<gunjan_gujarati@yahoo.com> wrote:
વાચક મિત્રો,
આ સાથે એક મોચીની વાત છે. ”સાધુ” કે ”સંત” કોને કહેવાય એનું વર્ણન મહાભારત, ભાગવત અને બીજા ગ્રન્થોમાં ઘણું છે. પણ આ મોચીને શું કહેવું? એને કોઈ ભજન કીર્તન કરતાં આવડતું નથી. તત્વજ્ઞાન વિષે કશું બોલતાં કે પ્રવચન કરતાં આવડતું નથી. અભણ છે.
કોઈની પણ ચાકરી કરીને એને સુખ આપવું એટલું જ જાણે છે. કરેલી સેવાનું વળતર સ્વીકારતો નથી.
– આનંદ રાવ
મા.આનંદ રાવજી
આપની -‘આ સાથે એક મોચીની વાત છે. ”સાધુ” કે ”સંત” કોને કહેવાય એનું વર્ણન મહાભારત, ભાગવત અને બીજા ગ્રન્થોમાં ઘણું છે. પણ આ મોચીને શું કહેવું? એને કોઈ ભજન કીર્તન કરતાં આવડતું નથી. તત્વજ્ઞાન વિષે કશું બોલતાં કે પ્રવચન કરતાં આવડતું નથી. અભણ છે.
કોઈની પણ ચાકરી કરીને એને સુખ આપવું એટલું જ જાણે છે. કરેલી સેવાનું વળતર સ્વીકારતો નથી.’ તે અંગે સહાનુભૂતિ અને અનુભૂતિ અંગેની વાતે સહાનુભૂતિનો અર્થ છે કોઈ બીજાની લાગણીઓનો અનુભવ કરવો. તે જર્મન Einfühlung માંથી આવે છે, ‘અનુભૂતિમાં. ‘ અન્ય વ્યક્તિ શું અનુભવે છે તે ખરેખર અનુભવવાના ભાવનાત્મક ઘટકની જરૂર છે. બીજી બાજુ, સહાનુભૂતિનો અર્થ એ છે કે કોઈ બીજાના દુઃખને સમજવું.
સહાનુભૂતિમાં તમારા પોતાના દ્રષ્ટિકોણથી સમજણ શામેલ છે. સહાનુભૂતિમાં તમારી જાતને અન્ય વ્યક્તિના પગરખાંમાં મૂકવાનો અને શા માટે તેઓને આ ચોક્કસ લાગણીઓ હોઈ શકે છે તે સમજવાનો સમાવેશ થાય છે. વ્યક્તિ શા માટે તે જે રીતે અનુભવે છે તેના મૂળ કારણથી પરિચિત થવાથી, અમે વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને તંદુરસ્ત વિકલ્પો પ્રદાન કરી શકીએ છીએ. જ્યારે તમે કોઈને દુઃખમાં જોવા જાઓ છો અને તેમને કહો છો કે તમે કેટલા દિલગીર છો, ત્યારે એવું લાગે છે કે તમે તેમની પરિસ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવો છો. છેવટે, તમે જાણો છો કે આવા નુકસાનમાં જીવવું ભયંકર હોવું જોઈએ. કદાચ તમે તેમને ફૂલો અથવા કાર્ડ લાવવા માટે પણ સમય કાઢો. જો કે, આ સહાનુભૂતિનું ઉદાહરણ છે.
સહાનુભૂતિ એ અવલોકન અને સ્વીકૃતિ છે જે કોઈ બીજામાંથી પસાર થઈ રહ્યું છે. અનુભૂતિમાં બીજાની લાગણીઓ લેવાનો સમાવેશ થાય છે. સહાનુભૂતિ કરતાં અનુભૂતિ વધુ સારી માનવામાં આવે છે.
મોચી વાતે યાદ આવે અમારા પૂ દાદાજી સાથે વાતચિતમા જ્યારે ઘણી ચર્ચા બાદ મૂળ વાત પર આવતા દાદાજી કહેતા-‘મેલ કરવત મોચી ના મોચી’અને અર્થ સમજાવતા કહેતા કે પહેલાના જમાનામા મરણ વખતે કાશીમા મરણ થાય તે ઇચ્છતા અને બીજા જન્મમા શું થવુ તે અંગે પૂછતા એક મોચીએ કહ્યુ-‘મેલ કરવત મોચી ના મોચી’અને ગુંજે ભજન-
પાયોજી મૈંને રામ રતન ધન પાયો… પાયોજી꠶ ટેક
વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ;
કિરપા કર અપનાયો… પાયોજી꠶ ૧
જનમ જનમ કી પૂંજી પાઈ;
જગ મેં સભી ખોવાયો… પાયોજી꠶ ૨
ખરચૈ ન ખૂટૈ વા કો ચોર ન લૂટૈ;
દિન દિન બઢત સવાયો… પાયોજી꠶ ૩
સત કી નાવ ખેવટિયા સતગુરુ;
ભવસાગર તર આયો… પાયોજી꠶ ૪
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર;
હરખ હરખ જસ ગાયો… પાયોજી꠶ ૫ મોચી રૈદાસની મીરાં બાઈ શિષ્યા હતી !
જાતિ-જાતિ માંજાતિ હૈં, જો કેતન કે પાત |
રૈદાસ મનુષ ના જુડ઼ સકે જબ તક જાતિ ન જાત ||
મન ચંગા તો કઠૌતીમાં ગંગા ||રૈદાસ ની વાણી ભક્તિ ની સચ્ચી ભાવના, સમાજ ના વ્યાપક હિત ની કામના તથા માનવ પ્રેમથી ઓત-પ્રોત હોય છે. એ માટે તેમના શ્રોતાઓ ના મન પર ઊઁડો પ્રભાવ પડતો હતો. તેમના ભજનો તથા ઉપદેશો થી લોકોને એવી શિક્ષા મળતી હતી કે જેનાથી તેમની શંકાઓ કા સંતોષજનક સમાધાન થઈ જતો હતો અને લોકો સ્વયં: તેમના અનુયાયી બની જતા હતાં.
તેમની વાણી નો એટલો વ્યાપક પ્રભાવ પડતો કે સમાજ ના બધા વર્ગો ના લોકો તેમના પ્રતિ શ્રદ્ધાળુ બની ગયાં. મીરાં બાઈ તેમના દર્શને ગયા ત્યારે રૈદાસ ચામડાને રંગવાનુ કામ કરતા હતા તેથી ક્ર્ષ્ણભક્ત મીરાં બાઈ ની સાડી પર છાંટા ઉડતા તેને શિષ્યા તરીકે સ્વીકાર્યા માની તેમની શિષ્યા બની ગઈ હતી અને રામનામની વાતે તેમના મુખે પ્રગટ થયુઁ’પાયોજી મૈંને રામ રતન ધન પાયો..
આપણી વાતના મોચી માટે સહાનુભૂતિ શબ્દ સહજ વપરાય સાથે આવા સંતને સદા આવી અનુભૂતિ થાય છે. આવી વાતે આવા સંતને સહજ વંદન થાય…