ચંદ્રની ઉત્પત્તિઃ

ચંદ્રની ઉત્પત્તિઃ ધર્મ અને વિજ્ઞાનઅગ્નિ પુરાણ અનુસાર ચંદ્ર એટલે બ્રહ્માનો માનસ પુત્ર સોમરોહિણી ચંદ્રની સૌથી પ્રિય પત્ની હતી અને અનુરાધા અપ્રિય, આની પાછળનું વૈજ્ઞાાનિક કારણ ખબર છે?જાયન્ટ ઇમ્પેક્ટ થીઅરી અનુસાર મંગળ જેવડો ગ્રહ પૃથ્વી સાથે અથડાતા ચંદ્રનું નિર્માણ થયુંચંદ્ર, ચાંદ, ચાંદો, સુધાકર, સુધાંશુ, સીતાંશુ, ઇંદુ… હરિના તો હજાર નામ છે જ, ચંદ્રના પણ કંઈ ઓછા નથી. આકાશમંડળમાં સૂર્ય પછી સૌથી નજીક જો કંઈ દેખાતું હોય  તો તે ચંદ્ર છે. ચંદ્રનું અજવાળું ભલે ઉછીનું હોય, પણ શીતળતા બિલકુલ પોતાની છે. સૂરજના દઝાડતા તડકાને તે પોતાની કાયા પર ઝીલી લઈ આપણને શીતળ ચાંદની આપે છે. ચંદ્રને નરી આંખે નિહાળવો ગમે તેમ વિજ્ઞાાન અને આધ્યાત્મ બંનેની દૃષ્ટિએ વારાફરતી નિહાળવાની પણ એક અલગ મજા છે. ધર્મ ચંદ્ર વિશે શું કહે છે? વિવિધ પુરાણોમાં ચંદ્રની જુદી-જુદી કથાઓ છે. અગ્નિપુરાણ કહે છે, ભગવાન બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની રચનાનો વિચાર કર્યો ત્યારે સૌપ્રથમ માનસ પુત્રોની રચના કરી. તેમના માનસ પુત્રોમાં એક હતા અત્રિ ઋષિ. અત્રિના લગ્ન મહર્ષિ કર્દમની કન્યા અનુસુઈયા સાથે થયા. દેવી અનુસુઈયાને ત્રણ પુત્રો થયા. દુર્વાસા, દત્તાત્રેય અને સોમ. આ સોમ એટલે ચંદ્ર.અન્ય એક પુરાણ કથા પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનું કાર્ય તેમના માનસ પુત્ર અત્રિને સોંપ્યું. અત્રિ ઋષિએ અનુત્તર નામનું તપ શરૂ કર્યું. તેમની આંખોમાંથી કેટલાક તેજોમય બિંદુ ટપક્યાં. તમામ દિશાઓએ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી આ પ્રકાશમય બિંદુઓને પોતાના ગર્ભમાં ધારણ કરી લીધાં.તેજોમય બિંદુને તેઓ ઝાઝો સમય ગર્ભમાં રાખી ન શકતા ગર્ભ ત્યજી દીધો. ત્યજી દીધેલા ગર્ભને બ્રહ્માજીએ પુરુષનું રૂપ આપ્યું અને તે ચંદ્ર કહેવાયો. માન્યતા છે કે એ જ તેજમાંથી પૃથ્વી પર અનેક જીવનદાયિની ઔષધિઓની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીએ ચંદ્રને નક્ષત્રો, વનસ્પતિઓ, બ્રાહ્મણ, તપ આદિનું સ્વામીત્વ આપ્યું.