Movie +ઘોસ્ટિંગ: ભૂતિયું કનેક્શન+

Movie worth watching   he fought British

ઘોસ્ટિંગ: ભૂતિયું કનેક્શન દુનિયામાં જે કાંઈ બને છે એની મોટી અસર ભાષા ઉપર પડે છે. સમાચાર છે કે ઓક્સફોર્ડ ડિક્સનરીએ તાજેતરમાં જ નવાં શબ્દો શામેલ કર્યા. એક શબ્દ શામેલ થયો: એન્ટિ-વેક્સર (Anti-Vaxxer) અને કારણ હતું કોવિડ અને એ માટે લેવું પડતું વેક્સિન. ઘણાં ય એવાં લોક છે, જે હજી ય વેક્સિનનો વિરોધ કરે છે. એન્ટિ-વેક્સર શબ્દ તો જૂનો છે. સને ૧૮૧૨ માં એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી ત્યારે એનો વિરોધ કરનારા એન્ટિ-વેક્સર કહેવાયા હતા. ૨૦૯ વર્ષો લાગ્યા આ શબ્દને ડિક્સનરીમાં શામેલ થવામાં. એટલે એમ કે આમ કોઈ પણ શબ્દ ડિક્સનરીમાં સીધો ઘૂસણખોરી કરી શકતો નથી. સમય લાગે છે. એક બીજો શબ્દ પણ શામેલ થયો: ડિઝાસ્ટર કેપિટાલિઝમ (Disaster Capitalism). મહાઆપત્તિ આવે, લોકો મરે પણ કેટલાંક એવાં ય મૂડીવાદીઓ હોય, જે એનો લાભ લઈને કમાઈ લેય. કોવિડ આવ્યો અને આપણે આર્થિક રીતે પાયમાલ થયા પણ એવા કેટલાં ધનિકો છે, જે કમાઈ ગયા. આપણી આપત્તિને તેઓએ અવસરમાં બદલી નાંખી! અને આમજનની ગરીબાઈ તો વાત જ શી કરવી? ગરીબ બહેનો દીકરીઓને માસિક રજસ્રાવ સમયગાળા દરમ્યાન સેનેટરી પેડ પણ મળે નહીં એને શું કહેવાય? શબ્દ શામેલ થયો: પીરિયડ પોવર્ટી (Period Poverty). આજે જો કે આપણે એવાં શબ્દની વાત કરવી છે જે આજકાલ આપણને અનુભવાય છે. એવું બને છે કે કોઈ દોસ્ત કે સહેલી અચાનક દેખાતો કે દેખાતી બંધ થઈ જાય. કોઈ સંદેશા વ્યવહાર પણ સદંતર બંધ. જાણે તદ્દન ખોવાઈ ગયો કે ગઈ. ઓક્સફોર્ડ ડિક્સનરીમાં અધિકૃત રીતે તાજો શામેલ થયેલો આજનો આપણો શબ્દ છે: ઘોસ્ટિંગ (Ghosting). हम ने ही लौटने का इरादा नहीं किया उस ने भी भूल जाने का वा’दा नहीं किया -परवीन शाकिर ઘોસ્ટ એટલે ભૂત. એવી વ્યક્તિ, જે વ્યક્તિગત સંબંધ આમ અચાનક કાપી નાંખે, કોઈ કારણ નહીં આપે અને કોઈ પણ ખુલાસા વિના સોશિયલ મીડિયા સહિત દરેક કમ્યુનિકેશનમાંથી બાકાત થઈ જાય. ચોખવટ પણ નહીં અને ચોવટ પણ નહીં. માણસ જેવો માણસ પળમાં ભૂત થઈ જાય અને એનો સંબંધ થઈ જાય ભૂતકાળ, એને કહેવાય ઘોસ્ટિંગ. ના, પ્રેમમાં હોય અને પછી બ્રેક-અપ થાય, માત્ર એની જ વાત અહીં નથી. આ તો કોઈ પણ સંબંધમાં થાય. કોઈ જણ વર્ષોથી તમારી દુકાનેથી જ ખરીદી કરતો હોય અને અચાનક બંધ થઈ જાય એવું ય બને. કોઈ કર્મચારી કશું ય કહ્યા વગર જતો રહે. અને આ બધાનું આવું કરવા પાછળનું કોઈ કારણ પણ ન સમજાય. કોઈ કારણ હોય જ નહીં, એવું ય હોય. કોઈ બોલાચાલી થઈ હોય, ઝઘડો થયો હોય એવું ય ન હોય. બસ હસતાં રમતા સાવ અચાનક…. માયા મૂકીને કોઈ જતું રહે. તમને લાગે કે મારો વાંક શો? મારો ગુનો શું? સાહિર સાહેબનું ગીત યાદ છે? વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા! અફસાના એટલે વાર્તા કે વૃતાંત. અંતે સારાવાનાં થાય. પણ એવું શક્ય ન હોય તો એને એક સુંદર વળાંક આપીને છોડી