Daily Archives: ડિસેમ્બર 18, 2022

”નળ-દમયન્તિ”/આનંદ રાવ

વાચક મિત્રો,

આ સાથે મહાભારતમાં આવેલી 

”નળ-દમયન્તિ” વાર્તામાંનો એક સુંદર શ્લોક છે. 

આશા રાખું કે આપ સૌને ગમે.

– આનંદ રાવ 

सर्वः सर्वं न जानाति सर्वज्ञो नास्ति कश्चन।

नैकत्र परिनिष्ठास्ति ज्ञानस्य पुरुषे क्वचित्॥ પરિક્ષામા પુછાતુ અને અમે ગોખેલો જવાબ લખતા-

Infinite knowledge is indeed not with one single person. Never an individual person has entire treasure house of knowledge. All do not know everything. There is nobody who knows everything. All-knowing person never exists.

“સર્વજ્ઞ” કોણ છે ? જે બ્રહ્માડના રહસ્યો ઉકેલે

વાતે યાદ આવે સંત કબિર 

મન તોહે કેહિ બિધ કર સમજાઉં ?

સોના હોય તો સુહાગ મંગાઉ, બંકનાલ રસ લાઉં,
ગ્યાન શબ્દ કી ફૂંક ચલાઉં, પાની કર પિઘલાઉં … મન તોહે

ઘોડા હોય તો લગામ મંગાઉં, ઉપર જીન કસાઉં,
હોય સવાર તેરે પર બૈઠું, ચાબૂક દેકે ચલાઉં … મન તોહે

હાથ હોય તો ઝંઝીર ચઢાઉં, ચારો પૈર બંધાઉં,
હોય મહાવત તેરે પર બૈઠું, અંકુશ લેકે ચલાઉં … મન તોહે

લોહા હોય તો એરણ મંગાઉં, ઉપર ધુંવન ધુંવાઉં,
ધુવન કી ઘનઘોર મચાઉં, જંતર તાર ખિંચાઉં … મન તોહે

ગ્યાની હોય તો જ્ઞાન શિખાઉં, સત્ય કી રાહ ચલાઉં,

કહેત કબીર સુનો ભાઈ સાધો, અમરાપુર પહુંચાઉં … મન તોહે

“સર્વજ્ઞ” એટલે “અનંત જ્ઞાન, જાગૃતિ, સમજણ, સમજ અથવા દ્રષ્ટિ. 

“સર્વજ્ઞ” અને “સર્વશકિતમાન વચ્ચે ઘણી સામ્યતા છે..બંને શબ્દોનો ઉપયોગ સર્જક અથવા સર્વોચ્ચ અસ્તિત્વના લક્ષણ તરીકે થાય છે.કોઈપણ શ્રદ્ધાના સર્વોચ્ચ અસ્તિત્વને સર્વશકિતમાન ગણવામાં આવે છે અને કલ્પનાથી સત્તા છે. સર્વશકિતમાન હોવાનો અર્થ એ પણ થાય છે કે સર્વોચ્ચ વ્યક્તિ કશું કરવાની સક્ષમ છે, સમાન રીતે આનંદમાં અસંગતતાઓ કોઈપણ સમયે હોવાના સર્વોચ્ચ વ્યક્તિને તેની પ્રકૃતિની સુસંગતતા અને કરાર તરીકે પણ ગણવામાં આવે છે.આ અંગે સર્વશકિતમાન ભગવાન -અલ્લાહ- ગોડ ગણવામા આવ્યા .તેમા કહેવાતા બુધ્ધિશાળીઓ શ્રધ્ધાને બુધ્ધિથી સિધ્ધ કરવા દલીલો કરી .ત્યારે સાધકોએ સાધનાથી અનુભૂતિ કરી

Leave a comment

Filed under Uncategorized