Daily Archives: જાન્યુઆરી 16, 2023

जो घट प्रेम न संचरे,/આનંદ રાવ

મા આનંદ રાવજી

जो घट प्रेम न संचरे, जो घट जान सामान ।

जैसे खाल लुहार की, सांस लेत बिनु प्राण । ખૂબ સુંદર દોહા નો અર્થ સરળ છે

જે વ્યક્તિના હૃદયમાં પ્રેમ નથી, તેનું હૃદય સ્મશાન જેવું ખાલી છે અને તે પોતે જીવતા મૃત સમાન છે. જેમ લુહારની ખાલ નિર્જીવ ત્વચા હોવા છતાં શ્વાસ લે છે. એ જ રીતે પ્રેમ વિનાનો માણસ પણ શ્વાસ લેતો, ચાલતો અને કામ કરતો જોવા મળે છે; પરંતુ વાસ્તવમાં તે મરી ગયો છે.

આપે પ્રેમાળ શબ્દો અને પ્રેમાળ વર્તનની સંજીવની જેવી સ રસ અસરમા વૃધ્ધ ભીખારીની શારીરિક તકલીફ મા રાહત અને તેનો પણ  ચાવાળા  પ્રત્યે કરુણાભાવ પણ અનુભવાયો .                         પ્રેમ સાથે સંકળાયેલી લાગણીઓની સંકુલતા પ્રેમ શબ્દને અન્ય સંવેદનશીલ સ્થિતિઓની સરખામણીમાં પણ સાતત્યપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે.સામાન્યપણે પ્રેમ અન્ય વ્યક્તિ માટેની ઊંડી, મૃદુ કાળજીભરી અવ્યક્ત  લાગણી છે.પ્રેમનો આ મર્યાદિત વિચાર પણ, જોકે, રોમેન્ટિક પ્રેમ ની ઉત્કટ ઇચ્છા અને પ્રગાઢતાથી માંડીને કૌટુંબિક અને કાલ્પનિક પ્રેમ  અને ત્યાંથી માંડીને ધાર્મિક પ્રેમ ના વિશાળ એકત્વ  કે ભક્તિ જેવી વિવિધ લાગણીઓનો અસબાબ ધરાવે છે.પ્રેમ તેના વિવિધ સ્વરુપોમાં આંતરવૈયક્તિક સંબંધ ના મુખ્ય પ્રેરક તરીકે કાર્ય કરે છે અને તેના કેન્દ્રીય મનોવૈજ્ઞાનિક મહત્વને કારણે તે સર્જનાત્મક કળાઓમાં સૌથી સામાન્ય વિષયો પૈકીનો એક છે.પ્રેમના હાર્દ નું ચરિત્ર વારંવાર વિવાદનો વિષય બન્યું છે, તેમ છતાં આ શબ્દના વિવિધ પાસાઓને પ્રેમ શું નથી તેના પરથી સ્પષ્ટ કરી શકાય છે. હકારાત્મક લાગણીની અભિવ્યક્તિ (પસંદના વધારે સશક્ત સ્વરુપ તરીકે) પ્રેમ સામાન્યપણે ધિક્કાર (hate) (કે તટસ્થ ઉપેક્ષા (apathy))થી વિપરીત છે; ઓછો કામુક અને વધારે સંવેદનશીલ સ્વરુપ તરીકે પ્રેમ સામાન્યપણે વાસના (lust)થી જુદો પડે છે અને રોમેન્ટિક અર્થો સાથેના આંતરવૈયક્તિક સંબધ તરીકે પ્રેમ સામાન્યપણે મિત્રતા થી અલગ પડે છે, તેમ છતાં પ્રેમ શબ્દની અન્ય વ્યાખ્યાઓ ચોક્કસ સંદર્ભોમાં ગાઢ મિત્રતાને લાગુ પડી શકે છે.

