Daily Archives: ફેબ્રુવારી 23, 2022

ઋતંભરા પ્રજ્ઞા-

ગણેશને મૂળ આધાર ચક્રના સ્વામી/ઋતંભરા પ્રજ્ઞા-

 શ્રી ગણપતિજી અથર્વશીર્ષ મન-મસ્તિષ્કને શાંત રાખવાની એક અણમોલ વિદ્યા માત્ર છે જેના સહારે દુ:ખોનું તરત શમન શક્ય બને છે.મનનું એકાગ્ર થવું એટલે પરમ સર્વોત્તમ યોગ.
શ્રી ગણેશ આનંદમય, બ્રહ્મમય તથા સચ્ચિદાનંદ સ્વરૃપ છે.સત્-ચિત્ત અને આનંદ-આ ત્રણેય ગુણોથી યુક્ત ગણપતિ સત્તા,જ્ઞાન અને સુખના રક્ષક છે.‘અકાર’ એ ગણેશજીનાં ચરણ છે, ‘ઉ’ એ વિશાળ ઉદર છે અને ‘મકાર’ એ મસ્તકનું મહામંડલ છે.પરબ્રહ્મ પરમાત્મા શ્રી ગણેશજી વિશ્વવ્યાપી છે.ગણેશ શબ્દમાં ‘ગકાર’ એ જગત રૃપ છે, ‘ણકાર’ એ બ્રહ્મવાચક છે. ઁકાર એ ભૂત, ભવિષ્ય તથા વર્તમાનનો દ્યોતક છે. આવી રીતે શ્રી ગણપતિ અથર્વશીર્ષ, ઁકાર અને ગણપતિ એ બંને એક જ તત્ત્વ કહેવાય છે.
શ્રી ગણપતિ અથર્વશીર્ષ એ મુખ્ય પગથિયું છે, કેમ કે તે ઉપનિષદોનો સારાંશ છે.અથર્વશીર્ષ શબ્દમાં અ + થર્વ + શીર્ષ આ શબ્દોનો સમાવેશ છે. ‘અ’ અર્થાત્ ‘અભાવ’, ‘થર્વ’ અર્થાત્ ચંચળ અને ‘શીર્ષ’ અર્થાત્ મસ્તિષ્ક. ચંચળતા રહિત મસ્તિષ્ક, અર્થાત્ શાંત મસ્તિષ્ક. મસ્તિષ્કને શાંત રાખવાની વિદ્યા સ્વયં શ્રી ગણેશજીએ જ એકમાત્ર અથર્વશીર્ષમાં બતાવી છે.
અથર્વશીર્ષમાં માત્ર દસ ઋચાઓ છે. તેમાં બતાવાયું છે કે, શરીરના મૂલાધાર ચક્રમાં સ્વયં ગણેશજીનો નિવાસ છે. મૂલાધાર ચક્ર શરીરમાં ગુદા પાસે છે. મૂલાધાર ચક્ર આત્માનું પણ સ્થાન છે જે ઁકારમય છે. અહીંયાં પ્રણવ અર્થાત્ ઁકાર સ્વરૃપ ગણેશજી વિરાજમાન છે. મૂલાધાર ચક્રમાં ધ્યાનની સ્થિતિ જરૃરી હોય છે જેનાથી મન શાંત રહે છે.અમેરિકામાં લંબોદરની ર્મૂિતઓ ભારતીય ગણેશજી જેવી જ છે.
અથર્વશીર્ષનો સાર છે- ‘ગં ગણપતયે નમ: ।’ તેનો નિત્ય પાઠ કરવો જોઈએ.
ગણેશને કુંડલિનીના મૂળ આધાર ચક્રના સ્વામી માનવામાં આવ્યા છે. મૂલાધાર ચક્રને પૃથ્વી તત્ત્વનું નિરુપક કહેવામાં આવે છે જેને પીતવર્ણના વર્ગાકાર અને લં બીજમંત્રથી સમજવામાં આવે છે. આ વર્ગાકારની ચારે બાજુ પત્તા છે. તેની અંદર બીજમંત્રથી નીચે શિવલિંગનો વાસ હોય છે. દરેક બીજમંત્રનું એક વાહન હોય છે અને લં નું વાહન છે હાથી.
અથર્વશીર્ષ
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્ર વિનાયકમ્ ।
ભક્તાવાસં સ્મરેન્નિત્યં આયુઃ કામાર્થ સિદ્ધયે ।।
પ્રથમં વક્રતુંડં ચ હ્યોક દંતમ્ દ્વિતીયકમ્ ।
તૃતીયં કૃષ્ણ પિંગાક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ્ ।।
લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિકટ મેવ ચ ।
