Monthly Archives: જુલાઇ 2022

લોહી પ્લાઝમા ડોનેટ /યામિની વ્યાસ

“લોહી “ભૂરું લિટમસ એસિડમાં બોળીએ તો કેવું થાય?” પટેલસાહેબે પૂછ્યું. રાજુને આમતેમ જોતો જોઈ સાહેબે ઊભો કર્યો. રાજુને સવાલનો જ ખ્યાલ ન રહ્યો. રાજુએ પૂછ્યું, “શું?” એને છૂટ્ટો ચોક મારતા તે બોલ્યા, “ક્યાં છે ધ્યાન તારું? શું કરે છે?” અને પછી પલાશને પૂછ્યું. તેણે તરત જ જવાબ આપ્યો, “લાલ.” લાલ સાંભળતા જ રાજુના ચહેરાનો રંગ ઊડી ગયો. સાહેબે રાજુને છેલ્લી બેન્ચ પર ઊભો કરી દીધો ને પલાશને ‘વેરી ગુડ’ કહી બેસાડી દીધો. તેઓ હંમેશા સવાલ પૂછતા ત્યારે પહેલાં જાણી જોઈને રાજુને જ પૂછતા. મેઘધનુષના સાત રંગ ક્યા? રાજુને આવડતું હતું પણ ‘લા..’ બોલીને અટકી ગયો. સાહેબે એને કલાસ બહાર ઊભા રહેવાની સજા કરી. એને આ સાહેબ પાસે ભણવાનો અપાર કંટાળો આવતો. ઘરેથી પપ્પા મોકલે એટલે માંડમાંડ આવતો. હંમેશા સાહેબ રાજુને ખીજાતા રહેતા; આવો કેવો યુનિફોર્મ છે? ઈસ્ત્રી કેમ નથી? કેટલો ગંદો છે! આ બટન કેમ જુદા રંગનું છે? રાજુ હંમેશા રોજ જ કોઈને કોઈ કારણે સાહેબનો ઠપકો સંભાળવા તૈયાર જ રહેતો. રાજુ કોઈ જવાબ ન આપતો ત્યારે પટેલસાહેબ ખીજાઈને કહેતા કે તારા બાપને જ વાત કરવી પડશે. રાજુ સ્કૂલના પ્યૂન કનુનો દીકરો હતો. ઘરમાં બાપ અને દીકરો બે જ રહેતા હતા. તેની મા ન હતી. એ માંડ સાત વર્ષનો હશે ને બ્લડ કેન્સરમાં મૃત્યુ પામી હતી. માનો એ ખૂબ લાડકો હતો. એ એને ખૂબ વ્હાલ કરતી હતી. બાપે જ એને માંડમાંડ ઉછેર્યો હતો અને આ સ્કૂલમાં મૂક્યો હતો. પલાશ પટેલસાહેબનો એકનો એક દીકરો. સરને એમ હતું કે પલાશના બધા જ વિષયમાં માર્ક હાઈએસ્ટ હોવા જોઈએ ને એ માટે મહેનત પણ બહુ કરાવતા પણ જ્યારે રમતગમતનો પિરિઅડ આવતો ત્યારે રાજુ મેદાન મારી જતો. એ બાબતથી સાહેબ એના પર હંમેશાં ચીડ કરતા. એક દિવસ શરીરવિજ્ઞાન ભણાવતા ભણાવતા સરે પૂછ્યું, “બોલ રાજુ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ શું છે? લોહીના ઘટકો અને એના કાર્ય વિશે બોલ. ગઈકાલે જે હોમવર્ક આપ્યું હતું તે બતાવ.” રાજુ માથું ખંજવાળવા લાગ્યો. એને લોહી અને લાલ શબ્દથી જ નફરત હતી. તેને ચીસ પાડવાનું મન થયું પણ કંઈ કરી ના શક્યો. એની આંખમાં ગુસ્સો જોઈ સાહેબ તાડૂક્યા, મારવાનું જ બાકી રાખ્યું હતું, “આમ આંખો ફાડી શું જોયા કરે છે? શરમ કર? અહીં મગજ છે કે મૂત્રપિંડ? શું કરશે આગળ જઈને? બસ આવા જ ભારતના યુવાનો? ભારતનું ભવિષ્ય? પલાશને જો.” આ સાંભળી રાજુનું લોહી બમણા વેગથી પરિભ્રમણ કરવા લાગ્યું. ક્લાસમાંથી જાતે જ નીકળી ગયો. પટેલસાહેબે કનુને બોલાવી રાજુના વર્તન બાબત પલાશનું ઉદાહરણ આપી ખૂબ સલાહ આપી. કનુએ રાજુને ખૂબ મનાવ્યો પણ પછી એ સ્કૂલે ગયો નહીં. વાર્ષિક પરીક્ષા નજીક હતી એ પણ ન આપી. એવામાં પટેલસરને બઢતી મળી. આચાર્ય તરીકે બીજી સ્કૂલમાં બદલી થઈ, ત્યારબાદ કનુના કેટલા પ્રયત્ને માંડ રાજુ સ્કૂલે ગયો. આમ ને આમ માંડ પાસ થતો રાજુ ધીમેધીમે આગળ વધવા લાગ્યો. પટેલસાહેબ દીકરા પલાશને પણ પોતાની સાથે નવી સ્કૂલમાં લઈ ગયા. નજર સામે રહે તો વધુ મહેનત કરાવી શકાય. પલાશ અભ્યાસમાંથી એક સેકન્ડ પણ બગાડે એ એમને મંજૂર નહોતું. ફક્ત અને ફક્ત ભણવાનું જ. થયું પણ એવું કે પલાશ બારમામાં સેન્ટરમાં ફર્સ્ટ આવ્યો ને પટેલસાહેબની છાતી ગજગજ ફુલાઈ. સહુને કહેતા, “જુઓ, આનું નામ દીકરો, પિતાનું નામ રોશન કર્યું. અરે ભાઈ! મારું લોહી છે.” અને મોટી પાર્ટી રાખી. પલાશે મેડિકલમાં એડમિશન લીધું અને ડૉક્ટર થયો. આગળ સ્ટડી માટે અમેરિકા ગયો. સર ખૂબ પોરસાતા. તેઓ ખૂબ ખુશ થઈ વટ મારતા. બધાને કહેતા કે, “જુઓ, આવી રીતે ભણાવાય, દીકરાનું કેટલું ધ્યાન રાખ્યું તો તે ભણીગણીને અમેરિકા ગયો આગળ અભ્યાસ માટે.” પલાશનો એ અભ્યાસ પણ પત્યો પછી પટેલસાહેબે કહ્યું, “પલાશ હવે આવી જા, અહીંયા મોટી હોસ્પિટલ બનાવીએ ને તારી મમ્મીએ છોકરી પણ જોઈ રાખી છે.” પટેલસાહેબને હતું કે દીકરો તો પિતાના નામની જ હોસ્પિટલ ખોલશે. મારું લોહી છે, આખરે એની આ સફળતા પાછળ ઓછી મહેનત થોડી કરી છે!” અને દીકરો ત્યાંથી કહેતો કે બસ હવે થોડી જ વાર છે. એમ કરતાં કરતાં બીજા બે વર્ષ વીતી ગયાં. પછી એક દિવસ પલાશનો ફોન આવ્યો, “મેં અહીં મારી ડૉક્ટર ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધું છે અને અહીં જ સેટલ થઈશ. તમે અહીં આવી જાઓ.” આ સાંભળીને પટેલસાહેબને આઘાત લાગ્યો, કહોને અટેક જ આવ્યો. લોહી જોરજોરથી પરિભ્રમણ કરવાં લાગ્યું ને એટલા ગુસ્સે થયા જાણે રાજુને ભણાવતા ન હોય! લોહીના ઘટકો શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણ… પણ પછી ધીમેધીમે આઘાત જીરવાયો પણ નક્કી કર્યું કે અમેરિકા તો નથી જ જવું. મિત્રોએ પલાશને ફોન કરીકરીને કહ્યું કે તું આવી જા પણ પલાશ ન જ આવ્યો. પટેલસર રિટાયર્ડ થયા. એજ વર્ષે કોરોના આવ્યો. પટેલસર તો ખૂબ સાચવતા પરંતુ ખબર નહીં કઈ રીતે બીજા વેવમાં ચેપ લાગ્યો. પછી ધીરેધીરે કોરોના વકર્યો. અતિભયંકર સ્વરૂપ લીધું. પહેલાં તો ઘરે જ હતા પરંતુ પછી એડમિટ થવું પડ્યું. ઘરે તેમના પત્ની એકલાં જ હતાં તે પણ ક્વૉરન્ટીન. કરે તો પણ શું કરે? કોઈએ પલાશને ફોન કર્યો. પલાશથી પણ અત્યારે અવાય તેમ ન હતું. ધીમેધીમે પટેલસાહેબની તબિયત બગડવાં માંડી. એમને થયું કે હવે હું નહિ બચું. એમને આખું જીવન યાદ આવવાં લાગ્યું. ‘કઈ રીતે પલાશની કાળજી રાખી, તેને આગળ વધવા માટે કેવા સપનાં સેવ્યાં હતાં! અને કોઈ પણ રીતે કોઈ એનાથી આગળ વધતો દેખાય તો એની સાથે કેવો વ્યવહાર કર્યો હતો? પલાશને ખૂબ ભણાવ્યો પણ કદાચ ગણાવી ન શક્યો. એ જ ડૉકટર દીકરો આજે કામ ના લાગ્યો.’ જોકે ટ્રીટ્મન્ટમાં કોઈ કમી ન હતી. તેમને પૈસાની કોઈ તકલીફ ન હતી. સમયસર ઓક્સિજન મળતાં ધીરેધીરે તેમની તબિયત સુધરવા માંડી. તેમણે ડ્યૂટી પરના ડૉક્ટરને કહ્યું, “આભાર ભાઈ તારો, મારા દીકરાએ તો કશું જ ન કર્યું પરંતુ તે મારું ખૂબ ધ્યાન રાખ્યું.” તે પણ તેમનો વિદ્યાર્થી જ હતો તેણે કહ્યું, “મારો નહીં, આ રાજુનો આભાર માનો. તેણે તમને પ્લાઝમા ડોનેટ કર્યું છે. તમારું ઓ-નેગેટિવ બ્લડ ગૃપનું પ્લાઝમા ક્યાંય મળતું જ ન હતું. આ રાજુ અત્યારે સ્પોર્ટ્સ ક્લબમાં ટ્રેનિંગ આપે છે અને સેવાનાં કાર્યમાં વ્યસ્ત રહે છે. તેને જ્યારે ખબર પડી કે મારા પટેલસાહેબને અહીં પ્લાઝમાની જરૂર છે તો તે દોડીને આવ્યો. એને પણ કોરોના થયો હતો ને પોતાનું ઓ-નેગેટિવ પ્લાઝમા ડોનેટ કરી તમારો જીવ બચાવ્યો છે. પટેલસાહેબ રાજુને જોઈ રહ્યા અને અનુભવી રહ્યા, એમનામાં ફરતા લોહીના ઘટકોને… યામિની વ્યાસ”

Leave a comment

Filed under Uncategorized

નીરવરવે ૧૪ વર્ષ પુરા -૧૫ વર્ષ પ્રવેશે યાદ આવે-

નીરવરવે ૧૪ વર્ષ પુરા  –૧૫ વર્ષ પ્રવેશે યાદ આવે–

ચંદરની ચૌદ ચૌદ ભવનો ઉજાળતી

ટીલડી તેં ચોડી રૂપાળી,

માડી તારાં નીલમ નમણાં નેણાં

કે નેણલે અમી ઝર્યા રે લોલ—  ચૌદ ભવન-ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, સત્યલોક વા બ્રહ્મલોક, અતલ,વિતલ, સતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ )

