Daily Archives: ફેબ્રુવારી 28, 2022

ગરીબાઈ-શ્રીમંતાઈ/ કબીરજી

ગરીબાઈ અને શ્રીમંતાઈની નિરર્થકતા સમજાવતાં  કબીરજીએ કહ્યું છે કે,

‘આયા હૈ સો જાયેગા, રાજા રંક ફકીર,

કોઈ સિંહાસન ચઢ ચલે, કોઈ બાંધ ચલે જંજીર.નો અનુવાદ તો આપે લખ્યું તે પ્રમાણે સરળ છે પણ તેની સમજુતી માટે જીવનની ક્ષણભંગુરતાથી  જ્ઞાતિ-જાતિના કે ઊંચ-નીચના ભેદભાવ અને મનુષ્યમાત્ર સમાન દરજ્જાના છે બધા એક જ સરજનહારે સર્જેલા છે તે વાત સટિક રીતે સમજાવવા -બધાએ જવાનું જ છે. એટલે ક્યારેય કોઈએ પોતાની જાત ઉપર ગર્વ કરવો નહીં અને ક્યારેય કોઈની ગરીબાઈ ઉપર હસવું નહીં 

   મનુષ્યજીવન દુર્લભ છે. આવું જીવન વારંવાર મળવાનું નથી એટલે એને સાર્થક કરવા ભલાઈ કરતા રહો, બાકી આ દેહ છૂટી જશે પછી ધન શું કામમાં આવશે? તન, મન કે ધનમાંથી કશું જ આપણું નથી. એ તો ગમે ત્યારે એક પલકારામાં છૂટી જવાનું છે.કબીર કહે છે  ઈશ્વરભક્તિ પણ જો બીજા જીવ તરફની અનુકંપા, કરુણા, સહાનુભૂતિ વિનાની કે બીજાની પીડા જાણ્યા વિનાની હોય તો નકામી છે.બીજા દોહા પણ સારા કર્મો માટે સટિક વાત કરી છેધર્મમાં પેસી ગયેલા કુરિવાજો, માનવજીવનમાંના અંધ વિશ્વાસ પર આકરા શબ્દોમાં આક્રમણ કરે છે ! તો કબીરદાસજી ક્યાંક સમાજસુધારક અને કર્મયોગી ભૂમિકા પણ ભજવી છે. ભારતીય ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે પ્રસિધ્ધ અલગારી સંત શ્રી કબીર સાહેબનું નામ તત્ત્વ-ચિંતનમાં પણ અગ્રિમ સ્થાને છે. એ સાથે તેઓ દાર્શનિક પણ હતા. તે સમાજનાં વિધિ વિવિધ વર્ગોને સાચો માર્ગ દર્શાવનાર રાહબર હતા !જેનાથી તેમણે સમાજમાં વર્ષોથી જડ ઘાલી બેઠેલી અસ્પૃશ્યતાના રિવાજ પર કુઠરાઘાત કર્યો.

જીવ તરફ પ્રેમ અને સહાનુભૂતિ નથી રહેતાં ત્યારે એ સાધુત્વ જ નિરર્થક બની જાય છે, કારણ કે એવું સાધુત્વ તો માત્ર વાદવિવાદ કરવાના જ કામમાં આવે છે, એનાથી ઈશ્વર પ્રાપ્તિ થતી નથી.

પ્રેમ બીના નહીં ભેખ કછુ, નાહક કા સંવાદ,

પ્રેમ ભાવ જબ લગ નહિ, તબ લગ વિવાદ.

સત્યને પામવા માટે કબીરસાહેબ હંમેશાં તેના મૂળ સુધી પહોંચ્યા છે. તેમની એક એક વાત અદ્ભુત છે અને અદ્ભુત હોવા ઉપરાંત સમજવામાં એટલી જ સરળ છે.

કબીર સાહેબની આ વાત ચિતમા મઢી રાખવા જેવી છે

જ્યોં તિલ ભીતર તેલ હૈ, જ્યોં ચકમક મેં આગ,

તેરા પ્રીતમ તુજ મેં, જાગ સકે તો જાગ.

ક્યોં વૃથા કરે હૈ માન,મુરખ ઈસ ધન ઔર જોબનકા

નાહીં ભરોંસા પલકા,યું હી મર જાયેગા….

.ક્યા લેકે આયા જગતમેં,ક્યા લેકે જાયેગા..

દો દિનકી જિંદગી હૈ,દો દિનકા મેલા…..

Leave a comment

Filed under Uncategorized