સુજાનો વિચારતા કરી દે, તેવો અનુભવ
૨૦૦૦ ની સાલમાં નિવૃત્ત થયા પછી જાતજાતની અને ભાતભાતની અનુભૂતિઓએ સુજાને નવી નવી દિશાઓ જરૂર આપી, પણ પોતાની કાબેલિયતનો અહં અને કર્તાભાવ હજુ વારંવાર ફૂંફાડા માર્યા કરતા હતા. આના પ્રતાપે અન્યને જેવા હોય, તેવા સ્વીકારી શકવા જેવી કાબેલિયત વિકસી શકતી ન હતી. બ્લોગિંગ પૂરબહારમાં હતું એ વખતે એ માધ્યમ દ્વારા જ કલ્યાણ મિત્ર શરદ ભાઈ શાહના પરિચયમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમની સાથે આ બાબત ઘણી ચર્ચા અને ઉગ્ર વાદ વિવાદ પણ થતા. ૨૦૧૦ ની સાલમાં અમદાવાદની મુલાકાત દરમિયાન એમની ઓફિસમાં સાક્ષાત મુલાકાત થઈ. એ વખતે તેમણે તેમના ગુરૂ શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામીની વાત કરી, અને માધવપુર, ઘેડમાં આવેલા એમના આશ્રમના ફોટા બતાવ્યા. એ વખતે તો સમયના અભાવે ત્યાં જઈ ન શકાયું. પણ ૨૦૧૨ની સ્વદેશયાત્રા વખતે અમે બન્ને અમદાવાદથી ત્યાં ગયા અને તેમના ત્યાં આવેલા ફ્લેટમાં ત્રણ દિવસ રહ્યા. સ્વામીજીની દિવ્ય કાંતિ અને સીધા દિલમાં ઊતરી જાય તેવાં, સાવ સરળ ભાષામાં બે પ્રવચનો પણ સાંભળ્યા. એમને પથ્થરની જૂની ખાણોમાં ખોદકામ…
View original post 555 more words