(માનવનું મન બે પ્રકારનું છે. એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. રાતના નિદ્રામાં સ્થૂલ મન સુષુપ્ત રહે છે અને સૂક્ષ્મ મન જાગૃત હોય છે, તેથી સ્વપ્નો આવે છે. સ્વપ્ન શાસ્ત્ર માં ચૌદ સ્વપ્નો સૌથી શ્રેષ્ઠ બતાવ્યાં છે. તેના નામ ગજ , વૃષભ કેસરી .લક્ષ્મી  પુષ્પની માળા  ચંદ્ર,  સૂર્ય, ધ્વજ , કુંભ , પદ્મ સરોવર,  સમુદ્ર,  વિમાન  રત્નનો ઢગલો અને  પ્રજ્વલિત અગ્નિ. ભુતકાળના સુખદ પ્રસંગોની યાદ દુ:ખદાયક છે કારણ કે એ દિવસો ચાલ્યા ગયા અને દુ:ખદ પ્રસંગોની યાદ સુખદાયક છે કારણ કે એવા દિવસો હવે નથી રહ્યા. ‘રામાયણ’માં  ૧૪  વર્ષના વનવાસ બાદ સીતાજીને  પરત લઈને અયોધ્યામાં આવેલા  શ્રીરામ કહે છે :जीवत्सु तातपादेषु  

नवे दारपरिग्रहे,मातृभिश्चन्त्यमानानां  

ते हि नो दिवसा: गता:આ  ભવભૂતિનો એ છે જેના શબ્દોને, જેની વાણીને અર્થ અનુસરે છે.અનેચૌદ વરસની ચારણ-કન્યા—સાવજ ગરજે!વનરાવનનો રાજા ગરજેગીરકાંઠાનો કેસરી ગરજેઐરાવતકુળનો અરિ ગરજેકડયપાતળિયો જોદ્ધો ગરજેમોં ફાડી માતેલો ગરજેજાણે કો જોગંદર ગરજેનાનો એવો સમદર ગરજે!ક્યાં ક્યાં ગરજે?બાવળના જાળામાં ગરજેડુંગરના ગાળામાં ગરજેકણબીના ખેતરમાં ગરજેગામ તણી પાદરમાં ગરજેનદીઓની ભેખડમાં ગરજેગિરિઓની ગોહરમાં ગરજેઉગમણો, આથમણો ગરજેઓરો ને આઘેરો ગરજેઆંખ ઝબૂકે!કેવી એની આંખ ઝબૂકે!વાદળમાંથી વીજ ઝબૂકેજોટે ઊગી બીજ ઝબૂકેજાણે બે અંગાર ઝબૂકેહીરાના શણગાર ઝબૂકેજોગંદરની જાળ ઝબૂકેવીર તદણી ઝંઝાળ ઝબૂકેટમટમતી બે જ્યોત ઝબૂકેસામે ઊભું મોત ઝબૂકેઊભો રે’જે!ત્રાડ પડી કે ઊભો રે’જે!ગીરના કુત્તા ઊભો રે’જે!કાયર દુત્તા ઊભો રે’જે!પેટભરા! તું ઊભો રે’જે!ભૂખમરા! તું ઊભો રે’જે!ચોર-લૂંટારા ઊભો રે’જે!ગા-ગોઝારા ઊભો રે’જે!ચારણ-કન્યાચૌદ વરસની ચારણ-કન્યાચૂંદડિયાળ ચારણ-કન્યાશ્વેત-સુંવાળી ચારણ-કન્યાબાળી ભોળી ચારણ-કન્યાલાલ હિંગોળી ચારણ-કન્યાઝાડ ચડંતી ચારણ-કન્યાપહાડ ઘૂમંતી ચારણ-કન્યાજોબનવંતી ચારણ-કન્યાઆગ-ઝરંતી ચારણ-કન્યાનેસ-નિવાસી ચારણ-કન્યાજગદમ્બા-શી ચારણ-કન્યાડાંગ ઊઠાવે ચારણ-કન્યાત્રાડ ગજાવે ચારણ-કન્યાહાથ હિલોળી ચારણ-કન્યાપાછળ દોડી ચારણ-કન્યાભયથી ભાગ્યો!સિંહણ, તારો ભડવીર ભાગ્યોરણ મેલીને કાયર ભાગ્યોડુંગરનો રમનારો ભાગ્યોહાથીનો હણનારો ભાગ્યોજોગીનાથ જટાળો ભાગ્યોમોટો વીર મૂછાળો ભાગ્યોનર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો!   

સૌ સર્જકોના, સંપાદન કાર્યમાં સદાયના સહાયક સ્વજનોના અને દેશ વિદેશે પથરાયેલા સૌ ગુજરાતી રસીયા વાચકોના ઋણી છીએ.. આપનો સ્નેહ સાંપડતો રહેશે તેવી અભ્યર્થના ધન્યવાદ

15 ટિપ્પણીઓ

Filed under Uncategorized

સંકલ્પનો સૂર્યાસ્ત/ યામિની વ્યાસ

સંકલ્પનો સૂર્યાસ્ત

રત્ન જ્યારે ઈસ્ત્રી કરેલાં કપડાં ઘરે આપવા આવતો ત્યારે શ્યામલીની એની સાથે હંમેશા લડાઈ થતી. આ કપડું કેમ આ રીતે ઈસ્ત્રી કર્યું છે? આનાં પર કેમ ડાઘ દેખાય છે? આનાં પર કેમ સળ પડ્યા છે? વગેરે વગેરે. ત્યારે રત્ન ખૂબ ધીરજપૂર્વક જવાબ આપતો. આખરે શ્યામલીની મમ્મી વચ્ચે પડતી, “એને હેરાન શું કામ કરે છે? અરે! આટલાં બધાં પોટલાં એક સાથે લાવતાં ક્યારેક દબાયે ખરાં!”

રત્ન સોસાયટીના નાકે જ એના પરિવાર સાથે રહેતો. ઊંચો, ગોરો પહાડી છોકરો. બે ત્રણ પેઢીઓથી એનો પરિવાર અહીં ઇસ્ત્રીનું કામ કરે. રત્ન ભણવામાં સારો હતો. બારમાં સુધી ભણ્યો પણ પછી ઘરના ધંધામાં જોડાતા એણે કૉરિસ્પોન્ડિંગ ગ્રેજયુએશન કર્યું. એને આગળ જઈને ‘રત્ન ડ્રાય ક્લીનર્સ’ એવી મોટી શોપ ખોલવી હતી. એને માટે એ ખૂબ મહેનત કરતો.

શ્યામલી સુભાષભાઈ અને સ્વાતિબેનની એકની એક લાડલી દીકરી. તે કોમ્યૂટર એન્જિનિયરિંગ ભણતી હતી. ચાર દિવસ પછી એની બર્થડે હતી. એનાં માટે એ સરસ ગાઉન ખરીદી લાવી હતી. અને મમ્મીના કહેવા મુજબ, એ હંમેશા કોઈ પણ કપડું ખરીદે, ભલે એ રૂમાલ કેમ ના હોય, એને પાણીમાં પલાળી ધોઈ નાંખતી અને ઈસ્ત્રી કારવીને જ ઉપયોગમાં લેતી. કોણ જાણે કોણે કોણે એ કપડાં અડકયાં હોય કે પહેરી જોયાં હોય! એવી જ રીતે એણે નવો ગાઉન ધોઈને ઈસ્ત્રીમાં આપ્યો હતો.

ઘરનો બેલ વાગ્યો. એણે જ બારણું ખોલ્યું. રત્ન કપડાં લઈ ઊભો હતો. એનું મોઢું વિલાયેલું હતું અને બોલ્યો, “સોરી છોટી મેડમ, આ તમારા ગાઉન પર જે નાયલોનની લેસ હતી એના પર ગરમ ઈસ્ત્રી લાગી ગઈ છે એટલે સહેજ બળી ગઈ છે. હજુ કંઈ બોલે એ પહેલાં તો શ્યામલીનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો. રત્ન પર ગાઉન ફેંકતા બોલી, “આવું જ નવું ગાઉન હમણાં ને હમણાં લાવી દે.” ને પગ પછાડતી રૂમમાં જતી રહી. સ્વાતિબેનને દુઃખ તો થયું જ પણ બોલ્યાં, “હવે લેસ બળી જ ગઈ છે તો શું થાય? બીજી વાર ધ્યાન રાખજે.” કહી રત્નને પાછો મોકલીને શ્યામલીને સમજાવવાં લાગ્યાં, “જો, આટલું જ બળી ગયું છે, હું દરજી પાસે નવી લેસ લગાવરાવીને ઠીક કરાવી દઈશ.” પણ માને એ શ્યામલી નહીં.

રત્નને પણ દુઃખ થયું. ગાઉન પર બ્રાન્ડનું નામ વાંચી લીધું હતું. મોલમાં તપાસ કરવા નીકળ્યો.

આ બાજુ શ્યામલી પણ નવા ગાઉનનીની શોધમાં નીકળી. વળી એ જ કલર જોઈતો હતો. ફ્રેંડસ જોડે ડ્રેસકોડ રાખ્યો હતો. હવે પાર્ટીમાં પહેરવું શું? બહુ શોધ્યો પણ એવું ને એવું ગમતું ગાઉન ના મળ્યું. આખરે રત્ન પર બબડતી, ગુસ્સો કરતી, કોઈ બીજો ડ્રેસ ખરીદી ઘરે આવી. એનો મૂડ ઑફ હતો. સ્વાતિબેને તરત જ સામે એક પ્લાસ્ટિક બેગ ધરી. શ્યામલીએ જોયું તો એમાં પેલું જ ગાઉન હતું. શ્યામલી ખુશીથી ફૂલી ના સમાય, “ઓ મારી વહાલી મા, તું નવું લઈ આવી કે પેલું જ રીપેર કરાવ્યું? જે હોય એ. ઓહોહો! સલામ તને. એક્સઝેટ એજ. થેન્ક યુ મા, થેન્ક યુ. પેલા રતનીયાને તો જોજેને, એના આ મહિનાના બીલમાંથી રૂપિયા કાપી લઈશું.”

સ્વાતિબેન એને રોકતાં બોલ્યાં, “જરા ધીરી પડ. આ રત્ન જ આપી ગયો છે.” ગાઉન ફેરવીને જોતાં, “ઓ મમ્મી એમ? મને ના મળ્યું, એ ક્યાંથી શોધી લાવ્યો?”

“અરે! શોધી લાવ્યો એટલું જ નહીં, ધોઈને ઈસ્ત્રી કરીને આપી ગયો છે.”

શ્યામલી ખુશ થઈ ગઈ. તરત જ રત્નને ફોન જોડી થેન્ક યુ અને સોરી કહ્યું.

આ ઘટના બાદ શ્યામલી રતન સાથે સારી રીતે વર્તતી. હંમેશા નવું શીખવા તત્પર રત્ન શ્યામલીને ઘણું પૂછતો, કોમ્યુટર ને મોબાઈલ એપ્લિકેશન્સ વિશે શ્યામલી સમજાવતી. સ્માર્ટ રત્ન તરત શીખી લેતો ને આભાર માનતો. મહેનતુ અને સ્વાભિમાની રત્ન આમ પણ સોસાયટીમાં બધાને પ્રિય હતો. કોઈનું પણ બિલ ભરવાનું, હપ્તા ભરવાનું, પોસ્ટનું કે બેંકનું કામ ખુશીથી કરી આપતો. વળી, ડ્રાયવિંગ પણ શીખી લીધું હોવાથી ડ્રાઇવર તરીકે પણ કામ કરી લેતો. વડીલોને મૂકવા લેવા જવું, હોસ્પિટલ બતાવવા લઈ જવા વિગેરે માટે ફ્રી સેવા આપતો.