એક કથા એવી છે કે દેવતાઓએ અને અસુરોએ ક્ષીર સાગરનું મંથન કર્યું ત્યારે તેમાંથી જે ૧૪ રત્નો નીકળ્યા તેમાંનો એક ચંદ્ર. એવું પણ કહેવાય છે કે ગ્રહ સ્વરૂપે ચંદ્રની ઉપસ્થિતિ સમુદ્ર મંથન પહેલા પણ હતી. મંથન ચંદ્ર અને ગુરુના શુભ યોગમાં થયું હોવાનું પણ લખેલું છે. વાર્તા તો બીજી ઘણી છે. ૨૭ નક્ષત્ર એટલે દક્ષ પ્રજાપતિની ૨૭ દીકરી અને ચંદ્રની પત્નીઓ. ચંદ્રને મળેલા શાપની, શાપમાંથી મુક્તિ રૂપે આંશિક ક્ષય અને વૃદ્ધિની. ઘણી વાર્તાઓ છે.જે પૂનમે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં હોય તે કારતક મહિનો. જે પૂનમે ચંદ્ર મૃગશીરા નક્ષત્રમાં હોય તે માગસર, પુષ્યમાં હોય ત્યારે પોષ, મઘા નક્ષત્રમાં હોય ત્યારે મહા મહિનો, ફાલ્ગુનીમાં હોય ત્યારે ફાગણ મહિનો, ચિત્રામાં હોય તે ચૈત્ર મહિનો, વિશાખામાં હોય તે વૈશાખ, જ્યેષ્ઠામાં હોય તે જેઠ મહિનો, પૂર્વાષાઢા-ઉત્તરાષાઢામાં હોય તે અષાઢ મહિનો, શ્રવણ નક્ષત્રમાં હોય ત્યારે શ્રાવણ મહિનો, ભાદ્રપદ નક્ષત્રમાં હોય ત્યારે ભાદ્રપદ મહિનો અને અશ્વિની નક્ષત્રમાં હોય ત્યારે આશો. જે લોકો ખગોળ વિજ્ઞાાન થોડું ઘણું જાણે છે તેઓ એમ પણ જાણતા હશે કે તમામ બ્રહ્માંડીય પિંડોની ગતિમાં ઘટાડો અને વધારો થતો હોય છે. તેનું કારણ ગતિનો માર્ગ. તેમનો પરિભ્રમણ માર્ગ ગોળ નહીં, લંબગોળ હોય છે. પૃથ્વી પણ જ્યારે સૂર્યની નજીક આવે ત્યારે તેની સ્પીડ વધી જાય અને સૂર્યથી દૂર જાય ત્યારે સ્પીડ ઘટી જાય. ચંદ્રનું પણ એવું જ. ચંદ્ર જ્યારે પૃથ્વીની નજીક હોય એટલે કે અનુરાધા નક્ષત્રમાં હોય ત્યારે તેની સ્પીડ વધી જાય, પૃથ્વીથી દૂર હોય એટલે કે રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે તેની ગતિ એકદમ ધીમી પડી જાય.પૌરાણિક કથા એવી છે કે દક્ષ પ્રજાપતિએ તેની ૨૭ દીકરીઓ (એટલે કે ૨૭ નક્ષત્રો)ને  ચંદ્ર સાથે પરણાવવાનું નક્કી કર્યું ત્યારે એવી શરત મૂકેલી કે બધી દીકરીઓને એકસરખો પ્રેમ કરવાનો. ચંદ્ર એવું કરતો નહોતો. રોહિણી તેની સૌથી પ્રિય હતી અને અનુરાધા સૌથી અપ્રિય. રોહિણી સાથે તે વધુ સમય વિતાવતો (ખગોળ વિજ્ઞાાનની દૃષ્ટિએ જોઈએ તો ચંદ્ર રોહિણીમાં હોય ત્યારે તેની ગતિ સૌથી ધીમી હોય છે.) અને અનુરાધા સાથે તે સૌથી ઓછો સમય વિતાવતો..