દેવું, એવું સાહિર સાહેબ કહી ગયા છે. આપણું ‘ઘોસ્ટિંગ’ એટલે એક ખૂબસૂરત વળાંક આપવા રોકાયા વિના અચાનક છોડી જવું તે. હા, સાહિર સાહેબવાળી વાત માટે પણ એક શબ્દ છે: કેસ્પરિંગ (Caspering). કેસ્પર પણ ભૂત છે પણ એ ફ્રેન્ડલી ભૂત છે. અહીં એ પેલો જણ ભૂત બનતા પહેલાં એક ખૂબસૂરત મોડ આપવા માટે કામચલાઉ રોકાઈ જાય છે. પણ પછી છોડી તો જાય જ છે. એ માણસ ભૂત તો બની જ જાય છે. ઘોસ્ટિંગ શબ્દ ‘મેશેબલ’ નામની ગ્લોબલ મલ્ટી-પ્લેટફોર્મ મીડિયાની જર્નાલિસ્ટ રાચેલ થોમ્સને સર્જ્યો, જ્યારે હિન્જ-મેચ નામનાં ડેટિંગ એપ ઉપર એને મળેલો એક ભાયડો અચાનક જ ગાયબ થઈ ગયો અને તમામ એપ પરથી એને બ્લોક કરી દીધી. આમ તો આ શબ્દ કોલિન્સ ડિક્સનરીમાં ૨૦૧૫ માં શામેલ થઈ ગયો હતો પણ ઓક્સફોર્ડ ડિક્સનરીએ હજી હમણાં શામેલ કર્યો એ અર્થમાં કે આ માત્ર પ્રેમ સંબંધની વાત નથી, આવું દરેક સંબંધમાં બને છે. આજકાલ સંબંધો ઓનલાઈન જ હોય છે. કોવિડ ઓછો થયો તો ય સદેહે મળવાનું ચલણ હજી ઓછું છે. હવે એવી ટેવ રહી નથી. એક વ્યક્તિ અનેક વ્યક્તિઓને ઓનલાઈન ફટ દઈને મળી શકે છે ત્યારે સંબંધને આમ સટ દઈને કટ કરી નાંખવો ઉર્ફે ઘોસ્ટિંગ પણ હવે આસાન છે. જે અચાનક ચાલ્યો જાય એ કહેવાય ‘ઘોસ્ટર’ અને જે રહી જાય એ ‘ઘોસ્ટી’. ઘોસ્ટિંગ શા માટે? અચાનક જતાં રહેવું એટલે ન કોઈ નાટક, ન કોઈ હોહા. જાહેર ચર્ચાનો જાણે વિષય જ નથી. કોઈ કારણદર્શક નોટિસ નહીં. કોઈ પૂર્વાપર સંબંધ આપીને સમજાવવાની વાત નહીં. સંબંધ તો હતો નહતો થઈ ગયો. ઘોસ્ટિંગમાં કડાકૂટ નથી, માથાકૂટ નથી, રડારોળ પણ નથી. આ તો સારું છે, નહીં?! ઘોસ્ટિંગનાં ય ત્રણ પ્રકાર છે. લાઇટ-વેઇટ, મીડિયમ-વેઇટ અને હેવી-વેઇટ ઘોસ્ટિંગ. પહેલાં પ્રકારમાં ટેક્સ્ટ મેસેજની આપ-લે હોય અને એ જણ કે જણી અચાનક ગાયબ થઈ જાય. ઠીક છે. કશું ગંભીર નથી. બીજા પ્રકારમાં એકાદ બે વાર રૂબરૂ મળ્યા ય હોઈએ, ઓનલાઈન તો નિયમિત આદાનપ્રદાન થતું જ હોય અને વ્યક્તિ અચાનક ગાયબ થઈ જાય જેમ કે ગધેડાનાં માથેથી શીંગડા. પણ ત્રીજા પ્રકારનાં સંબંધમાં ઘણું જ અંગત હોય, રંગત હોય અને આગળ આગળ જવાની શક્યતા ભરપૂર હોય પણ હસતાં, રમતા સાવ અચાનક.. હવે કોઈ ભૂત થઈ જાય તો આપણે શું કરવું? મન શાંત રાખવું. ના, આવું કશું હતું જ નહીં, આવું તો થયું જ નથી, એવો ખોટો સધિયારો આપણે આપણાં મનને આપવો નહીં. ઘોસ્ટરની ખોટી મનામણી તો કરવી જ નહીં. હા, એક છેલ્લો મેસેજ મોકલી શકાય. કહી શકાય કે ધીસ ઈઝ માય આખરી ખત, યૂ સી! મારે પોતાને દુ:ખી થવાની તો જાણે છૂટ પણ મારો જ વાંક હતો એવું વિચારવું નહીં. આમ પણ ખોટો માણસ ભૂત થઈ જાય તો સમૂળગાનું સારું. ભગવાનનો પાડ માનવો કે હાઈશ! એ ગયો. અને હા, આપણી તંદુરસ્તી અને મંદુરસ્તી જાળવવી. બીજાને મળતા રહેવું. સદેહે મળો તો સારું. એક નહીં તો બીજો કે બીજી. માણસોનો ક્યાં તોટો છે?
શબ્દ શેષ: “તમે ખોટા માણસને આટલો ચાહતા હો તો વિચારો કે સાચા માણસને તો તમે કેટલો બધો પ્રેમ કરશો?” –અજ્ઞાત”.