સુભાષભાઈ જ્ઞાતિના આગેવાન, વળી થોડું જ્યોતિષ પણ જાણે એટલે સલાહસૂચન માટે કે જન્માક્ષર બતાવવા કે કુંડળી મેળવવા ઘરે અવરજવર પણ રહેતી,કે પછી એમને વક્તા તરીકે બહાર પણ જવું પડતું. કુંડળીની ઝેરોક્સ કોપી કઢાવી લાવવી કે સુભાષભાઈને લેવા મૂકવાનું કામ રત્ન જ કરતો. શ્યામલીને પણ કોલેજ કાર્યક્રમોમાં કે ટૂર પરથી મોડું થતું તો લાવવા લઈ જવાનું કામ સુભાષભાઈ એને જ સોંપતા. એના પર પૂરો વિશ્વાસ હતો.

રત્નના સ્વપ્ન સમાન ‘રત્ન ડ્રાય ક્લીનર્સ’ નામની આધુનિક સુવિધા સાથે એણે શોપ ચાલુ કરવી હતી કે જેમાં ગ્રાહકોને સંતોષપૂર્ણ ફાસ્ટ સર્વિસ મળી રહે, એ પણ કિફાયતી દરે. એના માટે સુભાષભાઈ સહિત સોસાયટીના કેટલાય રહીશો લોન આપવા કે મદદ કરવા તૈયાર હતા પણ બધાને એ આદરપૂર્વક ના પાડતો. એણે પોતાની મહેનતથી જ એ સપનું સાકાર કરવું હતું.

એ બાબત શ્યામલી સાથે ઘણી વાતો થતી. શ્યામલીને એનો આ એટીટ્યૂડ ખૂબ ગમતો. ધીમે ધીમે બન્નેની દોસ્તી વધી, એટલું જ નહીં પ્રેમમાં પલટાઈ ગઈ. રત્ન પોતાની હેસિયત જોઈ દૂર રહેતો પણ શ્યામલી તો એની કાબેલિયત પર વારી ગઈ હતી. રત્નની મનાઈ છતાં એણે ઘરે વાત કરી. મમ્મી તો ઠીક પણ પપ્પા કદી ન માને એની એને સો ટકા ખાતરી હતી.

આખરે એજ થયું. જ્ઞાતિના આગેવાન પપ્પાએ પ્રચંડ વિરોધ કર્યો. મમ્મીએ એને ખૂબ સમજાવી પણ શ્યામલી ન માની. એણે કહ્યું, “મને ખબર જ હતી, અમે તો તમારી જાણ બહાર જ કોર્ટ મેરેજ કરી લેત, પણ આ તો રત્નની ખાનદાની હતી કે આપ બન્નેની રજા વગર લગ્ન નથી કરવા એવો એનો આગ્રહ હતો. હવે હું જાઉં છું.”

આખરે એ ઘર છોડી ગઈ અને રત્ન સાથે પરણી ગઈ. વળી એને નવી જોબ પણ મળી અને કમ્પની તરફથી મળેલાં ઘરમાં તેઓ રહેવાં લાગ્યાં. રત્ન હવે ‘શ્યામ-રત્ન ડ્રાય ક્લીનર્સ’ માટે તનતોડ મહેનત કરવા લાગ્યો.

અહીં સુભાષભાઈને તો પોતાનું નાક કપાયાની લાગણી થઈ. ખૂબ ગુસ્સે થયા. આજુબાજુવાળા સોસાયટીના રહીશોએ ખૂબ સમજાવ્યા પણ એમણે તો જાહેરમાં દીકરીનાં નામનું નાહી નાખ્યું અને કદી પણ મોઢું ન જોવાનો દ્દઢ સંકલ્પ કર્યો.

દિવસો વીતતા ગયા. સુભાષભાઈ અને સ્વાતિબેનને એકની એક દીકરી યાદ આવવા લાગી પણ એ વિરહ ન સહેવાતા સોસાયટીનું ઘર બંધ કરી દૂર નાનો ફ્લેટ લઈ રહેવાં ચાલ્યાં ગયાં. બંનેનાં જીવનની સાંજ વહેલી ઢળી. રોજ દરિયાકિનારે સૂર્યાસ્ત જોવા જતાં પણ પછીનું અંધારું ન સહેવાતાં થોડાં વહેલાં પાછાં ફરતાં. આજે એવી જ ઘેરાશમાં પાછાં ફરતાં હતાં ત્યાં કોઈ ભૂલી પડેલી નાનકડી ઢીંગલીએ સુભાષભાઈની કફનિની બાંય ખેંચી, “મમ્મી…” કહેતી રડવા માંડી. પરાણે વહાલી લાગતી ઢીંગલીને ઊંચકી ત્યાં તો ફરીથી ખુશીથી ચિચિયારી પાડી…”મમ્મી..” પાછળ ફરીને જોયું તો શ્યામલી ઊભી હતી અને એની પાછળ રત્ન.

દરિયામાં સૂરજ ડૂબી રહ્યો હતો પણ જતા જતા કહેતો હતો, ‘સંકલ્પો ક્યારેક તોડી પણ શકાય!’

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

બાની છેલ્લી ઘડી/યામિની વ્યાસ


“યાત્રા બાની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. કેરલા ગયેલા પૌત્ર કવિતને કોનફરન્સમાં બોલાવી લીધો. પણ આવું તો વરસમાં ત્રણ વાર થયું હતું. બા મોતને હાથતાળી દઈ પાછાં આવી ગયાં હતાં. આ વખતે બાની બહુ દયનીય સ્થિતિ હતી. એક એક શ્વાસનો ઘેરાયેલો અવાજ આવતો હતો. ગમે તે ઘડીએ એ અવાજ બંધ થઈ જાય એવી શક્યતા હતી. ડૉક્ટરે પણ છેલ્લી સ્થિતિ ગણાવી હતી. “ફિકર નહીં કરો, બાએ અઠ્યાસી વર્ષ બહુ સારી જિંદગી જીવી છે. બહુ મહેનત અને પરોપકારનાં કામો કર્યા છે. હવે એમને શાતા જ મળશે. લીલી વાડી જોઈને જ જાય છે. સુકન્યાકાકી એમને માથે હાથ ફેરવતાં બોલ્યાં. બાને થોડા સમયથી હાર્ટ પ્રોબ્લેમ હતો. વળી, આંખની તકલીફ સાથે અલઝાઇમરની અસર પણ હતી. બાકી તો તેઓ ખૂબ કામગરા, વ્યવહારુ, ચપળ ને હિંમતવાળા, ક્યાંય અન્યાય કે ખોટું ન ચલાવે એવા. કોઈનાય ઝઘડામાં કૂદી પડે. એકવાર તો તેમણે સામેવાળી સુજાતાને ખખડાવી નાખેલી. એનો દીકરો ચીંટુ રોજ બપોરે બા સૂતા હોય ત્યારે ઉપરાછાપરી ડોરબેલ વગાડી જાય, ફૂલો તોડી પાંદડીઓ ત્યાં જ ફેંકી જાય, સાથિયો ભૂસી જાય. પ્રેમપૂર્વક બાએ તેને સમજાવ્યો. પણ તે ન માન્યો તો બાને એની મમ્મી સાથે બોલાચાલી થઈ ગઈ. ત્યારથી સામેવાળા જોડે બોલવાનું બંધ. જોકે હવે અલઝાઇમરને કારણે ઘણું ભૂલી જતાં. જમીને દસ જ મિનિટ્સમાં કહે, ‘અલી, બહુ મોડું થયું, ભાણું પીરસી દે.’ કે પછી દેવપૂજા કરી હોય તોય, પાછાં જાતે ફૂલ તોડવા જાય. અરે, ઘણી વાર તો વર્તમાન ભૂલી જાય ને ભૂતકાળમાં પહોંચી જાય, “ભાભી, તમારી ચૂડીમાં સોનાની ઘૂઘરીઓ હતી એ ક્યાં ગઈ?” વળી તે વખતની ઘરે કામ કરતી સુકલીબેનને કપડામાં સાબુ ઓછો નાખવા સમજાવે. અચાનક દીકરાઓને ને ભત્રીજાઓને તેમનાં બાળપણના લાડકાં નામથી બૂમ પાડે. નાનો પિનાંક શરીરે નબળો ને સ્વભાવે નરમ એને વ્હાલ કરતાં બોલે, “બેટા પિંકુ, તું સૂકલકડી છે તો શું થયું? આમ રોજ માર ખાઈને નહીં આવવાનું. કાલે હું તારી સાથે નિશાળે આવીશ બસ.” આજે બાનો એ જ દીકરો, બાની પીડા ન સહેવાતા, બાના કાનમાં બોલ્યો, “બા, હવે કોઈનીય ફિકર કર્યા વગર સુખેથી યાત્રાએ જા, પાછી જન્મ લઈ આ જ ઘરે આવજે. રામ… રામ… રામ…’ પણ કદાચ બાના સુકલકડી શરીરનાં કાન અને આંખ કામ કરતાં ધીમા પડી ગયાં હતાં. એક ટકી રહ્યો હતો એ માત્ર અવાજ. બા થોડી થોડીવારે કંઈક ન સમજાય એવું બોલતાં. ધીમે ધીમે બધાં ભેગાં થઈ ગયાં. સામેવાળી સુજાતાય ઝઘડો ભૂલી બાના આખરી દર્શન કરવા આવી. બાના મૃત્યુ પછી પહેરાવવાનાં, ઓઢાડવાનાં કપડાં, ગંગાજળ વિગેરે બાએ જ અગાઉથી પિનાંકની પત્નીને ચોક્સાઇપૂર્વક આપી રાખ્યાં હતાં. એય તૈયારી બાએ કરી રાખી હતી. પણ બાનો જીવ જતો નહોતો. અચાનક જ બાએ એમનો કમજોર હાથ માંડ ઊંચો કર્યો, “પિંકુ બેટા…’ પિનાંક બાજુમાં જ હતો, “હા બા…’ પણ બાનો હાથ તો નાના પિંકુનું માથું શોધતો હતો. “બેટા પિં…કુ…” ફરી બાનું એ જ વર્તન. બધાની આંખોમાં આંસુ.બાનો નાનો પિંકુ લાવવો ક્યાંથી? એ જ ઘડીએ મમ્મીને શોધવા આવેલા ચિંટુને સુજાતાએ ત્યાં બેસાડી દીધો. ને બા હાથ ફેરવી વ્હાલથી બોલ્યાં, “બેટા પિંકુ, કોઈથી ખોટ્ટુ ડરવાનું નહીં હંમમમ ને બેટા…ને આપણે પણ કોઈને….” “બા, હવે કયારેય ડોરબેલ વગાડી તમારી ઊંઘ નહીં બગાડું.”ચિંટુ કાંઈ ન સમજાતા બોલ્યો. પણ બા તો કોઈ ડોરબેલ ખલેલ ન પહોંચાડી શકે એવી ગાઢ ઊંઘની યાત્રાએ સિધાવી ગયાં હતાં.

Leave a comment

Filed under Uncategorized

આવિર્ભાવ/યામિની વ્યાસ

આવિર્ભાવ

આખરે આરત અને અનોખીના છૂટાછેડા થઈને જ રહ્યા.

“અરે પપ્પા! તમે ખોટું સમજો છો. અનોખી મા ન બની શકે તે મુખ્ય કારણ છે જ નહીં. તમને કઈ રીતે કહું? એનું બીજે લફરું ચાલે છે. મારી નજર સામે અને તમારી નજર સામે પણ.”

“હેં? કોની સાથે?”

“તમારા લાડલા વેદ સાથે.”

“નો… આઈ કાન્ટ બિલીવ.” રાજનભાઈ વિચારમાં પડ્યા. એમને એવું ક્યારેય લાગ્યું નથી. પછી ખબર નહીં. અનોખી ‘રાજન એન્ડ સન્સ’ નામની મોટી ફોર્મમાં ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે તે વેદને જ બોસ સમજી બેઠી હતી. તેને પૂછાયેલા ફક્ત બે જ સવાલમાં વેદે તેને પસંદ કરી લીધી હતી. તેજબુદ્ધિ વેદે ઉમેદવારોની અરજીઓનો અગાઉથી જ અભ્યાસ કરી લીધો હતો. વેદ ‘રાજન એન્ડ સન્સ’નો ખૂબ હોનહાર અને જવાબદાર અધિકારી હતો. રાજનભાઈનો જમણો હાથ જ સમજોને. લગભગ આરત જેટલી જ ઉંમરનો. મા વગર રાજનભાઈના ખોળે અત્યંત લાડકોડમાં ઊછરેલો તે મનમોજી હતો. કામ પ્રત્યે પણ બેદરકાર. પાર્ટી અને ગર્લફ્રેન્ડમાં વ્યસ્ત રહેતો.

