 more words

Leave a comment

Filed under Uncategorized

વૅડીંગ ઍનીવર્સરીના ૬૫મા વર્ષ પ્રવેશે…

Dec 8th 1957
December 8th 1957
%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0-%e0%ab%ab%e0%ab%ad
pppencil-art
आपना शुभाशिस,शुभकामना एव्ं शुभेच्छानी अपेक्षा
ભજ ગોવિન્દમ ભજ ગોવિન્દમ ગોવિન્દમ ભજ મૂઢમતે | 
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે ન હિ ન હિ રક્ષતિ ડુકૃઝરણે || 
મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં કરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્ |
 યલ્લભસે નિજકર્મોપાત્તં વિત્તં તેન વિનોદય ચિત્તમ || 
નલિનીદલગતજલમતિતરલં તદ્વજ્જીવિતમતિશયચપલમ્ |
 વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્ || 
સત્સંગત્વે નિસસ્સંગત્વં નિસસ્સંગત્વે નિર્મોહત્વમ્ |
 નિર્મોહત્વે નિશ્ચલત્વં નિશ્ચલત્વે જીવનમુક્તિ: || 
ભગવદગીતા કશ્ચિદઘીતા ગંગાજલલવકણિકા પીતા | 
સકૃદપિ યેન મુરારિસમર્ચા ક્રિયતે તમ્ય યમેન ન ચર્ચા || 
કામં ક્રોધં લોભં મોહં ત્યકત્વાડડત્માનં પશ્યતિ સોહમ |
 આત્માજ્ઞાનવિહીના મૂઢા સ્તે પચ્યન્તે નરકનિગૂઢા: || 
ગેયં ગીતાનામસહસ્ત્રં ધ્યેયં શ્રીપતિરૂપમજસ્ત્રમ્ |
 નેયં સજ્જનસંગે ચિત્તં દેયં દીનજનાય ચ વિત્તમ |
સુખત: ક્રિયતે રામાભોગ: પશ્ચદ્ધન્ત શરીરે રોગ: | 
યદ્યપિ લોકે મરણં શરણં તદપિ ન મુશ્ચતિ પાપાચરણમ્ || 
પ્રાણાયામં પ્રત્યાહારં નિત્યાનિત્યવિવેકવિચારમ્ | 
જાપ્યસમેત સભાધિવિધાનં કુર્વવધાનં મહદવધાનમ્ ||
ગુરુચરણામ્બુજનિર્ભરભક્ત: સંસારાદચિરાભ્વ મુક્ત: | 
સેન્દ્રિયમાનસનિયમાદેવં દ્રક્ષ્યસિ નિજહૃદયસ્થં દેવમ્ || 

યાદો
પ્રજ્ઞાબેન અને પ્રફુલ્લભાઈ તેમનાં લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે.
શાર્દુલ વીક્રીડીત
કાપ્યો પંથ પ્રવાસનો કર ગ્રહી, પ્રેમોર્મીના ભાવમાં.
જીવ્યાં સાથ શમાવી સ્વાર્થ સઘળા,અન્યોન્યના વ્હાલમાં.
ફાલ્યું વ્રુક્ષ વીશાળ, બાળ સઘળાં, કીલ્લોલતાં બાગમાં.
પ્રજ્ઞાબેન પ્રફુલ્લભાઈ જીવજો, ભાનુ તપે આભમાં
બે વાર ગવાઇ અને કેટલાકે તો પોતાની ડાયરીમા નોંધી!
શ્રી સુરેશભાઇ જાની ૫૦મી એની પ્રસંગે

jjkishor

ચાલ્યાં એવે ડગ પ્રણયનાં સાથમાં જે પ્રલંબ,
એને માનું જગજન વિષે ઈશનો કો પ્રબંધ;
ચાહ્યાં સૌને, જનજન થકી ચાહના પ્રાપ્ત કીધી,
વ્હેંચી દૈને સકલ નિજનું ઈશ–આશિષ લીધી.

વહો ગંગા નિત્યે સકલજનનિષ્ઠા યુગલની –
રહો વ્હેતી નિત્યે બસ, યહિ શુભેચ્છા જુગલની !

છલકાવી સાચો સ્નેહ સાગરસો, કુંદન જેમ રે તપિયાં

લોહીની સગાઈથી સવાયા થઈ, આયખે રે ઘોળાયાં

જીવન પતંગ ઝુલાવ્યો લોટાવ્યો, અનંત અધ્ધર આભેઆયખે ઘસી , ચંદન સ્નેહને, ચમકાવ્યો જઈને ચાંદે રમેશ પટેલ

Raas:pragnaju Vyas, prafull Vyas – YouTube

28 ટિપ્પણીઓ

Filed under Uncategorized