પુત્રીઓએ પિતાને ફરિયાદ કરી. દક્ષ પ્રજાપતિ કોપાયમાન થયા. તેમણે ચંદ્રને શાપ આપ્યો, તારો ક્ષય થાય. ચંદ્ર કાળો પડી ગયો. તેણે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. વિષ્ણુએ કહ્યું, હું તને શાપમાંથી મુક્ત નહીં કરી શકું, પણ તે મારી ભક્તિ કરી છે એટલે ૧૫ દિવસ તારો ક્ષય થશે અને તે પછીના ૧૫ દિવસ વૃદ્ધિ.આમ આ કથાઓ છે, પણ એની પાછળ કેવા રસપ્રદ સાઇન્ટિફિક રહસ્યો પણ છુપાયેલા છે. હવે વાત વિજ્ઞાાનની. આધુનિક ખગોળ વિજ્ઞાાન પણ ચંદ્રની ઉત્પત્તિ માટે ખાખાખોળા કરી રહ્યું છે. ૧૯૬૯થી ૧૯૭૨ દરમિયાન છ વખત અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા. ત્યાંથી ભેખડો પૃથ્વી પર લાવ્યા. તેનો અભ્યાસ કરવામાં આવ્યો અને એ રીસર્ચના આધારે જુદી-જુદી થીઅરીઓ ઘડવામાં આવી.૧) કો-ફોર્મેશન થીઅરી : કશું સદાકાળ નથી. ક્યારેક ને ક્યારેક બનેલું જ છે. સૂર્યમાંથી વાયુના ગોળા છુટ્ટા પડયા અને તેમની આસપાસ ફરવા લાગ્યા. જરાક ઠંડા થતા ગરમ પ્રવાહીમાં ફેરવાયા અને વધુ ઠંડા પડતા ઘન બન્યા ને એ રીતે બધા ગ્રહો બન્યા. વિજ્ઞાાનીઓ કહે છે કે આ પ્રોસેસ દરમિયાન પૃથ્વીમાંથી એક પિંડ છુટ્ટો પડયો અને તેની આસપાસ ઘુમવા લાગ્યો. તે ચંદ્ર.૨) કેપ્ચર થીઅરી  બીજી થીઅરી એવું કહે છે કે પૃથ્વી અલગ બની અને ચંદ્ર અલગ બન્યો. એક વખત ચંદ્ર પૃથ્વીની નજીકથી પસાર થઈ રહ્યો હતો. પૃથ્વીના ગરુત્વાકર્ષણથી તે ખેંચાયો અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા લાગ્યો. (જાણે કે વૉકિંગ કરવા નીકળ્યો હોય અને અહીં જ રોકાઈ પડયો.) પૃથ્વીના ગુરુત્વાકર્ષણે તેને કેપ્ચર કરી લીધો.૩) જાયન્ટ ઇમ્પેક્ટ થીઅરી વિજ્ઞાાનજગતમાં આ થીઅરીને હાલ સૌથી વધુ સમર્થન પ્રાપ્ત છે. સૌર મંડળ શરૂઆતમાં આટલું શાંત નહોતું. અવકાશી પિંડ આમથી તેમ થઈ રહ્યા હતા. પૃથ્વી તાજી-તાજી બની હતી. હજી તેનો લાવા ઠર્યો નહોતો. આમ તો ઘણી બધી ચીજો પૃથ્વી સાથે ટકરાયેલી, પણ એક દિવસ મંગળ જેવડો મોટો ગ્રહ પૃથ્વી સાથે અથડાયો. એ ગ્રહનું નામ થિયા. થિયા ટકરાતા તેના ટુકડે-ટુકડા થઈ ગયા અને તે પૃથ્વી ફરતે ઘૂમવા લાગ્યા. એક દિવસ બધા ટુકડા એકબીજા સાથે જોડાઈ જતા જે પિંડ બન્યો તે ચંદ્ર.