રાજનભાઈને થયું કે, સારી છોકરી સાથે પરણાવવાથી અને પરિવારમાં વ્યસ્ત થવાથી તે સુધરી જશે. એમની નજરમાં અનોખી વસી ગઈ. પણ આરત લગ્નના બંધનમાં જકડાવા ના યે તૈયાર થાય.એમણે વેદને કામ સોંપ્યું કે આરત અને અનોખીની ગાઢ મિત્રતા કરાવે. વેદને અનોખી ખૂબ ગમતી, પરંતુ થાય શું? બોસે કહ્યું હતું. રાજનભાઈએ એમ કહ્યું હતું કે, આરત ધીમેધીમે સમજદારીપૂર્વક જવાબદારી સંભાળે અને ‘રાજન એન્ડ સન્સ’ ‘આરત એન્ડ સન્સ’માં પરિણમે. પછી તે નિવૃત થઈ જાય. આ ઇચ્છા તેમણે આરતને પણ જણાવી.

“પણ પપ્પા, દીકરી જન્મે તો?”

“અરે! તો ‘આરત એન્ડ ડોટર્સ’ થશે.”

“વાહ!”

સામાન્ય પરિવારની, કાર્યમાં ગંભીર, ચતુર, કુશળ, ઠાવકી, બાપ વગરની અનોખીને નોકરી કરીને તેના બે નાના ભાઈઓને સેટ કરવા હતા. વેદે વાતવાતમાં તેની ઈચ્છા જાણી હતી.આમ તો વેદને જ અનોખી પહેલી નજરે ગમી ગઈ હતી.પરંતુ વેદ એના તરફ હાથ લંબાવે તે પહેલાં તો રાજનભાઈએ તેને પુત્રવધૂ તરીકે પસંદ કરી લીધી હતી. ઉપરથી, પ્રસ્તાવ મૂકવાનું કામ પણ વેદને જ સોંપ્યું હતું. વેદ ખૂબ દુઃખી થયો. પણ તે પ્રામાણિક હતો.તેણે મન મક્કમ કરીને આરતને સમજાવીને અનોખીની વધુ નજીક લાવવાનું કામ ઉપાડ્યું. સફળ થયો. ધામધૂમથી લગ્ન થયાં.

વેદ અને અનોખી સારા મિત્રો બની રહ્યાં. પાંચેક મહિના સરસ ચાલ્યા. આરતની આદતો બદલાઈ નહીં. અનોખીને જાણ થતી તો એ વેદને જ જાણ કરતી, પરંતુ વેદ તેને સમજાવતો, ધીરજ આપતો કે, હું તેને સમજાવીશ. ધીરેધીરે બધું થાળે પડી જશે.

રાજનભાઈનો સ્વભાવ ખૂબ સરસ હતો. અનોખી કશું જ બોલી ન શકતી. રાજનભાઈએ અનોખીના બંને ભાઈઓને સેટ કરવાની જવાબદારી લઈ લીધી હતી. આ બાજુ મુક્ત જીવન જીવેલા આરતને આ બંધન ફાવતું ન હતું. ત્રણેક વર્ષ પછી બાળક ન થતાં રાજનભાઈએ ડૉક્ટરને બતાવવાનું કહ્યું.

“પપ્પા, શું ઉતાવળ છે? જિંદગીની મજા માણીએ છીએ.”

પરંતુ અનોખી જાણતી હતી કે, જિંદગી કેવી છે. પણ તે હંમેશા સસરાજીની સારાઈ તરફ જોતી. રાજનભાઈએ ફરીથી દબાણ કર્યું તેથી તેઓ ડૉક્ટરને બતાવવાં ગયાં. જરૂરી બધા જ પરીક્ષણો કર્યા પણ રિપોર્ટ જોઈને તરત જ આરતને બહાનું મળી ગયું. અને અનોખી મા નહીં બની શકે એ બહાના હેઠળ તેને ડિવોર્સ આપી દીધા. ઠરેલ અનોખીએ એ પણ સ્વીકારી લીધું. રાજનભાઈ ખૂબ દુખી થયા. એમને થયું કે ઘણા ઉપાય છે હવે તો બાળક લાવવાના પણ આરતનું આવું જ વલણ હોય તો અનોખી અને વેદનું અફેર સહજ હોઈ પણ શકે. તેમણે વાત સ્વીકારી.

“તું આવી વાત વિચારી જ કઈ રીતે શકે, આરત? અને રાજનસર તમે પણ…?” બસ આટલું બોલી વેદે રાજીનામું ધરી દીધું. અનોખી પણ ‘રાજન એન્ડ સન્સ’ છોડીને ચાલી ગઈ.

એકાદ મહિનાનો સમય ગયો અને આશ્ચર્ય વચ્ચે વેદ અને અનોખી એક બીજી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે અચાનક મળી ગયાં.

“વેદ, તમે સિલેક્ટ થઈ જશો તો હું આ જોબ મને મળશે તો પણ નહીં કરું.”

વેદે કહ્યું, “લોકો તો બોલ્યા જ કરશે. આપણે શું કામ સાથે નોકરી ન કરીએ?”

બંનેને મળી અને સાથે નોકરી સ્વીકારી.થોડા સમયમાં વેદે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. અનોખીએ કહ્યું, “મારા રિપોર્ટ વિશે જાણો છોને?”

“ જે હોય તે,હું તને પ્રેમ કરું છું.”

“પણ આપણે લગ્ન કરીશું તો આરતના આરોપનો પુરાવો મળી જશે.”

વેદના ફરી એ જ શબ્દો, “લોકો તો કંઈ પણ કહેશે એની ફિકર ન કર અને હા આપણે બાળક દત્તક લઈ લઈશું.ને જો આ નોકરી છોડી આપણે કોઈ નાનકડો બિઝનેસ શરૂ કરીએ.”

અને બંને પરણી જાય છે. પહેલે જ વર્ષે આશ્ચર્ય વચ્ચે અનોખી ગર્ભધારણ કરે છે. અનોખી ને વેદ તરત જ પહેલાં જે ડૉક્ટર પાસે તપાસ કરાવેલી હતી ત્યાં પહોંચે છે. ડૉક્ટર પણ નવાઈથી કહે છે, “અનોખી, તે જાતે તારા રિપોર્ટ નહોતા જોયા?”

“ના, મેડમ.”

“ઓ માય ગોડ! ખામી તારામાં નથી, આરતમાં છે.”

અનોખી રિપોર્ટની બીજી કોપી કરાવે છે. બંને જાય છે રાજનભાઈને બતાવવા, મીઠાઈ લઈને, વધામણી આપવા.

‘અનોખી એન્ડ સન્સ કે ડોટર્સ’ ભવિષ્યમાં અમે કરીશું.

