સેલ્ફી/યામિની વ્યાસ


 · 

સેલ્ફી

“હેલો! આપ મિસરી હો?” જુહુ બીચ પર સહેલી સાથે ફરવા નીકળેલી સિરિઅલની ખૂબ જાણીતી ગમતી અભિનેત્રીને ઓળખી જઈને એક છોકરી મળવાં આવી. એને સિરિઅલના પાત્રના નામથી જ એને સંબોધી. પછી એના ગ્રૂપને બોલાવી સેલ્ફી પણ લીધી. વધુ લોકો એને મળે એ પહેલાં અનુશ્રી તન્વીને ખેંચી ઝડપથી નીકળી ગઈ.

અનુશ્રી સામાન્ય ઘરની દીકરી. દેખાવે ખૂબ સુંદર. આમ તો ઘઉંવર્ણી પણ નમણી, પાતળી અને ઘાટીલી. નાકનકશો ખૂબ સુંદર. ભણવામાં ખૂબ હોશિયાર. આગળ સ્કોલરશિપ મેળવી બેંગ્લોર ભણવા ગઈ. સાથે કાંજિવરમ સાડી માટે મોડેલિંગ પણ કરી કમાણી કરતી. કોલેજના છેલ્લા વર્ષના એન્યુઅલ ફંક્શનમાં ફેશન શૉ હતો. એમાં એણે પણ ભાગ લીધો. જજ તરીકે પધારેલા જાણીતા ડિરેકટરને એની નવી સિરિયલના મુખ્ય પાત્ર માટે અનુશ્રી નજરમાં વસી ગઈ. એમણે ઓફર કરી. એ ખુશ થઈ. બધાની સલાહથી અને કમાણીથી પરિવારને સારી પણ મદદ થશે એ હેતુથી તે મુંબઈ આવી ગઈ. એને અપાયેલા પાત્ર પાછળ દિલ દઈ ખૂબ મહેનત કરી. થોડા જ વખતમાં ઘરઘરમાં જાણીતી થઈ. પછી તો ફિલ્મો પણ મળી પણ સિરિયલો એણે છોડી નહીં. એ એને પારિવારિક લાગતું. હમણાંની એની લેટેસ્ટ સિરિયલમાં લોકો એને મિસરી તરીકે ચાહે છે.

એ પોતાના પરિવારને પણ આર્થિક રીતે મદદ કરી શકી. પણ એ રહેતી એકદમ સાદગીથી. એની સ્કૂલની ખાસ ફ્રેન્ડ તન્વી નોકરીની શોધમાં હતી. અનુશ્રીએ એને આસીસ્ટન્ટ તરીકે બોલાવી લીધી. એને પણ મહિને મોટી રકમ આપતી. કહોને બધું તન્વી જ સંભાળતી. સ્કૂલમાં પણ આ અનુ-તનુની જોડી જાણીતી હતી. હવે તનુ પડછાયાની જેમ અનુની સાથે જ હતી. અનુશ્રી રાતની પાર્ટીઓમાં કે ફંક્શનમાં જવાનું ટાળતી.ફક્ત કામ પ્રત્યે ધ્યાન. બંનેને સાથે મજા પડતી પણ અનુનો એક જ પ્રોબ્લેમ રહેતો કે એ હવે પહેલાંની માફક રસ્તે પાણીપૂરી ખાવા, દહીંચાટ ખાવા, રસ્તા પરથી શોપિંગ કરવા કે મન થાય ત્યારે લટાર મારવા, રખડવા નીકળી શકતી નહીં. ફેન્સ ભેગા થઈ જતા. એને લાગતું એની આઝાદી છીનવાઈ ગઈ. ગામ જતી ત્યાં પણ આજ હાલત.

એકવાર તનુએ હસતાં હસતાં કહ્યું, “મેં એનો રસ્તો શોધી કાઢ્યો છે. તારો મેઇકઓવર કરી દઉં.” એણે માથામાં દિવેલ લગાવી વચ્ચે પાંથી પાડી મોટો ચાંદલો કરી અંબોડો વળ્યો. સાડી પહેરાવી માથું ઓઢાડ્યું ને સેંથી ભરી સિંદૂર પૂર્યું. અનુ કંટાળી પણ થયું, “ચાલો આઝાદી માટે આ પાત્ર ભજવી જ લઉં.” અને ખૂબ નવાઈ વચ્ચે તેઓ સફળ રહ્યાં. લોક જોતા પણ કદાચ ખાતરીપૂર્વક ઓળખી ન શક્યા. અનુતનુને મજા પડી. આ દેખાવ લઈ તેઓ ઘણી જગ્યાએ લોકસેવાનાં કાર્યો કરતાં દાન, ફંડ પણ જાતે નામ લખાવ્યા વગર જમા કરાવી આવતાં. બંને રખડતાં, મસ્તી કરતાં ને રાત્રે ફૂટપાથ પર ચાદર, બ્લેન્કેટ ઓઢાડવા જતાં અને ફૂડ પેકેટ પણ પહોંચાડતાં. તનુના આઈડિયાથી મજાની લાઈફ બની ગઈ. કામની જગ્યાએ કામ ને ફ્રીડમની જગ્યાએ ફ્રીડમ.

એક દિવસ બંને સખીઓ રેંકડી પર ભેળપૂરી ખાતી હતી ત્યાં એક ગરીબબાઈ બે નાની છોકરીઓ સાથે પસાર થતી હતી. છોકરીઓએ ઊભા રહી એ તરફ હાથ લંબાવ્યો પણ એ બાઈ પાસે પૈસા નહોતા એટલે માએ એમને ખેંચી લીધી. અનુશ્રીએ

એમને એક એક ડીશ પોતાના તરફથી આપવા માટે ભેળવાળાને કહ્યું. છોકરીઓના મોઢા પર હાસ્ય ફરી વળ્યું. એમાંની સહેજ મોટી દોડતી આવીને અનુશ્રીને પૂછ્યું, “આપ બીછોનાવાલી દીદી હોના? રાસ્તે પે આપ હમેં ઓઢાતે હો ના?” અનુશ્રીએ એને ઊંચકી લીધી અને એની નાનીબેન, મા, અને તન્વી સાથે સેલ્ફી લીધી.

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.