નાસા કહે છે કે ડાયનોસરને નષ્ટ કરનારા લઘુ ગ્રહની જે ટક્કર હતી તેના કરતા થિયાની પૃથ્વી સાથેની ટક્કર ૧૦ કરોડ ગણી વધુ શક્તિશાળી હતી. એટલે જ આ થીઅરીનું નામ જાયન્ટ ઇમ્પેક્ટ થીઅરી રાખવામાં આવ્યું છે. ચંદ્રની ભેખડોનું એનાલિસીસ કરતા તે પણ પૃથ્વીની ભેખડો જેવી જ નીકળી. ભૂસ્તર વિજ્ઞાાનની ભાષામાં કહીએ તો બેયની આઇસોટોપિક સિગ્નેચર એક છે. આને તમે પૃથ્વી અને ચંદ્રના મટિરિયલની જન્મકુંડળી પણ કહી શકો છો.જાયન્ટ ઇમ્પેક્ટ થીઅરી સામે બે પ્રકારની શંકા ઊઠે. ૧. ચંદ્રના પથ્થરની ઘનતા પૃથ્વીના પથ્થરની ઘનતા કરતા ઓછી કેમ? જવાબ એ છે કે ચંદ્ર પૃથ્વીની બહારની સપાટીમાંથી બનેલો છે. પૃથ્વીના ગર્ભમાં જે પાષાણ છે એની ઘનતા વધારે છે. બહારના પાષાણોની ઓછી.જો ચંદ્ર પૃથ્વી અને થિયા બંનેમાંથી બનેલો છે તે થિયાનું મટિરિયલ ચંદ્ર પરથી કેમ નથી મળી આવ્યું. આ જવાબની શોધ ચાલુ છે.ચંદ્રની ઉત્પત્તિઃ ધર્મ અને વિજ્ઞાનઅગ્નિ પુરાણ અનુસાર ચંદ્ર એટલે બ્રહ્માનો માનસ પુત્ર સોમરોહિણી ચંદ્રની સૌથી પ્રિય પત્ની હતી અને અનુરાધા અપ્રિય, આની પાછળનું વૈજ્ઞાાનિક કારણ ખબર છે?જાયન્ટ ઇમ્પેક્ટ થીઅરી અનુસાર મંગળ જેવડો ગ્રહ પૃથ્વી સાથે અથડાતા ચંદ્રનું નિર્માણ થયુંચંદ્ર, ચાંદ, ચાંદો, સુધાકર, સુધાંશુ, સીતાંશુ, ઇંદુ… હરિના તો હજાર નામ છે જ, ચંદ્રના પણ કંઈ ઓછા નથી. આકાશમંડળમાં સૂર્ય પછી સૌથી નજીક જો કંઈ દેખાતું હોય  તો તે ચંદ્ર છે. ચંદ્રનું અજવાળું ભલે ઉછીનું હોય, પણ શીતળતા બિલકુલ પોતાની છે. સૂરજના દઝાડતા તડકાને તે પોતાની કાયા પર ઝીલી લઈ આપણને શીતળ ચાંદની આપે છે. ચંદ્રને નરી આંખે નિહાળવો ગમે તેમ વિજ્ઞાાન અને આધ્યાત્મ બંનેની દૃષ્ટિએ વારાફરતી નિહાળવાની પણ એક અલગ મજા છે. ધર્મ ચંદ્ર વિશે શું કહે છે? વિવિધ પુરાણોમાં ચંદ્રની જુદી-જુદી કથાઓ છે. અગ્નિપુરાણ કહે છે, ભગવાન બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની રચનાનો વિચાર કર્યો ત્યારે સૌપ્રથમ માનસ પુત્રોની રચના કરી. તેમના માનસ પુત્રોમાં એક હતા અત્રિ ઋષિ. અત્રિના લગ્ન મહર્ષિ કર્દમની કન્યા અનુસુઈયા સાથે થયા. દેવી અનુસુઈયાને ત્રણ પુત્રો થયા. દુર્વાસા, દત્તાત્રેય અને સોમ. આ સોમ એટલે ચંદ્ર.અન્ય એક પુરાણ કથા પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનું કાર્ય તેમના માનસ પુત્ર અત્રિને સોંપ્યું. અત્રિ ઋષિએ અનુત્તર નામનું તપ શરૂ કર્યું. તેમની આંખોમાંથી કેટલાક તેજોમય બિંદુ ટપક્યાં. તમામ દિશાઓએ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી આ પ્રકાશમય બિંદુઓને પોતાના ગર્ભમાં ધારણ કરી લીધાં.