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

માનસિકતા…

માનસિકતાની બાબતો વારંવાર માણતા વિ ચા ર વ મ ળે…આ અંગે અનેક સંતો, વિદ્વાનો અને ડૉ હૅગડેની ઓડિયો  સાંભળી હતી.ફિલોસોફરો, ચિકિત્સકો, કવિઓ, વિચારકો, વૈજ્ઞાનિકો અને અલબત્ત, સામાન્ય માણસો મન નામના આ કોયડા વિશે સમાન રીતે મૂંઝવણમાં હતા. મન શું છે? તે ક્યાં છે? તેમ છતાં, તેમાંના મોટાભાગના લોકો તેમના મનની હાજરી અનુભવતા હતા. મન પવન જેવું છે, જેને કવિએ આ રીતે વર્ણવ્યું છે:“પવન કોણે જોયો છે?ન તો તમે, ન હું,જ્યારે વૃક્ષો નૃત્ય કરે છે અને વાળે છે,પવન પસાર થઈ રહ્યો છે!”એનોન.તે મન માટે પણ સાચું છે. લોકો માનવ શરીરરચનાનાં અન્ય તમામ કોષીય માળખાંની જેમ મનને પણ ચોક્કસ અંગ સાથે ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.આ અંગ-આધારિત દવા, આધુનિક કહેવાતી વૈજ્ઞાનિક દવાઓની જેમ, માનતી હતી કે મન ખૂબ લાંબા સમય સુધી હૃદયમાં રહે છે. સ્વીટ હાર્ટ, કઠણ હૃદય, દયાળુ હૃદય, વિશાળ હૃદય, તમે મારું હૃદય વગેરે જેવા શબ્દો તે ખોટી છાપમાંથી ઉદ્ભવ્યા છે. કેનેડિયન મગજ સર્જન, પેનફિલ્ડની આગેવાની હેઠળના ચિકિત્સકોએ મગજના અમુક ભાગમાં મનને શોધવાનો પ્રયાસ કર્યો. જોકે તેઓ અસ્થાયી રૂપે સફળ થયા, કારણ કે કેટલાક શારીરિક કાર્યો મગજના અમુક ભાગો દ્વારા નિયંત્રિત હતા, બાદમાં કેન્દ્રિય નર્વસ સિસ્ટમનું મુખ્ય મથક છે.મગજ, અથવા તે બાબત માટે, શરીરના અન્ય કોઈપણ અંગ, મનની બેઠક ન હોઈ શકે. સેલ્યુલર સ્ટ્રક્ચર્સના સંદર્ભમાં મન ક્યારેય વિચારી શકાતું નથી. માનવ મગજમાં, ઉદાહરણ તરીકે, એક અબજ કોષો છે. મીઠાના નાના દાણામાં દસ અબજથી વધુ અણુઓ હોય છે. જો મગજના કોષો મનની બેઠક બનતા હોત, તો બાદમાં મીઠાના નાના દાણાને પણ સમજવાની સ્થિતિમાં ન હોત, આ વિશાળ બ્રહ્માંડને છોડી દો. રોબોટિક્સનું વિજ્ઞાન, જે લગભગ સિત્તેર વર્ષ જૂનું છે, તે માનવ રોબોટની અંદર પેક કરવા માટે માનવ મનની નકલ કરી શક્યું નથી.                                                                                માણસને ચંદ્ર પર મોકલવું એ માનવ મન દ્વારા વિશાળ વાદળી આકાશની સમજણ અને આનંદની નકલ કરવાની સરખામણીમાં બાળકનો ખેલ છે. જો આપણે માણસને, તેના ચહેરા પર સ્મિત સાથે, તેના પડોશીના ડ્રોઈંગ રૂમમાં ચાનો કપ લેવા મોકલવામાં સફળ થઈ શક્યા હોત તો તે એક મોટી વૈજ્ઞાનિક સિદ્ધિ હોત. કુદરતની સુંદરતાનો આનંદ માણવો અને તમારા પાડોશીને પ્રેમ કરવો એ બંને માનવ મનના કાર્યો છે, જે સામાન્ય માણસોને આશ્ચર્યચકિત કરે છે, જેમાં વૈજ્ઞાનિકો તરીકે ઓળખાતા વિશેષાધિકૃત વર્ગનો સમાવેશ થાય છે.એવું લાગે છે કે વિજ્ઞાન પર નવું શાણપણ ઉભરી રહ્યું છે જેણે હવે તેની વ્યુત્પત્તિને જ્ઞાનથી બદલીને નવા સંસ્કૃત મૂળમાં કાપી નાખી છે. જ્યારે તમે અણુઓ અને તેનાથી આગળ જવા માટે કોષને ટુકડાઓ અને ટુકડાઓમાં કાપવાનું ચાલુ રાખો છો, ત્યારે તમે મન અનુભવો છો. ઓપેનહેઇમર (અમેરિકન), એનરીકો ફર્મી (ઇટાલિયન), અને નીલ્સ બોહર (સ્કેન્ડિબનેવિયન) એ મળીને અણુને હાઇડ્રોન નામના નાના કણોમાં વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો. તેમના શિક્ષક, નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી, મેક્સ બોહમ, એક ખૂબ જ શાણા વૈજ્ઞાનિક કે તેઓ હતા, તેઓએ તેમને ચેતવણી આપી હતી કે “આ નાનો અણુ જેને તેઓ વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે ચોક્કસપણે માનવજાતને એક અથવા બે પાઠ શીખવશે.” આ ભવિષ્યવાણી સાબિત થયું. માનવજાત આ પૃથ્વી પરના માનવ જીવનના દરેક ક્ષેત્રમાં પરમાણુ પતનથી પીડાય છે એટલું જ નહીં, પરંતુ પાંચસો વર્ષનું અર્ધ જીવન ધરાવતા જીવલેણ પ્લુટોનિયમના કચરાનું શું કરવું તે પણ આપણે જાણતા નથી! આપણી ભાવિ પેઢીઓ આપણને આપણી આ “અવિચારી” ક્રિયા માટે જવાબદાર ગણી શકે છે.શબ્દ જોવા માટે સમય કાઢો, મનહીનતા! ભારતીય પ્રાચીન ઋષિઓએ હજારો વર્ષ પહેલાં વૈદિક જ્ઞાનમાં આ સંભાવના વિશે ભવિષ્યવાણી કરી હતી. આધુનિક વિજ્ઞાનને આ વાત હમણાં જ સમજાઈ છે કે તેઓ હાઈડ્રોનને લેપ્ટો-ક્વાર્કમાં વધુ વિભાજિત કરવામાં સક્ષમ છે. બાદમાં તમામ જીવંત અને નિર્જીવ વસ્તુઓમાં સમાન લાગે છે. તેઓ જીવંત વસ્તુઓની અંદર અને બહાર મુક્તપણે ફરતા હોય તેવું લાગે છે. પરંતુ તેઓ એટલા નાના છે કે તેઓ તેમના અભ્યાસ અને વ્યાખ્યાને અવગણે છે. તેમ છતાં, તેઓ મન દ્વારા સમજી શકાય છે. ઉપનિષદોમાં તેનું સુંદર વર્ણન છે:“બહિરંતશ્ચ ભૂતાનામ, ચરમ આચરમ ઉવાચ,સૂક્ષ્માવતેથ અવિજ્ઞાયમ; દ્વારસ્થમ ચ અનિકેતચ તત.”[તે તમામ જીવંત વસ્તુઓની અંદર અને બહાર બંને છે – તે ગતિશીલ છે અને સ્થિર પણ હોઈ શકે છે; તે એટલું સૂક્ષ્મ છે કે તેની તપાસ કરી શકાતી નથી અને સમજી શકાતી નથી, જેઓ તેના અસ્તિત્વથી વાકેફ નથી તેમના માટે તે ખૂબ દૂર છે; જેઓ જાણે છે કે તે ખૂબ નજીક છે!]લેપ્ટો-ક્વાર્કનું ભૌતિકશાસ્ત્ર અને આપણા ઉપનિષદોએ આ ગ્રહ પરની તમામ વસ્તુઓની એકાત્મક પ્રકૃતિનો અહેસાસ કર્યો છે. પશ્ચિમના વૈજ્ઞાનિકો પ્રેરણા માટે પૂર્વ તરફ જોઈ રહ્યા છે. મન એ સબ-એટોમિક ક્વોન્ટમ સ્ટેટ છે (ક્વોન્ટમ ફિઝિક્સ સબ-એટોમિક વિશ્વ સાથે વ્યવહાર કરે છે). માનવ મન, અથવા અન્યથા માનવ ચેતના કહેવાય છે, એક ક્વોન્ટમ સ્તરની વિચારસરણી છે. જેમ “બીજમાં વૃક્ષ છે” તે જ રીતે, ઝાયગોટ, પ્રોટીનનો તે નાનો ટુકડો જે માણસ તેની માતાના ગર્ભાશયમાં જન્મે છે તે દિવસે છે, તે બ્રહ્માંડની દરેક અન્ય જીવંત વસ્તુઓ વિશે જાણે છે! સમાન આનુવંશિક મેક-અપ ધરાવતી કોઈ બે જીવંત વસ્તુઓ નથી. આધુનિક વિજ્ઞાન ચેતનાના ચાર સ્તરો બનાવે છે – જાગ્રત ચેતના, સ્વપ્ન જોવું, ઊંઘવું અને ક્વોન્ટમ ચેતના. હજારો વર્ષોથી ભારતીય શાણપણમાં સમાન વર્ગીકરણ હતું! શિવમ, સુંદરમ, અદ્વૈથમ અને ચતુર્થમ એ નવીનતમ વૈજ્ઞાનિક ચેતના સમાન ચાર તબક્કા હતા.ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રીઓને તેમની ભૂલનો અહેસાસ ત્યારે જ થયો જ્યારે તેઓ લેપ્ટો-ક્વાર્કની પ્રકૃતિને સમજી શક્યા ન હતા કે તેમની રિડક્શનિસ્ટ થિયરીઓ માત્ર એટલી જ આગળ વધી શકે છે અને પદાર્થના ક્વોન્ટમ સ્ટેજથી આગળ નહીં. તેઓને એ પણ સમજાયું કે ક્વોન્ટમ સ્તરે મન અને દ્રવ્ય સમાન છે અને તમે જેની વાત કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી! આઈન્સ્ટાઈનની ઘમંડી પૂર્વધારણા કે “પ્રકાશ કરતાં વધુ ઝડપથી કંઈપણ આગળ વધી શકતું નથી” ઝડપથી ખોટું સાબિત થયું હતું. મન અને દ્રવ્ય એક જ છે એવી અનુભૂતિ સાથે, અસાધારણ ગતિએ મનની ગતિને સમજી શકાય છે. “મનોવેગા” (મનની ગતિ) એ એક પ્રાચીન ખ્યાલ હતો, જે તાજેતરમાં વિજ્ઞાન દ્વારા શોધાયેલ છે, શોધ નથી! ટેલિપોર્ટેશન એ ગેમનું નવું નામ છે.