જે જે “સંતો”ના સંપર્કમાં આવતા તે બધા દ્વારા આ વાતનું સ્મરણ કરાવવામાં આવતું. તે પહેલા સમજાતુ નહિં કે આપણે આવતા જન્મે કોઈ બીજા જ પ્રાણી-પક્ષી-જળચર કે કીટકનો જન્મ લઈશુ અને પછી પાછો ક્યાંક ને પછી ક્યાંક.. કદાચ કોઈ અન્ય જાતિના માણસોમાં ! તેમાંય વળી વિજ્ઞાન ભણ્યા, અને ઉત્ક્રાંતિ વિષે જાણતા સમજ ન પડી, કે કોઈ માણસ મરી જાય એટલે મચ્છર, માંકડ કે ચાંચડ પણ બની શકે! તેની સાથે ભારતિય દર્શનશાસ્ત્રોમાં કહેલી બીજી ઘણી વાતો વિષે પણ જાણવાનું ચાલુ હતુ; તેનું વૈજ્ઞાનિક વિશ્લેષ્ણ કરતા- ગણિતના ઉટપટાંગ દાખલા, સમીકરણ, સિધ્ધાંતો અને ‘પાઈ’ જેવા અચલાંકોની કિંમત… આ બધી બાબતો પર બનેલા શ્લોકોનો સાચો મર્મ સમજાયો ત્યારે લાગ્યુ કે આતો શુધ્ધ જ્ઞાનની વાતો છે; ભારતિય શૈલીથી બનાવવામાં આવતા મંદિરો, વેદીઓની બનાવટ, અને તેમાં રહેલુ સુક્ષ્મ ગણિત, ત્રિકોણમિતિ, ભુમિતિ અને તેનો અવકાશી ગણિત અને અવકાશી-ત્રિકોણમિતિ સાથે મેળ પાડવો; સમયનું ચોક્કસ આકલન. ગ્રહોની ગતિનું સચોટ ગણિત. વાસ્તુશાસ્ત્ર, ત્રિકોણમિતિ, ભૂમિતિ અને આવી કેટલીય બાબતોમાં અતિવિકસીત તત્વજ્ઞાનીઓ અને વિજ્ઞાનીઓ નું તૂત ! તો પછી શું તેની પાછળ કોઈ ગૂઢાર્થ હશે? ચગડોળે ચડી જવાય તેવું છે. વેદવ્યાસ જેવા અતિજ્ઞાની એ પણ મહાભારતની રચના કરતી વખતે ભગવદગીતામાં શ્રીકૃષ્ણને મુખે આ શબ્દો મુક્યા છે – “બહૂનિ મે વ્યતિતાનિ જ્ન્માનિ તવ ચાર્જુન| તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરન્તપ||” આ વાત એક કોયડો જ છે! શું પુનર્જન્મ કે પછી; ચોર્યાસી લાખ ફેરાની વાત લોકોને માત્ર સારા કર્મો કરવા માટે પ્રેરણા દેવા પૂરતુ જ કરવામાં આવી હશે? પણ તેને માટે “ચોર્યાસી લાખ”નો આંકડો કેમ પસંદ કરવામાં આવ્યો? શું તે સમયના વૈજ્ઞાનિકો એ પૃથ્વી પરની બધી જ જીવીત પ્રજાતિઓ : પ્રાણી-પક્ષી-જળચર-કિટક-વનસ્પતિ : ની ગણતરી કરી હશે? !અજર-અમર (નૈનં છિન્દન્તિ…… આત્મા કર્મના સિધ્ધાંત બનાવવામાં મદદ રૂપ થાય છે. જેમ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનુ સૂત્ર મેળવવાના અગણિત પ્રયાસોને અંતે ‘પાઈ’ (pi, p) જેવો અચલાંક શોધ્યો અને કંઈ કેટલીય ગણતરીઓ આસાન થઈ ગઈ. તે જ રીતે “આત્મા” તત્વની પરિકલ્પના કરવામાં આવી અને કંઈ કેટલાય પ્રશ્નોનો હાથવગો ઉત્તર મળી ગયો. મૃત્યુને માત્ર શરીરનો અંત