નીડરતાની મૂર્તિ

મા આનંદરાવજી

કબિરજીના સ રસ દોહાનો ખૂબ સ રસ આસ્વાદ

 ઘણા સરળ અર્થ ની સમજુતિમા વેદ વ્યાસજીની મૃત્યુની પુલ સાથે ઉપમા સાથે  જુદા જુદા પુલની વાત ખૂબ જ મનનિય અને ડર ઓછો કરવામા મદદરુપ છે.યમરાજાના ભયંકર સ્વરુપ અને વેદના અને બાદ નરકના ભયંકર વર્ણનોથી ગભરાતા માનવો આખી જીંદગી ગભરાટમા રહે છે.મ્ર્ત્યુના સુંદર રુપના વર્ણનથી ડર ઓછો થશે. 

અને Going Home ની વાત

સમાજ તૂટી ગયો તો શું તમે બચી શકશો? જ્યારે મોર્ગન કાર્ટરની કાર તેના ઘરથી 250 માઇલ દૂર તૂટી પડે છે, ત્યારે તે માને છે કે તેની સપ્તાહાંતની યોજનાઓ બરબાદ થઈ ગઈ છે. પરંતુ વસ્તુઓ ખૂબ જ ખરાબ થવાની છે: દેશની પાવર ગ્રીડ તૂટી ગઈ છે. ત્યાં વીજળી નથી, વહેતું પાણી નથી, ઈન્ટરનેટ નથી અને સામાન્ય સ્થિતિ ક્યારે પુનઃસ્થાપિત થશે તે જાણવાની કોઈ રીત નથી – જો તે ક્યારેય હશે. એક ઉત્સુક સર્વાઇવલિસ્ટ, મોર્ગન તેની પીઠ પર તેના પ્રેપર પેક સાથે રસ્તા પર જાય છે.તલ્લાહસીથી લેક કાઉન્ટીમાં તેના ઘર સુધીના ભયંકર ટ્રેક દરમિયાન, અરાજકતા તેના દરેક પગલાને ધમકી આપે છે પરંતુ મોર્ગન તેની પત્ની અને પુત્રીઓને ઘરે જવા માટે નરકમાં વળેલો છે – અને તે આવું કરવા માટે જે પણ લેશે તે કરશે.

જેમ્સ વેસ્લી રોલ્સ, વિલિયમ આર. ફોર્સ્ટચેનની વન સેકન્ડ આફ્ટર અને જી. માઈકલ હોપ દ્વારા ધ એન્ડના ચાહકો એ. અમેરિકનની સાક્ષાત્કાર વાર્તામાં આનંદ માણશે.

અને હોસપીસમા તો ઘણાને જોયા અને અફીણની સારવારથી આનંદથી રવાના થતાઓને વિદાય કર્યા!! અને ઘણો સમય થયો છેતા નથી ભુલાતી ઉમંગ અને નીડરતાની મૂર્તિ: સ્ટીવ જોબ્સ વાત

