મારી ૮૪મી વર્ષગાંઠે…

આજે, આધુનિક વિજ્ઞાન સાબિત કરે છે કે સમગ્ર અસ્તિત્વ માત્ર સ્પંદન છે. આ મારી શોધ નથી, વૈજ્ઞાનિક હકીકત છે. જ્યાં સ્પંદન હોય ત્યાં અવાજ આવવાનો જ છે. તમે માત્ર એક સ્પંદન નથી, તમે એક અવાજ છો. આધુનિક વિજ્ઞાન તમને આ જ કહી રહ્યું છે. અને ક્યાંક, પાછા, કોઈએ તમને કહ્યું કે પહેલા એક શબ્દ હતો અને શબ્દ ભગવાન છે.આ સર્જન પ્રક્રિયા એક ક્ષણ માટે પણ ચાલી શકતી નથી સિવાય કે તેને સૃષ્ટિના સ્ત્રોત દ્વારા સતત ટેકો આપવામાં આવે, કારણ કે સર્જન કોઈ થઈ ગયેલી વસ્તુ નથી, તે એક ચાલુ પ્રક્રિયા છે.

બ્રહ્માંડનું સર્જન – ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ધ બિગ બેંગ સદ્ગુરુ બ્રહ્માંડની રચના વિશે અને 84મા મહાવિસ્ફોટના પરિણામમાં આપણે કેવી રીતે રહીએ છીએ તે વિશે યોગિક શાસ્ત્ર શું કહે છે તે જુએ છે.

સદગુરુ વિઝડમ લેખ | બ્રહ્માંડનું સર્જન – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ બિગ બેંગ

આર્ટિકલ 26 નવેમ્બર, 2020

સામગ્રી કોષ્ટક

1. બ્રહ્માંડની ઉત્પત્તિ – સર્જનનો અવાજ

2. રુદ્ર ધ રોરર અને બિગ બેંગની યોગિક વિદ્યા

3. અનંત બ્રહ્માંડ

4. સર્જનનું કર્મ

5. ૮૪ સર્જન

6. આધ્યાત્મિક માર્ગ પર ચાલવું

7. ૮૪ સર્જનોની સ્મૃતિને શુદ્ધ કરવા માટે સાધના

બ્રહ્માંડની ઉત્પત્તિ – સર્જનનો અવાજ

સદગુરુ: આજે આધુનિક વિજ્ઞાન સાબિત કરે છે કે સમગ્ર અસ્તિત્વ માત્ર સ્પંદન છે. આ મારી શોધ નથી, વૈજ્ઞાનિક તથ્ય છે. જ્યાં સ્પંદન હોય ત્યાં અવાજ આવવાનો જ છે. તમે માત્ર એક સ્પંદન નથી, તમે એક અવાજ છો. આધુનિક વિજ્ઞાન તમને આ જ કહી રહ્યું છે. અને ક્યાંક, પાછા, કોઈએ તમને કહ્યું કે પહેલા એક શબ્દ હતો અને શબ્દ ભગવાન છે.

આ સર્જન પ્રક્રિયા એક ક્ષણ માટે પણ આગળ વધી શકતી નથી સિવાય કે તેને સૃષ્ટિના સ્ત્રોત દ્વારા સતત ટેકો આપવામાં આવે, કારણ કે સર્જન કોઈ થઈ ગયેલી વસ્તુ નથી, તે એક ચાલુ પ્રક્રિયા છે.

શબ્દ એ અવાજ છે. અત્યારે જો હું “હા” કહું તો તમે તેનો ચોક્કસ અર્થ જોડો છો કારણ કે તમે અંગ્રેજી ભાષા જાણો છો. જો તમને અંગ્રેજી ભાષા આવડતી ન હોય, જ્યાં સુધી તમે ચિંતિત છો, તો હું માત્ર એક અવાજ કરી રહ્યો છું. જો હું એવી ભાષામાં બોલું કે જે તમને આવડતી નથી, તો તમે સ્વાભાવિક રીતે જ વિચારશો કે હું કેટલાક ઉન્મત્ત અવાજો કરી રહ્યો છું. તમે જાણતા નથી કે હું ખરેખર કોઈ ભાષા બોલું છું કે કોઈ બકવાસ કરી રહ્યો છું. તેથી શબ્દ માત્ર એક અવાજ છે.

આના આધારે, કારણ કે તમે ચોર્યાસી સૃષ્ટિમાં જીવો છો અને અસ્તિત્વમાં છો અને તમારી પાસે ચોક્કસ પ્રકૃતિના ચોર્યાસી ચક્રો છે, યોગે ચોર્યાસી મૂળભૂત આસનો અથવા મુદ્રાઓ વિકસાવી છે. ધ્યાનના 112 વિવિધ પ્રકારો છે, પરંતુ ચોર્યાસી મૂળભૂત આસન છે, કારણ કે આ ચોર્યાસી ભૂતકાળની સ્મૃતિ સાથે સંબંધિત છે. બાકીનું ભવિષ્ય છે.

ચોર્યાસી રચનાઓમાંથી, ત્રેયાસી થઈ છે અને આ એક – ચોર્યાસી – હજી થઈ રહી છે. હવે જેમ સર્જન ચાલુ છે તેમ વિસર્જન પણ ચાલુ છે. કેટલીક રચનાઓ માટે વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ અને તેઓ ઓગળવા લાગ્યા. આ ચોર્યાસી રચનાઓમાંથી, વીસ હજુ પણ વિસર્જનના વિવિધ સ્તરોમાં છે જ્યારે અન્ય સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તમે આ સર્જનને જોઈને જ તેમને તમારી જાગૃતિમાં જોઈ શકો છો કારણ કે એક રીતે, તેમાં અવશેષો અથવા તે બધાનો અનુભવ છે.

http://a%20rel=

…..