ભૂતકાળમાં પણ વિચારશીલ વૈજ્ઞાનિકો હતા, પરંતુ તેમના અવાજો રિડક્શનિસ્ટ વૈજ્ઞાનિકોના વધુ શક્તિશાળી અવાજોમાં ડૂબી ગયા હતા. પછીના વિજ્ઞાનમાં પૈસાનું મૂલ્ય હતું અને તે વેચાણપાત્ર કોમોડિટી હતી. વર્નર હેઈઝનબર્ગ દ્વારા અનિશ્ચિતતાના સિદ્ધાંતના વધુ સમજદાર સિદ્ધાંતો અને શ્રોડિન્જર (શ્રોડિન્જરની બિલાડી)ની બિલાડીની થિયરી બધા કાર્પેટની નીચે અધીરા હતા. લોકો નદીઓ પર પુલ બનાવી શકે છે (પરંતુ માણસ અને માણસ વચ્ચે નહીં), તેઓ સ્કાય સ્ક્રેપર, સુપર હાઇવે બનાવી શકે છે, અવકાશમાં રોકેટ મોકલી શકે છે અને વાયરલેસ માધ્યમ દ્વારા દૂરના લોકો સાથે વાતચીત કરી શકે છે, અને રિડક્શનિસ્ટની મદદથી માણસને અવકાશમાં મોકલી શકે છે. વિજ્ઞાન. શક્તિશાળી રાષ્ટ્રોએ તેમનો દિવસ યુદ્ધોથી બનાવ્યો, જે ક્ષુદ્ર દિમાગમાં જન્મ્યા, જેના પરિણામે માનવીય દુઃખ ખૂબ મોટા પાયે. રિડક્શનિસ્ટ વિજ્ઞાનનો પતન સર્વગ્રાહી માનવ વિકાસ માટે નથી. તેને મર્યાદિત કરવા માટે, વિજ્ઞાને કુદરતની બક્ષિસનો નાશ કરવામાં મદદ કરી છે; માણસ કુદરતને સંપૂર્ણપણે નાશ કરવાની ધમકી આપી રહ્યો છે.શું વિજ્ઞાન ખરાબ છે?જરાય નહિ! વિજ્ઞાન, સાચા અર્થમાં, માનવજાતનો એકમાત્ર તારણહાર છે. વિજ્ઞાન માનવતાના ભલા માટે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે જોવા માટે માણસને કુદરતના રહસ્યોનો અહેસાસ કરાવી શકે છે. તે વૈજ્ઞાનિક અથવા તેના નાણાકીય માસ્ટરનું મન છે, જેણે માનવજાત માટે દુ: ખનું સર્જન કર્યું છે અને ક્યારેય વિજ્ઞાન પોતે જ નહીં. હકીકતમાં, વૈજ્ઞાનિક સ્વભાવ વિના માણસ પોતાની જાતને અતાર્કિકતાની ખીણમાં ડૂબી શકે છે. ઓટ્ટો ફ્રિશ અને રુડોલ્ફ પર્લ્સ પ્રથમ અણુ બોમ્બના સૂત્રની કલ્પના કરવા માટે જવાબદાર હતા. પરંતુ તે હેરી ટ્રુમેન અને વિન્સ્ટન ચર્ચિલનું મન હતું જેના પરિણામે તેને 1945માં હિરોશિમા પર તે ભયંકર ઓગસ્ટની સવારે છોડવામાં આવ્યું હતું, જેના પરિણામે મિનિટોમાં 80,000 થી વધુ લોકોના તાત્કાલિક મૃત્યુ થયા હતા. અણુશસ્ત્રોને કારણે વિશ્વભરમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે! ગુનેગાર, તો, વિજ્ઞાન નથી પણ માનવ મન છે.અમે આ કેવી રીતે બદલી શકીએ?ચર્ચિલ અને ટ્રુમેન બંને માત્ર બે કુદરતી વૃત્તિ ધરાવતા મન સાથે જન્મ્યા હતા, ગૌતમ બુદ્ધ, મહાવીર અથવા મહાત્મા ગાંધી જેવા સ્વ-બચાવ અને સંવર્ધન. એ તબક્કે જરા પણ ફરક નહોતો. હિટલર અને તેના લોકોના મન તેઓ જે હતા તે કેવી રીતે બન્યા? દરેક બાળકના નિર્દોષ માનવ દિમાગને દુનિયાના ખરાબ માર્ગોથી શીખવવાનું અમારું હતું. બાદમાં સ્પર્ધા, એક અપ-મેનશિપ, નફરત, અને ઈર્ષ્યા, ક્રોધ, અભિમાન, અહંકાર અને સુપર અહંકારનો સમાવેશ થાય છે. આ એવા લક્ષણો છે જે આપણને રિડક્શનિસ્ટ વિજ્ઞાનના કહેવાતા વૈજ્ઞાનિક સ્વભાવમાંથી વારસામાં મળ્યા છે, જ્યાં સ્પર્ધા એ મુખ્ય શબ્દ છે. હોલિઝમના નવા વિજ્ઞાનમાં (નોન-રેખીય અને CHAOS વિજ્ઞાન) વ્યક્તિ સમગ્રને પ્રેમ અને સહકારથી જુએ છે.આ અનુભૂતિ સાથે, આપણે આપણી પ્રાથમિક શાળાઓમાં તાલીમ પ્રણાલીને બદલવા માટે ઝડપથી આગળ વધવું જોઈએ જ્યાં તમામ ખરાબ ટેવોનું બીજ આપણા નાના નાના બાળકોના નિર્દોષ મનમાં વાવવામાં આવે છે.જો તમે ચર્ચિલ, ટ્રુમેન અને હિટલર જેવા નિર્દોષ બાળકો હતા, તેઓ પુખ્તાવસ્થામાં કેટલાં નિર્દોષ બની જાય છે તે વિશે વિચારશો, તો તમને આપણી શૈક્ષણિક પ્રણાલીની અસરનો ઝડપથી ખ્યાલ આવશે. સ્પર્ધા, રેન્ક, ઈનામો અને તમારી પાસે શું છે તેની આપણી આધુનિક શિક્ષણ પ્રણાલીની મૂર્ખાઈને સમજવા માટે વ્યક્તિએ ફક્ત નાકની બહાર જોવું પડશે. આ આપણા ભારતીય પ્રાચીન શાણપણ માટે જાણીતું હતું જ્યારે નીચે મુજબ માનવ મનને શાંતિમાં તાલીમ આપવા માટે લખવામાં આવ્યું હતું:”એકલા કામ કરવાનો તમને અધિકાર છે,પરંતુ તેના ફળ માટે ક્યારેય નહીં,કર્મના ફળથી તું કાર્યશીલ ન બનો,કે તમે નિષ્ક્રિયતા સાથે જોડાયેલા ન રહો.”“હે ધનંજય, આસક્તિનો ત્યાગઅને સફળતા અને નિષ્ફળતા એકસરખા સંદર્ભે,યોગમાં અડગ રહો; તમારી ફરજો બજાવો,સમ-બુદ્ધિને યોગ કહેવાય છે.ભગવદ ગીતા.અહીં તણાવ સમ-વિચાર પર છે. મારા એક મિત્ર, જે શબ્દના પરંપરાગત અર્થમાં ખૂબ જ સફળ છે, તેણે મને પૂછ્યું કે જો આ વિચારધારાને અનુસરવામાં આવે તો શું વિશ્વમાં પ્રગતિ થઈ શકે? તે કંપનીમાં ઘણા લોકો સ્વાભાવિક રીતે તેની સાથે સંમત થયા. તે શહેરમાં એક ખૂબ જ સફળ ડૉક્ટર છે, જો સફળતાનું મૂલ્યાંકન વ્યક્તિની કમાણી અને શક્તિ દ્વારા કરી શકાય! કમનસીબે, આજે બધી પ્રગતિ માનવજાત માટે દુઃખ લાવવામાં પરિણમી છે. ક્યાંય શાંતિ નથી. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, જે આ અર્થમાં ખૂબ જ સફળ છે, તે કિશોરવયની હિંસાની પકડમાં છે જ્યાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ એકબીજાને ગોળી મારે છે. તેઓ હવે થોડું આત્મનિરીક્ષણ કરી રહ્યા છે. નિર્દોષ બાળકો, શાળાઓમાં અભ્યાસ કર્યા પછી, સમાજમાં તેમના પુખ્ત વયના લોકો માટે ગુનેગાર બની જાય છે. રોજેરોજ આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના નામે વ્હાઈટ કોલર ગુનાનો ભોગ બનીએ છીએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે લગભગ ઝેર છે. આજે યુરોપ તેમના માંસની નિકાસ પર અમેરિકન પ્રતિબંધના ભય હેઠળ ફરી રહ્યું છે કારણ કે વિવિધ આનુવંશિક ઇજનેરી પદ્ધતિઓને કારણે માંસ ખરાબ રીતે ઝેરી હોવાનું જણાયું છે. તમાકુ લાખોની હત્યા કરી રહી છે જ્યારે 1998 માટેનો બેસ્ટ મેનેજરનો એવોર્ડ બ્રિટિશ અમેરિકન ટોબેકો કંપનીના સીઈઓને જાય છે! તે મારા મિત્રના ધોરણો દ્વારા સફળ છે!હ્રદયરોગના હુમલાથી લઈને કેન્સર સુધીની દરેક એક ખૂની બિમારી હવે માનવ મનમાં ઉદ્દભવતી હોવાનું માનવામાં આવે છે. તેમનો ઈલાજ કે અન્યથા પણ મન પર આધાર રાખે છે. હૃદયના સ્નાયુ કોશિકા અથવા કેન્સર કોષ સહિત દરેક માનવ કોષનું તેનું સબએટોમિક મન હોય છે જે કાં તો અંતિમ પરિણામ બનાવે છે અથવા તોડે છે! દવાઓ અને શસ્ત્રક્રિયા જેવા પૈસા કમાવવા માટે ટૂંકા ગાળાના ઝડપી સુધારાઓ માત્ર કામચલાઉ રાહત છે. આદિકાળના ઉત્કર્ષ દ્વારા લાંબા ગાળાના લાભો મન પર આધાર રાખે છે, યોગના સમ-મન!જો હું વાચકને સમસ્યાની ગંભીરતાનો અહેસાસ કરાવવામાં સક્ષમ હોઉં અને આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની, તમામ માનવીય બિમારીઓના ઈલાજ તરીકે શાંત મન રાખવાની સખત જરૂર હોય, તો મને થોડી સફળતા મળી હશે. દુન્યવી અર્થમાં ખૂબ જ સફળ લોકો પણ તેમના પરોપકારી કાર્યોથી વધુ સારા બન્યા છે અને વધુ સંપત્તિ એકત્ર કરીને નહીં. રોકફેલર ફાઉન્ડેશન અને ફોર્ડ ફાઉન્ડેશન એ તેમના સ્થાપકોની સફળતાની વાર્તાઓ છે જેઓ એક સમાન મનની દ્રષ્ટિથી બદલાઈ ગયા છે.એક સમાન મન સાથે પણ વ્યક્તિ સાંસારિક સંપત્તિ મેળવી શકે છે. વ્યક્તિએ પોતાને બનાવવા માટે અન્ય લોકો સાથે તેમનો નાશ કરવા માટે સ્પર્ધા કરવાની જરૂર નથી. એક મુદ્રાલેખ તરીકે સહકાર સાથે જીવી અને જીવવા દો. મનનું નવું વિજ્ઞાન અને તેની ક્વોન્ટમ ચેતના માણસને માત્ર ચંદ્ર પર જ નહીં પણ પાડોશીના ઘરે પણ હસીને મોકલી શકશે.”તમારા દુશ્મનને પ્રેમ કરો, તમારા પાડોશીને પ્રેમ કરો”ઈસુ ખ્રિસ્ત.શું આપણે બધા આ પૃથ્વી પર સમાન નથી? તો પછી તમે તમારા ભાઈ સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકો? તેની સાથે સહકાર આપો અને તેને પ્રેમ કરો.

