Daily Archives: ડિસેમ્બર 26, 2022

શ્રી હરીશભાઇ-‘સાત તાળી પાડો’

કવિશ્રી હરીશભાઇની- ‘સાત તાળી પાડો’ સુંદર રચના જેમા પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ નામે તાળી દ્વારા પંચભૂત ,પાંચ કર્મઈન્દ્રિયો, પંચપ્રાણ અને પાંચ જ્ઞાનઈન્દ્રિયો દ્વારા અંશ અને અંશીને આરાધના દ્વારા પ્રસન્ન કરી …

એક મતવાલા માધવને
આજે મળજો.
તમે સર્જન વિસર્જન
પણ કરતાં રહેજો.

વિજ્ઞાનિકો એ પ્રયોગો કરી જણાવ્યુમ છે કે  તાળી વગાડવાથી હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ટેન્શન, અસ્થમા, શરદી, આર્થરાઇટિસ, માથાનો દુખાવો, ઈનસોમનિયા, વાળ ખરવા, દ્રષ્ટિ ઓછી થવી, એટલે કે નબળી દ્રષ્ટિ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન છો, તો તાળી વગાડવાને આજથી જ તમારી આદતનો ભાગ બનાવી લો.

On Sunday, October 9, 2022 at 10:18:08 PM EDT, Harish Dasani <harishdasanu@gmail.com> wrote:

સાત તાળી પાડો
ને તમે રમવા લાગો.
એક તાળીથી પકડો આકાશ
મનજીભાઇ.
તાળી પાડીને તમે રમવા લાગો.
નથી આકાશે સૂર્ય ચન્દ્ર
કોઈ નથી.
નથી નક્ષત્ર નમણું
નિહારિકા નથી.
એક તાળીમાં પકડો આકાર
મનજીભાઇ.
તાળી પાડીને તમે રમવા આવો.

બીજી તાળીએ ચંચળ
પવનને પકડો.
પ્રાણ પાથરી પોતાનો
જકડી લેજો.
તમે તાળીએ સૂંઘો સુગંધ
મનજીભાઇ.
તાળીએ તાળીએ રમવા લાગો.

ત્રીજી તાળીમાં તેજનો
ખોબો ભરો.
ઓગળી પીગળી અંદરનો
ઓરડો ભરો.
આધિ વ્યાધિ ઉપાધિનો
ધૂમાડો ઉડાડો.
તમે તાળીએ આભમાં ઊંચે ઉડો.

ચોથી તાળીમાં ડુંગરથી
નીચે આવો.
શિવજટામાંથી નીકળીને
સીધા આવો.
સહુ યુગોને ધોઇ ધોઇને
ઉજળાં કરો.
તમે તાળીથી સાગરમાં
ડૂબકી ભરો.

પાંચમી તાળીએ પ્રણામ
મા ને કરો.
માટી માથે ચડાવો
ને વિશ્વમાં ફરો.
બીજ થઈને દટાવ
ડાળીઓ ફેલાવો.
તમે તાળી દઇ માતાને
ખોળે સરો 

છઠ્ઠી તાળીમાં હાથપગ
માથું ધરજો.
શિર સાટે નટવર વરજો
ઉરમાં ઠરજો.
ઇન્દ્રિયોથી જ ઇન્દ્રને ઓળખજો.
તમે તાળીએ ખેતર
આ ખૂંદી વળજો.

સાતમી તાળી પોતાને
કાયમ દેજો.
ઊંઘજો જાગજો
અને રમતા રહેજો.
એક મતવાલા માધવને
આજે મળજો.
તમે સર્જન વિસર્જન
પણ કરતાં રહેજો.

સાત તાળી પાડો
ને તમે રમવા લાગો.

હરીશ દાસાણી.મુંબઈ
.

Leave a comment

Filed under Uncategorized