સપંતમં વિઘ્નરાજ ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ ।।
નવમ્ ભાલચંદ્રં ચ દશનં તુ વિનાયકમ્ ।
એકાદશં ગણપતિં દ્વાદસં તુ ગજાનનમ્ ।।
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિ સંધ્યં યઃ પઠેન્નરઃ ।
ન ચ વિધ્ન ભયં તસ્ય સર્વ સિદ્ધિ કરંપરમ્ ।।
દારિદ્રયં ભયં કિંચિત્ નારાણાં ચ ન પશ્યતિ ।
અભયં કર મિષ્ટાન્નં નારાણાં પાપનાશનમ્ ।।
વિદ્યાર્થી લભતે વિદ્યામ્ ધનાર્થી લભતેધનમ્ ।
ઇચ્છા કામ સ્તુ કામાર્થી મોક્ષાર્થી લભતેગતિમ્ ।।
ઇદં સ્તોત્રં ગણપતેઃ ષણ્માસાન વરં લભેત્ ।
બ્રાહ્મણાનાં ભોજયિત્વાષ્યૈ તતો વિદ્યાંપ્રયચ્છતિ ।।
સંવત્સરેણ સિદ્ધિર્વૈ ભલેન્નાસ્ત્યત્ર સંશય ।
સંદેહો નાડત્ર કર્તવ્યો નાનયશા શિવભાષિતમ્ ।।
મૂલાધાર ચક્ર જાગૃત થતાં આ દિવ્યશક્તિ ઊર્ધ્વગામી બને છે, જેને આપણે કુંડલિની જાગરણ કહીએ છીએ. મૂલાધાર ચક્રમાં નિવાસ કરતી દિવ્ય શક્તિ કુંડલિની જાગૃત થતાં, અન્ય ચક્રોમાં પણ તેનો પ્રવાહ પહોંચે છે અને તે તમામ સ્વયં જાગૃત થાય છે.આ કુંડલિની શક્તિ ઊર્ધ્વગમન કરતાં જ્યારે ઉપરની દિશામાં વહન કરવા માંડે છે ત્યારે વચ્ચે આવેલા અધોમુખ ચક્રો ઊર્ધ્વમુખ થઈ જાય છે. જ્યારે આ શક્તિ આજ્ઞાચક્ર સુધી પહોંચે છે ત્યારે તમામ વૃત્તિઓનો નિરોધ થતાં સંપ્રજ્ઞાત સમાધિની દશા પ્રાપ્ત થાય છે અને તે જ્યારે સહસ્ત્રાધાર ચક્ર સુધી પહોંચે છે ત્યારે સાધકની તમામ વૃત્તિઓનો નિરોધ થાય છે અને સાધક અસંપ્રજ્ઞાત સમાધિની ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં આત્મા-ચિત્તમાં સંન્નિહિત દિવ્ય જ્ઞાનલોકમાં પ્રાગટ્ય પામે છે, આ સ્થિતિને ‘ઋતંભરા પ્રજ્ઞા’ કહેવામાં આવે છે. આ દશાની પ્રાપ્તિ થતાં સાધકને પૂર્ણ સત્વનું જ્ઞાન થાય છે અને અંતે તેને નિર્બીજ સમાધિનો અસીમ અને અનંત આનંદ પ્રાપ્ત થાય છે. આ જ યોગની ચરમસીમા ઉચ્ચતમ અવસ્થા છે. આ અવસ્થાએ પહોંચતાં સંસ્કારરૂપી વાસનાઓનો પણ નાશ થાય છે અને તેમ થતાં સાધક જન્મમરણના ચક્કરમાંથી મુક્ત થઈ વિશ્વની પરમશક્તિમાં લીન થઈ શાશ્વત આનંદ પ્રાપ્ત કરે છે.
ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ગતિમાન ગ્રહ છે. તેનો સંબંધ મન સાથે જોડાયેલો છે. તે મનનો કારક ગ્રહ છે. ચંદ્રમા માતા, મન, બુદ્ધિ, રસ, પ્રસન્નતા, પૃથ્વી, ધન, સફેદવસ્તુ, ભાવુકતાનો કારક છે. ચંદ્ર દ્વારા મુખ્યત્વે માનસિક પીડા આવે છે.
કોઈક જગ્યાએ વાંચ્યા પ્રમાણે-મન સાથે સંકળાયેલ ૫-એચટી દરેક ભાગમાં હોય છે પણ શ્રી ગણેશનાં સ્થાનમાં વધુ હોય છે.

