જાઈબ/પરેશ વ્યાસ

JIBE

જાઈબ: મહેણું, ઉપહાસ, હાંસી, વ્યંગ વગેરેએક છે અપ્સરા. નામ ઉર્વશી રૌતેલા. અને એક છે ઋષિ. નામ ઋષભ પંત.અપ્સરાનું તો કામ જ હોય છે ઋષિ પર કામણટૂમણ કરવાનું, તપભંગ કરવાનું.અને અમે તો માનીએ છીએ કે આ મનુષ્ય જીવન ક્ષણભંગુર હોય છે. માટે..માટે પ્રેમ તો કરી લેવો. હેં ને? અને જુઓને એક ફિલ્મી અભિનેત્રી અને એકક્રિકેટ ખેલાડી વચ્ચેનાં પ્રેમ સંબંધ કોઈ નવી વાત તો નથી. પણ થોડા દિવસોપહેલાં એક ઇંટરવ્યૂમાં ઉર્વશીએ દાવો કર્યો કે એણે મિ.આર.પી.ને દિલ્હીનીએક હોટલમાં પોતાનાં રૂમની બહાર કલાકોનાં કલાકો ફીલ્ડિંગ (વિકેટકીપિંગ!)ભરાવી હતી. આ સાક્ષાત્કાર નિવેદનનાં ઉત્તરમાં પછી ઋષભ ઉવાચ (એટલે કેટ્વીટાચ): “મેરા પીછા છોડો, બહન….! જૂઠકી ભી કોઈ હદ હોતી હૈ.” તોપછી ઉર્વશી સામું ટ્વીટાચ: “છોટૂ ભૈયા. મેં મારી સાઇડની સ્ટોરી કહીને તારુંરેપ્યુટેશન બચાવી લીધું.” ઇંગ્લિશ જાગરણ અખબારમાં આ સમાચારનું શીર્ષકહતું: ‘ઉર્વશી રૌતેલા ટેઈક્સ અ જાઈબ અગેઈન’. ઋષિ અને અપ્સરાનાં આટ્વીટી કમ્યુનિકેશન પછી એક મઝાની ઘટના બની. ભારત -પાકિસ્તાન વચ્ચેએશિયા કપની પહેલી મેચ હતી. ઉર્વશી એ મેચ જોવા આવી હતી. ઋષભટીમમાં શામેલ નહોતો. એટલે એ મેદાનમાં નહોતો. ના, અમને ખબર નથી કેઆ કહેવાતા ધરમનાં ભાઈ બહેન તે દિવસે દુબઈમાં દુબારા રૂબરૂ મળ્યા કેનહીં?… પણ આ ‘જાઈબ’ (Jibe) શબ્દ અમને મળ્યો.ગુજરાતી લેક્સિકન અનુસાર ‘જાઈબ’ એટલે કટાક્ષ કરવો, મહેણું મારવું,ઉપહાસ કરવો, મશ્કરી કરવી, અનાદર કરવો, મેણાં મારવાં, હાંસી ઉડાવવી,વ્યંગ કરવો. આમ તો આપણે ‘જાઈબ’નો સમાનાર્થી ટોન્ટ (Taunt) શબ્દજાણીએ છીએ. ટોણો મારવો તે. આ એ જ વાત છે. આમ તો રોજ રોજઅનેક સમાચારમાં આ શબ્દ આવતો જ રહે છે. ગુલામ નબી આઝાદનાંરાજીનામા અંગે મૂળ કોંગ્રેસી, હાલ બીજેપી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્યસિંધિયાએ કહ્યું કે આઝાદ કોંગ્રેસથી આઝાદ થઈ ગયા. એનડીટીવીનાં મતેસિંધિયાનું આ સ્ટેટમેન્ટ કોંગ્રેસ સામેનો એક સ્ટિંગિન્ગ જાઈબ હતો.‘સ્ટિંગિન્ગ’ (Stinging) એટલે તીક્ષ્ણ, મર્મવેધક. સ્ટિંગિન્ગ જાઈબ એટલેતીક્ષ્ણ કટાક્ષ. બંગાળમાં તો તૃણામૂલ કોંગ્રેસનાં મંત્રીએ પોતાની જ પાર્ટીનાંસાથીદારોને ‘લૂંટારા’ કહ્યાં. એટલે પાર્ટી તરફથી મંત્રીશ્રીને નોટિસ આપવામાંઆવી, આવું શા માટે કહ્યું? લો બોલો! ઇંડિયન એક્સ્પ્રેસે આ સમાચારનુંશીર્ષક બાંધ્યું: ‘મિનિસ્ટર ગેટ્સ નોટિસ ફોર હિઝ લૂટર્સ જાઈબ’. નમો અનેરાગા વચ્ચે તો ટીકા ટિપ્પણની વ્યંગોક્તિનું આદાનપ્રદાન ચાલતું જ રહે છે.રાહુલ ગાંધીએ તાજેતરમાં જ મોદી સરકારને સૂટ-બૂટ-લૂંટની સરકાર કહી. કહ્યુંકે સામાન્ય માણસ પર કરવેરા વધ્યા અને ‘મિત્રોં’નાં કરવેરામાં કાપ મુકાયો.હિન્દુસ્તાન ટાઈમ્સનાં આ સમાચારનું શીર્ષક હતું: ‘ઈન સૂટ-બૂટ-લૂંટ સરકારજાઈબ, રાહુલ ગાંધી એટેક્સ બીજેપી.’ ચાલો, આજે આપણે જાઈબ શબ્દસાથે જોડાયેલી કેટલીક મજેદાર વાતો આજે કરીએ.‘જાઈબ’ એટલે વ્યંગમાં કહેવું. પણ આ વ્યાકરણ અજબ છે. જાઈબ જોક્રિયાપદ હોય તો એનો અર્થ થાય (આડા સઢ અથવા પરબાણ અંગે) બીજીબાજુએ ઝૂકવું કે ઝુકાવવું; (હોડી અંગે) એવી રીતે માર્ગ કે દિશા બદલવી તે.કદાચ વાંકું બોલવું એટલે દિશા બદલવી એવો અર્થ થતો હશે? ખબર નથી.ઇંગ્લિશ શબ્દ જાઈબમાં ‘j’ નાં સ્થાને સને ૧૫૦૦માં ‘g’ હતો. અર્થ એ જ જેઆજે છે. હજી પણ gibe શબ્દ તો ડિક્સનરીમાં છે જ. પણ અપભ્રંશ jibeવધારે લોકપ્રિય છે. આમ આ શબ્દનું મૂળ તો નક્કી નથી પણ કહેવાય છે કેમધ્ય યુગની ફ્રેંચ ભાષામાં જિબર (Giber) શબ્દ હતો, જેનો અર્થ થતો હતોકોઈને બરછટ કે જલદ રીતે હેન્ડલ કરવો. એક ક્રિયાપદ તરીકે એટલે કે ‘જાઈબકરવું’-નો એક વિપરીત અર્થ પણ છે. બે વસ્તુ કે વ્યક્તિ એકબીજા સાથે સુસંગતહોય, એકદમ મેળ પડી જાય તેમ હોય તો એને કહેવાય કે તેઓ એકબીજા સાથેજાઈબ કરે છે. આવ ભાઈ હરખાં, આપણ બેઉ સરખાં. દા. ત. આ ફિલ્મનીવાર્તા હકીકત સાથે જાઈબ કરે છે. એટલે મેળ ખાય છે. અથવા તો કોઈકલાકારની કલાનાં તમે ચાહક હો પણ પછી એની અંગત વાતો ખબર પડે કેજેનું તમે સન્માન કરતા હતા એ તો દારૂડિયો છે અથવા નાડા ઢીલો છે- તોતમને લાગે કે એની કલા એના અંગત જીવન સાથે જાઈબ કરતી નથી.વ્યાકરણની દૃષ્ટિએ જો કે આ શબ્દ એક નામ તરીકે વધારે જાણીતો છે. કોઈવાંકું બોલે, વળમાં બોલે, આડકતરી રીતે ટીકા કરે, અપમાન કરી નાંખે તો એજાઈબ છે. વાતનું વતેસર જાઈબ હોઈ શકે. એવી દરેક વાત જે નિખાલસ નથી,એ જાઈબ હોઈ શકે. જાઈબ એ ઉગ્ર શબ્દનું એવું પ્રક્ષેપાત્ર છે જેની અસરધારદાર થતી છે.જાઈબ એ વાણી વર્તણૂંકની સારી રીત નથી. કોઈ સીધું કહી દિયે તો સારું.આમ ફેરવી તોળીને વાંકું બોલવું, ઠીક નથી. પણ તેમ છતાં આપણે છાપામાંરોજબરોજ અનેક જાઈબ વાંચતાં રહીએ છીએ. શું કરવું? ચામડી નફ્ફટરાખવી. બોલવાવાળા બોલ્યાં કરે. આપણે જાણે કાંઈ જ બન્યું નથી એકઆપણું કર્મ કર્યે જવું. મોદીસાહેબને જ જોઈ લ્યો. અથવા કદાચ એમ કે એલોકો આપણને આપણી એવી બાજુ બતાડે છે જેનાથી આપણે અજાણ છીએ.શક્ય છે આપણામાં જ કોઈ ખામી રહી ગઇ હોય. જાઈબ આપણને સુધરવાનોમોકો આપે, એમ પણ બને. સાંભળ્યું સાહેબ?આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાની ફેશન છે. સેલેબ્રિટી લોકોનાંજાઈબ સમાચાર બનતા હોય છે. આવા સમાચાર જ આપણને ગમતા હોય છે.આવું ન થાય તો આપણે ચર્ચા પણ શું કરીએ? આપણો દેશ ચર્ચાપ્રધાન છે.રાજકારણ-ભાવવધારો-ક્રિકેટ-ફિલ્લમ- રસ્તાનાં ખાડા અને આજકાલ તોરખડતાં ઢોર વિષે પણ જાઈબ કરવાની ફેશન છે. જાઈબ મોટા માણસની નાનીવાતો છે. જાઈબની કોઈ પ્રતિક્રિયા ન આપીને પણ જાઈબ કરવાની આજકાલફેશન છે. એટલે હે મુનિવર ઋષભ પંત, આપણે મોદીપણું દાખવવું. ભલે નેઉર્વશી જાઈબ કર્યા કરે આપણે… ઉર્વશી, ઉર્વશી ટેઇક ઈટ ઇઝી ઉર્વશી, ચારદિનકી ચાંદની, યે જવાની હૈ ફેન્ટસી-નાં ગીતડાં ગાવા, તંઈ શું?શબ્દશેષ:એક અલ્ટિમેટ જાઈબ:“હું અને તું આત્મીય છીએ, જો તારી પાસે આત્મા જેવું કાંઈ હોય તો..”–અજ્ઞાત

………….

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.