2 ટિપ્પણીઓ

by | જાન્યુઆરી 12, 2022 · 2:37 એ એમ (am)

2 responses to “Movie +ઘોસ્ટિંગ: ભૂતિયું કનેક્શન+

  1. બ્લોગિંગ પણ ધીમે ધીમે ઘોસ્ટિંગ તરફ જઈ રહ્યું છે !

    • pragnaju

      ધન્યવાદ કોમ્પ્યુટર ઘોસ્ટિંગ કીબોર્ડને BIOS મોડમાં કેવી રીતે મૂકી શકું?BIOS માં તમારા કીબોર્ડનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા કીબોર્ડ માટે “BIOS મોડ” ચાલુ કરવું આવશ્યક છે.

      કીબોર્ડ રીસેટ

      કીબોર્ડ અનપ્લગ કરો.
      ESC કી દબાવી રાખો.
      કીબોર્ડને કમ્પ્યુટરમાં પાછું પ્લગ કરો (ESC દબાવી રાખીને)
      5 સેકંડ રાહ જુઓ.
      ESC કી રીલીઝ કરો.
      કીબોર્ડ ઝબકવું એ સફળ રીસેટ સૂચવે છે.
      23. 2019.

       BIOS માંથી Corsair માઉસ કેવી રીતે દૂર કરો
      ઉકેલ
      તમારા માઉસને અનપ્લગ કરો.
      એક જ સમયે ડાબે અને જમણા બટનોને પકડી રાખો.
      તેને પ્લગ કરો.
      જ્યાં સુધી તમે જોશો કે rgb રંગ બદલાયો નથી ત્યાં સુધી તેને પકડી રાખો.
      Source: https://frameboxxindore.com/other/what-does-the-bios-switch-do-k70.html

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.