મન ક્યાં છે? વાંધો નહીં તે અંદર અને બહાર દરેક જગ્યાએ છે! તમારા શરીરના દરેક કોષમાં, જેમાં એક લાખ અબજ છે, તે તમારા પર સમાન હોવાને તમારી બહાર શોધશો નહીં!

Leave a comment

Filed under Uncategorized

રેઝિગ્નેશન/Paresh Vyas

રેઝિગ્નેશન

  · રેઝિગ્નેશન: ત્યાગીને ભોગવવાની મઝા

‘ઘાયલ’ સુકાળમાં જ છે મરવા તણી મઝા,
મરવું જ છે તો આ બહુ માઠું વરસ નથી.
– અમૃત ઘાયલ

રાજકોટ એટલે ઘાયલ સાહેબનું શ્હેર. ‘મઝા’ શબ્દ રાજકોટનો ટ્રેડમાર્ક છે. અહીં બસ બધું મઝા મઝા. અને એવું ન હોય તો.. એટલે એમ કે અહીં કશું ન ગમે, પીડા થાય, ભાવે નહીં, મોસમ બગડે એવી બધી જ વાત- મઝા નથી- એવા બે શબ્દો સાથે કહી શકાય. અહીં ખાવાનામાં મઝા નથી, વરસાદમાં મઝા નથી, ઘૂંટણમાં મઝા નથી, માણસમાં મઝા નથી વગેરે. થોડાં દિવસ પહેલાં ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાનો રેઝિગ્નેશન (Resignation) લેટર દર્શાવતો એક નાનકડો ટ્વીટ વાઇરલ થઈ ગયો હતો. એમાં રાજીનામું આપતો આ રાજેશ નામનો જણ નક્કી રાજકોટનો જ હોવો જોઈએ. ‘મઝા’ શબ્દનો અર્થ તો એ જ સમજી શકે. એક અન્ય સમાચાર સૌથી ટૂંકા રેઝિગ્નેશન લેટરને લગતા પણ ગયા અઠવાડિયે આવ્યા. માત્ર ત્રણ શબ્દો. ‘બાય બાય સર’.. અને પછી ‘આપનો વિશ્વાસુ’ લખીને રાજીનામાં ઉપર કર્મચારીએ સહી કરી. અને અમને શબ્દસંહિતા માટે શબ્દ મળ્યો: રેઝિગ્નેશન (Resignation).
ગુજરાતી લેક્સિકોન અનુસાર રેઝિગ્નેશન એટલે પદસ્થાનનું ત્યાગપત્ર, રાજીનામું. ત્યાગપત્ર તો જાણે સમજ્યા પણ રાજીનામું? નારાજગી ભારોભાર ભરી હોય પણ તો ય આપણે ગુજરાતીઓ એને રાજીનામું કહીએ! હિન્દીમાં ત્યાગપત્ર તો સમજાઈ જાય. નોકરીનો ત્યાગ કરવો તે. રાજીપો કે નારાજગી એ તો પછીની વાત છે. ઉર્દૂમાં ઇસ્તિફા. મૂળ અરેબિક શબ્દ ઇસ્તિ+અફૂ. પૂર્વગ ‘ઇસ્તિ’નો તો કોઈ અર્થ નથી. પણ ‘અફૂ’ એટલે ઉપકારથી છૂટું થવાની માંગણી કરવી તે. પણ એ જુઓ કે અહીં ક્યાંય રાજીપો નથી. મૂળ લેટિન શબ્દ ‘રેઝિગ્નેર’ એટલે સીલ તોડવું, રદ કરવું. મૂળ તો આ એકાઉન્ટ્સનો શબ્દ છે. રી+સિગ્નેર. ‘રી’ એટલે ફરીથી અને ‘સિગ્નેર’ એટલે એકાઉન્ટ્સમાં એન્ટ્રી કરવી. એટલે એમ કે એક વાર ઉધાર ખાતે એન્ટ્રી થઈ હોય પછી જ્યારે એટલી જ રકમની એન્ટ્રી જમા ખાતે થાય એટલે મૂળ એન્ટ્રી રદ થઈ ગણાય. કેન્સલ થઈ જાય. એમ રેઝિગ્નેશન આપે એટલે એ કેન્સલ થઈ જાય! રેઝિગ્નેશન સામાન્ય રીતે સ્વેચ્છાએ અપાયેલું હોય છે. શક્ય છે, કોઇની ધાકધમકી કે ડરથી પણ આપવામાં આવ્યું હોય. રાજીનામું નારાજીનામું પણ હોઇ શકે! પુરાવા રૂપે કવિ શ્રી મુકેશ જોષીની ત્રિપદી: ઝાડ નામની ઑફીસ ઉપર પવન-કાયદા જોયા છે? લીલમ્-લીલા કામ કરે પણ અંતે મળતો જાકારો, ઘણાં પાંદડાં રાજીનામું લખતાં લખતાં રોયાં છે. પણ… આજકાલ સ્થિતિ ઊલટી છે. હવે પાંદડાં પર ઝાંકળ નથી હોતું, પાંદડાં રાજીનામું લખતાં રોતા નથી. અમેરિકામાં ગયા વર્ષે ૪ કરોડ લોકોએ નોકરીનો ત્યાગ કર્યો. ઓસ્ટ્રેલિયા, ચીન, યુરોપ સાગમટે રાજીનામું આપવાનો નયા દૌર ચાલ્યો. આગામી જુલાઇ મહિનામાં જર્મન એરલાઇન્સ લુફ્તથાન્સાએ ૧૦૦૦ ફ્લાઇટ્સ રદ કરી દીધી કારણ કે સ્ટાફ નથી. હવાઈ નોકરીમાં હવે લુત્ફ નથી! ભારતમાં રેઝિગ્નેશનનો સિલસિલો આઈ. ટી. ક્ષેત્ર પૂરતો મર્યાદિત હતો પણ તો પણ… દસ લાખ આઇટી એન્જિનિયર્સ એક વર્ષમાં એકસાથે ગાઈ ઊઠે કે… યે મેરા ત્યાગપત્ર પઢ કર, કે તુમ નારાજ ન હોના. કારણ? કારણ કે કાગડો હવે આનંદી છે, વિષમ પરિસ્થિતિમાં દુ:ખી થઈ થઈને પણ કામ કર્યા કરવું? ના રે ના! એ આઝાદ છે. ક્યારે ઊડી જાય, કહેવાય નહીં. રાજા લાચાર છે કારણ કે કાગડાને જોબ સ્ટેબિલિટી કરતા જોબ સેટિસ્ફેક્શન વધારે પ્રિય છે.
ટેક્સાસ યુનિવર્સિટીનાં એક પ્રોફેસરે આ વિશ્વવ્યાપી નોકરી છોડો ઘટનાને નામ આપ્યું: ‘ધ ગ્રેટ રેઝિગ્નેશન’ અથવા ‘બિગ ક્વિટ’ (Big Quit). કોવિડનું કારણ હોય કે કોઈ અન્ય કારણ હોય પણ હવે સ્થિતિ બદલાઈ છે. હવે ગ્રાહક હંમેશા સાચો છે, એવું નથી. હું રેસ્ટોરાંમાં જાઉં અને વેઇટર ઉપર ગુસ્સો કરું કે સર્વિસ કેમ મોડી દીધી? તો માલિક કે મેનેજર વેઇટરની તરફદારી કરશે. કારણ કે મારા જેવા ઘરાક તો અનેક મળી જશે પણ વેઇટર નહીં મળે.. યૂ સી! અને મોટા ભાગનાં લોકોએ નોકરી બદલી છે, છોડી નથી. એટલે એમ કે તેઓ જોબ ક્વિટર્સ નથી પણ જોબ સ્વેપર્સ છે. સ્વેપ (Swap) એટલે અદલબદલ. કદાચ એવું હોય કે કોઈ એક જગ્યાએ ઢસરડો કરતા હતા. કાયમ એકનું એક. નવું ક્યારેય અજમાવ્યું નહોતું. હિંમત નહોતી નવું ટ્રાય કરવાની. પણ કોવિડમાં નોકરી છૂટી ગઈ. એટલે ફરજિયાત કશુંક નવું કર્યું. કરવું પડ્યું. અને એ ચાલી ગયું. કોવિડ ન આવ્યો હોત તો કદાચ હજી ન્યાં ને ન્યાં જ ગૂંદાણાં હોત. અને ન્યાં જ રોદણાં રડતા હોત કે હાય નોકરી.. નો કરી.. કહે છે કે આ સાગમટાં રાજીનામાં પાછળ ‘વર્ક લાઈફ બેલન્સ’ પણ એક કારણ છે. અમે એને મજાકમાં વર્ક વાઈફ બેલન્સ કહીએ છીએ. એટલે એમ કે નોકરી અને પત્ની વચ્ચે સમય ફાળવણીની સમતુલા. અલબત્ત નોકરી કરતી કે અન્યને નોકરી આપતી મહા ઈલાઓ માટે એ વર્ક હસબન્ડ બેલન્સ છે. હવે એ જમાનો નથી કે હાય પૈસો, હાય પૈસો. અત્યારે કમાઈ લેવું. પછી ફુરસદે ખર્ચ કરીશું. પાછલી જિંદગીમાં. ના, એવું નથી. બચત કરવાનો ય વાવરો હવે રહ્યો નથી. અત્યારે જ લાઈફ જીવી લેવી. જલસા કરી લેવા. કારણ કે જિંદગીકે સફરમેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફીર નહીં આતે..’ને ભૂલ ભૂલમાં આવી જાતે હૈ તો તેવારે આપણાં ઘૂંટણ નહીં ચાલતે હૈ! માટે.. જો ભી હૈ, બસ યહી એક પલ હૈ અને એટલે આ ગ્રેટ રેઝિગ્નેશન.
‘રેઝિગ્નેશન’ શબ્દનો એક ઊલટો અર્થ પણ છે. શાંતિથી સહન કરવું તે, દરેક પરિસ્થિતિ પ્રત્યે સર્વથા આત્મસમર્પણની ભાવના. સ્વીકારી લેવું કે કશુંક ખોટું/ખરાબ થશે કે થઈ રહ્યું છે. પણ.. હું અસમર્થ છું. મારો કોઈ કાબૂ નથી. નિદા ફાજલીનો શે’ર યાદ આવે છે. અપની મરઝીસે કહાં અપને સફરકે હમ હૈ, રુખ હવાઓંકા જિધરકા હૈ ઉધરકે હમ હૈ.. એ મારું રેઝિગ્નેશન છે!


શબ્દ શેષ:
“તમે જ્યાં છો ત્યાં તમને ન ગમતું હોય તો ચાલી નીકળો. તમે ઝાડ નથી.” –અજ્ઞાત 

Leave a comment

Filed under Uncategorized

શ્રી દીપક મહેતાના ચલ મન મુંબઈ નગરી

પંકતિ સ રસ હોય હોય તો આખી ગ્ઝલ બધુ સરસ હોય તે માણો
પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;
મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?
નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?
મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;
અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?
જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,
ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?
– યામિની વ્યાસ
કોઈપણ વાત જ્યારે જ્યારે સપ્રમાણતાની હદ બહાર જાય ત્યારે હંમેશા કઠિન જ થઈ પડતી હોય છે. ગઝલ પણ સપ્રમાણ બહેર છોડીને લાંબી કે ટૂંકી બહેરમાં લખવામાં આવે ત્યારે ઉત્તમ કૃતિ નિપજાવવી થોડું કપરું બની જતું હોય છે. યામિની વ્યાસ અહીં લાંબી બહેરની ગઝલ લઈને આવ્યાં છે. આ ગઝલની એક બીજી વિશેષતા એ છે કે બહેર ભલે લાંબી પ્રયોજી હોય, રદીફ સાવ ટૂંકી ને ટચ માત્ર ત્રણ જ અક્ષરની બની છે. સામાન્યતઃ લાંબી બહેરની ગઝલમાં રદીફ પણ બહુ લાંબી હોય છે, જેથી કવિએ માત્ર દોઢ પંક્તિ જેટલી જ કસરત કરવાની રહે. પણ અહીં બહેર લાંબી અને રદીફ ટૂંકી હોવા છતાં યામિનીબેન અદભુત કહી શકાય એવી બિલકુલ સંઘેડાઉતાર ગઝલ આપવામાં સફળ રહ્યાં છે એ વાત સાચે જ કાબિલે-દાદ છે. કવિની સિગ્નેચર ગઝલ કહી શકાય એવી બળકટ આ કૃતિ છે

Leave a comment

Filed under Uncategorized

બીજી મમ્મી … યામિની વ્યાસ

“ક્ષિતિજ રેખા પગ પાસે ઢળતી સાંજે દરિયા કિનારે રેત પર બેસીને ક્ષિતિજ પોતાના ખિસ્સામાંથી તસવીર કાઢી અનિમેષ નેત્રે નિહાળ્યા કરતો.કોઈ કેમ સમજતું નથી કે મને આવી છોકરી ગમે.એના ચહેરા પરથી નીતરતો ભાવ કોઈ અલૌકિક અનુભૂતિ કરાવે છે.પણ આ છોકરી છે કોણ? ક્યાં હશે? તે આ દુનિયામાં છે કે ક્ષિતિજને પેલે પાર મમ્મીની જેમ.એને મૃત્યુ પામેલી મમ્મીની યાદ આવી ગઈ.’જો હં ક્ષિતુ, સામે પેલા દેખાય છે ને, લાલ લાલ સૂરજદાદા, હમણાં જ દરિયામાં પડશેને છમમમમ..અવાજ આવશે ને અંધારું થઈ જશે.’ ‘ઓહ અંધારાની મને બહુ બીક લાગે મમ્મી,તું મને છોડીને ક્યાંય નહીં જાય ને? પ્રોમિસ?’ ‘ હા બાબા પ્રોમિસ પણ તું જ મારી સાથે રહેશે ખરો? ભણીગણીને મોટો થશે કમાશે ને સરસ દુલ્હન લાવશે પછી તું એની સાથે જ રહેશે.’ ‘હું મોટો થઈને તારી સાથે લગ્ન કરીશ પછી તું કેવી રીતે છોડીને જશે?’ નાનકડો ભોળો ક્ષિતિજ બોલી પડેલો.ને મમ્મી ખડખડાટ હસી પડેલી. પણ મમ્મીએ પ્રોમિસ ન પાળ્યું. કાર અકસ્માતમાં ક્ષિતિજ અને પપ્પા બચી ગયા, મમ્મી મૃત્યુ પામી. મા વગરના નાનકડા ક્ષિતિજને સાચવવો ખૂબ જ મુશ્કેલ હતો. પાંત્રીસ વર્ષના વિધુર સાગરને પોતાની પત્ની કરતા ક્ષિતિજની માની વધુ જરૂર હતી.ઘણા સારા ઘરનાં માંગા આવતા.સાગરે ક્ષિતિજને સાચવે એવી સામાન્ય ઘરની ત્રીસેક વર્ષની નેહા પર પસંદગી ઉતારી. સરળ શાંત અને સૌમ્ય નેહાના આગમનથી ક્ષિતિજને સારું તો લાગ્યું પણ એના મોઢામાંથી મમ્મી શબ્દ નહીં નીકળ્યો. એ એને બીજી મમ્મી કહીને બોલાવતો નેહા એને ખૂબ વહાલ કરતી, એટલે સુધી કે એને બીજા સંતાનની જરૂર ન લાગી. પણ ક્ષિતિજ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ અંતર્મુખી થતો ગયો. કોણ જાણે કેમ એની વહાલી મમ્મીની જગ્યાએ આવેલી નેહા માટે એને ખૂબ અણગમો થવા લાગ્યો.નેહા માટે એને વહાલ તો શું જરા ય આદર પણ નહોતો. પણ ઝાઝો વ્યક્ત ન કરતો.દૂર રહેતો. નેહાને સમજાતું નહોતું કે,’ મા તરીકે વર્તવામાં મારી ક્યાં કમી રહી ગઈ? હું બીજી મમ્મીમાંથી મમ્મી ક્યારે બનીશ?’ સાગર બધું સમજતો પણ કંઈ બોલી ન શકતો. નેહા સાગરને ધીરજ આપતી. શહેરમાં એન્જિનિયરિંગ કોલેજ હોવા છતાં જીદ કરી ક્ષિતિજે હોસ્ટેલમાં રહેવાનું પસંદ કર્યું. હવે તો રજામાં ઘરે આવતો ત્યારે નેહા સાથે ખાસ વાત પણ નહીં કરતો. ડિગ્રી મેળવ્યા બાદ પપ્પાના બિઝનેસમાં જોડાયેલા ક્ષિતિજ માટે કન્યાની શોધ ચાલી. કેટલીય છોકરીઓમાંથી ક્ષિતિજને કોઈપણ પસંદ આવતી નહોતી. અને નેહા બતાવતી એને તો એ જોયા વગર જ ઘસીને ના પાડી દેતો. એને તો ફક્ત એના ખિસ્સામાંના ફોટાવાળી છોકરી જ ગમતી. મધુર હાસ્ય, સાદી કુર્તી, સલવાર,દુપટ્ટો ને લાંબો ચોટલો.ને વળી નાનકડી બિંદી. આ ફોટો એની પાસે આવ્યો કઈ રીતે એ નક્કી કરી શકતો ન હતો ઘરમાંથી, હોસ્ટેલમાંથી, લાઈબ્રેરીની બુકમાંથી કે મિત્રના આલ્બમમાંથી! આખરે એક દિવસ બ્રેકફાસ્ટ ટેબલ પર સાગરે પૂછી જ લીધું, ‘ તારી કોઈ પસંદ છે તો કહે, અમને ન્યાતજાત,દેખાવ,ભણતર વાંધો નથી, તને ગમે એમાં જ અમે ખુશ.’ ક્ષિતિજ જવાબ આપે એ પહેલા નોકરાણી શકુબાઈએ ધોવા નાખેલ જીન્સમાં રહી ગયેલા પર્સ, કાર્ડસ, ફોટોગ્રાફ ટેબલ પર મૂકી દીધા.ક્ષિતિજ હાથ લંબાવે એ પહેલા નેહાએ હાથ લંબાવી ફોટો લઇ લીધો. ‘અરે, આ તો મારો ફોટો, તારી પાસે ક્યાંથી આવ્યો બેટા?’ ‘તમારો ફોટો!! મને ખબર નથી મારી પાસે ક્યાંથી આવ્યો!’ ફોટાને જોઈને બીજી મમ્મીના ચહેરાને ઝીણવટથી જોયો. ‘હા,ફોટામાંની યુવતી આધેડ બનતા આવી જ લાગે.’ પોતાની શોધ આંખ સામે હતી. ક્ષિતિજ રેખા સરકીને પગ પાસે આવી ગઈ. એણે માતાનો હાથ હાથમાં લઇ પોતાને માથે મુક્યો, ‘તમે કહેશો એ યુવતીને જીવનસાથી બનાવીશ મમ્મી.’ ક્ષિતિજે આજે પહેલીવાર નેહાને બીજી મમ્મી ને બદલે મમ્મી કહ્યું. ત્રણેયની આંખો ભીની થઈ ગઈ.