છતા આપની  વાત ‘બીજાને સુખી કરવાની ભાવના તે પ્રેમ’ સહજ સમજાય છે.વૃધ્ધાશ્રમ અંગે અમે કેટલીક સંસ્થાઓમા અનુભવ્યું છે કે તેઓની સેવામા પ્રેમ ઑછો જોવા મળે છે છતા સેવા થાય છે તે ધન્યવાદને પાત્ર છે.

કબિરજીની પ્રેમ અંગે સરળ સહજ સમજાય એવી વાત સાથે વિશ્વના બીજા વિચારકો સંતોના વિચાર જોઇએ.પ્રેમના સંકુલ અને અમૂર્ત ચરિત્રને કારણે, પ્રેમ અંગેની ચર્ચા મોટે ભાગે વિતંડાવાદી પિષ્ટપેષણ  બનીને રહી ગઈ છે અને વર્જિલ ની “પ્રેમ બધે વિજય મેળવે છે” થી માંડીને બિટલ્સ ની “તમારે જરૂર છે બસ પ્રેમની  જેવા પ્રેમ સંબંધિત સામાન્ય રુઢિપ્રયોગ  અસ્તિત્વમાં છે. બર્ટ્રન્ડ રસેલ  પ્રેમને સાપેક્ષ મૂલ્ય થી વિરુદ્ધ “નિરપેક્ષ મૂલ્ય”ની શરત તરીકે વર્ણવે છે. તત્વચિંતક થોમસ જે ઉર્ડે  જણાવ્યું હતું કે પ્રેમ કરવો એટલે “સાર્વત્રિક શુભને પ્રોત્સાહન આપવા બીજાને હેતુપુર્વક, સહાનુભૂતિપુર્વક પ્રતિસાદ પાઠવવો.”સાંપ્રતસમયે  રેશનાલીસ્ટ અને બુધ્ધિવાદીને   વિજ્ઞાન દ્વારા સમજાવવાને અગત્યતા અપાય છે.ચેતાવિજ્ઞાન માં તાજેતરમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે લોકો પ્રેમમાં પડે છે, ત્યારે મગજ સતત ફેરોમોન્સ , ડોપામાઇન , નોરપનેફ્રીન , અને સેરટોનિન  સહિતના રસાયણોનો ચોક્કસ સમૂહ છોડે છે. આ રસાયણો એમ્ફટમીન ની જેમ જ કામ કરે છે અને મગજના આનંદ કેન્દ્ર ને ઉત્તેજિત કરે છે તેમ જ અન્ય આડ અસરો તરફ દોરી જાય છે, જેમ કે હ્રદયના ધબકારા  વધવા, ભૂખ અને નિંદ્રા મરી જવી અને ઉત્તેજનાની તીવ્ર લાગણી થવી.

છેલ્લે અમારો માનીતો વિષય- કોન્ટમ તબીબી  સારવારમા  ક્વોન્ટમ પ્રેમ આપણને શીખવે છે કે આપણે જે સંબંધ ઈચ્છીએ છીએ તે બનાવવા માટે શરીરની અણુ ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરવો. ક્વોન્ટમ  પ્રેમનો સર્વશ્રેષ્ઠ સંભવિત અનુભવ છે, અને તે દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે, પછી ભલે તમે જીવનસાથીની શોધમાં હોવ, સંઘર્ષ કરી રહેલા સંબંધમાં, અથવા ફક્ત જીવનના તણાવને કારણે પ્રેમ નિસ્તેજ બની ગયો હોય. ક્વોન્ટમ લવ તમને આત્મીયતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચવા દે છે કારણ કે તમે જીવન અને પ્રેમમાં હેતુની સંપૂર્ણ સમજ મેળવો છો.

આ વિચારો સંત કબિરને મળતા આવે છે.

……………………………………../………………….

Pragnyaben,

I liked this word veru much … ક્વોન્ટમ પ્રેમ 

Thank you so so so much

Leave a comment

Filed under Uncategorized