તરીકે ઓળખવામાં આવ્યુ અને આત્મા આ શરીરમાંથી બીજા શરીરમાં ચાલ્યો જાય છે; આ આત્મા મરી નથી શકતો; બળી નથી શકતો.. જો આત્મા અમર હોય તો જ પુનર્જન્મ થઈ શકે. અને જો પુનર્જન્મ થતો જ હોય તો તેને પછી માનવો નો માનવોમાં અને પ્રાણીઓનો પ્રાણીઓ સુધી જ કેમ સિમિત રાખવો જોઈએ? ભગવાનનું લોકો સ્મરણ કરે તે માટે નક્કી કરવાનો અધિકાર ભગવાનનો કે કોણ મર્યા બાદ ક્યાં જશે. પણ, આ નક્કી કરવા જવાબ – કર્મ!! હવે પૂરેપૂરો તાળો મળી જાય. જો સારા કર્મ કરો તો ભગવાન ખુશ થાય અને તમારો આત્મા પુનર્જન્મ વખતે વધારે સારી જગ્યાએ જઈ શકે.કોઈપણ આત્માનું છેલ્લુ લક્ષ્ય!! કોઈ-કોઈ ફીરકાઓએ પોતાના પરમધામની કલ્પનાને સ્વર્ગથી પણ બહેતર બતાવી. તેમનું કહેવાનુ છે કે સ્વર્ગમાં તો આત્મા મોજ-મજા કરે અને પોતાના કર્મો વાપરે જ્યારે કર્મો ખુટી જાય એટલે પાછો જન્મ લેવો પડે અને કર્મો કમાવવાની ક્રિયા ચાલુ થાય. જ્યારે પરમધામ તો એવું કે ત્યાં ગયા પછી પાછુ જ ન આવવુ પડે; આત્મા પરમાત્મામાં વિલિન થઈ જાય!! જોકોઈ સ્થિર રહી શકતું હોય તો તે આત્મા છે. એટલે કે વ્યક્તિ-માનવીને કંઈ પણ અનુભવાય તેને માટે તેનું શરીર જવાબદાર છે; આત્મા નહિં. જો આપણું શરીર ત્રણ મૂળભૂત કણો ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન અને ચાર મૂળભૂત શક્તિઓ સ્ટ્રોંગ ફોર્સ, ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સ, વીક ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સ થી જ બનેલુ છે આ કણો જ્યારે એક બીજાથી છૂટા પડી જશે ત્યારે આપણે પણ વિલિન થઈ જઈશુ અને જ્યારે આ મૂળભૂત શક્તિઓ તેનો પ્રભાવ દાખવવાનું બંધ કરી દેશે ત્યારે આપણું અસ્તિત્વ નહિ રહે. ક્વૉન્ટમ્ ભૌતિકી મુજબ – ખરેખર તો જ્યારે આ ચાર મૂળભૂત શક્તિઓ પોતાનો પ્રભાવ ખતમ કરી દે ત્યારે મૂળભૂત કણો પણ અસ્તિત્વમાં ન રહે! મતલબ કે આપણા બધા કર્મો પરવારી જાય અને આત્માનું પરમાત્મામાં વિલિનીકરણ થઈ જાય. આવું ક્યારે બને? સ્ટ્રોંગ ફોર્સ કોઈપણ પરમાણુની નાભીને જકડી રાખે છે. એટલેકે તે પ્રોટોન-પ્રોટોન વચ્ચે થતા અપાકર્ષણની વિરૂધ્ધ તાકાત કરીને પ્રોટોનને એકબીજા સાથે જકડી રાખે છે અને નાભીને સલામત રાખે છે. તેનુ વિરોધી બળ ‘વિતરાગ’નું છે – વિતરાગ પેદા થતા આત્મા કોઈ રીતે જકડાઈ નહી રહે અને સ્ટ્રોંગ ફોર્સ ખતમ થતા નાભીનું અસ્તિત્વ નહિં રહે. ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સ એટલોતો તાકતવર છે કે તેની સામે બીજા ફોર્સ નગણ્ય છે. પરમાણુના અસ્તિત્વને ટકાવી રાખવામાટે ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સ સૌથી વધારે જવાબદાર છે. કોઈપણ મૂળભૂત તત્વમાં ઈલેક્ટ્રીક ચાર્જ રહેલો હોય છે અને તેનો ગુણધર્મ છે કે સમાન ચાર્જ વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન ચાર્જ વચ્ચે આકર્ષણ થાય, ક્રોધ અપાકર્ષણ પેદા કરે અને કામ આકર્ષણ પેદા કરે. બંને પર કાબુ મેળવીએ તો ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સનો છેદ ઊડી જાય. વીક ફોર્સ (ક્ષીણ શક્તિ) ન્યુકિયર પાર્ટીકલના ક્ષીણ થવા માટે કારણભૂત હોય છે. તેના લીધે જ પ્રોટોનનું સ્વરૂપ બદલાઈને ન્યુટ્રોન થાય છે જેને લીધે હાઈડ્રોજનનું ડ્યુટેરિયમમાં રૂપાંતર થાય છે અને તેને લીધે જ સૂર્ય જેવા તારાઓની ભટ્ઠી ચાલતી રહે છે. આપણી અંદર રહેલ આંતરવાસના આપણો વીક ફોર્સ છે. તેને ખતમ કરવો જ રહ્યો. ગ્રેવિટશનલ ફોર્સ કે ગ્રેવિટી એટલે આપણું અભિમાન. અભિમાનથી પર થઈ જઈશું તો હળવાફૂલ થઈ જઈશું. આપણું વિચાર કરી શકતું, તર્ક કરી શકતું આંતરમન પોતે જ આ મૂળ તત્વ છે. જેને આપણે આપણી અંદર જ હમેશા શોધ્યા કરીએ છીએ અને વારે-વારે ખોઈ દઈએ છીએ. તેની માત્ર ક્ષણભર અનુભૂતિ થાય તો પણ પરમ આનંદ થઈ જાય છે અને આ આનંદ દુન્યવી નથી હોતો!! . આ આનંદની ક્ષણ લંબાઈને જીંદગી ભરની થઈ જાય તેને જ કદાચ મુક્તિ કહેતા હશે. લખ-ચોર્યાસી ફેરા માંથી મુક્તિ!! ચિંતન-મનને અમારી શ્રધ્ધા છે તે વેદ શાસ્ત્રોના સારભૂત વાતે भगवान विष्णु के सहस्त्र नामों को गाते हुए उनके सुन्दर रूप का अनवरत ध्यान करो, सज्जनों के संग में अपने मन को लगाओ और गरीबों की अपने धन से सेवा करो ॥ प्राणायाम, उचित आहार, नित्य इस संसार की अनित्यता का विवेक पूर्वक विचार करो, प्रेम से प्रभु-नाम का जाप करते हुए समाधि में ध्यान दो, बहुत ध्यान दो આ વાત સદા યાદ રાખી પાળો .
………………………………………
આભાર સૌનો‘..
ભાર વગરનો આભાર એ આપણી સંસ્કૃતિ છે. આપણા સંસ્કાર છે, એક આગવો અહેસાસ છે, જે માત્ર અનુભવી શકાય. તેને વર્ણવવા શબ્દો કદાચ વામણા બની રહે!
વડીલ ભાઈને સાદર પ્રણામ અને દિર્ઘાયુષની અભ્યર્થના
દિલથી ખુબ ખુબ આભાર
Nice thoughts