Daily Archives: ડિસેમ્બર 9, 2022

અચરજ એવું આ હરીશ દાસાણી

અચરજ એવું આ
આવ્યું અચાનક અમથું
કડડડડડડડડડડડભૂસ
સપનું સામટું.
જોનારો બોલે નહીં.
બોલે જુએ નહીં.
આ પણ એકલું.
પગથી તે માથા સુધી
અગ્નિ આ પ્રગટયો પાવક
પળમાં પ્રપંચ
થઈ ગયો રાખ.
ખાખી હસે છે ખડખડ
કૈલાસે બેઠો બેઠો.
હિમગિરિ ઓગાળી આજ.

“કર”માંથી કરવું છૂટયું.
ચરણનો ચારો ખૂટયો.
અંગુલિથી વીંટી સરકી.
નાસિકા ન લેતી શ્વાસ.
ચર ને અચર સઘળાં
ચારા વિચારના આ
અટકી ઊભા છે.
કોને કહીશું કાનમાં?
સમજણની ગાંઠ છૂટી.
શતદલકમલ ખીલ્યાં શૂન્યમાં.
ખરેખર ખૂંખાર ખોંખારો ખાધો.
આળસ મરડી ઊભો થયો.
લાવ તલવાર
ને લાવ પથ્થર.
લાવ મિસાઈલ
ને લાવ તારો દેશ.
દેશ પરદેશ
પડદા પાછળ હું.
હું ને આપ્યો હોંકારો.
અને કર્યો છે પડકારો.
હું ના ટુકડા ટુકડા કરશું.
બટકું બટકું સહુને દેશું

૧ અ ચ ર જ  અંતિમ દર્શન એ કોઈ રોજિંદી વાત નથી, આ દર્શન કરવામાં આવે તો જ આંખો જે કામ માટે સર્જાઈ છે, એનું પ્રયોજન સિદ્ધ થશે, તો જ આંખોનો જન્મારો સફળ થયો ગણાશે. આ દુનિયા જેના વડે હસતી અને મંગળ વર્તાતી હતી, એ સૌંદર્ય હવે નિષ્પ્રાણ થયું છે. પણ હજી ઘડી-પળ આંખોને એનું આકંઠ પાન કરી મોક્ષસુખ પામવાની તક છે. વળી, આંખોએ આ તક જતી કરવાની નથી -પછી

પગથી તે માથા સુધી
અગ્નિ આ પ્રગટયો પાવક
પળમાં પ્રપંચ
થઈ ગયો રાખ.

….

૨  ચર ને અચર સઘળાં

ચારા વિચારના આ
અટકી ઊભા છે.

મરણને પરણના વાઘાં પહેરાવીને  કરુણતાની એવી ધાર કાઢી છે,

જે  ભાવકોની આંખ ભીની કર્યા વિના રહેતી નથી.

…..

૩ હું ના ટુકડા ટુકડા કરશું.

 ‘હું’ /(‘I’) અને ‘મારું’/ ‘my’?શું છે?

દાદાશ્રી કહે છે કે, “તમે ‘I’માં લીન થવા માંગો છો કે ‘My’માં? બે તળાવ છે I’ અને ‘My’ના. જે લોકો “I’ના તળાવમાં ડૂબેલા હોય છે તેઓ  ક્યારેય મરતાં નથી, જ્યારે જે લોકો ‘My’ના તળાવ માં ડૂબેલા હોય છે તેઓ ક્યારેય જીવતા નથી.” તો એ લોકે એ કહ્યું કે “ અમારે તો એવું જોઈએ છે, કે અમારે ફરી ક્યારેય મરવું ના પડે.” તો મે સમજાવ્યું કે,” ‘I’ માં કોઈ ચિંતા નથી, ‘My’ માટે ચિંતા ના કરો. ‘I’ અવિનાશી છે, ‘My’વિનાશી છે.” તેથી, ‘I’અને ‘My’ ને સેપેરેટ (જુદા) કરો! 

Leave a comment

Filed under Uncategorized