યામિની વ્યાસ”

Leave a comment

Filed under Uncategorized

ડ્રોમોમેનિઆ: આતા માઝી ભટકલી!/પરેશ વ્યાસ

ડ્રોમોમેનિઆ: આતા માઝી ભટકલી!

કોવિડ ગયો. વેકેશન આવ્યું. ઘરમાં ગોંધાયેલા લોકો ફરવા નીકળી પડ્યા. ગુજરાતીઓ તો હવાફેરને પણ હવા ‘ખાવા’ જઈએ, એવું કહે. ફરવા સાથે ખાવાનું મહાત્મ્ય સવિશેષ. એક પોટલું તો માત્ર પેટપૂજા માટે લીધું હોય! પછી આ બધા સહેલાણીઓ સોશિયલ મીડિયા ઉપર આપણી મેથી મારે. આવા લોકો જોવા કે માણવા ઓછું, પણ ફોટા પાડીને અપલોડ કરવામાં વધારે ધ્યાન આપે. પછી એ ફોટા/વીડિયા જોઈને તેઓનાં ફ્રેન્ડ્સ કે ફોલોઅર્સ અંદરથી બળી મરે. બહારથી જો કે લાઇક પણ કરે. દેખાદેખી અને અદેખાઈ બે અલગ શબ્દો છે. ‘દેખાદેખી’ એટલે એક જણનું જોઈ બીજાએ આચરવું એ, અનુકરણ, સરસાઈ, હરીફાઈ, સ્પર્ધા. અને ‘અદેખાઈ’ એટલે બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી, અદેખો સ્વભાવ, ખાર, ઈર્ષા. બેમાંથી એક કે બંને હોય એટલે એનું જોઈને હોકે મજબૂર ચલા, મેં ભટકવા ચલા, દૂર, બહોત દૂર… ચલો કશ્મીર કે ચલો માલદિવ્સ કે.. ના, ના, પુતિન ઘણું બોલાવે છે પણ ઓણ સાલ રશિયા જવા વિચાર નથી! જો કે બીજે ક્યાંક તો જવું જ જોઈશે. નિરંજન ભગત સાહેબનો ખુલાસો કે ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કે ઉમાશંકર જોશી સાહેબનો અભરખો ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ પણ.. અહીં એ વાત ધ્યાનમાં રાખવી કે આ કવિતા લખાઈ ત્યારે સોશિયલ મીડિયા નહોતા. નહીં તો તેઓએ આવું લખ્યું ન હોત. અને -જીવ્યા કરતાં જોયું ભલું- જેવું તદ્દન ખોટું લેશન આપણાં વડીલો આપણને શીખવાડી ગયા છે. હાસ્યનાં પર્યાય જ્યોતીન્દ્ર દવે સાહેબે લખ્યું હતું કે ‘.. પણ જોયા કરતાં જીવ્યું સારું! કારણ કે જોવા માટે જીવનની જરૂર છે અને જીવવા માટે પૈસાની.’ આજકાલ તો એવા ય છે કે જે દેવું કરીને ઘૂમવા જાય છે. પછી ગીત ગાય કે જગ ઘૂમિયાં થારે જૈસા ન કોઈ.. તો શું જખ મારવા ઘૂમવા ગિયો’તો? ઘરમાં જ રહેવું’તું ને? હવે હદ બહાર ફરવાનું થયે રાખે તો ઘરબાર વેચાઈ જાય, નોકરીને તિલાંજલિ આપી દેવી પડે, છેડા છૂટા થઈ જાય, સલામતીની ઐસી તૈસી થઈ જાય. પણ કેટલાંક માટે બસ ફરવું, એટલે ફરવું એટલે ફરવું. આ મનોરોગ છે જેને ડ્રોમોમેનિઆ (Dromomania) કહે છે.

ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ડ્રોમોમેનિઆ’ એટલે ભ્રમણોન્માદ. ‘ભ્રમણ’ એટલે હરવું ફરવું તે અને ‘ઉન્માદ’ એટલે ગાંડપણ, ઘેલછા, તોર, મદ કે સંનિપાત. તર્કઅસંગત અથવા તો સૂઝસમજણ વિહોણો લાગણીનો સતત આવેગ. શેને માટે? તો કે ફરવા, રખડવા, ભટકવા. કોઈ પણ હેતુ વિના બસ નીકળી જ પડવું. શરૂઆતમાં લોકોને બતાડવા માટે અને પછી તો લોકો જુએ કે ન જુએ પણ એ જણ (કે જણી)એ તો જવું જ જવું. જાણે હાથમાં પાંખો ફૂટી, પગમાં પૈડાં લાગ્યા, અને બસ, ઊડી નીકળવું, હાલી નીકળવું. હાલી હું નીકળ્યા?! આમ મૂળ ગ્રીક શબ્દ ડ્રોમોમેનિઆ. ‘ડ્રોમો’ એટલે ગતિ કે રેસ. ડ્રોમો એટલે રેસકોર્સ. રનિંગ ઉર્ફે દોડવું એવો ય અર્થ થાય. વેગ કે ગતિ માપવાનાં યંત્રને ડ્રોમોમીટર કહેવાય. અને ‘મેનિઆ’ તો આપણે જાણીએ છીએ. આમ નિયંત્રણહીન પ્રવાસન અથવા યાત્રાની અવિરત ઈચ્છા થયા કરે એવો મનોરોગ એટલે ડ્રોમોમેનિઆ. સને ૨૦૦૦માં માનસિક રોગ માટે પ્રમાણભૂત ગણાતા ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ (ડીએસએમ)માં ડ્રોમોમેનિઆ અધિકૃત રીતે ‘ક્લિનિકલ ટ્રાવેલ એડિક્શન’ (નૈદાનિક પ્રવાસ વ્યસન) ગણવામાં આવ્યું.

ડ્રોમોમેનિઆનાં લક્ષણો શું છે? તમારી સૂટકેસ આમ સાવ ખાલી ક્યારેય નહીં હોય. તમે પાંચ છ ભાષામાં ગાળ બોલી શકો. કામ માત્ર એટલે જ કરો કે તમે તે પછીનાં પ્રવાસ માટે પૈસા ભેગા કરી શકો. હજી તો પાછા ફરો ફરો ત્યાં તો બીજા પ્રવાસનું પ્લાનિંગ શરૂ કરી દો. તમારા ઘરમાં શેમ્પૂ કે શાવર જેલની અનેક નાની નાની બોટલ્સ હોય જે ક્યારેય ખૂટે નહીં. કયા દેશ, કયા નગરમાંથી શું શું લાવ્યા એના સુવેનિયર ઘરમાં ચારો તરફ વિખેરાયેલા પડ્યા હોય. ઘરમાં હો ત્યારે તમે તમારો હાથ વૉશબેસિનનાં નળ નીચે મૂકો અને રાહ જુઓ કે પાણી ઓટોમેટિક ચાલુ થઈ જાય છે કે કેમ? વીકએન્ડમાં ઘરમાં રહેવું પડે તો તમારા મોતિયા મરી જાય. તમે તમારી બેગ પાંચ મિનિટ્સમાં પેક કરી શકો. મરણ પહેલા કરવા જેવા કામની યાદી ઉર્ફે બકેટ લિસ્ટમાં માત્ર હોય પ્રવાસ, પ્રવાસ અને પ્રવાસ. જે મહિનામાં તમારો પ્રવાસ ન થાય તો તમને લાગે કે તમે હવે મરી જશો. મને લાગે છે કે આજુબાજુ નજર કરો તો હળવા લક્ષણ ધરાવતા ડ્રોમોમેનિઆનાં દર્દીઓ ઘણાં મળી જશે. આપણે માત્ર એટલું જ ધ્યાન રાખવું. તેઓના રવાડે ચઢવું નહીં. ધરતીનો છેડો ઘર હોય છે. પણ ડ્રોમોમેનિઆક માટે ધરતીનો તો કોઈ છેડો જ નથી. પ્રવાસ અલબત્ત આનંદનો અહેસાસ કરાવે. પણ પ્રવાસ એક રૂટિન થઈ જાય તો? ફરજ રૂપે ફરવા જવું એના કરતાં ઘરમાં રહેવું સારું.

આપણે સૌ આમ જુઓ તો પ્રવાસી જ તો છીએ. ચોર્યાસી લાખ ફેરા કરવાનાં છે. પ્રવાસ માત્ર હવા ફેર નહીં, સંજોગ ફેર પણ કરી આપે છે. રોજની એકધારી કંટાળાજનક જિંદગીમાંથી કામચલાઉ છૂટકારો છે પ્રવાસ. બસ, એક ખયાલ રહે કે ક્યાંક ફરવાનું ગાંડપણ ન થઈ જાય, ખાસ કરીને બીજા ફરવા ગયા, તેઓએ ફોટા અપલોડ કર્યા, મોટી મોટી ડંફાસો મારી એટલે…. આપણે પણ જવું, એવું શા માટે? ઘણાં તો ખાવા, ખાસ કરીને પીવા જ જાય છે. આ ડ્રોમોમેનિઆ કરતાં વધારે ડ્રિંકોમેનિઆ છે. કશું ય વધારે પડતું કરવું ઠીક હોતું નથી. તન-દુરસ્તી, મન-દુરસ્તી અને ધન-દુરસ્તીનાં ભોગે કશું ય નહીં. કવિ શ્રી મિલિન્દ ગઢવી વાતવાતમાં માશૂકાને કાને વાત નાંખી દે છે: ‘ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જાશે.’ આ વળી નવું. આ તો નોકરી ય ચાલુ રહે, પગાર ય મળતો રહે અને અલગારી રખડપટ્ટી પણ ચાલુ રહે. આ તો ડ્રીમ ડ્રોમોમેનિઆ! ભ્રમણા ભ્રમણોન્માદ! જ્યાં પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. વર્ચ્યુઅલી (ખરું જોતાં), લિટરરી (સાહિત્યિક રીતે) કે લિટરલી (શાબ્દિક અર્થ અનુસાર), આવો ડ્રોમોમેનિઆ સારો. હેં ને?

શબ્દશેષ:

“મારે છ મહિનાનું વેકેશન જોઈએ, વર્ષમાં બે વાર.” –અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized