મા આનંદરાવજી
આપના ઇ- મેઇલ અંગે મા મહેંદ્રભાઇના ચિંતનના સ રસ વિચારો માણ્યા. આ અંગે અમારું ચિંતન –જાણીતી વાત
વણકર દંપતી નીરુ અને નીમાએ પાલક માતા-પિતા તરીકે કબીરનો ઉછેર કર્યો.રામભકત સંન્યાસી રામાનંદ અને શેખ તકીને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. એમનાં પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું, કબીર પરમાત્માને મિત્ર, માતા, પિતા અને પતિના રૂપમાં જુએ છે. આજ તો મનુષ્યના સર્વાધિક નિકટ રહે છે.
તેઓ ક્યારેક કહે છે:
હરિમોર પિઉ, મૈં રામ કી બહુરિયા
તો ક્યારેક કહે છે:
હરિ જનની મૈં બાલક તોરા
કબીરના રામ- તો અગમ છે
અને સંસારના કણ-કણમાં વિરાજે છે. કબીરના રામ-એકેશ્વરવાદી, એકસત્તાવાદી સમસ્ત જગત તેમજ જીવોથી ભિન્ન તેમજ પરમ સમર્થ માનવામાં આવે છે. પણ કબીરના રામ પરમ સમર્થ ભલે હોય, પણ સમસ્ત જીવો અને જગતથી ભિન્ન તો કદાપિ નથી. અપિતુ આથી વિપરીત તેઓ તો બધામાં વ્યાપ્ત રહેવાવાળા રમતા રામ છે. તેઓ કહે છે:
વ્યાપક બ્રહ્મ સબ મૈં એકૈ, ને પંડિત ને જોગી |
રાવણ-રાવ કવનસૂં કવન તેઓદ ને રોગી ||
સંતૌ, ધોખા કાસૂં કહિયે ગુનમૈં નિરગુન |
નિરગુનમૈં ગુન, બાટ છાંડ઼િ ક્યૂં બહિસે ||
…………………………………………….
આપણે કબિરના ‘ શબ્દ’ નો મૂળ વિચાર જોઇએ
शब्द
संतो आवै जाय सो माया ।
है प्रतिपाल काल नहिं वाके, ना कहूं गया न आया ।
क्या मकसूद मच्छ कच्छ होना, संषा सुर न संहारा ।
है दयाल द्रोह नहिं वाके, कहहु कौन को मारा ।
वे कर्त न बराह कहाये, धरनि धरै नहिं भारा ।
ई सब काम साहेब के नाहीं, झूठ कहै संसारा ।
षंभ फोरि जो बाहर होई, तेहि पतिजे सब कोई ।
हिरनाकुस नष उदर बिदारे, सो कर्त नहिं होई ।
बावन रूप न बलि को जाचै, जो जाचै सो माया ।
बिना बिबेक सकल जग भरमै, माया जग भर्माया ।
परसुराम क्षत्री नहिं मार्यो, ई छल माया कीन्हा ।
सतगुर भक्ति भेद नहिं जाने, जीवहि मिथ्या दीन्हा ।
सिरजनहार न ब्याही सीता, जल पषान नहिं बन्धा ।
वै रघुनाथ एक कै सुमिरै, जो सुमिरै सो अंधा ।
औ वे सिरजनहार कहे जाके सुरातिदियो ते, ब्रह्मा विष्णु महेश आदिक अवतार लेइहैं औ जगत्की उत्पत्ति होइहै सो सीता को नहीं बिवाह्यो, औ सेतु नहीं बांध्यो । सो वे निर्विकार उद्धारकर्त्ता रघुनाथको औ ये सब अवतारनको एक करिकै सबकोई सुभिरै हैं । सो नो एक करिकै सुमिरै हैं। ते अंधे हैं । काहेते कि, वे तौ रघुनाथ हैं । रघु कहिये सब जीव को तिनके नाथ हैं वे काहेको काहू के मारनको अवतार लेईंगे । वे निर्विकार औ ये माया सबलित वैकै सब अवतार लेइ हैं । जो कोई आवेनाय है सो मायिक सो वे निर्विकार साहब औ सविकार ये सब अवतार एक कैसे होईंगे ।
गोपी ग्वाल न गोकुल आये, कर्ते कंस न मारा ।
है मेहरबान सबन को साहेब, ना जीता ना हारा ।
वै कर्त नहिं बौद्ध कहावै, नहीं असुर संहारा ।
ग्यानहीन कर्त कै भर्मे, माया जग भर्माया ।
वे कर्त नहिं भये कलंकी, नहिं कालिं गहि मारा ।
ई छल बल सब माया कीन्हा, यतिन सतिन सब टारा ।
दस अवतार ईस्वरी माया, कर्त कै जिन पूजा ।
कहैं कबीर सुनो हो संतो, उपजै षपै सो दूजा ।
સાથે કબિરના દોહા પણ માણીએ
માલા ફેરત જુગ ભયા, ફિરા ન મન કા ફેર |
કર કા મન કા ડાર દેં, મન કા મનકા ફેર ||
લૂટ સકે તો લૂટ લે, રામ નામ કી લૂટ |
પાછે ફિરે પછતાઓગે, પ્રાણ જાહિં જબ છૂટ ||અખા નવ જાણે રામ,તે શિષ્યને શું આપે નામ.
અખાની વાણીની છાંટ આમાં પણ મળતી લાગે છે. કબિરે એ સમયે પણ કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ સામે યથામતિ જંગ કરેલો જ આથી આ વિચારની કંઈ નવાઈ તો નથી જ. આપણે કદાચ એમ વિચારી હરખાતા હશું કે આ પથરા પૂજવાની વાતનો વિરોધ તો હવે ભણીગણીને સુધરેલા ગણાતા આપણે જ પ્રથમ વખત કરીએ છીએ ! આ અભણ ભક્તકવિઓ સેંકડો વર્ષો પહેલાં એ વાત બહુ સામાન્યપણે અને કશા જ્ઞાનનાં અભિમાન વિના કહી ચૂક્યા છે !! પછી વાતનો મર્મ સમજવો કે અર્થ કાઢવો એ તો આપણી સમજણ પર છે. આપણે સમજીએ છીએ એટલા ભોટ આ “ભોટ” લોકો ન હતા કે નથી ! આકાશમાં ઉંચે ઉડે પણ જોયાં નીચે કરે તે અધમદ્રષ્ટિ સીધું જોવાની દ્રષ્ટિ પેદા થાય ત્યારે ભક્તિના દર્શન થાય વેદના છ દર્શનમાં વિવિધ પ્રકારે મુક્તિ માટેના માર્ગ દેખાડેલાં છે. મારી દ્રષ્ટિએ મુક્તિ મેળવવી એટલે હળવા થવું, હલકા થવું. સહજ સ્વાભાવિક રૂપ પ્રાપ્ત કરવું. તે પછી મનન હોય, નૃત્ય હોય કે શબ્દનું સ્મરણ હોય તે મુક્ત થવા માટેનો સરળ માર્ગ છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કમળની બધી પાંખડીઓ ખુલી જાય તેને મુક્તિ ગણાવી છે. જ્યારે તુલસીએ ભક્તિને મુક્તિ ગણાવી છે. કબિરે પૂર્ણતાને મુક્તિ ગણાવી છે. મુક્તિ માટેના અનેક માર્ગો છે. પરંતુ પાત્ર ભેદે આ બધું જુદું-જુદું છે. હળવા થવું એ જ મુક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે, આપણી પરંપરામાં આત્મનિવેદન છે. જે કંઈપણ છૂપાવતું નથી. જેમણે રામ રતન ધન પ્રાપ્ત કરવું હોય અને પરમવિશ્રામની પ્રાપ્તિ કરવી હોય એકને પકડી લેવું જોઈએ. રૂચિભેદ અને પાત્રભેદની કરૂણતામાં પડ્યાં સિવાય ‘સુરતે-મુરતે પરખો કોણે બનાવ્યો આ અમરચરખો’ની કાવ્યપંક્તિથી સૌને નૃત્ય, સ્મરણ, મનન કે કોઈપણ પ્રકારે ભ્રાંતિમાંથી બહાર નીકળીને લક્ષ પ્રાપ્તિ કરવા માટેની શીખ આપી હતી. ઠોકી બેસાડેલાં સિદ્ધાંતો, નિયમો જ્યારે ભ્રમિત કરતા હોય મહાભારત જેવા મહાન ગ્રંથને ઘરમાં રાખી શકાય, પરંતુ ઘરમાં મહાભારત કરાય નહીં. મહાભારત અદ્દભૂત ગ્રંથ છે. તેમાં દર્શાવેલી વિદુરનીતિ આજે પણ પ્રાસંગિક છે. જગતમાં જ્યાંથી પણ શુભની પ્રાપ્તિ થતી હોય તેને લઈ લેવું જોઈએ. વિચાર સહેજ પણ કરવો જોઈએ નહીં પરંતુ આજે આપણે સૌ ખોટું પકડી રહ્યાં છીએ. ઘણી વ્યક્તિઓ સહનશીલ નથી હોતી. જેનાં કારણે ઘરમાં મહાભારત ઊભું થતું હોય છે. તેઓને સહનશીલ બનવાની સાથે ત્યાગની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો. રામ એ મહામંત્ર છે રામમંત્રના જાપ કરવા માટે તેઓના ત્રણ ભાઈઓના નામ માર્ગ દર્શક ભરત એટલે જે પોષક છે અને શોષણ ન કરે તે. શત્રુધ્ન એટલે શત્રુતા ન કરે અને ટેકો આપે, જ્યારે લક્ષ્મણ એટલે બધાનો આધાર. આમ, શોષણ ના કરે, શત્રુતા ન કરે અને બને તેટલો ટેકો આપે, તેઓ સૌ રામમંત્ર જપવા માટે હક્કદાર છે. ભારતીય સંસ્કૃતિના ઉપનિષદોમાં કહ્યું છે કે, માતા-પિતા, ગુરૂ વડીલને ક્યારેય વંદન કરવાનુ ભુલતા નહીં. કારણકે આ મહાનુભાવોને વંદન કરતાં આયુષ્યમાં વધારો થાય છે. વિદ્યા વધે છે. યશની પ્રાપ્તિ થાય છે અને બળ (આત્મબળ) પ્રાપ્તથાય છે.. દેશના ૩,૬૨૬ ગામો એવા છે, જેની સાથે રામનું નામ સંકળાયેલું હોય, જેમ કે રામપુર, રામગઢ, રઘુનાથપુર વગેરે.. નામ સાથે કોઈ એક વ્યક્તિ સૌથી વધુ સંકળાયેલા હોય તો એ ભગવાન રામ છે. ભરતની પણ લોકપ્રિયતા છે, એટલે તેના નામે ૧૮૭ ગામ છે. લક્ષ્મણના નામે ૧૬૦ ગામ છે. રામભક્ત હનુમાન જોેકે રામના અનુજ બંધુઓ કરતાં આગળ છે અને તેમના નામે ૩૬૭ ગામ છે. સિતાના નામે ૭૫ ગામ છેકેટલાંક ક્ષેત્રો એવાં છે જ્યાં બુદ્ધિ કામ કરતી નથી ત્યાં સ્વયં બુદ્ધિ કામ નહીં આવે એ સ્થાન શુભ છે. અંતે ‘ચિદાકાશમાકાશવાસં ભજેડહમ્’ આકાશ જેનું વસ્ત્ર છે. જે આકાશમાં વ્યાપ્ત છે. આકાશ જેનામાં રહેલું છે પણ અહીંયાં ચિદાકાશ શબ્દ છે. એનો અર્થ એવો થાય છે કે આપણી અંદરનું આકાશ. આકાશમાં ખાલીપણું, શૂન્યતા હોય છે. આપણા જીવનમાં પણ ખાલીપણું હોવું જરૂરી છે. ઇષ્ર્યા, દ્વેષ, કપટ કટુવચન આવી વસ્તુની શૂન્યતા જીવનમાં હોવી જોઇએ. સંત કવિ કબિરે કહ્યું છે કે … “દયાળુ અને નીતિવાન માણસનો સિદ્ધાંત છે કે “રામ. રાખે તેમ રહીએ.”