11 વર્ષ પહેલા

મૃત્યુનો વિચાર કેટલો ઉપયોગી બની શકે એ સ્ટીવ જોબ્સે જગતને દેખાડ્યું. સાત વર્ષથી મોત સામે લડનાર આ મહારથીએ મૃત્યુને ગુરુ બનાવ્યું હતું. છેવટે મોત છે. છેવટે કશું મેળવવાનું નથી તેમ છેવટે કશું ગુમાવવાનું પણ નથી. આ બંને અભિગમનો સરવાળો એ છે કે ‘કશું મેળવવાનું નથી માટે ઘાંઘા થવું નહીં’ અને ‘કશું ગુમાવવાનું નથી માટે ડરવું નહીં.’ તો શું? આ એક મસ્ત સવાલ છે. જો આપણે આપણી જાતને અત્યંત તીવ્રતાપૂર્વક આ સવાલ પૂછતાં રહીએ તો બે શક્યતા ખરી: ૧) આપણે હતાશાની સૌથી ઊંડી ખીણમાં ધકેલાઈ જઈએ. ૨) આપણે ઉત્સાહ અને હિંમતની ટોચે પહોંચીએ. કઈ રીતે? આ રીતે. પહેલાં જોઈએ હતાશાનો માર્ગ.‘તો શું?’ એ સવાલમાં મુદ્દો છેવટનો છે. છેવટે શું? છેવટે મોત. આપણે કશું કરીએ કે ન કરીએ, છેવટે તો આપણને મારીને સૃષ્ટિ પોતાની ધૂનકીમાં આગળ વધી જ જવાની છે. આજથી ૫૦-૧૦૦-૨૦૦ વર્ષે આપણું નામ ભૂંસાઈ જ જવાનું છે. તો પછી આપણે ધીરુભાઈ અંબાણી બનીએ કે ભિખારી બનીએ, સો વ્હોટ? તો શું? આવું વિચારવાથી માણસને બધું જ નિરર્થક, અમથેઅમથું, નકામું લાગી શકે. એ ઠંડો, હતાશ, આળસુ, પ્રારબ્ધવાદી બનીને એવું વિચારવા લાગે કે ધખારા શીદને? છોડો માથાકૂટ.. બીજી તરફ, આ જ સવાલ: ‘તો શું?’ માણસમાં કેટલી હદે ઉત્સાહ, હિંમત અને આશા પ્રગટાવી શકે તેનું કલાસિક ઉદાહરણ છે, સ્ટીવ જોબ્સ. ટેક્નોલોજીની દુનિયાના આ ક્રાંતિકારીનું પાંચ ઓક્ટોબરે નિધન થયા બાદ ગઈ કાલે દિવ્ય ભાસ્કરમાં એના વિશેની અત્યંત રસપ્રદ વિગતો આખું પાનું ભરીને રજુ થયેલી. સ્ટીવના જીવનનાં અનેક પાસાં છે, પણ અહીં આપણે એના એક જ પાસા વિશે વાત કરવી છે. તે પાસું છે: મોત. સ્ટીવને મોતમાં પહેલેથી જ ભારે રસ હતો. સત્તરની ઉંમરે એણે ક્યાંક વાંચ્યું : ‘જો તમે રોજ એવું વિચારો કે આજનો દિવસ મારી જિંદગીનો અંતિમ દિવસ છે, તો તમે ક્યારેક તો સાચા પડશો જ.’ બરાબર છે, છેવટે એક દિવસ તો એવો ઊગવાનો જ જે તમારી જિંદગીનો છેવટનો દિવસ હશે. આ વિધાનને યાદ કરીને સ્ટીવ રોજ અરીસામાં જોઈને જાતને પૂછતો કે આજે હું જે કંઈ કરવાનો છું એ જ શું આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ હોય તો પણ હું કરું ખરો? મતલબ, જિંદગી ટૂંકી છે, એને અણગમતા કામોમાં વેડફી શા માટે નાખવી? સ્ટીવે કહેલું : ‘ટૂંક સમયમાં હું મરી જવાનો છું એવો વિચાર મને જિંદગીના સૌથી મોટા નિર્ણયો લેવામાં સૌથી મદદરૂપ બન્યો છે.’ મૃત્યુને નજર સમક્ષ રાખવાના ફાયદા વિશે સ્ટીવનું બયાન આ પ્રમાણે છે: ‘લગભગ બધું જ, એટલે કે બધી જ બાહ્ય અપેક્ષાઓ, બધો ઘમંડ, નિષ્ફળતાથી નીચાજોણું થશે એવો ડર, આ બધું મૃત્યુ સામે ખરી પડે છે… આમ પણ તમે નગ્ન જન્મેલા તો પછી તમારું દિલ જે કહે છે તેને અનુસરવામાં ડર શેનો?’ ખાલી હાથ આવેલા, ખાલી હાથે જઈશું. તો પછી કશું ગુમાવવાનો સવાલ જ ક્યાં આવે છે? આ છે, ‘તો શું?’ સવાલની બીજી અસર. એકદમ ઊંડી રીતે વિચારતાં સમજાય કે, તો શું? છેવટે શું? છેવટે કંઈ નહીં. કંઇ ગુમાવવાનું નથી. ચિંતા છોડૉ. ગમતું કામ દિલથી કરો. પૃથ્વી પર જીવન મળ્યું છે તો એને મનગમતી રીતે જીવી લઈએ અને પછી મરી જઈએ. હિસાબ પૂરો. આવું વિચારવાથી માણસમાં જોશ, ઉમંગ, હિંમત, આશા પ્રગટે. સ્ટીવે આવું વિચાર્યું એને લીધે એનામાં એવી તાકાત પ્રગટી કે એણે મેક કમ્પ્યુટર, આઈપોડ, આઈફોન, આઇપેડ જેવી ઉપયોગી અને સુંદર શોધ દ્વારા જગતમાં મોટું પરિવર્તન આણ્યું. અને હા, સ્ટીવ મૃત્યુ વિશેનો કોરો બૌદ્ધિક ચિંતક નહોતો. છેલ્લાં સાતેક વર્ષથી એનું શરીર મૃત્યુ સામે ઝઝૂમી રહ્યું હતું. સ્વાદુપિંડનું કેન્સર, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ… આ બધા વચ્ચે એનું શરીર સતત કથળી રહ્યું હતું. પણ એ માણસ ઠંડો પડવાને બદલે જુસ્સાભેર કામ કરતો રહ્યો. હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ’નો હીરો મૃત્યુની લગોલગ હોવા છતાં જગતમાં ખુશી વહેંચતો રહ્યો એ રીતે સ્ટીવે મૃત્યુ સામે ઝઝૂમતાં ઝઝૂમતાં ઘણી નવી ચીજો રચી, સુંદર ચીજો રચી. સુંદરતાનો એ પૂજારી હતો. સુંદરતા વિશે એનું કહેવું હતું કે નકામું દૂર કરીને ફક્ત કામનું જ અપનાવવું એનું નામ સુંદરતા. એના ઘરમાં વધારાનું કોઈ ફર્નિચર નહોતું, બ્લ્યૂ જીન્સ અને બંધ ગળાનું (પોલો નેક) કાળું ટી-શર્ટ એવા એના પ્રિય પોષાકમાં વચ્ચે બિનજરૂરી કમરપટ્ટો પહેરવાનો પણ એ વિરોધી હતો. ટૂંકમાં, કટ ધ ક્રેપ, આડીઅવળી વાત ન જોઈએ, મુદ્દાની વાત કરો. અને સૌથી મોટી મુદ્દાની વાત એને મન એક જ હતી: મોત. મોત આવવાનું છે, બુઢાપો આવવાનો છે, તમે નકામા થઈને ફેંકાઈ જવાના છો. માટે આજે જે કંઈ થઈ શકે છે તે કરી છુટો એવો ઉપદેશ સ્ટીવે ૨૦૦૫માં સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપેલો. તો, એમ વાત છે. છેવટે મોત છે. છેવટે કશું મેળવવાનું નથી, તેમ છેવટે કશું ગુમાવવાનું પણ નથી. આ બંને અભિગમનો સરવાળો એ છે કે ‘કશું મેળવવાનું નથી માટે ઘાંઘા થવું નહીં’ અને ‘કશું ગુમાવવાનું નથી માટે ડરવું નહીં.’ ન રઘવાટ, ન ડર… આવો અભિગમ જો તમે કેળવી શકો તો દુનિયા તુમ્હારેં કદમોં મેં હોગી ઔર તુમ મુકદ્દર કા સિકંદર બનોગે

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.