થોડી મારી વાત …

અમે અહીં(અમેરિકા ) આવ્યા બાદ મારી સ્થિતી કાંઈક આવી હતી.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે, અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ. નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

ઉપાય સૂચવાયો… જે પણ વિચાર આવે તે લખો પછી સ્નેહીજનો પર મોકલો.

ત્યારે ફોન,ઈન્ટરનેટ સેવાઓ ધીમી અને ખર્ચાળ હતી.અમારા વર્જીનીયાવાળા જંત્રાણીયા એક સી ડી લાવ્યા હતા જેનાંથી ગુજરાતીમા લખાય અને કોમ્પ્યુટરમા સેવ થાય.પણ તેમા ફાવટ આવી નહીં.મારા કાકાશ્રીએ સેંટ જોનથી ઈ-મૅઈલ મોકલ્યો અને ફોન પર કહ્યું કે ઈ-મૅઇલથી ઉતર આપો.અંગ્રજીમા ઈ-મૅઈલ ચાલુ થયા અમારા નોર્થકેરોલીનાના ભત્રીજાના દિકરાની વહુએ ગુજરાતી વાંચવાની પધ્ધતિ બતાવી.શરુઆતમા પ્રતિભાવ અંગેજીમા આપતા.અમને એવી સલાહ આપવામાં આવેલી કે અહીં કોઈ પણ વસ્તુ મફત ન હોય અને અમારા પૌત્રે લયસ્તરોનું સબસ્ક્રીપશન ભર્યું અને અમને ફીકર થઈ કે કેટલો ખર્ચો થશે?પણ પૂછ્યુ તો બધાને હસવું આવ્યું!

ત્યાં સોનલ બ્લોગ કાઢ્વાની વાત લાવી! અમે તો પૂછી જ લીધું કે આમા ખર્ચો કેટલો થાય? તો કહે મ ફ ત અને અમારા ઈ-મેઈલ પ્રમાણે પોસ્ટ મૂકી આપી અને તે ન્યુયોર્કના આખલાને નાથવામા પડી ગઈ…જેમા અમારી ચાંચ ન ડૂબે તેવી ફાઈનાન્સની કામગીરીકરે! શરુઆતમાં જ સૂચના આપેલી કે બોલ્ડમા લખો તે ગુસ્સો કર્યો કહેવાય! આઈ ડી ખાસ સાચવવાની! તમારી સાચી બર્થડેટ તથા ફોટા મૂકવા નહીં. નહીં તો આઈ ડી ચોરાઈ જાય ! આ પોરી પાન વગરની ડાળખીને પાન ખરની બીક બતાવે! પણ ગુરુવચન પાળવાનો પ્રયત્ન કરીએ છીએ.અમારા સ્નેહી જનોમા વિદ્વાનો છે પણ તેઓને કોંપ્યુટરની એલર્જી છે…આટલા વર્ષોમા અમારા બ્લોગર્સ,મિત્રો દ્વારા પ્રેરણાદાયી પ્રતિભાવો મળ્યા છે.બધાની ખૂબ આભારી
1 પંડિત જોકર by સુરેશ જાની

લે, કર વાત. પંડિત તે વળી જોકર હોતા હશે?

હા! આ પંડિત જોકર પણ છે!

એ જેટલાં ગુજરાતી કવિતાઓનાં આશક છે; એટલાંજ ઉર્દૂ ગઝલના પણ છે. અને એ વિલાસ એમને ઉપનિષદ કે કબીરવાણીમાંથી વિચલિત નથી કરતો. અંગ્રેજી કવિતાનું નામ લો અને મોટો ખજાનો ખોલી બેસે – વર્ડ્ઝવર્થ, બાયરન અને લોન્ગફેલો ડાળે બેસીને ટહૂકવા માંડે. મેડિકલ વાત હોય કે આયુર્વેદિક; કે વળી વાત હો ભૌતિકશાસ્ત્ર કે ખગોળ કે પુરાતત્વની…. એમનો રસ એમાંય એટલો જ. બાળવાતો હોય કે, નાટક કે વળી ફિલ્મી ગીતો – એમની પોટલીમાંથી કાંઈક તો ટપ્પાક દઈને નીકળી જ પડે. અને પાઈ ( નાણાંની નહીં – ગણિતીય!) તો એમની અતિપ્રિય. એકેય વરસ પાઈ-ડે ( માર્ચ -૧૪) ને એ ભૂલ્યાં નથી. એ ભલે ઘણું બધું ગૂગલ મહારાજ પાસેથી ઊછીનું લાવતાં હોય; એ મહાન દરિયાને ફંફોળવાની જીગર મરજીવાની તોલે જ આવતી હોય છે. 2 dhirajlalvaidya

પ્રજ્ઞાબેનની એક એક કોમેન્ટ એમની વિષય પ્રત્યેની સૂઝ અને અભિરૂચિ ઉજાગર કરે છે. “ગોવાલણ” નવલિકા મેં પણ વાંચેલી, તેની સ્મૃતિ મારા માનસપટ ઉપર હશે જ પણ મારી “બંદા-બંદિનિ ઔર વૉ”મેં “બાલિકા વધુ” ઉપરથી નિર્દોષ ‘આનંદી’ સાથે ‘ગૌરી’પ્રત્યેની ચાહના મેળવવા ‘જગદીશ’ તરફથી થયેલ અવગણના અને તે માહોલ જોતાં મેં આવો વળાંક ઇચ્છેલો તેની પ્રેરણાથી મેં તે કાવ્યમય વાર્તા લખેલી.(હું કોઇ મોટો લેખક નથી)તે વખતે સાચી ટીકા સાથે બેન પ્રજ્ઞાબેને સંસ્કૃતમય વર્ણન મટે વાપરેલાં તેમના શબ્દો મને ગમ્યાં હતાં અને તેમની અલંકૃત સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ મેં ભાળ્યો હતો. 3 અશોક મોઢવાડીયા–

દીપકને અજવાળે બેઠો, જુગલને સથવારે બેઠો,

ચિરાગની વાટ સંકોરતો મુનશીની ગોઠડીએ બેઠો અશોક તું.

