.. .પપ્પાએટલે કોણ?..
તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો ! મજા કરો છો – સૂખ ચેન માં છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !!
માટે , એમને કયારે પણ શબ્દ ના વાપરતા કે …*તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો* !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !!
( *હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારેઘડીએ થાય ….પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને* )
સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે.કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી.
પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે.
દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.
.. જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે.
.. ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા.
જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ..*ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક ફૂલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.*
.️ પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે , છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. એ બહાર જ વધુ હોઈ. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા. તો ઘરમાં પગ મૂકતાં જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા.
દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવાર થી સાંજ વાટ જોવી પડે, અને દીકરીની વિદાય વખતે પણ જેને શોધવા જવા પડે એ પપ્પા.*
પપ્પા… લાગણીનો ઘૂઘવતો દરિયો, પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એનાં હ્રદય પાસે જવું પડે.
.. *પપ્પા એટલે એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં પણ છાપાના બિલ અને ચાની કીમત ચૂકવતી હાલતી ચાલતી બેંક*.
.. પપ્પા એટલે માત્ર નસકોરાં નહી. અર્ધી રાત્રે પણ ગાડી ચલાવીને હોસ્પિટલ પહોંચી શકે એ.
*પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી….. એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે. પણ….!! કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી ત્યારે એની સાથે ઘણી વાતો કરવાની રહી જ જાય છે. એનાં silent attack પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર?*
. પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા *એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે*.
દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાં માંથી પણ ધૂંધળો દેખાઈ છે. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.
*દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.*
.. પપ્પા….જેના *ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય* અને શેરબજારમાં ડૂબી જઈએ તો જેના ખભ્ભે રડી પણ શકાય.
.. પપ્પા એટલે હે રામ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય.
. જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતા રહ્યા હશે !!!
…… પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી. સાઈન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો.
તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.
.️ તમે કાચી કે પાકી પણ છત આપી છે. અમે શાંતિની નિંદર માણી રહ્યા છે તો તમારી આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે. *પપ્પા ના કઠોર હ્દય ની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસ ના પહોંચાડતા !!*
. પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયા માં સમજ ના પડે અથવા ઓછુ ફાવે તો …હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવૂ ના બોલતા કે *તમને ખબર ના પડે ! ચૂપ રહો* !!
.. ખાસ કરીને , મમ્મી ની હાજરી માં કે તમારી વહૂ કે છોકરા – છોકરીઓની હાજરી માં તો નહી જ !!!
.. કેમ, કે તમારી ગેરમોજૂદગી માં પપ્પા સાથે ઘણા અપમાનજનક વતઁણૂંક તમારા છોકરા કે છોકરી કે વહૂઓ કરતા થઈ જશે !! માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા !!
……હંમેશા માન- સન્માન જ આપજો , ભલે 100 ભૂલો થાય !! ..
*સર્વે બાપુજી, બાપા, પપ્પા, પિતા ને સમર્પિત.
પપ્પા એટલે પુરૂષાર્થ નો પર્વત , પપ્પા એટલે સમજણનો સાગર , પપ્પા એટલે લયબદ્ધ લાગણીઓનો હિંચકો , પપ્પા એટલે જવાબદારીઓ નું જહાજ , પપ્પા એટલે મંતવ્યનો નો મૂર્તિકાર , પપ્પા એટલે દરેક ની જિંદગી નો પહેલો રોલ મોડેલ .
મિત્રો , આજે એક એવા વ્યક્તિત્વ વિશે લખવાનું મન થઈ આવ્યું જે દરેક ની જિંદગી નો પ્રથમ રોલ મોડેલ હશે ને હોવો પણ જોઈ એ અને એ વ્યક્તિત્વ એટલે “પપ્પા “. સમાજમાં ઘણા બધા લેખકો , ચિંતકો , કવિઓ , ગીતકારો એ “માં” વિશે ઘણું બધું લખ્યું છે ને હજુ પણ લખશે કારણકે ” મા ” જેટલું હેતાળ , લાગણીશીલ ને મહાન હર્દયવાળું પાત્ર જીવન માં કોઈ જ ન હોય તેમ છતાં શું પપ્પા પણ સામે છેડે લખવા , વખાણવા કે લાગણી ન્યોછાવર કરવા જેવું વિશાળ વ્યક્તિત્વ નથી ? આજે આ બ્લોગ ના લખાણ દ્વારા હું એ મહાન હસ્તી જે દરેક ના જીવનનું અભિન્ન અંગ છે તેને ન્યાય આપવાનો નાનકડો પ્રયત્ન કરી રહ્યો છું .
પપ્પા એટલે એવું પાત્ર જેને આપણે કદી સમજી જ નથી શકતા , ઉપરથી શ્રીફળ જેવું કઠોર ને કઠણ પણ અંદરથી એકદમ લાગનીભીનું ને મુલાયમ વ્યક્તિ . આખા પરિવાર નું જહાજ હાંકનાર એવો કપ્તાન જેણે પરિવારની સુરક્ષા ,સગવડો ,ઈચ્છાઓ , સપનાઓ જરૂરિયાતો ને ઉજ્જવળ ભવિષ્ય સિવાય આજીવન કંઈ વિચાર્યું જ નથી. પરિવાર ની નાની નાની જરૂરિયાતો સંતોષવામાં પોતાની સામાન્ય જરૂરત નું ભાન પણ ન રાખે એ “પપ્પા” . પરિવાર ના સુખ , સમૃદ્ધિ ને સપના પરીપૂર્ણ થાય એ માટે તનતોડ પુરુષાર્થ કરે એ ” પપ્પા ” . ” માં ” હંમેશા પરિવાર ની કાળજી લેય છે પણ આ કાળજી લેનાર ની પણ કાળજી લેય એ ” પપ્પા ” . બાળકોના ભવિષ્ય માટે ચિંતન કરે એ પપ્પા . પરિવારના પોષણ માટે જાત ઘસી નાખે એ પપ્પા .