તેજોમય બિંદુને તેઓ ઝાઝો સમય ગર્ભમાં રાખી ન શકતા ગર્ભ ત્યજી દીધો. ત્યજી દીધેલા ગર્ભને બ્રહ્માજીએ પુરુષનું રૂપ આપ્યું અને તે ચંદ્ર કહેવાયો. માન્યતા છે કે એ જ તેજમાંથી પૃથ્વી પર અનેક જીવનદાયિની ઔષધિઓની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીએ ચંદ્રને નક્ષત્રો, વનસ્પતિઓ, બ્રાહ્મણ, તપ આદિનું સ્વામીત્વ આપ્યું.એક કથા એવી છે કે દેવતાઓએ અને અસુરોએ ક્ષીર સાગરનું મંથન કર્યું ત્યારે તેમાંથી જે ૧૪ રત્નો નીકળ્યા તેમાંનો એક ચંદ્ર. એવું પણ કહેવાય છે કે ગ્રહ સ્વરૂપે ચંદ્રની ઉપસ્થિતિ સમુદ્ર મંથન પહેલા પણ હતી. મંથન ચંદ્ર અને ગુરુના શુભ યોગમાં થયું હોવાનું પણ લખેલું છે. વાર્તા તો બીજી ઘણી છે. ૨૭ નક્ષત્ર એટલે દક્ષ પ્રજાપતિની ૨૭ દીકરી અને ચંદ્રની પત્નીઓ. ચંદ્રને મળેલા શાપની, શાપમાંથી મુક્તિ રૂપે આંશિક ક્ષય અને વૃદ્ધિની. ઘણી વાર્તાઓ છે.જે પૂનમે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં હોય તે કારતક મહિનો. જે પૂનમે ચંદ્ર મૃગશીરા નક્ષત્રમાં હોય તે માગસર, પુષ્યમાં હોય ત્યારે પોષ, મઘા નક્ષત્રમાં હોય ત્યારે મહા મહિનો, ફાલ્ગુનીમાં હોય ત્યારે ફાગણ મહિનો, ચિત્રામાં હોય તે ચૈત્ર મહિનો, વિશાખામાં હોય તે વૈશાખ, જ્યેષ્ઠામાં હોય તે જેઠ મહિનો, પૂર્વાષાઢા-ઉત્તરાષાઢામાં હોય તે અષાઢ મહિનો, શ્રવણ નક્ષત્રમાં હોય ત્યારે શ્રાવણ મહિનો, ભાદ્રપદ નક્ષત્રમાં હોય ત્યારે ભાદ્રપદ મહિનો અને અશ્વિની નક્ષત્રમાં હોય ત્યારે આશો. (કેવું અજાયબ!)જે લોકો ખગોળ વિજ્ઞાાન થોડું ઘણું જાણે છે તેઓ એમ પણ જાણતા હશે કે તમામ બ્રહ્માંડીય પિંડોની ગતિમાં ઘટાડો અને વધારો થતો હોય છે. તેનું કારણ ગતિનો માર્ગ. તેમનો પરિભ્રમણ માર્ગ ગોળ નહીં, લંબગોળ હોય છે. પૃથ્વી પણ જ્યારે સૂર્યની નજીક આવે ત્યારે તેની સ્પીડ વધી જાય અને સૂર્યથી દૂર જાય ત્યારે સ્પીડ ઘટી જાય. ચંદ્રનું પણ એવું જ. ચંદ્ર જ્યારે પૃથ્વીની નજીક હોય એટલે કે અનુરાધા નક્ષત્રમાં હોય ત્યારે તેની સ્પીડ વધી જાય, પૃથ્વીથી દૂર હોય એટલે કે રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે તેની ગતિ એકદમ ધીમી પડી જાય.