પ્રજ્ઞાજુના વડલે બેઠો વહાલપની છાયામાં બેઠો,

વેબગુર્જરીને ખોળેરમતો રમતો જહેમત કરતો અશોક તું. 4 હાસ્ય દરબારનાં રત્નો – 8 (રત્નાંક – 😎 * પ્રજ્ઞાબેન વ્યાસ ગુજરાતી બ્લોગજગતના હજારો બ્લોગર અને લાખો વાંચકોમાં જેમનું નામ જાણીતું છે તેવાં સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસને માત્ર હાદરત્ન તરીકે જ ઓળખાવવાં એ તેમની બહુમુખી પ્રતિભા સાથે અન્યાયથી વર્તવા બરાબર છે. પરંતુ મારી મર્યાદા એ છે કે મારે તેમના હાસ્યદરબારને આનુષંગિક યોગદાનને જ મધ્યે નજર રાખીને આ લેખ લખવાની જવાબદારી સોંપાઈ છે. તેમના વિષે હાસ્ય દરબારમાં ભલે પ્રથમ વાર લખતો હોઉં, પણ મારા પોતાના બ્લોગ William’s Tales ઉપર ભાવપ્રતિભાવ શ્રેણીએ તેમના વિષે “ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)” શીર્ષકે લખી ચૂક્યો છું. હાદજનો તેમના વિષે વિશેષ કંઈક જાણવા માટેની પોતાની અપેક્ષાને તે લિંકે જઈને સંતોષી શકશે.

‘હાસ્યદરબાર’ એક બ્લોગનું શીર્ષક માત્ર છે, જેને મોગલ શહેનશાહ અકબરના દરબાર જેવી વિભાવનાએ સમજવામાંથી દરબારીરત્નોની કલ્પના થઈ, જેમને આ લેખમાળામાં ‘હાસ્યરત્ન’ના બિરૂદે ઓળખાવવામાં આવે છે. ‘હાસ્યદરબાર’ બ્લોગ સફળતાનાં શિખરો સર કરી શક્યો છે, તેમાં છૂપાં કેટલાંય રત્નોનો સહયોગ સાંપડ્યો હોઈ અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈને કોઈની ઉપર શ્રેષ્ઠતા આપવાનો અહીં લેશમાત્ર ઈરાદો નથી. બ્લોગના પ્રાયોજકો તરફથી કોઈ ચોક્કસ ધોરણોનો વિચાર કર્યા સિવાય સહજ અને સ્વાભાવિક રીતે (Random) જ એક યાદી મને સુપરત થઈ અને હાદજનોના મનોરંજનને લક્ષમાં રાખતાં આ લેખમાળા લખાતી ગઈ. નવ હાદરત્નો તો વાસ્તવિક નામધારી છે, પણ 10 A અને 10 B ક્રમે આવતાં રત્નો સાવ કાલ્પનિક છે અને તેમને અનુક્રમે Liar અને Lawyer નામે ઓળખાવ્યાં છે. 10મા રત્નનાં સહભાગી એવાં આ બે અડધિયાં રત્નો વિષેની રસપ્રદ જાણકારી “કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) : 1-2-3” દ્વારા મેળવી શકાશે. અહીં આ ફકરે થએલી આડવાતને માફી સાથે સમેટતાં હું આ લેખના વિષયે નીચે આગળ વધું છું.

પ્રજ્ઞાબેનનો “નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક” શીર્ષકે પોતાનો સહિયારો કૌટુંબિક બ્લોગ છે, જેમાં પોતે, પોતાના પુત્ર પરેશ અને પુત્રી યામિનીના લેખો હોય છે. કેટલાક લેખો અનામી તો વળી કોઈક સંપાદિત પણ હોય છે. અહીં તેઓશ્રી પોતાનો પરિચય સાવ સંક્ષિપ્તમાં આ શબ્દોમાં આપે છે “પ્રજ્ઞા પ્રફુલચંદ્ર વ્યાસ; જન્મ-સુરત; હાલ અમેરિકા; શોખ: વાંચન, રાસ-ગરબા, સંગીત, નાટકો ને રખડવું.” ભાઈ પરેશની ‘શબદ કીર્તન’ મથાળે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતી લેખશ્રેણીમાં આપણે હેરત પામીએ તેવી શબ્દ કે શબ્દસમૂહની માહિતી મેળવી શકીએ છીએ. વળી તેમનું અનુવાદિત પુસ્તક “O’henry ની સદાબહાર વાર્તાઓ” ગુજરાતીમાં અનુવાદિત થએલા સાહિત્યના એક ઘરેણા સમાન છે. બહેન યામિની કવયિત્રી અને નાટ્યલેખિકા (‘રણમાં ખીલ્યું પારિજાત’ આદિ નાટકો) હોવા ઉપરાંત ઘણુંબધું છે, તો પ્રફુલ્લભાઈ પોતાના કુટુંબરૂપી બ્રહ્માંડના જાણે કે બ્રહ્મા હોય તેમ નિર્લેપભાવે પત્ની અને સંતાનોની બહુપાંખીય પ્રવૃત્તિઓ નિહાળી રહ્યા હોય તેમ લાગે છે! જો કે પ્રફુલ્લ્ભાઈ વિષેનું આ વિધાન ખાત્રીબંધ હોવાની બાબતમાં હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું સંતોષજંનક રીતે આ પરિવારની સાહિત્યિક અને અન્ય પ્રવૃત્તિઓ વિષે સંશોધન કરી શક્યો નથી.

હાસ્યદરબારમાં પ્રજ્ઞાબેનનું ખાસ કોઈ લેખો રૂપે તો નહિ, પણ મુખ્યત્વે પ્રતિભાવો સ્વરૂપે યોગદાન રહ્યું હોય તેમ લાગે છે. મારી યાદદાસ્તના બળે હું કહી શકું કે પ્રજ્ઞાબેન સાથેનું મારું નૈકટ્ય મારી હાસ્યહાઈકુઓની લેખમાળાના શરૂઆતના તબક્કે તેમના પ્રતિભાવમાં તેમણે લખેલા સરસ મજાના અનુહાઈકુથી સધાયું હતું. મારા વાંચકોની જિજ્ઞાસાની તૃપ્તિ અર્થે એ હાઈકુ અને અમારી વચ્ચે ભાવપ્રતિભાવની થએલી આપલે સહિતનો અક્ષરશ: અહેવાલ લેખની કદમર્યાદા અંગેના મારા ભયને અવગણીને પણ આપ્યા વિના રહી શકીશ નહિ. મારું પોતાનું હાઈકુ આ હતું “દૃષ્ટિઘૂંટડા / ભરી, રહ્યાં ખામોશ ! / ગળ્યાં શું જિહ્વા !” પ્રજ્ઞાબેને પણ પોતાની લાક્ષણિક ઢબે ‘ખામોશ’ શબ્દને પકડીને અનુહાઈકુ આમ આપ્યું હતું, “શમા ખમોશ / અગ્નિની જિહ્વા લાંબી / રચે દોઝખ” અને પછી તો જામી પડી અમારી વચ્ચે વિદ્વતાપૂર્ણ ચર્ચા. તેમના હાઈકુ પરત્વે મેં લખ્યું, “’કોમેન્ટમાંનું આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું! દુન્યવી શમાને એક તો અગ્નિના ઉગમસ્થાન હોવાનું સ્થાયી દુ:ખ અને પરવાનાને ભસ્મીભૂત થતું જોવાનું હંગામી દુ:ખ. ધર્મશાસ્ત્રો કહે છે કે પારલૌકિક દોઝખને આવી લાગણીઓ નહિ થાય, કેમ કે તેને તો પાપીઓને બાળવાની કામગીરી સોંપાઈ હોઈ એ તો કરિયાદ કરતી જ રહેશે કે ‘હું તો હજુ ભૂખી છું!’ પણ, મને એક વાતનું દુ:ખ થાય છે કે ફૂલદાની તો દિવાનખંડમાં શોભે, નહિ કે વરંડે! ઉમદા હાઈકુ અને કોમેન્ટે! વિહંગ આંખે આપનો બ્લોગ જોઈ આવ્યો અને ગુણવત્તાસભર રચનાઓથી પ્રભાવિત થયો છું.છેલ્લે થોડી હાઈકુ વિષેની ગપસપ કરી લઈએ. જાપાનીઓ ટૂંકા પને હોઈ, વાલીડાઓ, તેમના કદ જેવું હાઈકુ લઈ આવ્યા! હાઈકુકારને જ ખબર પડે કે પોતે શું લખ્યું. વાંચકોને તો સમજાવવું પડે, જેવી રીતે બાળચિત્રકારે પક્ષીના ચિત્ર નીચે લખવું પડે કે ‘આ મોર છે, આ કબુતર છે!’

પ્રથમ પરિચયે છૂટછાટ વધારે લેવાઈ ગઈ, નહિ! કંઈ વાંધો નહિ, કેમ કે આ તો હાસ્ય દરબાર છે ને! રજા લઉં તો, વળી ક્યાંક ભટકાઈશું! ધન્યવાદ.”

(મારા ઉપરોક્ત “ઉમદા હાઈકુ અને કોમેન્ટે!” ઈશારાને ધ્યાને લેતાં પ્રજ્ઞાબેને પોતાના બ્લોગ (દિવાનખંડ!) ઉપર શમા અને દોઝખની આગનાં જીવંત (Live) ચિત્રો સાથે તે હાઈકુને “હાઈકુ…પ્રજ્ઞાજુ વ્યાસ/ રસદર્શન શ્રીવલીભાઈ મુસા” શીર્ષકે સ્થાન આપી પણ દીધું.)

જવાબ આપ્યા વગર રહે તો પ્રજ્ઞાબેન શાનાં! તેમણે લખ્યું :“’કોમેન્ટમાંનું આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું.’ મારા સુજ્ઞ વાંચકો માને યા ન માને, પણ હકીકત છે કે પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. પોતાના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! મેં આગાઉ કોઈ શબ્દ કે શબ્દોને પકડી લઈને જાણે કે ‘શબ્દાક્ષરી-શબ્દાંતિકા’ રમતાં હોય તેવી તેમની લક્ષણિકતાનો ઈશારો કર્યો હતો, પણ થોડીક સ્પષ્ટતા સાથે લખું તો તેમણે મારા કેટલાક ‘શુક્રિયા’ ‘અલ્હમ્દોલિલ્લાહ’ કે ‘ઈન્શા અલ્લાહ’ જેવા ઈસ્લામિક શબ્દોના અનુસંધાને એવી વિદ્વતાપૂર્ણ વાતો લખી છે કે હું તેમને શરૂઆતમાં Mini Encyclopedia અને આગળ જતાં તો Maxi Encyclopedia નું બિરૂદ આપ્યા સિવાય રહી શક્યો ન હતો.