પોતાના પરિવારની નાનકડી દુનિયા માટે આવડી મોટી દુનિયા સામે બાથ ભીડી લે એ પપ્પા .પપ્પા એટલે સમજદારી નો એવો સાગર જેની લહેરો પોતાના પરિવારને સુખરૂપી કિનારે પોહચાડી સુરક્ષા કવચ બક્ષે
ઓછું બોલે ને વધુ કરે , જેનો હાથ આપણાં ખભા પર હોય ત્યારે આપણે આત્મવિશ્વાસથી તરબતર થઈ જઈ એ ને જો માથા પર હોય ત્યારે દુનિયાની સૌથી મજબૂત રક્ષણાત્મક ઢાલ આપણું રક્ષણ કરે છે એવી પ્રતિતિ કરાવતી વિભૂતિ એટલે પપ્પા. બાલ્યાવસ્થા થી યુવાની સુધી ની આપણી જિંદગી નો માર્ગદર્શક એટલે પપ્પા . આપણે જે સગવડોરૂપી સુખ ભોગવીએ છીએ તેનું સંપાદન કરે એ પપ્પા . આજીવન કાર્યરત રહેતી કર્મભૂમિ એટલે પપ્પા .
આજે તમે જીવનમાં જ કંઈ પણ હાંસલ કર્યું છે અથવા ભવિષ્યમાં જે કાંઈ પણ હાંસલ કરશો એનું બીજારોપન પપ્પા થકી જ થયેલું હોય છે . તમે દીકરો હોવ કે દીકરી તમારા અસ્તિત્વ ની ઓળખ પપ્પા જ છે .માં હંમેશા હૃદય થી વિચારે છે જ્યારે પપ્પા હંમેશા દિમાગથી ચિંતન કરે છે ને માટે જ તેમના અમુક નિર્ણયો આપણને આકરા લાગતા હોય છે પરંતુ તે નિર્ણયોમાં પણ આપણા માટેની કાળજી ને પ્રેમ છુપાયેલો હોય છે . પપ્પા નો રોલ આપણાં જીવન માં માતૃભાષા જેવો હોય છે જે અત્યંત આવશ્યક છે છતાં જાણે અજાણે તેની ઉપેક્ષા થતી હોય છે.
સાચું કહું તો પપ્પાનું આપણા જીવનમાં શું યોગદાન છે એ ત્યારે જ સમજાય છે જ્યારે આપણે પણ બાળક ના પિતા બનીએ છીએ. પિતૃત્વ નો અહેસાસ થયા પછીજ પપ્પા ની અહેમિયત સમજાય છે . આપણે દીકરો હોય કે દીકરી આપણી જરૂરિયાતો નું લિસ્ટ દર્શાવવા “માં” નામ ના માધ્યમ નો સહારો લેતા હોય છે પરંતુ એ જરૂરિયાત ને પરિપૂર્ણ કરવાનું શ્રેય તો પપ્પા ને જ જવું જોઈએ .તમારા નામ પાછળ લખાતું એ નામ આજીવન તમારી માટે પીઠબળ બની રહે છે .
પોતાનો પરિવાર સંપૂર્ણ ને ગરમ આહાર જમી શકે તે માટે આ વ્યક્તિ પોતે જીવન ના લગભગ ત્રીસ વર્ષ ઠંડુ ટિફિન નું ભોજન આરોગે છે . ઘણા ઘરોમાં તો બાળક ઉઠે એ પહેલાં પપ્પા રોજીરોટી કમાવા નીકળી જાય છે ને છેક મોડી રાતે બાળક સુઈ જાય ત્યારે ઘરે પોહચે છે , અરે આખા દિવસની તનતોડ મહેનત બાદ જ્યારે પોતાના સૂતાં દીકરા કે દીકરી ના માથે હાથ ફેરવે ત્યારે એ પપ્પાનો આખા દિવસનો થાક ક્યાંય અદ્રશ્ય થઈ જાય છે ને બીજા દિવસની મહેનત માટે ઉર્જાવાન બની જાય છે . દરેક પિતા માટે એનો દીકરો “હીરો “ને દીકરી હંમેશા ” પરી ” જ હોય છે .
આપ સૌ જ્યારે આ મારો બ્લોગ વાંચી રહ્યા છો ત્યારે આપ સૌ ને મારી એક નાનકડી અરજ છે કે “માં” પ્રત્યે તો લાગણીઓની ગંગા અવિરતપણે વહાવી હશે પરંતુ આપણા જીવન ના રચયિતા એવા “પપ્પા” ને એક વ્હાલભરી ” જાદુ ની ઝપ્પી ” આપવાનું ને thank you pappa કહેવાનું ચુકતા નહીં . તમારી આ નાનકડી લાગણીસભર ચેષ્ટા એ માણસ ના ચહેરા પર સંતુષ્ટિ ના એવા ભાવ સર્જી દેશે જે દુનિયાનું સૌથી અલૌલિક દ્રશ્ય હશે .