તારાથી ઉત્પન્ન બધું છે
તારામાં છે લીન.
અન્ય કશું અહીં છે જ નહીં
એ પ્રતીતિમાં તલ્લીન.
માળાના મણકા પણ તારા
પરોવનારો દોરો તું.
જાણું ના કંઈ
માનું ના કંઈ
ભીનો પણ છું કોરો હું.
સ્વતંત્ર સત્તા કેવળ તારી
અરૂપ રૂપ હજાર ધરે.
જાગૃત કહું કે સ્વપ્ન કહું આ
સર્વ દિશાએ તું જ સરે.
યોગ સાંખ્ય કે જ્ઞાનમીમાંસા
કશું ન મનને તૃપ્ત કરે.
ક્ષણે ક્ષણે આ સ્પર્શ મળે તે
આનંદિત પુલકિત કરે.
વૃત્તિ છો બદલાતી રહે
હર વૃત્તિમાં પણ તું જ મળે.
સાંધ્ય ઉષા વિધવિધ રંગોમાં
અભંગ તું જ અનંગ મળે.
તારું જ બધું છે તો હું પણ થયો છું તારો.
તેથી જ સઘળું મારું. મારું બધું જ તારું.
ગુઢ જ્ઞાન સરળતાથી સમજાવ્યું.
‘તારું જ બધું છે તો હું પણ થયો છું તારો.
તેથી જ સઘળું મારું. મારું બધું જ તારું.’અંશ,અંશી સાથે એકરૂપ તેથી જ-
‘તારા સર્વ કર્મો,મન પૂર્વક મને અર્પણ કરી,મારામાં તત્પર થઇ,
મારામાં બુદ્ધિને પરોવી,સતત મારામાં ચિત્ત વાળો થા.
આવી રીતે મારામાં ચિત્ત ને સ્થિર કરીને,મારી કૃપાથી તુ બધી મુશ્કેલીઓમાંથી તરી જઈશ. પરંતુ જો- પરમાત્મા પ્રાણીમાત્રના હૃદયમાં વસેલો છે,અને પોતાની માયાથી,બધાં પ્રાણીઓને યંત્રની જેમ ફેરવ્યા કરે છે. માટે સર્વ ભાવથી,તેને જ શરણે જા.જેની કૃપા થી તું પરમ શાંતિ અને શાશ્વત પદ પ્રાપ્ત કરી શકીશ.આ રીતે મેં તને ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન કહ્યું,તેના પર નિઃશેષપણે વિચાર કરીને –
તને જે યોગ્ય લાગે (ઈચ્છે) તે કર.સર્વ રહસ્યોમાં ગુહ્યત્તમ રહસ્ય-એવું મારું વચન તુ ફરીથી સાંભળ. કારણકે તુ મને અતિશય પ્રિય છે-તેથી હું તને તારા હિત ની વાત (ફરીથી) કહું છું.
મારામાં પરાયણ થા,મારો ભક્ત થા,મારે અર્થે યજ્ઞ (કર્મ) કર,અને મને નમસ્કાર કર,
એમ કરવાથી તુ મને જ પ્રાપ્ત થઈશ,એમ હું પ્રતિજ્ઞા કરી ને સત્ય કહું છું.કારણ તુ મને પ્રિય છે સર્વ ધર્મો છોડી ને –એક મારે જ શરણે આવ,હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ,તું શોક ન કર
.