ભીતરે કોઈ ગાય છે, જા જા હવે શું તને સંભળાય છે? જા જા હવે
શબ્દ જ્યારે લય બને એવી ક્ષણે મૌન પણ હરખાય છે, જા જા હવે
લાગણીથી આ જગત માપ્યા પછી આંખડી છલકાય છે, જા જા હવે
હું અને આ તુંના સરવાળા પછી દૂરતા છેકાય છે? જા જા હવે
ટેવવશ હા,’યામિની’ બોલી ઉઠી! શું કશું સંભળાય છે? જા જા હવે
.
યામિની વ્યાસ