લેખસમાપનની માનસિક તૈયારી કરી રહ્યો છું અને એમ થયા કરે છે કે મારા આ લઘુલેખમાં આ વિદુષી બાઈ માણસને રતીભાર પણ ઓળખાવી શક્યો નથી. હાલ સુધી લખાએલા લખાણમાં પ્રજ્ઞાબેન વિષે લખતાં લખતાં મારા વિષે પરોક્ષ રીતે જે કંઈ લખાઈ ગયું છે તે અંગે કોઈને મારા વડે થએલી મારી આત્મશ્લાઘાનો આભાસ થાય તે સ્વાભાવિક છે, પણ નેક દિલે કહું તો એવો મારો કોઈ ઈરાદો રહ્યો નથી. આ ખુલાસા પછી પણ મને એ લખવાની ફરજ પડે છે કે મારા મિત્ર સુરેશભાઈ જાનીએ દિલસે મારી ‘વિલિયમનાં હાસ્ય હાઈકુ’ નામે ઈ-બુક બનાવી આપી હતી તેની પ્રસ્તાવના પ્રજ્ઞાબેને લખી આપી છે. આમાં પણ તેમણે દિલસે લખેલા આ વિધાનને હું કદીય ભૂલીશ નહિ. એ વિધાનના શબ્દો છે…….‘આજકાલ ભાવશૂન્ય અને પ્રભાવશૂન્ય કવિતાઓ વધારે લખાય છે. કેટલાક તો એક પંક્તિને તોડીને ત્રણ પંક્તિ બનાવે છે; જેમાં ન છંદ હોય, ન લય હોય, ન વિચાર, ન કલ્પના; ત્યારે શ્રી વલીભાઈ પોતાના પ્રાણ રેડીને હાઈકુને જીવન પ્રદાન કરે છે અને માણનારને આનંદથી ભરી દે છે.’અને લ્યો ત્યારે, અહીંથી લેખ સમાપ્ત કરી જ દઉં છું. ધન્યવાદ.-વલીભાઈ મુસા 5

પ્રજ્ઞાજુબેન વ્યાસ

ચંદ્ર મિત્રતાના ભાવે નિહાળે પ્રજ્ઞાજુબેનને !

મિત્રતાના ભાવે , થાય છે પરિચય પ્રજ્ઞાજુબેનનો !…..(ટેક)

ક્યારે કેવી રીતે પ્રજ્ઞાજુબેનને જાણ્યાં ખબર નથી એની,

પણ, “ચંદ્રપૂકાર” શરૂ થયા બાદ, હશે શરૂઆત એની !

જે થયું તે સારૂં જ થયું !……..મિત્રતાના ભાવે………..(૧)

ઈનટરનેટ પર ગુજરાતી બ્લોગોની સફરો હતી મારી ,

વાંચી પ્રજ્ઞાજુબેન- પ્રતિભાવો, હૈયે ખુશી હતી મારી !

જે થયું તે સારું જ થયું !……મિત્રતાના ભાવે…(૨)

હવે તો, પ્રજ્ઞાજુબેન હતા “ચંદ્રપૂકાર” પર ફરી ફરી ,

ઉંડા “પ્રજ્ઞાજુ-વિચારો”વાંચી, થયો “ચંદ્ર” ખુશ ફરી ફરી !

જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૩)

“નિરવ રવે”બ્લોગ પ્રજ્ઞાજુબેનનો થયો જ્યારે,

આનંદ ચંદ્ર હૈયે ઘણો હતો ત્યારે !

જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૪)

પ્રજ્ઞાજુ-વિચારો જાણવાનું થયું છે સરળ હવે,

પણ,…ફોટોરૂપી દર્શન એમના ક્યારે હશે ?

હવે, જે થશે તે સારૂં જ હશે !….મિત્રતાના ભાવે….(૫)

ચંદ્ર તો “બેન”પૂકારી, પ્રજ્ઞાજુબેનને યાદ કરતો રહે,

અને, હૈયે બેનને મળવાની આશાઓ ભરતો રહે !

હવે, જે થશે તે સારૂં જ હશે !…..મિત્રતાના ભાવે….(૬)

આજે ઘણા દિવસો બાદ, પ્રજ્ઞાજુબેન ફરી “ચંદ્રપૂકાર”પર આવી

અનેક પોસ્ટો માટે પ્રતિભાવો આપ્યા…અને આ કાવ્ય લખવા પ્રેરણા મળી !ડૉ- ચંદ્રવદન. બે શબ્દો….. 6

મેધા અને પ્રજ્ઞા આ બન્ને શબ્દોમાં મેધા શબ્દ નાનો પડે છતાં હીનોપમાનો દોષ વહોરીને કહું તો પ્રજ્ઞાદીદી આપણાં સૌમાં સૌથી વધુ મેધાવાન સાબીત થયાં છે… કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાનીને એકદમ સાંદર્ભીક. મને તો લાગે છે કે તેઓ પાસે જુના જમાનાનો કોઈ અદ્ભુત વીકીપીડીયા પડ્યો છે જે નેટકગત પહેલાંનો જ છે !!આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય અનુભવી નથી. સુરેશભાઈનું આશ્ચર્ય મારું પણ છે જ. આપણે નસીબદાર કે તેમના ખજાનાનો લાભ મળતો રહે છે. – જુ.

મુ. દીદીનો જન્મ દિવસ પૂર્ણિમાના દિવસે આવેલો હતો તેના ધારે લખેલું –

પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

નીરવ રવે ધારા અલૌકીક, સ્વર્ણીમ વહો !

….. પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

સકલ જગતની વ્યાપી ભૌતીકતા નરી,

અકલ વંચનાભરી બૌદ્ધીકતા ભરી;

એને અપરા જ્ઞાનની કરણી-કથા મા, કહો !

…પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

અંધારાં ગાઢ, ઝાંખી દીશાઓ બધી,

ના સુઝે પથ, અટવાતી કેડીઓ વધી;

પ્રખર, પ્ર-તાપ અજવાળતો દીશા રહો !

…… પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

આકાશે કલા ચન્દ્રની ઘટતી–વધતી રહે સદા,

અજ્ઞાનની ઘટે, વધે જ્ઞાનની તદા;

હવે જ્ઞાનની દ્વીતીયા બની પુર્ણીમા, લહો !

પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

– જુગલકીશોર.

પુર્ણ એટલે પુરેપુરું, અધુરું કે ઓછું નહીં તેવું,

એનો એક અર્થ સમાપ્ત એવોય થાય છે ! એટલું જ નહીં, પુર્ણ એટલે મીંડું ને શુન્ય પણ !!

સંસ્કૃતમાં પુર્ણ એટલે પુરું, સંપુર્ણ, ભરેલું, આખું, કુલ, સિદ્ધ થયેલું, સમાપ્ત થયેલું અને પુર્ણિ એટલે પુર્ણ કરવું, ભરવું તે.

શરદ ૠતુનું સૌથી મોટું આકર્ષણ પુનમનો મોટો થાળી જેવડો ચાંદો.

“ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ !” કે પછી “આજ મહારાજ, જલ પર ઉદય જોઈને ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે…” વગેરે પંક્તીઓ ગણગણવાનું મન રોકી ન શકાય એવી આ રાત્રી–ૠતુ.

પુર્ણીમા વીષે જેટલું લખીએ એટલું અધુરું જ લાગે.

ખેતરમાં પણ ખળાં છલકાયાં હોય; ગ્રામજનોને હૈયે મોસમનો વૈભવ હવે હાથવેંતમાં જ હોય એવે સમયે પુર્ણીમા સૌને આનંદની લહાણી કરે. બહારનું ઝાકમઝોળ અજવાળું કોઈને અંદરના પ્રકાશનુંય નીમીત્ત બને એમ પણ બનવાનું. પુર્ણતા આમેય એકલી ન રહે. એની પુર્ણતાનો પ્રભાવ સામે છેડે પણ અનુભવાય.

ચન્દ્રને તો મનનો સ્વામી પણ કહ્યો છે. સાગરમાં જોવા મળતી પુનમની ભરતી એ એના અદમ્ય આકર્ષણનું જ પરીણામ હોય છે. આ આકર્ષણો કેવળ બાહ્ય જ હોય તો તો એનું કોઈ મુલ્ય નથી. આ આકર્ષણો માનવીની ભીતરેય એવાં જ મોજાં ઉછાળે છે. જગતભરમાં પુનમને દીવસે અકસ્માતો ને ઝઘડાઓ પણ વધુમાં વધુ નોંધાતા હોય છે એ પણ આ આકર્ષણોનો જ પ્રભાવ ને !

પુર્ણતા – પછી તે ભૌતીકજગતની ચીજોની હોય કે સૂક્ષ્મજગતની ગતીવીધીઓની હોય –ને પામ્યા વીનાનું બધું વચગાળાનું. પુર્ણતા ન થાય ત્યાં સુધીની જે બધી પ્રક્રીયાઓ તે બધી પુર્ણતાને પામવાની મથામણો. ક્યારેક લાગે કે આમાંની કેટલીક પ્રક્રીયાઓ પુર્ણતાને બદલે અવળી દીશામાં લઈ જાય છે કે શું ? પણ એવે સમયે પણ અંતીમ ગતી તો જાણેઅજાણ્યે પણ પુર્ણતા તરફની જ હશે તેવી શ્રદ્ધા રાખવાની હોય છે. કરોળીયો એનું સરસ ઉદાહરણ છે. એ અનેક વાર પડે છે પણ તે બધું ચડવાની જ પ્રક્રીયાનો ભાગ હોય છે…અને એની પેલી શ્રદ્ધા જ એને એના અંતીમ લક્ષ્ય પાસે પહોંચાડે છે.

પુર્ણતાની ચરમસીમા – પુર્ણીમા એ ભૌતીકજગતનાં કેટલાક દૃષ્યમાન બનાવોની પ્રતીક છે. પુનમનો ચાંદ એ દૃષ્યમાન બીજના ચન્દ્રની ચરમસીમા છે. પુનમ એ પ્રતીક છે. એની સફેદાઈ, એની તેજસ્વીતા પણ પ્રતીક છે. એનો શુન્યશો ગોળાકાર એ પણ પ્રતીક જ છે. જ્ઞાનને આ બધાં સાથે કંઈક અવીનાભાવી સંબંધ ન હોય જાણે, એમ પુનમનો ચન્દ્ર જ્ઞાનની ચરમસીમાને ચીંધે છે. ને જ્ઞાનની ચરમસીમા એ જ પ્રજ્ઞા. તેજસ્વીતા, શુન્યતા, ખુણાખાંચરા વીનાનો ગોળાકાર વગેરે બધું પ્રજ્ઞાની કંઈક નીશાની આપનારાં છે. ચન્દ્રનો ડાઘ અલબત્ત આ રુપકને નડે છે છતાં જ્ઞાનમાર્ગની વચ્ચે આવતી અનેક વીટંબણાઓની સાથે એને જોડીને સંતોષ લઈ શકાય.

મારી ઉપરોક્ત રચના ‘પ્રજ્ઞા–પુર્ણીમા અહો !’માં નીમીત્ત ભલે પ્રજ્ઞાદીદી રહ્યાં હો – કેમકે એમના જન્મદીવસે એમનું નામ પ્રજ્ઞા અને પુનમ બન્નેનો સુયોગ પ્રાપ્ત થયો છે, એટલું જ નહીં, એમના બ્લોગ ‘નિરવ રવે…’નોય ઉલ્લેખ શીર્ષકસહયોગી પંક્તીમાં અપાયો છે – પરંતુ આ આખી રચનામાં દીદીનો કે ‘નિરવ રવે’નો સંદર્ભ ભુલી જઈને ફક્ત કાવ્ય તરફ જ દૃષ્ટી રાખી જોવાથી કાવ્યની કસોટી થાય છે. પુનમ અને જ્ઞાનની ચરમસીમારુપ પ્રજ્ઞાની આ વાતને સ્વતંત્રરુપે ચકાસવી જરુરી ગણાય. એટલે કેવળ કાવ્યના વસ્તુને જ નજર સમક્ષ રાખીને આ રચનાને જોવા ભલામણ છે.

