દ્રષ્ટા ને દ્રષ્ય રહે નહીં
તો શું જુઓ ને શું કરો?
અંદર ને બહાર રહે નહીં
તો શું જુઓ ને શું કરો?
અભાવનો પણ ભાવ જ્યાં
અટકી ઊભો જડમૂળમાં
આ પ્રાણ છે કે અપાન છે?
નહીં ભાન છે તો શું કરો?
પશુ પંખી જળચર માનવી
ને પથ્થરો પણ એક છે.
જો શ્વાસનો સંચાર નહીં
તો ભેદ ખોટા શું કરો?
જો યંત્ર તંત્ર ને મંત્ર પણ
મળતું બધું જ આ મૂઢને
પૂતળું તો ખીખીહીહી કરે
ત્યાં શાન્ત રહીને શું કરો?
જોવું અડકવું સૂઇ જવું
ને ચાલવું કે સૂંઘવું;
નિદ્રામાં જો એ બધું થતું
કેવળ સ્મૃતિને શું કરો?
શું કાયમી ને અનિત્ય શું?
કોઈ જ ચોખ્ખી વાત નહીં
ચકડોળ જો અટકે નહીં
તો રહી હવામાં શું કરો?
ચર્ચા ચરણને રોકતી
ને સ્તબ્ધ બનતું સ્તોત્ર આ
ભેંકાર સન્નાટો બધે છે
સ્મિત દઇને શું કરો?
હરીશ દાસાણી.
મુંબઈ.
શું કાયમી ને અનિત્ય શું?
કોઈ જ ચોખ્ખી વાત નહીં
ચકડોળ જો અટકે નહીં
તો રહી હવામાં શું કરો?’…વિ ચા ર વ મ ળે.
કાયમી સ્થિરતા એક સુખદ ભાવના છે. તમારા સ્વભાવમાં સહનશક્તિ , ગુણો અને મુલ્યો છે; પરિસ્થિતિ પલટાય પણ તમારા સારા ઉદ્દેશો સતત રહે છે. આ એક ક્ષણ હોય છે, જેમકે ઉંચે ઉછાળેલો દડો જે નથી પડી રહ્યો કે નથી ઉપર જઈ રહ્યો, કે, શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેનો અંતરાલ, કે મૌન માં પ્રગટ થતો રવ, કે પછી મન સાવ શાંત હોય ત્યારે પ્રત્યક્ષ થતાં વિચાર.
તમારા અંતરમનમાં એક સ્થિરતા છે જેમાં લાગણીઓ ના પ્રતિભાવ અને તમારું કલ્યાણ સમાયેલું છે. અને તેમાં એક શાશ્વત જાગૃતિ છે, જે વિચારો ને વ્હેણમાં પણ બદલાતી નથી.તાત્વિક રીતે ૨+૨= ૪ હંમેશ થાય છતા ૨+૨=૫ વિષે અનંત કાળથી ચર્ચા થાય છે! તેવું ઘણું બધું. કંઇક ઉત્પન થયું તેનો અર્થ એ કે તે બદલશે નહીં. જે લોકો તમને પ્રેમ કરે છે તેમને હંમેશ તમને પ્રેમ કર્યો છે; અને તમને પ્રેમ ને લાયક ગણ્યા છે. તે મૂળ સત્ય છે – અનિત્ય ના બોધ ને ગણીને – તેના હાર્દ માં નિત્ય સ્થિરતા પડેલી છે. બાબતો બદલે છે – પણ તેનો સ્વભાવ – પ્રગટતો, ક્ષણભંગુર અને પરાવલંબી – તે નથી બદલતો. તમને કશાક એવા નો અનુભવ થાય જે નિત્યપણે ક્ષણભંગુર અને દૈવી હોય છે. કે પછી, કોઈ અનુબંધિત ઘટના બનવાની હોય તેની પહેલાં સ્ફૂરણા પામતું બિનશરતી અંતર્જ્ઞાન.જ્યાં પણ તમને સાંપડે, સ્થિરતા ને તમે માણો અને તેને તમને પુષ્ટ કરવા દો. તે ઘરેડ અને અવાજથી મુક્ત કરી અને શાંતી અને સ્પષ્ટતા નું શ્રોત બને છે. તમારી જાત ને અવકાશ આપો, તેને સ્થિર થવાની છૂટ આપો – તમારા મનને તો જરાક આપો -જેઓ અત્યંત વ્યસ્ત છે તેઓ.
‘ચર્ચા ચરણને રોકતી
ને સ્તબ્ધ બનતું સ્તોત્ર આ
ભેંકાર સન્નાટો બધે છે
સ્મિત દઇને શું કરો?’
એક જૂની વાયકા પ્રમાણે: તમારું મન સ્થિરતા માં આનંદ મેળવે.
.