Daily Archives: જાન્યુઆરી 6, 2023

વિઝિટર વિઝા/આનંદ રાવ  

વિઝિટર વિઝા સુંદર મનનીય વાર્તા. 

વાર્તાનો પ્લોટ પાંખો છે, પણ સહજતા નો વહેળો એટલી સચ્ચાઈથી વહેતો હોય છે કે વાંચનાર એમાં ગળાડૂબ ભીંજાય છે.આપના હ્રદયમાંથી જ્યારે કોઈ ઘટના, કોઈ બીના સ્ફૂરે છે તો એ વિષયને ક

ઈ રીતે આલેખાશે તેની સ્પષ્ટતા છે. આ પાત્રો વાર્તાના વિષયની પૂર્તિ પૃષ્ઠભૂમિમાં કરે છે. કથારસ આરંભથી અંત સુધી બની રહે છે. આલેખનમાં સક્ષમતા અને વૈવિધ્ય હોય વાતને રસક્ષતિ નથી.
‘સુજાતાની જિંદગીએ એકાએક પડખું બદલ્યું.એના ભયાનક સપના માંથી જાગી જવા એણે બહુ પ્રયત્નો કર્યા. પણ એ સપનું નહોતું.’ ના વિચાર વમળે…
સુખની સતત શોધ અથવા સુખ વિશે ના સતત વિચારો થી સુખ પ્રાપ્ત થવાની શક્યતા  નહિવત છે. પણ જ્યારે જે સમયે સંજોગો જે કામમાં પુરેપુરા વ્યસ્ત થઈ જવાથી અને વિચાર શૂન્યતાની સ્થિતિમાં કદાચ વધુ આનંદ રહેલો છે. જ્યારે જે મળ્યું છે તે માણી લેવાની સ્થિતિ કદાચ સુખ પ્રાપ્ત થવાનો રસ્તો તો હોઇ  શકે.સુખની અનુભૂતિ ના મૂળ સંતોષવૃત્તિ  મહત્વની છે..
વક્ત કી એક આદત બહુત અચ્છી હૈ,
જૈસા ભી હો,           ગુજર જાતા હૈ!
ચક્રવત પરિવર્તંન્તે ,સુખાની ચ દુઃખાની ચ .
.સમયની એક તરફ સુખ છે, બીજી તરફ દુઃખ છે. એક તરફ આનંદ છે, બીજી તરફ વેદના છે. જીવનમાં પરમ આનંદ, પરમ સુખ અને પરમ શાંતિ બહારના કોઈ પણ પદાર્થ માંથી મળે જ નહીં, ધર્મનું આચરણ માણસનું સમગ્ર આંતરિક પરિવર્તન કરી અજ્ઞાનમાંથી નિવૃત કરી આત્મ જ્ઞાન માં સ્થિર ન કરે ત્યાં સુધી પરમ સુખની અનુભૂતિ શક્ય નથી.સુખની સતત શોધ અથવા સુખ વિશે ના સતત વિચારો થી સુખ પ્રાપ્ત થવાની શક્યતા  નહિવત છે. પણ જ્યારે જે સમયે સંજોગો જે કામમાં પુરેપુરા વ્યસ્ત થઈ જવાથી અને વિચાર શૂન્યતાની સ્થિતિમાં કદાચ વધુ આનંદ રહેલો છે. જ્યારે જે મળ્યું છે તે માણી લેવાની સ્થિતિ કદાચ સુખ પ્રાપ્ત થવાનો રસ્તો તો હોઈ  શકે.સુખની અનુભૂતિ ના મૂળ સંતોષવૃત્તિ  મહત્વની છે.
 મા આનંદ રાવજી ને સંવેદનશીલતાનો અભિશાપ ગણો તો અભિશાપ અને વરદાન ગણો તો વરદાન મળ્યું છે. આ વેદનાનું મંથન કરીને તેમાંથી “સ્વથી સર્વ સુધી” પહોંચતી નવનીત સમી કૃતિનું સર્જન કરે છે.
અંત 
‘એરપોર્ટ ઉપર જવા બહાર ટેક્સીમાં સમાન ગોઠવાઈ જતો હતો. ટેક્સીવાળાએ હળવું હોર્ન માર્યું ભાભીનું અમેરિકા આવવાનું કેન્સલ કરાવ્યા બદલ પોતે ખૂબ ગિલ્ટી હોય એવા ભારે હૈયે, આંસુ લૂછતાં, નણંદ ટેક્સીમાં ગોઠવાયાં. અમેરિકાની આખી ફલાઈટ દરમ્યાન પણ આ ધર્મસંકટ વિશે, આ વિકટ પરિસ્થિતિ વિષે એ ચુપચાપ આંસું સારતાં રહ્યાં – ‘ભાભીને કદાચ હું બહુ ક્રૂર લાગી હોઈશ પણ ….’ 

વાર્તાના દેહમાં વાર્તાના અંતની ચમત્કૃતિ પ્રાણપ્રતિષ્ઠા કરે છે.

ધન્યવાદ

Leave a comment

Filed under Uncategorized