અહો શબ્દ વીસ્મય અને સંબોધન બન્નેનો સુચક શબ્દ છે. ‘પ્રજ્ઞારુપ પુર્ણીમા’ કે ‘પ્રજ્ઞા અને પુર્ણીમા’ એમ બન્ને રીતે રજુ થયેલા આ સમાસયુગલને અહો શબ્દ વડે સંબોધન કરાયું છે એમ પણ કહી શકાય અને એ બન્નેના સાયુજ્યનું વીસ્મય થયું છે એમ પણ કહી શકાય. 7 વિનોદ વિહારમાં…સુ. પ્રજ્ઞાબેન સ્વભાવે નમ્ર, સૌજન્યશીલ , નિખાલસ અને જ્ઞાન પિપાસુ છે .

એમના બ્લોગ નીરવ રવેમાં તેઓ થોડાક જ શબ્દોમાં એમનો પરિચય-About આ રીતે આપે છે .

પ્રજ્ઞા. પ્રફુલચંદ્ર .વ્યાસ

જન્મ-સૂરત હાલ અમેરિકા.

શોખ-વાંચન,રાસ-ગરબા,સંગીત,નાટકો અને રખડવું

આમ છતાં એમના પ્રસંશક મિત્રોએ બને ત્યાંથી માહિતી પ્રાપ્ત કરીને એમના બ્લોગોમાં જુદી જુદી વેબ સાઈટોમાં એમનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે .આ રહી એ બધી વેબ સાઈટો જેમાંથી સુ,પ્રજ્ઞાબેનની સાહિત્ય પિપાસાનો વિશદ પરિચય મળી રહે છે . 8 મળવા જેવા માણસ ….શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ

પરિચયકાર … શ્રી પી.કે.દાવડા

પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં થયો હતો. પિતા શ્રી કુમુદચંદ્ર મુંબઈની પ્રખ્યાત એંજીનીઅરીંગ કોલેજ V.J.T.I. માં મિકેનીકલ એંજીનીયરીંગનો અભ્યાસ કરી, રેલ્વેમાં નોકરી કરતા હતા. માતા ઇશ્વરીબહેન સાતમા ધોરણ સુધી ભણેલા હતા. આર્થિક રીતે આ સુખી કુટુંબમાં સંગીતમય અને ધાર્મિક વાતાવરણ હતું.

પ્રજ્ઞાબહેનનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ફ્રીલેન્ડગંજની રેલ્વેની શાળામાં ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી થયો હતો.

અહીં અભ્યાસ દરમ્યાન સંગીત ને નાટ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરની માજીરાજ ગર્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૫૫ માં S.S.C. ની પરીક્ષા પસાર કરી હતી. હાઈસ્કૂલના શિક્ષણ માટે એમને ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક સાઈકલ ઉપર શાળામાં જવું પડતું. રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેધાણીનાં પુત્રી પદ્મલા પ્રજ્ઞાબહેનના વર્ગમાં હતા.

બે વર્ષ માટે ભાવનગરની S.N.D.T. કોલેજમાં આર્ટસ વિભાગમાં અભ્યાસ કર્યા બાદ, ૧૯૫૭ માં લગ્ન થઈ જતાં અભ્યાસ અધુરો મૂકવો પડ્યો હતો. પ્રજ્ઞાબહેનના પતિ શ્રી પ્રફુલ્લચંદ્ર વ્યવસાયે તબીબ છે.

પ્રજ્ઞાબહેને સ્વેચ્છાએ ગૃહીણીનો રોલ સ્વીકારી, એક દિકરા અને ચાર દીકરીઓની સુખાકારી અને શિક્ષણની જવાબદારી નીભાવી. પાંચે સંતાનો સારું શિક્ષણ પ્રાત્પ કરી જીવનમાં સ્થાયી થયા છે. આ સમય દરમ્યાન એમણે સામાજીક સંસ્થાઓમાં કામ કરી પોતાનો ફાળો નોંધાવ્યો. બારડોલી સાર્વજનિક મહિલા મંડળ અને જાયન્ટસ કલબ જેવી સંસ્થાઓનું પ્રમુખપદ પણ શોભાવ્યું. આસપાસના ગામોમાં જઈ સમાજ સેવાની પ્રવૃતિઓ કરી, એમણે એમની માનવીય ફરજ નીભાવી.

૧૯૯૬ માં એમની અમેરિકા સ્થિત દિકરી રોમાએ એમનું ગ્રીનકાર્ડ સ્પોન્સોર કર્યું, અને એ મંજૂર થતા પ્રજ્ઞાબહેન એમના પતિ સાથે અમેરિકા આવ્યા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.

૨૦૦૬ માં એમને ગુજરાતી બ્લોગ્સની જાણ થઈ અને એમણે એમાં રસ લેવાનું શરૂ કર્યુ. એમણે અનેક બ્લોગ્સમાં મૂકાયલી કૃતિો વિષે પ્રતિભાવ આપવાના શરૂ કર્યા. એમના વિદ્વતાભરેલા પ્રતિભાવો ઉપર અનેક વાંચકો અને બ્લોગ્સના સંચાલકોનું ધ્યાન દોરાયું, અને અનેક સર્જકો એમના સંપર્કમાં આવ્યા. ૨૦૦૮ માં એમણે “નીરવ રવે” નામનો પોતાનો બ્લોગ શરૂ કર્યો.