પૌરાણિક કથા એવી છે કે દક્ષ પ્રજાપતિએ તેની ૨૭ દીકરીઓ (એટલે કે ૨૭ નક્ષત્રો)ને  ચંદ્ર સાથે પરણાવવાનું નક્કી કર્યું ત્યારે એવી શરત મૂકેલી કે બધી દીકરીઓને એકસરખો પ્રેમ કરવાનો. ચંદ્ર એવું કરતો નહોતો. રોહિણી તેની સૌથી પ્રિય હતી અને અનુરાધા સૌથી અપ્રિય. રોહિણી સાથે તે વધુ સમય વિતાવતો (ખગોળ વિજ્ઞાાનની દૃષ્ટિએ જોઈએ તો ચંદ્ર રોહિણીમાં હોય ત્યારે તેની ગતિ સૌથી ધીમી હોય છે.) અને અનુરાધા સાથે તે સૌથી ઓછો સમય વિતાવતો. (વાઇસાવર્સા).પુત્રીઓએ પિતાને ફરિયાદ કરી. દક્ષ પ્રજાપતિ કોપાયમાન થયા. તેમણે ચંદ્રને શાપ આપ્યો, તારો ક્ષય થાય. ચંદ્ર કાળો પડી ગયો. તેણે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. વિષ્ણુએ કહ્યું, હું તને શાપમાંથી મુક્ત નહીં કરી શકું, પણ તે મારી ભક્તિ કરી છે એટલે ૧૫ દિવસ તારો ક્ષય થશે અને તે પછીના ૧૫ દિવસ વૃદ્ધિ.આમ આ કથાઓ છે, પણ એની પાછળ કેવા રસપ્રદ સાઇન્ટિફિક રહસ્યો પણ છુપાયેલા છે. હવે વાત વિજ્ઞાાનની. આધુનિક ખગોળ વિજ્ઞાાન પણ ચંદ્રની ઉત્પત્તિ માટે ખાખાખોળા કરી રહ્યું છે. ૧૯૬૯થી ૧૯૭૨ દરમિયાન છ વખત અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા. ત્યાંથી ભેખડો પૃથ્વી પર લાવ્યા. તેનો અભ્યાસ કરવામાં આવ્યો અને એ રીસર્ચના આધારે જુદી-જુદી થીઅરીઓ ઘડવામાં આવી.૧) કો-ફોર્મેશન થીઅરી (જનમ-જનમ કા સાથ હૈ તુમ્હારા-હમારા): કશું સદાકાળ નથી. ક્યારેક ને ક્યારેક બનેલું જ છે. સૂર્યમાંથી વાયુના ગોળા છુટ્ટા પડયા અને તેમની આસપાસ ફરવા લાગ્યા. જરાક ઠંડા થતા ગરમ પ્રવાહીમાં ફેરવાયા અને વધુ ઠંડા પડતા ઘન બન્યા ને એ રીતે બધા ગ્રહો બન્યા. વિજ્ઞાાનીઓ કહે છે કે આ પ્રોસેસ દરમિયાન પૃથ્વીમાંથી એક પિંડ છુટ્ટો પડયો અને તેની આસપાસ ઘુમવા લાગ્યો. તે ચંદ્ર.૨) કેપ્ચર થીઅરી (જાને નહીં દેંગે તુજે): બીજી થીઅરી એવું કહે છે કે પૃથ્વી અલગ બની અને ચંદ્ર અલગ બન્યો. એક વખત ચંદ્ર પૃથ્વીની નજીકથી પસાર થઈ રહ્યો હતો. પૃથ્વીના ગરુત્વાકર્ષણથી તે ખેંચાયો અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા લાગ્યો. (જાણે કે વૉકિંગ કરવા નીકળ્યો હોય અને અહીં જ રોકાઈ પડયો.) પૃથ્વીના ગુરુત્વાકર્ષણે તેને કેપ્ચર કરી લીધો.