એકલો મસ્ત હતો/હરીશ દાસાણી

હતો એકલો મસ્ત હતો
પોતે જાતે બંધાયો.
ક્રમ તોડી અક્રમ એ થયો.
પોતે જાતે બંધાયો.
શૂન્ય હતો તે એક થયો
એક હતો તે હજાર થયો.
હજાર આંખોથી જોતો
હજાર કાને સાંભળતો.
પુરુષ નથી હું
પુરુષ નથી હું
રટતો રટતો રામ થયો.
પ્રકૃતિએ પ્રવૃત્ત થયો.
અક્ષય અક્ષર ક્ષર બન્યો.
ક કાનો  થઈ કામ કરે
કૈલાસેથી ઉતરીને
પછી ઉમાને સાદ કરે.
હરખે હરખે હરિ થયો.
લગન કરીને મગન થયો
કુમાર સંભવ એમ થયો
સેના જોડી પતિ થયો
શું ખાઉં ને શું જોઉં?
વિચાર કરતાં વિશ્વ થયો
અંદર બહાર બધું ગમતું
રવિરમતથી કિરણ થયો
સાત સૂરોનો સ્વામી એ
સાગર ઊંડો શાન્ત થયો.
બીજ હતો તે વૃક્ષ થયો
ક્ષણે ક્ષણે એ રમી રહ્યો
અનામ પોતે નામ ધરી
નિરાકાર સાકાર થયો.

હરીશ દાસાણી.મુંબઈ

મસ્ત અભિવ્યક્તી
હતો એકલો મસ્ત હતો
પોતે જાતે બંધાયો.
ક્રમ તોડી અક્રમ એ થયો.
                પરંપરાગત માર્ગમાં આંતરિક નબળાઈઓને દૂર કરી અને અહંકારને ઓગાળવા માટે સ્વ નિયંત્રણનો અભ્યાસ કરવો પડે છે પછી પરમ આત્મા પ્રાપ્ત થાય -અક્રમમાં આ કરવાની જરૂર નથી.  
પોતે જાતે બંધાયો.
શૂન્ય હતો તે એક થયો
એક હતો તે હજાર થયો.
હજાર આંખોથી જોતો
હજાર કાને સાંભળતો.
પુરુષ નથી હું
પુરુષ નથી હું
રટતો રટતો રામ થયો.
પ્રકૃતિએ પ્રવૃત્ત થયો.
અક્ષય અક્ષર ક્ષર બન્યો.
ક કાનો  થઈ કામ કરે
કૈલાસેથી ઉતરીને
પછી ઉમાને સાદ કરે.
હરખે હરખે હરિ થયો.
લગન કરીને મગન થયો
કુમાર સંભવ એમ થયો
સેના જોડી પતિ થયો
શું ખાઉં ને શું જોઉં?
વિચાર કરતાં વિશ્વ થયો
અંદર બહાર બધું ગમતું
રવિરમતથી કિરણ થયો
.                વાદ્યવાદકને અન્ય વાદ્યવાદકે સાથ આપવો વાતમા પણ સમતોલન જરુરી.શરુઆતમા નાની ભૂલ માટે બસૂરુ કહી અપમાન કરવાથી ઘણા ખોટા અનુવાદનના ધખારે ચઢે છે.સાજ જ એવું હોય કે પંચમ છેડો મધ્યમ બોલે ખરજ બને ગંધાર તો સાજ જ બદલવું પડે ! ત્યારે…સાત સૂરોનો સ્વામી એસાગર ઊંડો શાન્ત થયો            આ જ જીવનમાં તમામ પ્રકારના દુઃખોથી મુક્તિનો અનુભવ થાય આત્માના આનંદનો અનુભવ થાય છે .બીજ હતો તે વૃક્ષ થયોક્ષણે ક્ષણે એ રમી રહ્યો

ત્યારબાદ, કશું જ ત્યાગ કરવાનું રહેતું નથી. ‘હું ખરેખર કોણ છું?’ તેની સાચી સમજણ અને દ્રઢ પ્રતીતિ બેસવાથી દરેક સંજોગોમાં વ્યકિત સમભાવ રાખી શકે છે.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.