“નીરવ રવે”માં પ્રજ્ઞાબહેને પોતાના સર્જન ઉપરાંત એમના સંતાનોના સર્જન અને અન્ય મિત્રોના સર્જન મૂકવાનું શરૂ કર્યું. ગુજરાતી બ્લોગ્સમાં ઊંચું સ્થાન ધરાવતા બ્લોગ “વેબ ગુર્જરી” ના સંપાદક મંડળના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા.

એમની ખાસ ખાસિયત એ રહી કે એ પ્રત્યેક વ્યક્તિના પ્રત્યેક ઈ-મેઈલનો જવાબ આપે છે, અનેક બ્લોગ્સમાં કૃતિઓ વાંચી એમાં મનનીય પ્રતિભાવ લખે છે. જે વિષય ઉપર પ્રતિભાવ લખે છે, એ વિષય ઉપરનું સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓ ઉપર પણ એમની સારી પકડ છે.

લેક્ષિકોનમાં પ્રજ્ઞા શબ્દના ઘણાં અર્થ આપેલા છે. પ્રજ્ઞા એટલે બુધ્ધી, મેધા, મતિ, સમજશક્તિ, એકાગ્રતા, વિશેષ જાણીકારીવાળી, પરિપક્વ બુધ્ધિવાળી, સમજણશક્તિ, ડહાપણ, અને સંવેદના. આ પ્રજ્ઞાબહેન માટે તો આ બધા અર્થ એક સાથે લાગુ પડે છે, કદાચ બધાનો સરવાળો કરી એક નવો અર્થકારક શબ્દ બનાવવો પડે. ખૂબ જ મિલનસાર અને પ્રેમાળ સ્વભાવના બહેન પ્રજ્ઞા વ્યાસે એક દાયકામાં મિત્રો અને ચાહકોનો વિશાળ વર્ગ ઊભો કરી લીધો છે.

બ્લોગ જગતની ખૂબ જ જાણીતી અને સન્માનનીય વ્યક્તિઓના અભિપ્રાયોનું સંકલન કરીને કહું તો બહેન પ્રજ્ઞા વ્યાસ એક મેઘાવી વ્યક્તિ છે. વિશાળ વાંચન એમની મૂડી છે. એમના હાસ્યમાં પણ એમનું ગાંભીર્ય છે. એમની સહાનુભુતિમાં કરૂણા છે. કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાની અને સાંદર્ભીક. જાણે કે એમની પાસે કોઈ અદભુત વીકીપીડીયા ન હોય?

આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય જોઈ નથી. પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. એમના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્ર્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ સૌથી મોખરે હોય. કેટલીકવાર તો મૂળ કૃતિ કરતાં પણ પ્રજ્ઞાબહેનની કોમેંટ વધુ રસદાયક હોય છે. કવિતાનો રસાસ્વાદ તેઓ અદભુત રીતે કરે છે,તેઓ કહે છે, “મને ભજન ગાવાં વધુ ગમે છે; કારણ ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે.”

પ્રજ્ઞાબહેન માને છે કે માણસ ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ આખી જીંદગી માણસ તરીકે જીવે, અને માણસાઈ સાથે જીવે એ ખૂબ અગત્યનું છે. ઈન્સાનિયત એ જ અગત્યની બાબત છે.આજકાલની દોડધામવાળી જીંદગીમાં કોઈને બીજા માટે સમય નથી, આ પરિસ્થિતીમાં બદલાવની તાતી જરૂરત છે.

પ્રજ્ઞાબહેન કહે છે, ‘સદા સંતવાણી યાદ રાખો, વર્તમાનમાં રહો, સ્નેહ રાખો , કટુ વિચાર- વચન ત્યાગો, ગુણદર્શન કરો અને સદા માનો આપને તો નિમિત્ત માત્ર !’ -પી. કે. દાવડા (ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા, )

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized

8 responses to “મારી ૮૪મી વર્ષગાંઠે…

 1. ગોવીન્દ મારુ

  ઓહ! હું તમારો જન્મદીવસ ચુકી ગયો તે માટે ખરેખર માફ કરજો… 🙏
  💐 હું તમારા સારા સ્વાસ્થ્ય, સુખ અને પ્રેમની ઈચ્છા સહ વીલંબીત જન્મદીવસની શુભકામનાઓ પાઠવું છું… 🎂 🎁

  • pragnaju

   આભાર એ ખુબ નાનો શબ્દ છે પરંતુ….
   આપ બધાએ આ આભાસી દુનિયામા પણ મને જન્મદિવસની શુભકામના પાઠવી અને શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો… આ તમામ ને હું વંદન કરું છું.

 2. pragnaju

  On Wednesday, October 12, 2022 at 10:37:36 PM EDT, anand rao wrote:
  Pragnyaben,
  See the attachment …
  Say hello to your family.
  – Anand Rao

 3. pragnaju

  તમે મારા જન્મદિવસે જે શુભકામનાઓ આપી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર
  તમે મારા આ દિવસને વધારે ખાસ બનાવી દીધો.

 4. pragnaju

  Narendra wrote:
  Many Happy Returns of the Day, Pragnaju. We wish you a very Happy Birthday. You have always been in our thoughts, and I have always derived inspiration from you. I shall tell you how.
  I have just completed a small book project, which, thanks to you, was inspired by you. The book is called ‘આવાઝકી દુનિયા કે દોસ્તોં”.
  The book is the compilation of some of my blogs on music in which you have very kindly written your encouraging, illuminating comments. You inspired me to include all comments in this eBook as your comments often surpassed the quality of the article wrote. Some of the recipients of this mail also feature in the comments section of “આવાઝકી દુનિયા…”
  I wish to send you a copy as a birthday gift as soon as it is published.
  Happy Birthday, Ma’am.
  Naren & Family

 5. pragnaju

  તમારો ખૂબ ખૂબ આભાર મારા જન્મદિવસની શુભકામનાઓ બદલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.