Daily Archives: ડિસેમ્બર 15, 2021

જોક: સુનોના સુનોના સુન લો ના!પરેશ વ્યાસ

સોના નું પીંજરું Jitendra Vaghela દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફકવિતામાં કોઈ પણ અન્ય કહેનારો કોઈ શાબ્દિક ફેરફાર ન કરી શકે. જોકમાં કરી શકે. કરવો ય જોઈએ.  માત્ર ટીકા જ નહીં, વખાણ કરતી વખતે પણ જોક કરી શકાય
જોક: સુનોના સુનોના સુન લો ના! “માફ કર હે ઈશ્વર, મારા તારા પરનાં નાના નાના જોક્સને, અને હું માફ કરી દઇશ તારા મારા પરનાં મોટા મોટા જોક્સને.” –રોબર્ટ ફ્રોસ્ટ એ ડાબોડી તો છે પણ ડાબેરી? ખબર નથી. આમ તો સામ્યવાદની વિરોધી, તાનાશાહીની પણ વિરોધી છે આ ટેનિસ પ્લેયર લેજન્ડ. અને એ ય નક્કી કે ભારત કે ભારતનાં રાજકારણની સાથે એને ન લાગે કે ન વળગે. પણ તેમ છતાં તે ટ્વીટી. શું? ‘ફોર માય નેક્સ્ટ જોક..’ અને પછી જોડી દીધા એ સમાચાર કે જેમાં ભારતનાં ગૃહપ્રધાને ભારતનાં વડાપ્રધાનનાં વખાણ કર્યા હતા. એમ કે નમો સરમુખત્યાર નથી. એમ કે નમો બધાની વાત શાંતિથી સાંભળે છે. સબકી સુનતે હૈ. એમ કે નમો સૂચનની ગુણવત્તાને પ્રાધાન્ય આપે છે, નહીં કે સૂચન આપનારનાં સ્ટેટસને. એમ કે નમો લોકશાહ છે. પૂર્વ ઝેક-અમેરિકન ટેનિસ પ્લેયર માર્ટિના નવરાતિલોવા અમિત શાહનાં આ કથનને જોક (Joke) કહે છે. જોક એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર જોક એટલે વિનોદનો ટુચકો, મશ્કરી, રમૂજ, ગમ્મત, રમૂજી બનાવ, બોલીચાલીને હસાવવું તે. મેરિયમ-વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર જોક એટલે કોઈ ક્ષુલ્લક વાત, જેને ગંભીરતાથી ન લેવી જોઈએ. યસ, અમે ય લેતા નથી પણ માર્ટિના અનુસાર ‘આ મારો હવે પછીનો જોક’ છે. એનો અર્થ તો એ થાય કે આ રમૂજ છે અને રમૂજને ગંભીરતાથી ન લેવી જોઈએ? અલબત્ત, કોઈ વાતને -‘આ જોક છે’- એમ કહો તો તમે એને નાપસંદ કરો છો, એ વાત પ્રતિકૂળ છે તમને, તમે એને વખોડો કે અમાન્ય ગણો છો. પણ… આ અર્થમાં ય એને ‘મારો’ જોક કહેવાય નહીં. એને એમ કહેવાય કે આ તમારો જોક છે. હે મા માર્ટિના, આમ અમથું ય અમારી વાતમાં તમારે માથું મારવાનું જ નહોતું. પણ તમને તો તમારી પોતાની ભાષાનો શબ્દ વાપરતા ય ન આવડ્યો. લો બોલો! ‘જોક’ શબ્દ ગુજરાતી ભાષામાં પણ સ્વીકાર્ય છે. સાર્થ શબ્દકોશ અનુસાર ગુજરાતી શબ્દ ‘જોક’ એટલે મશ્કરી, રમૂજી ટુચકો. હા, એ વાત જુદી છે કે જોકનાં અન્ય અર્થ પણ છે જેમ કે ઢોરવાડો, જેમ કે જળો, જેમ કે સ્ત્રી. ના, હું જોક કરતો નથી. ગુજરાતી લેક્સિકોન જોઈ લેવું. પણ આજે આપણે ઇંગ્લિશ શબ્દ ‘જોક’નાં અર્થોનું ઘટન કરવું છે. જોક શબ્દ ઇંગ્લિશ ભાષામાં વર્ષ ૧૬૬૦થી જોવા મળે છે. મૂળ લેટિન શબ્દ જોકસ (Jocus) કે યોકસ (Locus). અર્થ થાય રમૂજ, શબ્દરમત. ટાઇમપાસ એવો અર્થ પણ થાય. ભાષાશાસ્ત્રી રોબર્ટ હેટ્ઝરોન અનુસાર જોક એટલે મૌખિક સાહિત્યનો એ રમૂજી ટૂંકો ટૂકડો, જેના આખરી વાક્યમાં એનું રમૂજીપણું છતું થાય એને પંચલાઇન કહેવાય. પંચલાઇન એટલે અંતિમ શબ્દ કે વાક્ય જે હસાવે. જેનાથી આખી વાત સમજાય. પંચલાઇન એટલે તમે ધારો તેવું ન નીકળ્યું હોય અને એટલે… હસવું આવે તે. હકીકતમાં મુખ્ય શરત એ કે જ્યાં સુધી જોકનો અંત ન આવે ત્યાં સુધી વાતમાં ટેન્સન વધતું