૩) જાયન્ટ ઇમ્પેક્ટ થીઅરી(ધમાકેદાર દસ્તાન): વિજ્ઞાાનજગતમાં આ થીઅરીને હાલ સૌથી વધુ સમર્થન પ્રાપ્ત છે. સૌર મંડળ શરૂઆતમાં આટલું શાંત નહોતું. અવકાશી પિંડ આમથી તેમ થઈ રહ્યા હતા. પૃથ્વી તાજી-તાજી બની હતી. હજી તેનો લાવા ઠર્યો નહોતો. આમ તો ઘણી બધી ચીજો પૃથ્વી સાથે ટકરાયેલી, પણ એક દિવસ મંગળ જેવડો મોટો ગ્રહ પૃથ્વી સાથે અથડાયો. એ ગ્રહનું નામ થિયા. થિયા ટકરાતા તેના ટુકડે-ટુકડા થઈ ગયા અને તે પૃથ્વી ફરતે ઘૂમવા લાગ્યા. એક દિવસ બધા ટુકડા એકબીજા સાથે જોડાઈ જતા જે પિંડ બન્યો તે ચંદ્ર.નાસા કહે છે કે ડાયનોસરને નષ્ટ કરનારા લઘુ ગ્રહની જે ટક્કર હતી તેના કરતા થિયાની પૃથ્વી સાથેની ટક્કર ૧૦ કરોડ ગણી વધુ શક્તિશાળી હતી. એટલે જ આ થીઅરીનું નામ જાયન્ટ ઇમ્પેક્ટ થીઅરી રાખવામાં આવ્યું છે. ચંદ્રની ભેખડોનું એનાલિસીસ કરતા તે પણ પૃથ્વીની ભેખડો જેવી જ નીકળી. ભૂસ્તર વિજ્ઞાાનની ભાષામાં કહીએ તો બેયની આઇસોટોપિક સિગ્નેચર એક છે. આને તમે પૃથ્વી અને ચંદ્રના મટિરિયલની જન્મકુંડળી પણ કહી શકો છો.જાયન્ટ ઇમ્પેક્ટ થીઅરી સામે બે પ્રકારની શંકા ઊઠે. ૧. ચંદ્રના પથ્થરની ઘનતા પૃથ્વીના પથ્થરની ઘનતા કરતા ઓછી કેમ? જવાબ એ છે કે ચંદ્ર પૃથ્વીની બહારની સપાટીમાંથી બનેલો છે. પૃથ્વીના ગર્ભમાં જે પાષાણ છે એની ઘનતા વધારે છે. બહારના પાષાણોની ઓછી.જો ચંદ્ર પૃથ્વી અને થિયા બંનેમાંથી બનેલો છે તે થિયાનું મટિરિયલ ચંદ્ર પરથી કેમ નથી મળી આવ્યું. આ જવાબની શોધ ચાલુ છે.થીઅરી એટલે તર્કના આધારે કરવામાં આવેલી ધારણા. એકબાજુ પૌરાણિક માન્યતા. બીજા બાજુ વૈજ્ઞાાનિક ધારણા. બંને વિશે વિચારો. ને વિચારો તમારી કુંડળીમાં સ્થિત ચંદ્રમા વિશે    તમારી કુંડલીના જન્માંગ ચક્ર અર્થાત લગ્ન કુંડલીમાં ચંદ્રની સ્થિતિ જાણીને માલૂમ કરી શકો છો. પ્રથમઃ ચંદ્ર જો પ્રથમ ભાવમાં અર્થાત લગ્નમાં હોય તો જાતક દુષ્ટ પ્રકૃતિનો, પાગલ, બોડો, અશાંત મન વાળો, મુંગો અને કાળા દેહ વાળો હોય છે. દ્વિતીયઃ ચંદ્ર દ્વિતીય ભાવમાં હોય તો જાતક અપરિમિત સુખ, ધન, મિત્રો સાથે યુક્ત તથા અધિક ધનનો સ્વામી અને ઓછા બોલવાવાળો હોય છે. તૃતીયઃ કુંડલીના ત્રીજા ભાવમાં બલી ચંદ્રમા હોય તો જાતકને ભાંડેળાઓનો સારો સહયોગ મળતો રહે છે. પ્રસન્ન રહેવા વાળો, વીર, વિદ્યા- વસ્ત્ર- અન્નથી ભરપૂર હોય છે. ચતુર્થઃ ચોથા ભાવનો ચંદ્રમા વ્યક્તિને બંધુ-બાંધવોથી યુક્ત બનાવે છે. સેવાભાવી, દાની, જલીય સ્થાનોને પસંદ કરનાર તથા સુખ-દુખથી મુક્ત હોય છે. પંચમ- પાંચમા ભાવનો ચંદ્રમા જાતકને કમજોર બનાવે છે. આવા વ્યક્તિમાં વીરતાની કમી હોય છે પરંતુ વિદ્યા, વસ્ત્ર, અન્નનો સંગ્રહકર્તા હોય છે. તેના પુત્ર વધુ હોય છે, મિત્રવાન, બુદ્ધિમાન અને ઉગ્ર પ્રકૃતિનો હોય છે. ષષ્ઠમઃ છઠ્ઠા ભાવનો ચંદ્ર હોય તો જાતકના શત્રુ વધારે હોય છે. તે તીક્ષ્મણ, કોળ શરીર વાળો, ક્રોધી, નશામાં ચૂર, પેટ રોગી હોય છે. ક્ષીણ ચંદ્ર હોવા પર જાતક અલ્પાયુ હોય છે. સપ્તમઃ સાતમા ભાવનો ચંદ્ર હોય તો જાતક સુશીલ, સંઘર્ષશીલ, સુખી, સુંદર શરીર વાળો, કામી હોય છે. કૃષ્ણ પક્ષનો નિર્બળ ચંદ્ર હોય તો અવારનવાર રોગોથી પીડિત રહે છે. અષ્ટમઃ આઠમા ભાવનો ચંદ્રમા જાતકને બુદ્ધિમાન, તેજવાન, રોગ-બંધનથી કૃશ દેહધારી બનાવે છે. ચંદ્રમા ક્ષીણ હોય તો જાતક અલ્પાયુ હોય છે. નવમઃ નવમા ભાવમાં ચંદ્રમા હોય તો જાતક દેવ-પિતૃકાર્યમાં તત્પર, સુખી, ધન-બુદ્ધિ પુત્રથી યુક્ત, સ્ત્રીઓનો પ્રિય તથા ઉદ્યમી હોય છે. દશમઃ દશમા ભાવમાં ચંદ્ર હોય તો જાતક દુખ રહિત, કાર્યમાં તત્પર, કાર્યકુશળ, ધનથી સંપન્ન, પવિત્ર, અધિક બળવાન, વીર અને દાની હોય છે. એકાદશઃ 11મા ભાવનો ચંદ્રમા હોય તો જાતક ધની, અધિક પુત્રવાન, દીર્ઘાયુ, સુંદર, ઈચ્છિત નોકરી વાળો, મનસ્વી, ઉગ્ર, વીર અને કાતિમાન હોય છે. દ્વાદશઃ કુંડલીમાં 12મા ભાવમાં ચંદ્રમા હોય તો જાતક દ્વેષી, પતિત, નીચ, નેત્રરોગી, આળસુ, અશાંત, સદા સુખી રહેવા વાળો હોય છે.
થીઅરી એટલે તર્કના આધારે કરવામાં આવેલી ધારણા.

 એકબાજુ પૌરાણિક માન્યતા. બીજા બાજુ વૈજ્ઞાાનિક ધારણા. બંને વિશે વિચારો. 

તમે ઊભા ઊભા ચંદ્ર તરફ આંગળી કરો છો,
પણ ચંદ્રના પ્રકાશ વગર આંગળી તો આંધળી છે.

એક ચંદ્ર, ને એક બેખબર આંગળી-
આ બે અલગ છે કે એક જ છે ?

આ સવાલ જ શિખાઉને અજ્ઞાનના
ગાઢ ધુમ્મસમાંથી રસ્તો ચીંધવા પૂરતો છે.

ઊંડા ઉતરો. રહસ્યો તમને સાદ કરે છે.
ન તો ચંદ્ર છે, ન આંગળી છે – ન તો કશું છે.– રિઓકાન

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.