बिना तर्क किये और बिना अनुमान (inference) के ही ज्ञान 

प्राप्त करने की क्षमता अन्तःप्रज्ञा (Intuition) कहलाती है।

  તત્પરં પુરૂષખ્યાતેર્ગુણવૈતૃષ્ણયમ

                तत्परं पुरूषख्यातेर्गुणवैतृष्ण्यम

              આત્મજ્ઞાનથી કુદરતના અસ્તિત્વ વિશે

              જાણવા ઉત્કંઠા રહેતી નથી. એ શહુથી

             ઉત્તમ અનાસક્તિ છે.

             અનાસક્તિ એ સ્વાર્થ વૃત્તિ નથી. આત્માની

              પહેચાન એટલે અહંકાર અને ‘હું’ પણાનો ત્યાગ.

  વિતર્કવિચારાનન્દાસ્મિતાનુગમાત સમ્પ્રજ્ઞાતઃ

                 वितर्कविचार्नन्दास्मितानुगमात सम्प्रज्ञातः

                 એકજ પદાર્થ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાથી

             ચાર તબક્કામાંથી પસાર થાય છે પરીક્ષા,

             વિવેક,આનંદ્થી ભપૂર શાતિ અને સ્વ્પ્રત્યે

             સજાગતા.

  વિરામપ્રત્યાભ્યાસપૂર્વઃ સંસ્કારશેષઃ અન્યઃ

                 विरामप्रत्याभ्यासपूर्वः संस्कारशेषः अन्यः

                   એકગ્રતાની અન્ય પધ્ધતિ છે જેમા અંતર

                  કોઈ પદાર્થ ઉપર કેંન્દ્રિત હોતું નથી.

               માત્ર અંતરના કોઇ ખૂણે તેની છાપ સંઘરાયેલી

              હોવાથી શેકાલા બી સમાન.  જેની સતત હાજરી

              મનના તરંગોમા અનાસ્ક્ત રીતે સંતાયેલી જણાય.

                  પ્રકૃતિથી પર તેનું અસ્તિત્વ હોય. આ છે યોગનો

              આખરી તબક્કો. જન્મો જનમ તે સંસ્કાર માનવમા

               રહેલા જણાય છે.જ્યારે આ સંસ્કાર સમાપ્ત થાય

                પછી જનમ લેવો પડતો નથી. આ સંસ્કાર એટલે

               આપણા પૂર્વ “કર્મો”.

 ભવ-પ્રત્યયો વિદેહ- પ્રકૃતિલયાનામ

                 भव-प्रत्ययो विदेह-प्रकृतिलयानाम

                  જ્યારે આવું કેન્દ્રિયકરણ અનાસક્તિ

               અને અજ્ઞાન સાથે સંકળાયેલું હોતું નથી

                ત્યારે જનમ અને મરણથી પર થઈ

                કુદરતમા વિલિન થઈ જાય છે. મન

            અને દર્પ ઉપરનો સંયમ કુદરત સાથે

            ઐક્યતા અર્પણ કરે છે. આત્મા સાથેનું

            મિલન જ મોક્ષ નું કારણ છે,

  શ્રધ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા-પૂર્વક

                  ઇતરેષામ  

                 श्रध्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञा-पूर्वक

                  इतरेषाम

                   એકાગ્રતાથી   આધ્યાત્મિકતામાં સંપૂર્ણાતા

                  શ્રધ્ધા,શક્તિ,યાદદાસ્ત, ,પ્રજ્ઞા અને 

                  તેજસ્વીતા  દ્વારા પ્રાપ્ત થાય છે.  

                      શ્રધ્ધાળસપણાનો અભાવ, જેનાથી

                   જીવનમા માર્ગ દર્શન પ્રાપ્ત થાય.

                   પ્રજ્ઞા અને તેજસ્વિતા વધે એટ્લે અંધ વિશ્વાસ નહી. શક્તિ

                   એટલે આ

Leave a comment

Filed under Uncategorized