રહેવું જોઈએ. વાતમાં વચ્ચે ટેન્સન ઘટે તો જોકમાં મઝા ન આવે. અને હા, જોકનું મૂળભૂત કલેવર મૌખિક છે. અલબત્ત છપાય પણ ખરો પણ જ્યારે છપાયેલો જોક કોઈ કહે ત્યારે એને બરાબર એ જ રીતે શબ્દસ: કહેવો જરૂરી નથી. કારણ કે આ જોક છે. કવિતા નથી. કવિતામાં કોઈ પણ અન્ય કહેનારો કોઈ શાબ્દિક ફેરફાર ન કરી શકે. જોકમાં કરી શકે. કરવો ય જોઈએ. અગાઉ કહ્યું એમ ટૂંકી વાત. અને હવે તો વનલાઇનર પણ આવી ગયા. જેમાં વાત અને પંચલાઇન બંને એક જ વાક્યમાં સમાઈ ગયેલી હોય. જેમ કે પૈસો બોલે છે એ તો મને ખબર હતી પણ પૈસો બોલ્યો: ‘આવજો! ટાટા બાયબાય..!’ સામાન્ય રીતે, જોકનો કોઈ લેખક હોતો નથી. જોક જ્યાં જાય ત્યાં મૂળ સર્જકનું નામ શામેલ હોતું નથી. જોક ખાનગી કે જાહેરમાં થઈ શકે છે. આમ કોઈ સ્ક્રિપ્ટ નહીં પણ ધંધાદારી જોક્સમાં સ્ક્રિપ્ટ હોય. કપિલ શર્મા કે એનાં હાસ્ય સહાયકો જે બોલે છે એ કોઈએ લખ્યું હોય છે. તેઓ જે કરે છે એને સ્ટેન્ડ-અપ કોમેડી કહી શકાય. કોમિક અને કોમેડિયનમાં થોડો ફેર છે. કોમિક હસવું આવે એવી વસ્તુ કહે; કોમેડિયન એવી વસ્તુ કહે છે કે જેથી હસવું આવે. આમ જુઓ તો લોકોને હસાવવા અઘરી વાત છે, હોં. અને હા, માત્ર ટીકા જ નહીં, વખાણ કરતી વખતે પણ જોક કરી શકાય. પણ ‘જસ્ટ જોકિંગ’ કહીએ એટલે એમ કે અમે ગંભીર નથી. એક જ વિષય, વસ્તુ કે સંજોગ ઉપર કહેવાતા અનેક જોક્સને ‘જોક સાયકલ’ કહેવાય. જેમ કે નોક-નોક જોક્સ કે લાઇટ બલ્બ જોક્સ. આપણી ભાષાનાં સંતાબંતા જોક્સ પણ જોક સાયકલ છે. આફત કે મૃત્યુનાં વિષય પર કહેવાતા જોક ‘બ્લેક કોમેડી’ છે. ૯/૧૧નો આતંકી હુમલો કે લેડી ડાયનાનાં અપમૃત્યુ વિષે પણ જોક કહેવાયા હતા. જેમ કે વૈશ્વિકરણની વ્યાખ્યા શું? તો લેડી ડાયનાનું મૃત્યુ. એવું શી રીતે? અંગ્રેજ રાજકુમારી, ઈજિપ્તિયન બોયફ્રેન્ડ, ડચ એન્જીનવાળી જર્મન કારમાં બેસીને ફ્રેંચ ટનેલમાંથી ગુજરી રહ્યા હતા. કારનો ડ્રાઈવર બેલ્જિયન હતો જેણે સ્કોટિશ વ્હિસ્કી પીધી હતી. કારની પાછળ તેમની રંગેહાથ તસવીર ખેંચવા પાછળ પડેલા જાપાનીઝ મોટરસાયકલ પર સવાર ઇટાલિયન પાપરાઝીઓથી પીછો છોડાવવા જતા અકસ્માત થયો, તેમાં અમેરિકન ડોક્ટરે સારવાર કરી. તમે કદાચ આ જોક મોબાઈલ ફોન પર વાંચતાં હો તો એ ઇન્સ્ટ્રુમેન્ટમાં કોરિયન, ચાઇનીઝ કે તાઈવાનીઝ પાર્ટસ હોવાના, જે એસેમ્બલ થયા બાંગ્લાદેશમાં અને ટ્રાન્સપોર્ટ કર્યા પાકિસ્તાની ટ્રક ડ્રાઇવર્સ દ્વારા. ઇન્ડિયન કનેકસન? આ જોક તમને કીધો કોણે?!! જોક કહેવામાં આપણે આત્મનિર્ભર છઈએ. હેં ને? એક ‘એન્ટિ-હ્યુમર’ જોક પણ હોય છે, જેમાં જોક કહેવામાં આવે પણ અંતે કશું હસવા જેવું હોય જ નહીં. જેમ કે જેનું ટ્રેક્ટર ખોવાઈ ગયું એ ખેડૂતે શું કહ્યું? એ જ કે મારું ટ્રેક્ટર ક્યાં છે? હવે આમાં શું જોક છે? એ જ જોક છે, ભાઈ! કોઇની ય ટીકા કરતું ટ્વીટ કરી શકાય. પણ કશું કનેક્શન તો હોવું જોઈએ ને? બસ, ઈચ્છા પડી એટલે કરી દીધું અને એને મારો નેક્સ્ટ જોક-નું નામ આપી દીધું? અમે માનીએ છીએ કે આ જ મા માર્ટિનાનો જોક છે. જોક હાસ્યપ્રદ હોવો જોઈએ, હાસ્યાસ્પદ નહીં! શબ્દ શેષ: “જોક એ ઘણી જ ગંભીર બાબત છે.” –બ્રિટિશ વ્યંગકાર ચાર્લ્સ ચર્ચિલ (૧૭૩૨-૧૭૬૪)”

Leave a comment

Filed under Uncategorized